Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

કાલે 1.25 કરોડ આપી દેજે નહિતર જીવવા નહીં દઉંની ધમકી અપાઈ સરાજાહેર ફાયરિંગ કરી સગા માસાને આપાઈ ધમકી વધુ રકમની માંગ કરી ઓફિસમાં કાચની બોટલ ફોડી હોવાના સીસીટીવી ફુટેજ રાજકોટમાં સરાજાહેર ફાયરિંગ કરી ધમકી:સગા માસાને ધમકી:‘કાલે 1.25 કરોડ આપી દેજે નહિતર જીવવા નહીં દઉં’ પાંચ વર્ષ પૂર્વે હાથઉછીના આપેલા રૂપિયા 39 લાખના બદલામાં રૂપિયા 1.92 કરોડ વસૂલ્યા બાદ વધુ રકમની માંગ કરી ઓફિસમાં કાચની બોટલ ફોડી હોવાના સીસીટીવી ફુટેજ. રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી નાગદાન ચાવડાના પુત્રએ રામાપીર ચોકડીએ આવેલી તેના માસાની ઓફિસે જઇ રૂ.1.25 કરોડની માંગ કરી કાચની બોટલ ફોડી ધમાલ કરી હતી અને કાલ સાંજ સુધીમાં પૈસા નહીં મળે…

Read More

કોરોના બાદ અનેક લોકોએ લેવો પડ્યો ગ્રાહક સુરક્ષાનો આશરો વીમા કંપનીએ લોકોને નનૈયો ભણ્યો વીમા કંપનીઓએ અનેક બહાના કાઢી એપ્લિકેશન રિજેક્ટ કરે છે કોરોનાનો સમય એ દરેક લોકો માટે કડવી યાદ સમાન રહ્યો છે. અનેક ડોકટરો, નેતા, અભિનેતા, સુરક્ષાકર્મીઓ સહિત દરેકે કોઈ ને કોઈ પોતાનું સ્વજન ગુમાવ્યું છે. અનેક બાળકો માતા પિતા ગુમાવી નિરાધાર બન્યા છે તો કોઈકે પોતાના યુવાન સંતાન ગુમાવ્યા છે. કોરોનાની બીજી લહેર દરમિયાન સારવાર તેમજ દવા માટે લોકોએ ખુબ મુશ્કેલી વેઠી હતી. એક તો સ્વજન ગુમાવ્યાનું દુખ અને ઉપરથી આર્થિક માર પણ પડ્યો હતો. આમ બેવડી આફતનો સામનો લોકોએ કરવો પડ્યો હતો. આ સમય દરમિયાન ડોકટરો…

Read More

ગુજરાત ST નિગમને માત્ર 11 દિવસમાં 90.20 કરોડની આવક 1.90 કરોડથી વધુ લોકોએ મુસાફરી કરી 9થી 19 મે દરમિયાન ST નિગમને રોજ 7થી 8 કરોડની આવક છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. અનેક સ્થળોએ 43થી 44 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે. જોકે સાથોસાથ ચાલુ માસમાં વેકેશન ઉપરાંત લગ્નગાળાની સીઝન પણ પૂર બહારમાં ખીલી છે. અસહ્ય ગરમી હોવા છતાં મોટી સંખ્યામાં લોકો બહાર ફરવા નીકળી ગયા છે. તેમજ લગ્નગાળામાં લોકો ખાનગી બસ કે વાહનને બદલે એસટી બસમાં મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે. જેને પગલે ગુજરાત ST નિગમને માત્ર 11 દિવસમાં 90.20 કરોડની આવક થઈ છે.…

Read More

દરેક છોકરી લગ્ન માટે ઉત્સાહિત હોય છે છેલ્લા કેટલાક સમયથી વાળમાં ગજરાની જગ્યાએ ગુલાબના ફૂલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે મહિલાઓ તેમના વાળમાં લાલ, ગુલાબી અને સફેદ રંગના ગુલાબ લગાવવાનું પસંદ કરે છે દરેક છોકરી લગ્ન માટે ઉત્સાહિત હોય છે. લહેંગા, ફૂટવેર અને મેક-અપથી લઈને દરેક વસ્તુ શ્રેષ્ઠ બનવાની તેની ઈચ્છા છે. આવી સ્થિતિમાં હેરસ્ટાઇલની અવગણના કેવી રીતે કરી શકાય? આજે અમે તમને બ્રાઈડલ હેરસ્ટાઈલ સંબંધિત કેટલાક વિકલ્પો વિશે જણાવીશું, જેને તમે તમારા ખાસ દિવસ માટે પસંદ કરી શકો છો. છેલ્લા કેટલાક સમયથી વાળમાં ગજરાની જગ્યાએ ગુલાબના ફૂલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અનુષ્કા શર્માના લગ્ન બાદથી જ ગુલાબના ફૂલનો…

Read More

લુણાવાડાની સરકારી હોસ્પિટલની ઓચિંતી મુલાકાત કરતા આરોગ્ય મંત્રી આરોગ્ય સેવા લોકો સુધી પહોંચે તે માટે જરૂરી સૂચના આપવામાં આવી અચાનક આરોગ્ય મંત્રી મુલાકાત લેતા આરોગ્ય વિભાગ સતર્ક થયું રાજ્યના આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથાર આજરોજ અચાનક સરકારી હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા. અચાનક મુલાકાત કરી હતી, અને હોસ્પિટલની કામગીરીની સમિક્ષા કરવામાં આવી હતી. સમગ્ર મામલે પ્રાપ્ત થતી વિગતો અનુસાર પંહમહલ જીલ્લાની હોસ્પિટલમાં અચાનક મુલાકાતે આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથાર આવી પહોચ્યા હતા. જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાની સરકારી હોસ્પિટલ ની મુલાકાત આરોગ્ય મંત્રીએ કરી હતી. જિલ્લા ની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ દર્દીઓની પણ મુલાકાત કરી હતી. આ સાથે જ જિલ્લામાં આરોગ્ય સેવા લોકો…

Read More

ખાદ્ય પદાર્થોનો બગાડ કરવો એ ખોરાકનું અપમાન કરવા જેવું છે સવારે બચેલી રોટલી કોઈ ખાવા માંગતું નથી વાસી રોટલીની મદદથી તમે કેટલાક એવા નાસ્તા કે ખાદ્યપદાર્થો બનાવી શકો છો જેને લોકો ડિમાન્ડ પર ખાશે સવારે બચેલી રોટલી કોઈ ખાવા માંગતું નથી. આવી સ્થિતિમાં તેમને ફેંકી દેવા સિવાય તમારી પાસે કોઈ ઉપાય નથી. પરંતુ ખાદ્ય પદાર્થોનો બગાડ કરવો એ ખોરાકનું અપમાન કરવા જેવું છે. આવી સ્થિતિમાં, જો તમારા ઘરમાં વાસી રોટલી રહી ગઈ હોય અને કોઈ તેને ખાવા માંગતા ન હોય, તો અહીં તમારા માટે કેટલાક ઉપયોગી ઉપાય કરવામાં આવી રહ્યા છે. હા, આ વાસી રોટલીની મદદથી તમે કેટલાક એવા નાસ્તા…

Read More

બનાસકાંઠામાં જળ આંદોલનના એંધાણ મુક્તેશ્વર ડેમ, કરમાવાદ તળાવ ભરવાની માંગ ખેડૂતોએ મહાસભામાં આંદોલનને આપ્યું સમર્થન બનાસકાંઠામાં ડેમ, તળાવ ભરવાની માંગ બની ઉગ્ર બનાસાકાંઠાના મુકેતેશ્વર ડેમ, અને કરમાવાદ તળાવ ભરવાની માંગ સાથે ગતરોજ પાલનપુરના વગદા ગામે 800થી વધુ ધરતી પુત્રોની બેઠક યોજાઈ હતી. જેમાં ખેડૂતો બનાસકાંઠાના ડેમ અને  તળાવ ભરવા માટેની ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ આ રાત્રિ બેઠકમાં ખેડૂતોએ આ મામાલે જળઆંદોલનને સમર્થન આપવા માટે સંકલ્પ લીધો હતો. 800થી વધુ ખેડૂતોનું જળ આંદોલનને સમર્થન. જે બાદ રાત્રિસભા માં નક્કી કરવામાં આવ્યું હતું કે, આગામી 26મેના રોજ આદર્શ સ્કૂલથી કલેકટર કચેરી સુધી જળઆંદોલનના ભાગરૂપે મહારેલીનું યોજાશે ઉલ્લેખનીય છે કે,બનાસકાંઠામાં  એક મહિનામાં…

Read More

ટેલિકોમ ક્ષેત્રે 250 કરોડ રોકાણ આવશે 5-Gમાં દેશભરમાં ગુજરાત રોલમોડલ બનશે ઝડપી વ્યાપ માટે લાઇફાઇ ટેક્નોલોજી વરદાનરૂપ સાબિત થશે ભારતમાં 5જી સર્વિસીઝ શરૂ થવાની તૈયારીઓ પૂરજોશમાં થઇ રહી છે પરંતુ આ સર્વિસ શરૂ થવાની તારીખ, ઇન્સ્ટોલેશન પ્રક્રિયા બાબતે અનેક અવરોધો, મંજૂરી મેળવવાની લાંબી પ્રોસેસ અને અનેક મુદ્દાઓ ટેલિકોમ સેક્ટર તથા સરકાર માટે પડકારજનક બની રહ્યાં છે. ભારતે 4જી સર્વિસ શરૂ કરી ત્યારે બેકહોલ તરીકે માઇક્રોવેવ-મિલીમીટર વેવ રેડિયો ટેક્નોલોજીનો ઉપયોગ કરવાથી જે પડકારનો સામનો કરવાનો થાય છે તે અનુભવ કરી ચૂક્યા છે.આ તમામ પ્રક્રિયાને સરળ બનાવવા માટે ટેલિકોમ ક્ષેત્રે 5-Gના ઝડપી વ્યાપ માટે લાઇફાઇ ટેક્નોલોજી વરદાનરૂપ સાબીત થશે. ગુજરાતની અગ્રણી નવ…

Read More

PM મોદી જપાન પહોંચ્યા ટોક્યોમાં થયું ભવ્ય સ્વાગત ક્વાડ સંમેલનમાં આપશે હાજરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન પ્રવાશે છે. ત્યારે PM મોદીનું જપાનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. સ્થાનિક ભારતીય સમુદાય દ્વારા ‘મોદી મોદી’ અને ‘ભારત માતા કી જય’ ના નારા લાગ્યા હતા. તો સામે લોકોએ જોર શોરથી ભેગા થઈને દેખો દેખો કૌન આયા, ભારત માં કા શેર આયા જેવા નારા પણ લગાવ્યા હતા. ટોક્યોમાં PM મોદીને મળવા પહોંચેલા બાળકોએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમારી સાથે વાતચીત કરી અને તેઓને આશીર્વાદ આપ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાળકોના દોરેલા ચિત્રો પણ જોયા હતા અને બાળકોએ તેઓની પાસેથી ઓટોગ્રાફ માંગ્યા હતા.…

Read More

GST કરદાતાને રાહત આપતો ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો કરદાતાની ભૂલ હશે તો પણ ITC રિફંડ પરત મળવાપાત્ર હોવાનો HCનો હુકમ ગુજરાત હાઇકોર્ટની GST અધિકારીઓને ટકોર GST કરદાતાઓ રિટર્નમાં ભરવામાં ભૂલ કરે તો તેમને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કરદાતા ટેકસ ભરવા માટે પોતાની ITC પણ લઇ શકતા નથી. આવો એક કિસ્સામાં કરદાતાએ GSTR-3બી રિટર્ન ભરવામાં ભૂલ કરતા તેમની ક્રેડિટ બ્લોક કરી દેવામાં આવી હતી. જેના કારણે કરદાતાએ કોર્ટના દ્વાર ખખડાવા હતા. જેમાં કરદાતાની તરફેણમાં હાઇકોર્ટે ચૂકાદો આપતા જણાવ્યું કે GSTR-3બી રિટર્ન ભરવામાં ભૂલ થાય તો કરદાતાની ITC બ્લોક ન કરી શકાય. એબીઆઇ ટેકલોનોલોજીએ મદ્રાસ હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે, જીએસટીઆર…

Read More