કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો
LPG સિલિન્ડર 198 રૂપિયા સુધી થયો સસ્તો
LPG સિલિન્ડરના ભાવ ઘટતાં કિંમત 2219 થી ઘટીને થઇ 2021
આજે દેશમાં LPG સિલિન્ડરનો ઉપયોગ કરનારાઓને સારા સમાચાર મળ્યા છે અને તેની કિંમતમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન એટલે કે IOC ની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 198 રૂપિયા સુધીનો મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. 19 કિલોનું સિલિન્ડર 198 રૂપિયા પ્રતિ સસ્તું થવાનો લાભ જનતાને મળશે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે 19 કિલોનો LPG સિલિન્ડર 198 રૂપિયા સુધી સસ્તો થયો છે. જેમાં મુંબઈમાં તેની કિંમતમાં 190.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. કોલકાતામાં તેની કિંમત 182 રૂપિયા સસ્તી થઈ છે જ્યારે ચેન્નાઈમાં 19 કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર 187 રૂપિયા સસ્તો થયો છે.
આજે દિલ્હીમાં ઈન્ડિયન ઓઈલનું ઈન્ડેન સિલિન્ડર 198 રૂપિયા સસ્તું થઈ ગયું છે અને તેના ભાવ 2219 રૂપિયાથી ઘટીને 2021 રૂપિયા થઈ ગયા છે. જ્યારે મુંબઈમાં સિલિન્ડર 190.50 રૂપિયા સસ્તું થયું છે અને 2171.50 રૂપિયા પ્રતિ સિલિન્ડરથી ઘટીને 1981 રૂપિયા થઈ ગયું છે. વાત કરીએ તો કોલકાતામાં એલપીજી સિલિન્ડર 182 રૂપિયા સસ્તું થયું છે અને 2322 રૂપિયાથી ઘટીને 2140 રૂપિયા થઈ ગયું છે.ચેન્નાઈમાં પણ સિલિન્ડર 2373 રૂપિયાથી 2186 રૂપિયા પ્રતિ સિલિન્ડર 187 રૂપિયા સસ્તું થયું છે.
ઘરેલું LPG સિલિન્ડર એટલે કે 14.2 કિલોનું સિલિન્ડર ન તો સસ્તું થયું છે કે ન તો મોંઘું થયું છે. તે હજુ પણ 19 મેના દરે ઉપલબ્ધ છે અને તેના ગ્રાહકોને કોઈ રાહત મળી નથી.