ડિજિટલ આધારિત દુકાનદારોની સંખ્યા ઝડપથી વધી
ભારત ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યામાં વિશ્વમાં બીજી સૌથી મોટી ડિજિટલ ઈકોનોમી ધરાવે છે
ઈન્ટરનેટની વધતી જતી લોકપ્રિયતા ઈ-કોમર્સ માર્કેટ માટે ઉજળુ ભવિષ્ય રચી રહ્યુ છે
ભારતમાં ઓનલાઈન રિટેલ ખર્ચ 2030 સુધીમાં લગભગ છ ગણો વધી 300 અબજ ડોલર થવાની ધારણા છે. ડિજીટલ ટેક્નોલોજી આધારિત દુકાનદારો અને ઓનલાઈન શોપર્સની સંખ્યામાં પણ વધારો થવાનો આશાવાદ બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપના રિપોર્ટમાં વ્યક્ત થયો છે. જે અનુસાર, તાજેતરના વર્ષોમાં ડિજિટલ આધારિત દુકાનદારોની સંખ્યા ઝડપથી વધી 260 મિલિયનથી 280 મિલિયન સુધી પહોંચી છે અને 2021માં 210 મિલિયનથી વધીને 230 મિલિયન થઈ હતી.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ વિદેશી રોકાણકારોને આકર્ષિત કરવા તેમજ ઘટતાં રૂપિયોને ટેકો આપવા અમુક રાહતો જાહેર કરી છે. બેન્કોને એનઆરઆઈ ખાતા અને વિદેશી કરન્સી એનઆર ખાતાઓ માટે કેશ રિઝર્વ રેશિયો મેન્ટેન કરવામાં છૂટછાટ આપી છે. આ છૂટ 30 જુલાઈથી શરૂ થતાં પખવાડિયાથી લાગૂ થશે.
વિશ્વનો સૌથી સસ્તો ડેટો તેમજ સ્માર્ટફોન ખર્ચમાં ઘટાડાની સાથે ઈન્ટરનેટની વધતી જતી લોકપ્રિયતા ઈ-કોમર્સ માર્કેટ માટે ઉજળુ ભવિષ્ય રચી રહ્યુ છે. ભારત ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યામાં વિશ્વમાં બીજી સૌથી મોટી ડિજિટલ ઈકોનોમી ધરાવે છે. 2 લાખ ઈ-શોપર્સ અને 8 લાખથી વધુ ગ્રાહકોની ખરીદીની પેટર્નના આધારે બીસીજીએ રિપોર્ટ તૈયાર કર્યો છે.
આગામી દાયકામાં આ સંખ્યામાં 2.5 ગણો વધારો થશે, તેની સાથે ઓનલાઈન રિટેલ ખર્ચમાં લગભગ છ ગણો વધારો થશે. આગામી દાયકામાં ઓનલાઈન શોપર્સ લગભગ ત્રણ ગણા થઈ જશે અને 2030 સુધીમાં ઓનલાઈન રિટેલ ખર્ચ લગભગ છ ગણો વધીને 300 અબજ ડોલર સુધી પહોંચશે. કોવિડએ 3-4 વર્ષ સુધીમાં ઓનલાઈન દુકાનદારો અને ખર્ચ વૃદ્ધિને વધુ વેગ આપ્યો છે.
હાલના વર્ષોમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર્સ, એફએમસીજી અને બ્યુટી એન્ડ પર્સનલ કેર (બીપીસી) આઈટમ્સ જેવી કેટેગરીઓનું વેચાણ ત્રણથી પાંચ ગણું વધ્યું છે. મોબાઈલ, ઈલેક્ટ્રોનિક્સ અને ટ્રાવેલ ઓનલાઈન રિટેલ સ્પેસમાં પ્રભુત્વ ધરાવે છે. ફેશન સહિત તમામ સેગમેન્ટમાં આગામી સમયમાં ઝડપી ગ્રોથ જોવા મળશે.
BCG ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને સિનિયર પાર્ટનર નિમિષા જૈને જણાવ્યું હતું કે, કોરોના મહામારીને લીધે ન્યૂ-ટુ-ઓનલાઈન દુકાનદારો અને હાલના દુકાનદારો ઑનલાઇન ખરીદી પર ફોકસ કરી રહ્યા છે. કારણ કે ફિઝિકલ શોપિંગ ચેનલ્સ બંધ થઈ છે અથવા તે ઍક્સેસ કરવી મુશ્કેલ બની છે. 2030 સુધીમાં ડિજિટલી-પ્રભાવિત રિટેલ ખર્ચ 1.5 લાખ કરોડ ડોલરને વટાવી જશે, જે કુલ રિટેલ ખર્ચના લગભગ 80 ટકા હિસ્સો ધરાવે છે.