અંડર કન્સ્ટ્રક્શનને બદલે હવે રેડી પઝેશન ઘર લેવાનું વધુ પસંદ
એપ્રિલ મહિનાથી પ્રોપર્ટીના ભાવમાં 20% સુધીનો વધારો
સ્ટીલ, સિમેન્ટ સહિતની કંટ્રકશનનું રો મટિરિયલ થઈ રહ્યું છે મોંઘું
છેલ્લા ઘણા સમયથી સ્ટીલ, સિમેન્ટ સહિતની કંટ્રકશનનું રો મટિરિયલ મોંઘૂ થઈ રહ્યું છે જેને કારણે મકાન તૌયર થવાની કોસ્ટ ઊચી ગઈ છે, આવા સમયે બિલ્ડર લોબીમાં આશંકા હતી કે આ ક્ષેત્રમાં મંદી જોવા મળશે. જોકે બિલ્ડર્સ અને ડેવલપર્સે એપ્રિલ મહિનાથી પ્રોપર્ટીના ભાવમાં 20% સુધીનો વધારો કર્યો છે. આ વધારા બાદ પણ ઘરનું ઘર લેનારાઓની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી. રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા લોકોના જણાવ્યા પ્રમાણે, બાયર્સ અંડર કન્સ્ટ્રક્શનને બદલે હવે રેડી ટુ મૂવ એટલે કે સીધું જ રહેવા જઈ શકાય એવા ઘર લેવાનું વધારે પસંદ કરી રહ્યા છે.
દિવસેને દિવસે વ્યાજદરમાં વધારો થઈ રહ્યો છે સાથે જ સ્ટીલ તેમજ સિમેન્ટના ભાવ વધી જવાથી ડેવલપર્સે પણ ભાવ વધાર્યા છે. આ સ્થિતિમાં ઘર ખરીદનારાઓને ચિંતા છે કે ભાવ હજી વધુ વધશે. જોકે ભાવ વધ્યા હોવા છતાં ડિમાન્ડને કોઈ અસર થઈ નથી. બીજી તરફ, કન્સ્ટ્રક્શન કોસ્ટ વધી છે, પણ સામે બજારમાં માંગ પણ સારી છે. જેને કારણે નવા પ્રોજેક્ટનાં લોન્ચિંગ ધીમાં પડ્યાં નથી. વર્તમાન સંજોગોમાં જે રીતે સ્ટીલ અને સિમેન્ટના ભાવ વધી રહ્યા છે એ જોતાં આગામી દિવસોમાં પ્રોપર્ટીના ભાવમાં વધારો થવાની સંભાવનાને નકારી શકાય નહીં.અત્યારે રિડેવલપમેન્ટનાં કામ બહુ થઈ રહ્યાં છે. ઘણા લોકો પોતાનું જૂનું ઘર વેચીને નવા તેમજ મોટા ઘરમાં શિફ્ટ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં રેડી ટુ મૂવ પ્રોપર્ટીની માગ વધુ રહે છે. બીજું કે જે પ્રકારે ભાવવધારો થયો છે એને જોતાં આગામી 4-6 મહિના સુધી એની અસર રહેશે.
રિયલ બાયર્સ છે તે પોતાનો નિર્ણય લેવામાં ઓછામાં ઓછો 3 મહિનાનો સમય લેતા હોય છે એટલે આગામી સમયમાં થોડી ઘરાકી ધીમી પડી શકે છે.અમદાવાદ જેવા શહેરમાં બહારથી આવતા લોકોનો પ્રવાહ આજે પણ એટલો જ છે. આ ઉપરાંત ઇન્વેસ્ટમેન્ટ માટે પણ રિયલ એસ્ટેટ હજુ હોટ ફેવરિટ ગણાય છે. કોરોનાના ખરાબ સમયમાં પણ રિયલ એસ્ટેટમાં રોકાણકારોને સારું રિટર્ન મળ્યું છે. અત્યારે લોકો મોટા પ્રમાણમાં રોકાણ કરી રહ્યા છે. ગિફ્ટસિટી જેવા નવા વિકસી રહેલા વિસ્તારોમાં ડેવલપર્સ રોકાણકારોને સારું રિટર્ન ઓફર કરી રહ્યા છે, જેને કારણે ઇન્વેસ્ટમેન્ટ હેતુથી રોકાણ વધુ આવી રહ્યું છે.