- 1 જુલાઈથી બદલાઈ જશે આ નિયમો
- ગ્રાહકોને મંજૂરી વગર ક્રેડિટ કાર્ટ નહીં આપી શકે બેન્ક
- જાણો શું છે નિયમોમાં ફેરફાર
કોઈ પણ બેન્ક અથવા ક્રેડિટ કંપની પોતાની મરજીથી કોઈ ગ્રાહકને ક્રેડિટ કાર્ટ ન આપી શકે. જો ગ્રાહકની સહમતિ વગર કોઈ ક્રેડિટ કાર્ડ જાહેર કરવામાં આવે છે તો આ કાર્ડને અપગ્રેડ કરવામાં આવે છે અને તે નિયમનોનું ઉલ્લંધન માનવામાં આવે છે.
RBIએ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા નિયમોને અપડેટ કર્યા છે. આ નવું અપડેટ 1 જુલાઈથી લાગુ થશે. નવા ફેરફારમાં સૌથી ખાસ ક્રેડિટ કાર્ડના બિલિંગ સાઈકલ અને ક્રેડિટ કાર્ડને બંધ કરવાના નિયમ છે. બિલિંગ સાયકલ અને ક્રેડિટ કાર્ડ બંધ કરવાને ળઈને ગ્રાહકોની ફરિયાદ હોય છે. ગ્રાહક બેન્કોની મનમાનીથી ત્રસ્ત હોય છે.
ગ્રાહકોને આ સમસ્યાઓથી નિજાત એપાવવા માટે રિઝર્વ બેન્કે જરૂરી ફેરફાર કર્યા છે. બેન્કોએ આ ફેરફારનું પાલન કરવાનું રહેશે. નહીં તો ભારે રકમ ચુકવવી પડી શકે છે. આરબીઆઈ અનુસાર, ફેરફાર સાથે જોડાયેલા ઘણા નિયમ 1 જુલાઈથી લાગુ થશે જ્યારે અમુક નિયમોને ઓક્ટોબર સુધી વધારી દેવામાં આવ્યા છે. ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા બેન્ક અને કંપનીઓ માટે આરબીઆઈએ અમુક ગાઈડલાઈન પણ જાહેર કરી છે.
ખોટા બિલથી મળશે છુટકારો
કાર્ડ જાહેર કરનાર બેન્ક એથવા ક્રેડિટ કંપનીની જવાબદારી હશે કે ગ્રાહકને ખોટુ બિલ ન આપે. જો ગ્રાહકોને પોતાના કોઈ બિલ પર શંકા હોય છે તો તેને ભૂલનો અંદાજો જાય છે અને બેન્ક અથવા કંપની સામે ફરિયાદ કરે છે તો તેને તાત્કાલીક અમલમાં લેવાનું રહેશે. ફરિયાદના 30 દિવસની અંદર બેન્ક અથવા કંપનીને તેનો જવાબ આપવાનો રહેશે. જો જરૂરીયાત રહેશે તો બેન્કને પોતાના બિલના સમર્થનમાં ડોક્યુમેન્ટ પ્રુફ પણ આપવુ પડી શકે છે. બેન્ક અથવા કંપનીને લેખિતમાં ગ્રાહકોને જવાબ આપવાનો રહેશે.
કાર્ડ બંધ કરવા માટે નિયમ
જો કોઈ ગ્રાહક ક્રેડિટ કાર્ડ બંધ કરવાની રિક્વેસ્ટ આપે છે તો કંપની અથવા બેન્કે તે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવી પડશે. તે મામલામાં હવે બેદરકારી નહીં ચાલે. 7 વર્કિંગ ડેઝની અંદર કાર્ડ બંધ કરવાની કાર્યવાહી પુરી કરવાની રહેશે. આમ નહીં કરવા પર દંડ લાગી શકે છે. કાર્ડ બંધ થવાની કોઈ પણ જાણકારી ઈમેલ, એસએમએસ વગેરેથી ગ્રાહકોને તરત આપવાની રહેશે. જો 7 દિવસની અંદર કાર્ડ બંધ નહીં કરવામાં આવે તો દરરોજના હિસાબથી 500 રૂપિયાનો દંડ લાગશે. આ દંડ એ દિવસ સુધી ચાલશે જે દિવસે કાર્ડ બંધ કરી દેવામાં આવશે. જોકે કાર્ડ બંધ કરવાની રિક્વેસ્ટ ત્યારે જ આપવામાં આવશે જ્યારે તેના પર કોઈ બાકી ન હોય.
બિલ મોકલવામાં મોડુ નહીં ચાલે
ક્રેડિટ કાર્ડથી બિલ પર વ્યાજની કમાણીના ચક્કરમાં કોઈ બેન્ક અથવા ક્રેડિટ કંપની મોટા બિલ નહીં મોકલી શકે. બેન્કો અથવા કંપનીઓને સમય પર ક્રેડિટ કાર્ડનું બિલ આપવાનું રહેશે જેથી ગ્રાહકની પાસે બિલ જોવા, સમજવા અને તેને ચુકવવા માટે પર્યાપ્ત સમય રહે. વગર સમય આપે ક્રેડિટ કાર્ડના બિલ પર દંડ નહીં વસુલવામાં આવે. કાર્ડ જાહેર કરનારને એક સિસ્ટમ બનાવીને તેની તપાસ કરવાની રહેશે કે ગ્રાહકને સમય પર ક્રેડિટ કાર્ડનું બિલ મળી રહ્યું છે.
સહમતિ વગર કાર્ડ ઈશ્યુ નહીં કરી શકાય
કોઈ પણ બેન્ક અથવા ક્રેડિટ કંપની પોતાની મરજીથી કોઈ ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ નહીં આપી શકે. જો ગ્રાહકની સહમતિ વગર કોઈ ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કરવામાં આવશે તો આ કાર્ડને અપગ્રેડ કરવામાં આવે છે અને આ નિયમનું ઉલ્લંઘન માનવામાં આવે છે. આવા કાર્ડ પર જો ગ્રાહક પાસે બિલ વસુલવામાં આવે છે તો કાર્યવાહી કરવામાં આવશે.
હવે આ દિવસે જનરેટ થશે બિલ
રિઝર્વ બેન્કે બિલિંગ સાઈકલના નિયમ પણ નક્કી કર્યા છે. બિલિંગ સાયકલનો અર્થ છે કે બિલ જનરેટ થવાથી લઈને એક મહિના સુધીનો સમયગાળો. ત્યાર બાદ અમુક વધારાના દિવસો મળે છે જેનાથી ક્રેડિટ કાર્ડનું બિલ જમ કરવાનું રહે છે. આખો સમયગાળો 55 દિવસનો હોય છે. જો કોઈ આ સમય બાદ ક્રેડિટ કાર્ડનું બિલ ભરે તો વ્યાજ લાગે છે. નવા નિયમ અનુસાર, ગ્રાહકની બિલિંગ સાયકલ ગયા મહિનાના 11માં દિવસે શરૂ થઈને આવનાર મહિનાના 10માં દિવસ સુધી જશે.