બાળકો માટે LICની ખાસ સ્કીમ
માત્ર 150 રૂપિયાની બચત કરો અને નોકરી પહેલા મેળવો લાખો રૂપિયા
તમારા બાળકના ભવિષ્યને સુરક્ષિત બનાવો
આજના સમયમાં લોકો પૈસા કમાઈ રહ્યા છે સાથે સાથે બચત પણ લ્કરી રહ્યા છે. ત્યારે ઘણા લોકો એવી અસમંજશ હોય છે કે, તેમણે ક્યાં ક્ષેત્રમાં રોકાણ કરવું જોઈએ? હાલ માર્કેટમાં રોકાણ અને બચત માટેના અનેક રસ્તાઓ માર્કેટમાં છે, ત્યારે મહત્વનું છે કે જો તમે પણ તમારી કમાણીનો અમુક ટકા ભાગ બચાવશો તો તમારા બાળકનુ ભવિષ્ય પણ સારું થઇ શકે છે. ત્યારે LIC લઇને આવ્યું છે તમારા માટે એક સારી સ્કીમ! ન્યુ ચિલ્ડ્રન્સ મની બેક પ્લાન. આ યોજનામાં રોકાણ કરી તમે તમારા બાળકના ભવિષ્યને સુરક્ષિત બનાવી શકો છો. આ યોજનામાં કરવામાં આવેલુ રોકાણ તમારા બાળકો માટે નવા વર્ષની મહત્વની ગિફ્ટ સાબિત થશે.
જો તમે તમારા બાળકના ભવિષ્યને સુધારવા માગો છો તો આજે જ એલઆઈસીની સ્કીમ ન્યુ ચિલ્ડ્રન્સ મની બેક પ્લાનમાં રોકાણ કરવાનુ શરૂ કરી દો. આ નાની બચતથી તમારું બાળક આગામી સમયમાં કરોડપતિ બની જશે. ઉલ્લેખનીય છે કે તેના માટે તમારે દરરોજ માત્ર 150 રૂપિયા બચાવવા પડશે.એલ આઈ સી જીવન વીમા નિગમની ન્યુ ચિલ્ડ્રન્સ મની બેક પ્લાન પૉલિસી 25 વર્ષ માટે લેવામાં આવે છે. આ સાથે તેમાં તમારે મેચ્યોરિટીની રકમ હપ્તામાં મળે છે. જ્યારે તમારું બાળક 18 વર્ષનુ થાય છે ત્યારે પહેલી વખત તમને રકમ આપવામાં આવે છે. બીજી વખત આ બાળક 20 વર્ષ થતા અને ત્રીજી વખત 22 વર્ષે રકમ આપવામાં આવે છે.