આ બેન્કનાં નવા નિયમમાં એફડી તોડવા ઉપર ચાર્જ
181 થી ઓછા દિવસની એફડી તોડવા પર લાગશે પેનલ્ટી
ચાર્જ 5 કરોડથી ઓછી રકમના એફડી પર
સમયથી પહેલાં રોકાણને તોડવું એ ક્યારેય યોગ્ય પગલું માનવામાં નથી આવતું, પરંતુ જયારે જરૂર પડે ત્યારે લોકો એફડી તોડીને પોતાની પૈસાની માંગને પૂરી કરે છે. આ જ કારણે રોકાણનો તેમને પૂરે પૂરો લાભ મળતો નથી. પરંતુ હવે યસ બેન્કનાં ગ્રાહકોને એફડી તોડવા ઉપર રોકાણનો લાભ તો નહિ મળે સાથે સાથે પેનલ્ટી પણ લાગશે. યશ બેન્કના નવા નિયમ મુજબ અમૂક ચોક્કસ સમયગાળા સુધીની સમય મર્યાદા સાથે એફડી તોડવા ઉપર ગ્રાહકે દંડ ભરવો પડશે બેન્કની વેબસાઈટ માં જણાવ્યા અનુસાર આ ફી 16 મે 2022થી લાગુ પડશે.
બેન્ક તરફથી મળેલ જાણકારી અનુસાર 181 દિવસથી ઓછા સમયની ફિક્સ ડીપોઝીટમાં તમે સમય નિર્ધારિત કર્યા પહેલાં પૈસા ઉપાડવા ઉપર ગ્રાહકને આપવી પડશે પેનલ્ટી. આ પહેલા આ સમયગાળા ની એફડી ઉપર કોઈ પણ જાતની પેનલ્ટી નહોતી લગતી. પણ જો હવે નિર્ધારિત સમય પહેલાં પીસ ઉપાડી લેવામાં આવશે તો તેને ૦.25 ટકાની પેનલ્ટી લાગશે. આ નિયમ વરિષ્ઠ નાગરિકોને લાગુ નહિ પડે. પ્રીમેચ્યોર વિડ્રોઅલ પેનલ્ટી 5 કરોડ રૂપિયાથી ઓછી એફ ડી ઉપર લાગુ પડશે. 182 દિવસથી વધુ સમયની એફડી ઉપર કોઈ પણ પ્રકારનો ચાર્જ લગાવવામાં નહિ આવે. હાલ 5 કરોડથી ઓછી રકમની એફડી અને 182 અથવા તેથી વધુ દિવસો ની એફડી ઉપર ૦.5 ટકા પેનલ્ટી લાગે છે.
બેન્કના જણાવ્યા અનુસાર સમય પહેલાં એફ ડી તોડવા ઉપર વ્યાજ મળવાપાત્ર છે. 5 કરોડ રૂપિયાથી વધુની એફડી ઉપર ૦.25 ટકા પેનલ્ટી લાગુ પડશે. આ નિયમ બધા ને લાગુ રહેશે. એવા સીનીયર સીટીઝન કે જેણે 5 જુલાઈ 2019 થી 15 મેં 2019 વચ્ચે એફ ડી કરી છે તેને પેનલ્ટી લાગશે જયારે 16 મેં પછી કરેલ એફડી ઉપર કોઈ પણ પ્રકારની પેનલ્ટી નહિ લાગુ પડે.