Business News: આજના સમયમાં હોમ લોનની મદદથી પોતાનું ઘર ખરીદવું ખૂબ જ સરળ બની ગયું છે, પરંતુ હોમ લોનના ઈક્વેટેડ મંથલી ઈન્સ્ટોલમેન્ટ (EMI) દ્વારા લાંબા સમય સુધી ભારે વ્યાજ ચૂકવવું પડે છે. હોમ લોનનો સમયગાળો જેટલો લાંબો હશે, તેટલું વ્યાજ વધારે હોય છે. જેથી લોકો ઘર ખરીદવા માટે વધુ કિંમત ચૂકવે છે અને પછી પસ્તાઈ છે. પરંતુ સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા હોમ લોનની સંપૂર્ણ કિંમત વસૂલ કરી શકો છો. તો જાણો આ માટે શું કરવું પડશે…
હોમ લોન પર કેટલું વ્યાજ ચૂકવવું પડે છે?
એક બેંકમાંથી 25 વર્ષ માટે 30 લાખ રૂપિયાની લોન લીધી છે. આ બેંકમાં હોમ લોન પર વ્યાજ દર 9.55 ટકા છે. બેંક હોમ લોન કેલ્ક્યુલેટર અનુસાર 25 વર્ષમાં બેંકને 78,94,574 રૂપિયા ચૂકવવા પડશે. જો 20 વર્ષ માટે લોન લીધી છે, તો 67,34,871 રૂપિયા ચૂકવવા પડશે અને 15 વર્ષ માટે લોન લીધી છે, તો 9.55 ટકાના દરે 56,55,117 રૂપિયા ચૂકવવા પડશે. ટેન્યોર જેટલો લાંબો હશે,તો ઈએમઆઈ ઘટી જાય છે. પરંતુ લોન માટે વધુ કિંમત ચૂકવવી પડશે.
આ રીતે હોમ લોન વસૂલ કરી શકો છો
હોમ લોન વસૂલ કરવા માટે મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી દ્વારા કરી શકો છો. આ માટે હોમ લોનની ઈએમઆઈ શરૂ થતાં જ ટેન્યોર માટે માસિક એસઆઈપી શરૂ કરવી જોઈએ. મુખ્ય રકમ અને વ્યાજ સહિત હોમ લોનની રકમ વસૂલવા માટે ઈએમઆઈની 20-25 ટકા રકમ સાથે એસઆઈપી શરૂ કરવી જોઈએ. આનાથી હોમ લોન પૂર્ણ થાય ત્યાં સુધી બેંકને જેટલી રકમ ચૂકવશો તેટલી રકમ સરળતાથી બનાવી શકશો.
રકમ કેવી રીતે વસૂલ કરવામાં આવશે
- કુલ હોમ લોનઃ રૂપિયા 30 લાખ
- ટેન્યોર: 20 વર્ષ
- વ્યાજ દર: વાર્ષિક 9.55 ટકા
- ઈએમઆઈ: રૂપિયા 28,062
- લોન પર કુલ વ્યાજઃ રૂપિયા 37,34,871
- મૂળ રકમ અને વ્યાજ સહિત કુલ ચુકવણી: રૂપિયા 67,34,871
- એસઆઈપી ફોર્મ્યુલા સમજો
- એસઆઈપી રકમ: ઈએમઆઈના 25ટકા (રૂ. 7,015)
- રોકાણનો સમયગાળો: 20 વર્ષ
- અંદાજિત વળતર: વાર્ષિક 12 ટકા
- 20 વર્ષ પછી એસઆઈપી મૂલ્ય: રૂપિયા 70,09,023