જો તમે પોતે કેન્દ્ર સરકારના કર્મચારી છો અથવા તમારા પરિવારમાં કોઈ કેન્દ્રીય કર્મચારી છે, તો આ સમાચાર તમને ખુશ કરી દેશે. શુક્રવારે મળનારી મોદી કેબિનેટની બેઠકમાં 65 લાખ કર્મચારીઓ અને 50 લાખ પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત ભથ્થા અંગે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી શકે છે. આ ઉપરાંત કોવિડ-19ના ઝડપથી વધી રહેલા કેસ અને નિવારણ અંગે પણ આ બેઠકમાં ચર્ચા થવાની આશા છે. શોભા કરંદલાજેએ કહ્યું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) હેઠળ ઉપલબ્ધ મફત રાશનને પણ આગળ વધારી શકાય છે.
કર્મચારીઓ માટે આ નવા વર્ષની ભેટ હશે
મોદી કેબિનેટ તરફથી મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારા પર નિર્ણય લેવામાં આવી શકે છે. જો સરકાર દ્વારા આ જાહેરાત કરવામાં આવશે તો તે કર્મચારીઓ માટે નવા વર્ષની ભેટ હશે. શ્રમ મંત્રાલય દ્વારા ઓક્ટોબર સુધીના AICPI ઇન્ડેક્સના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. ઑક્ટોબર માટેનો AICPI ઇન્ડેક્સ સપ્ટેમ્બરની સરખામણીમાં 1.2 પૉઇન્ટ વધ્યો છે અને 132.5ના સ્તરે પહોંચ્યો છે. સપ્ટેમ્બરમાં તે 131.3 ટકા હતો.
ડીએ વધીને 42 ટકા થશે!
જો ડીએમાં 4 ટકાનો વધારો કરવામાં આવે તો તે વધીને 42 ટકા થઈ જશે. સપ્ટેમ્બરમાં ડીએ વધારાના આધારે, તે હાલમાં 38 ટકા છે. આ વધારા બાદ કર્મચારીઓના પગારમાં સારો એવો વધારો થશે. સાતમા પગાર પંચ (7મા પગાર પંચ) હેઠળ સરકાર દ્વારા દર વર્ષે બે વખત ડીએમાં વધારો કરવામાં આવે છે. જાન્યુઆરી 2022 અને જુલાઈ 2022માં કુલ 7 ટકા DAના વધારાની જાહેરાત કરવામાં આવી હતી.
ડેટા કોણ બહાર પાડે છે?
તમને જણાવી દઈએ કે એઆઈસીપીઆઈ ઈન્ડેક્સના આધારે નક્કી કરવામાં આવે છે કે મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે? શ્રમ મંત્રાલય દ્વારા દર મહિનાના છેલ્લા કામકાજના દિવસે ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (AICPI)ના આંકડા બહાર પાડવામાં આવે છે. આ ઇન્ડેક્સ 88 કેન્દ્રો અને સમગ્ર દેશ માટે તૈયાર કરવામાં આવ્યો છે.