- ક્રૂડતેલ ઉંચકાતાં વિશ્વ બજારમાં ખાદ્યતેલો મોંઘા થયા
- પામતેલમાં માગ વધતાં ૧૦૦૦ ટનના વેપાર થયા
- પામતેલનો વાયદો ૧૬૦થી ૧૬૫ પોઈન્ટ ઉછળ્યો
તેલ-બિયાં બજારમાં આજે વિવિધ દેશી તથા આયાતી ખાદ્યતેલોના ભાવ આંચકા પચાવી વધી આવ્યા હતા. વિશ્વ બજારમાં ખાદ્યતેલોના ભૌવ ઝડપી ઉછળ્યાના સમાચાર હતા. ક્રૂજતેલના વૈશ્વિક ભાવ ઉંચકાતાં વિશ્વ બજારમાં આજે ખાદ્યતેલો વધી આવ્યાના નિર્દેશો હતા. મલેશિયા ખાતે આજે પામતેલનો વાયદો ૧૬૦થી ૧૬૫ પોઈન્ટ ઉછળ્યાના સમાચાર હતા. જ્યારે અમેરિકામાં સોયાતેલના ભાવ આદે સાંજે પ્રોજેકશનમાં ૮૮થી ૮૯ પોઈન્ટ ઉંચા બોલાઈ રહ્યા હતા. મુંબઈ બજારમાં હાજરમાં આજે ૧૦ કિલોના ભાવ પામતેલના વધી રૂ.૧૧૫૦ બોલાયા હતા. પામતેલમાં આજે જાન્યુઆરીની વિવિધ ડિલીવરીઓ માટે રૂ.૧૧૪૩થી ૧૧૫૨ સુધીની રેન્જમાં આશરે હજાર ટનના વેપાર થયા હતા. સોયાતેલમાં રૂ.૧૨૧૦માં વેપાર થયા હતા. દરમિયાન, ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ વધી રૂ.૧૦૯૮ બોલાયા હતા.
મુંબઈ બજારમાં સિંગતેલના ભાવ આજે ૧૦ કિલોદીઠ રૂ.૧૩૩૦ના મથાળે શાંત રહ્યા હતા. જ્યારે કપાસિયા તેલના ભાવ વધી રૂ.૧૨૦૫ રહ્યા હતા. સૌરાષ્ટ્ર ખાતે કોટન વોશ્ડના ભાવ વધી રૂ.૧૧૫૦ રહ્યા હતા જ્યારે ત્યાં સિંગતેલના ભાવ વધ્યા મથાળેથી ઘટી રૂ.૧૨૭૫ તથા ૧૫ કિલોના ભાવ રૂ.૨૦૫૦થી ૨૦૬૦ રહ્યાના સમાચાર હતા. મુંબઈ બજારમાં સોયાતેલના ભાવ વધી ડિગમના રૂ.૧૧૫૫ તથા રિફા.ના રૂ.૧૨૦૦ રહ્યા હતા જ્યારે સનફલાવરના ભાવ વધી રૂ.૧૧૮૦ તથા રિફા.ના રૂ.૧૨૬૦ બોલાતા થયા હતા. જો કે મસ્ટર્ડના ભાવ આજે વધતા અટકી રૂ.૧૫૬૦ વાળા રૂ.૧૫૪૦ રહ્યા હતા. જ્યારે રિફા.ના ભાવ રૂ.૧૫૭૦ બોલાતા થયા હતા. મુંબઈ હાજર દિવેલના ભાવ જોકે ૧૦ કિલોના આજે ઝડપી રૂ.૧૪થી ૧૫ તૂટી ગયા હતા. સામે હાજર એરંડાના ભવા પણ કિવ.ના રૂ.૭૫ તૂટી રૂ.૫૯૦૦ બોલાયા હતા. એરંડા વાયદા બજારમાં આજે ભાવ રૂ.૩૫થી ૪૦ માઈનસમાં રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ ખોળ બજારમાં આજે ટનના ભાવ સિંગખોળના રૂ.૫૦૦ તથા કપાસિયા ખોળના રૂ.૫૦૦ વધ્યા હતા જ્યારે સનફલાવર ખોળના ભાવ રૂ.૧૦૦૦ ઉછળ્યા હતા. જોકે અન્ય ખોળો શાંત હતા. સીસીઆઈએ રૂના ભાવ ખાંડીદીઠ રૂ.૩૦૦થી ૫૦૦ વધાર્યાની ચર્ચા બજારમાં સંભળાઈ રહી હતી. મુંદ્રા-હઝીરા ખાતે વિવિધ ડિલીવરીના ભાવ પામતેલના રૂ.૧૧૪૫થી ૧૧૫૫ જ્યારે સોયાતેલના રૂ.૧૧૯૦થી ૧૨૦૦ રહ્યા હતા સામે સન ફલાવરના ભાવ રૂ.૧૨૬૦થી ૧૨૭૦ રહ્યાના નિર્દેશો હતા. મસ્ટર્ડની આવકો આજે રાજસ્થાન બાજુ ૬૫ હજાર ગુણી તથા ઓલ ઈન્ડિયા આવકો ૧ લાખ ૫૦ હજાર ગુણી આવી હતી. જયપુર ખાતે ભાવ રૂ.૭૫૨૫થી ૭૫૫૦ રહ્યા હતા. ચીનમાં આજે પામતેલ તથા સોયાતેલના ભાવ ઉંચા બોલાઈ રહ્યા હતા અમેરિકામાં ઓવરનાઈટ ટ્રેડમાં કોટન સોયાબીન, સોયાતેલ તથા સોયાખોળના ભાવ ઉછળ્યાના નિર્દેશો મળ્યા હતા.