- સરકારે સ્ટોક મર્યાદાનો અમલ વધાર્યો
- પામતેલમાં માગ વધતાં ૧૦૦૦ ટનના વેપાર થયા
- વિશ્વ બજારમાં તેજીનો ચમકારો જોવા મળ્યો
મુંબઈ તેલીબિંયા બજારમાં આજે તેજી આગળ વધી હતી. તેલ તેલિબિંયાના ભાવ વધતા સરકારે સ્ટોક મર્યાદાનો અમલ લંબાવી ૩૦મી જૂન સુધી કર્યાના સમાચાર હતા. વિશ્વ બજાર ઉછળી હતી. ઉત્પાદક મથકો પણ મક્કમ હતા. દરમિયાન, સરકારે દેશમાં આયાતકારો માટે ડોલરના કસ્ટમ એક્સ.ના દર રૂ.૭૫.૩૦થી વધારી રૂ.૭૫.૭૫ કર્યાના સમાચાર હતા. આના પગલે દેશમાં આયાત થતાં વિવિધ ખાદ્યતેલોની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં વૃદ્ધી થયાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.
આવી અસરકારક આયાત જકાત ક્રૂડ પામ ઓઈલમાં ટનના રૂ.૪૯થી ૫૦ વધી છે જ્યારે પામોલીનની રૂ.૮૫થી ૮૬ તથા સોયાતેલની રૂ.૩૫થી ૩૬ વધી છે આની અસર પણ બજાર પર વર્તાઈ રહી હતી. મુંબઈ હાજર બજારમાં આજે આયાતી આયાતી પામતેલના ભાવ વધી ૧૦ કિલોના રૂ.૧૨૪૫ રહ્યા હતા. માગ વધતાં પામતેલમાં આજે હજાર ટનના વેપાર થયા હતા. ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ વધી રૂ.૧૨૨૫ બોલાયા હતા. સોયાતેલના ભાવ વધી ડિગમના રૂ.૧૨૩૫ તથા રિફા.ના રૂ.૧૨૪૫ રહ્યા હતા. સન ફલાવરના ભાવ વધી રૂ.૧૨૪૦ તથા રિફા.ના રૂ.૧૩૦૦ બોલાયા હતા. જો કે મસ્ટર્ડના ભાવ ઘટી રૂ.૧૬૩૦ તથા રિફા.ના રૂ.૧૬૬૦ રહ્યા હતા.
કપાસિયા તેલ વધી રૂ.૧૩૨૦ રહ્યું હતું. સિંગતેલ રૂ.૧૩૪૦ રહ્યું હતું. સૌરાષ્ટ્ર ખાતે કોટન વોશ્ડ વધી રૂ.૧૨૬૦થી ૧૨૬૫ રહ્યું હતું. અમેરિકામાં આજે પ્રોજેકશનમાં સોયાતેલના ભાવ ૬૬થી ૬૭ પોઈન્ટ ઉંચા રહ્યા હતા. એરંડા વાયદો રૂ.૬૮ વધી રૂ.૬૫૦૦ વટાવી ગયો હતો. દરમિયાન મુંબઈ હાજર દિવેલ તથા હાજર એરંડાના ભાવ આજે શાંત હતા. મુંબઈ ખોળ બજારમાં ટનદીઠ ભાવ જોકે એરંડા ખોળના રૂ.૧૦૦ વધ્યા હતા. જ્યારે સોયાખોળના ભાવ રૂ.૮૦૦ ઉંચકાયા હતા. સનફલાવર ખોળના ભાવ જો કે ટનના રૂ.૧૦૦૦ તૂટયા હતા. અન્ય ખોળો શાંત હતા.
દરમિયાન, મુંબઈ હાજર બાજરમાં આજે કોપરેલના ભાવ ૧૦ કિલોના રૂ.૧૫૬૦ વાળા રૂ.૧૫૪૦ રહ્યા હતા. ઈન્ડોનેશિયામાં દુધાળા પશુઓ વ્યાપક પ્રમાણમાં મૃત્યુ પામતાં બે ગામડાઓને રેડ એલર્ટમાં મુકાયા છે. આનો વ્યાપ વધતાં ત્યાં પામતેલનાઉત્પાદન પર અસર પડવાની ભીતિ અમુક વર્ગ બતાવી રહ્યો હતો. મલેશિયામાં આજે પામતેલનો વાયદો ૧૦ ૮ પોઈન્ટ ઉછળ્યો હતો. ઘરઆંગણે વિવિધ મથકોએ કોટન વોશ્ડના ભાવ ઉછળી રહ્યાના નિર્દેશો હતા. દરમિયાન, રૂની ઓલ ઈન્ડિયા આવકો આજે ૧ લાખ ૩૫થી ૪૦ હજાર ગાંસડી આવી હતી.