HDFC Bankએ કરોડો ગ્રાહકોને ખુશખબર આપી
HDFC Bank એ રિકરિંગ ડિપૉઝીટ પર વ્યાજ દર વધાર્યા
બેંકે વધારવામાં આવેલા દરને 17 મે, 2022થી લાગુ કરી દીધા
બેંકે વધારવામાં આવેલા દરને 17 મે, 2022થી લાગુ કરી દીધા છે. ખાનગી સેક્ટરની સૌથી મોટી બેંક તરફથી કરવામાં આવેલો આ ફેરફાર 27 મહિનાથી લઇને 120 મહિનાની આરડી પર લાગુ કર્યો છે. બેંક 6 મહિનાના આરડી પર 3.50 ટકાના હિસાબથી વ્યાજ આપવાનુ ચાલુ રાખશે.
બેંક તરફથી 27 થી 36 મહિનામાં પાકતી આરડી પર વ્યાજ દર 5.20 ટકાથી વધારીને 5.40 ટકા કરવામાં આવ્યાં છે. તો 39 થી 60 મહિનામાં પાકતી આરડી પર વ્યાજ દર 5.45 ટકાથી વધારીને 5.60 ટકા કરવામાં આવ્યાં છે. 90 થી 120 મહિનાની RD પર વ્યાજ દર પહેલા 5.60 ટકા હતો. પરંતુ હવે તેમાં 15 આધાર પોઈન્ટનો વધારો કરી 5.75 ટકા કરવામાં આવ્યો છે.
બેંક તરફથી વરિષ્ઠ નાગરિકોને 6 મહિનાથી 60 મહિનાની RD પર 0.50 ટકા એકસ્ટ્રા પ્રીમિયમ મળવાનુ ચાલુ રહેશે. 5 થી 10 વર્ષ સુધીના સમયગાળાની રિકરિંગ ડિપૉઝીટ પર, સીનિયર સિટીજન્સને 30 સપ્ટેમ્બર 2022 સુધી 0.50 ટકાના પ્રીમિયમ સિવાય 0.25 ટકાનુ વધુ પ્રીમિયમ મળશે. આ સ્પેશિયલ ડિપૉઝીટ હેઠળ છે.
HDFC Bankની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મુજબ વરિષ્ઠ નાગરિકોને 0.25 ટકાનું એકસ્ટ્રા પ્રીમિયમ આપવામાં આવશે. આ ફાયદો એવા લોકોને મળશે જે 5 વર્ષ માટે 5 કરોડથી ઓછી કિંમતની FD બુક કરાવવા માંગે છે. આ ઑફર વરિષ્ઠ નાગરિકો તરફથી બુક કરાવવામાં આવેલી નવી એફડી સિવાય રિન્યુઅલ પર પણ લાગુ રહેશે.