Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

ફોનમાં કંઈપણ ડીલીટ કાર્ય વગર કરી શકો છો જગ્યા ફોનમાં જગ્યા કરવાની આ છે આસાન રીત ગુગલ ડ્રાઇવ પર કરો તમારો ડેટા સેવ સ્માર્ટફોનના આવ્યા બાદ દુનિયાભરમાં ઘણા મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. તેણે વૈશ્વિકરણને નવો આયામ આપ્યો છે. આજે વિશ્વભરમાં ઘણા લોકો વિવિધ કાર્યો માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. ઈન્ટરનેટે જીવન સરળ બનાવ્યું છે. આજે મોટી સંખ્યામાં લોકો ઇન્ટરનેટ પરથી જરૂરી વસ્તુઓ ડાઉનલોડ કરે છે. તે જ સમયે, ડાઉનલોડ કરતી વખતે, અમારા સ્માર્ટફોન સ્ટોરેજ ભરાઈ જાય છે અને અમે ઇન્ટરનેટ પરથી અમારી જરૂરી ફાઇલો ડાઉનલોડ કરી શકતા નથી. તે જ સમયે, ઘણીવાર એવું જોવામાં આવે છે કે આપણા…

Read More

ગુજરાતને ડબલ એન્જિનની સરકારનો લાભ મળી રહ્યો છે મોદી એક સાથે હજારો કરોડના કામોની ગુજરાતને ભેટ આપવા જઈ રહ્યા છે. 5 પ્રોજેક્ટનું લોકાર્પણ અને 13 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ગુજરાતને ડબલ એન્જિનની સરકારનો લાભ મળી રહ્યો છે ત્યારે રાજ્યને અનેક ભેટો પીએમ મોદી દ્વારા આપવામાં આવી રહી છે. ગુજરાત હવે શ્રેષ્ઠ પરિવહન સેવા આપવા માટે કટિબદ્ધ છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ પર છે ત્યારે વડોદરામાં PM મોદી એક સાથે હજારો કરોડના કામોની ગુજરાતને ભેટ આપવા જઈ રહ્યા છે. સવારમાં પાવાગઢમાં દર્શન બાદ પીએમ મોદી વડોદરા પહોંચ્યા હતા જ્યાં તેમણે લાખોની ભીડ વચ્ચે સંબોધન કર્યું તેમજ  હજારો કરોડના કામોનું લોકાર્પણ…

Read More

આસામ રાઈફલ્સમાં 10 ટકા અનામતની જાહેરાત કરી  છે અનામતના પ્રસ્તાવને રક્ષામંત્રી રાજનાથ સિંહે મંજૂરી આપી દીધી છે મહત્તમ પ્રવેશ વય મર્યાદામાં 3 વર્ષની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે સરકાર અગ્નિવીરોની ચિંતા હળવી કરવા વધુ એક જાહેરાત કરી છે જેમાં  અગ્નિવીરોને સશસ્ત્ર દળો અને આસામ રાઈફલ્સમાં 10 ટકા અનામતની કેન્દ્રીય ગૃહ મંત્રાલયની જાહેરાત બાદ હવે સંરક્ષણ મંત્રાલયે પણ પણ બીજી મોટી જાહેરાત કરી છે.કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયના કાર્યાલય દ્વારા સંરક્ષણ મંત્રાલયની ભરતીઓમાં અગ્નિવીરોને 10 ટકા અનામતના પ્રસ્તાવને રક્ષામંત્રી રાજનાથ સિંહે મંજૂરી આપી દીધી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પાસેથી મંજૂરી મળ્યા બાદ હવે જરૂરી સુધારા કરવામાં આવશે. ત્યાર બાદ આ નિર્ણય અમલમાં…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાવાગઢથી નીકળીને વડોદરા પહોંચી ગયા મોદીએ ખુલ્લી જીપમાં બેસીને જનતાનું અભાવાદન ઝીલ્યું હતું લેપ્રસી મેદાન ખાતે સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાવાગઢથી નીકળીને વડોદરા પહોંચી ગયા છે. ત્યાં વડાપ્રધાન મોદીનું એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વડાપ્રધાન વડોદરા એરપોર્ટથી લેપ્રસી મેદાન પહોંચ્યા છે. જ્યાં મોદીએ ખુલ્લી જીપમાં બેસીને જનતાનું અભાવાદન કર્યું  હતું. આ પહેલા મોદીએ ગાડીમાં બેઠા બેઠા રસ્તામાં ઉભેલા લોકોનું પણ અભિવાદન કર્યું  હતું. મોદીનો કાફલો એરપોર્ટ પરથી નીકળ્યા બાદ વરસાદ શરૂ થઇ ગયો હતો. પીએમ મોદીએ પોતાના હિન્દીમાં ભાષણ દરમિયાન વચ્ચે વચ્ચે ગુજરાતીમાં પણ બોલી રહ્યા છે.અભેધ સુરક્ષા વચ્ચે…

Read More

એમેઝોન ની મિર્ઝાપુર 3 નું શુટિંગ ચાલુ લોકોમાં ત્રીજી સિઝનને લઈને ઉત્સાહ કાલીન ભૈયાનું પાત્ર ભજવ્યું છે પંકજ ત્રિપાઠીએ આજકાલ લોકો ફિલ્મો કરતા વેબ સિરીઝ વધુ નિહાળે છે ત્યારે મિર્ઝાપુરની 2 સિઝન આવી ચુકી છે અને લોકો ત્રીજી સિઝનને લઈને ખુબ જ ઉત્સાહિત છે. ત્યારે કાલીન ભૈયાએ આ વિશે ચર્ચાઓ કરી છે. એમેઝોન એપમાં હાલ ‘મિર્ઝાપુર’ની બે સીઝન છે ત્યારે લોકો ત્રીજી સિઝનની રાહ જોઈ રહ્યા છે. પહેલી સિઝનની જેમ જ બીજી સીઝન પણ સુપરહિટ રહી હતી. ત્રીજી સિઝનની પણ જાહેરાત થઇ ચૂકી છે અને લોકો ત્રીજી સિઝનની વાર્તા શું હશે તેનું અનુમાન લગાવતા દિવસ પસાર કરી રહ્યા છે. સાથે…

Read More

સુરતમાં વહેલી સવારથી જ સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. વરાછા અને લિંબાયત વિસ્તારમાં બે કલાકમાં 1 ઈંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા કોઝવેની સપાટીમાં વધારો થયો છે.  સુરત શહેરના વાતાવરણમાં વહેલી સવારથી જ પલટો આવ્યો છે અને વહેલી સવારથી જ સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. જ્યારે સુરતના વરાછા અને લિંબાયત વિસ્તારમાં બે કલાકમાં 1 ઈંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. લિંબાયત અને વરાછા વિસ્તારમાં ધોધમાર વરસાદ થતાની સાથે જ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. વરસાદને કારણે વાતાવરણ આહલાદક થઈ ગયું છે. વહેલી સવારે સુરતમાં કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ તો કેટલાકમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો.…

Read More

મહિલાઓ માટે આ 5 શૂઝ છે બેસ્ટ સ્પોર્ટ્સ અને રેગ્યુલર બને રીતે કરી શકશો આનો ઉપયોગ આ શૂઝ મહિલાઓને કંફર્ટની સાથે બેસ્ટ લુક પણ આપે છે જો તમે શ્રેષ્ઠ અને શ્રેષ્ઠ ગુણવત્તાવાળા સ્પોર્ટ્સ શૂઝ મેળવવા માંગતા હો. તેથી એમેઝોન પર ચાલી રહેલા વોર્ડરોબ રિફ્રેશ સેલ સાથે, તમે તમારા માટે સસ્તી કિંમતની શ્રેણીમાં શ્રેષ્ઠ સ્પોર્ટ્સ શૂઝ મેળવી શકો છો. આ શૂઝ પર તમને આકર્ષક ઑફર્સ અને ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યા છે. આ સ્પોર્ટ્સ શુઝ મહિલા ઉચ્ચ ગુણવત્તાની સામગ્રીમાંથી બનાવવામાં આવે છે. જે વધુ સારી રીતે આરામ પણ આપે છે. અહીં તમને આવા 5 શ્રેષ્ઠ શૂઝની યાદી મળી રહી છે. તેને…

Read More

PM મોદી પાવાગઢ મંદિરે રૂ.137 કરોડના વિકાસ કાર્યોની આપી ભેટ PM મોદી કાલિકા માતાના નવનિર્મિત શિખર પર કર્યુ ધ્વજારોહણ હું મહાકાળીને પ્રાર્થના કરું છું કે તેમના આશીર્વાદથી હું દેશના લોકોની સેવા કરતો રહું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પાવગઢ શક્તિપીઠ સ્થિત મહાકાળી માતાનાં દર્શન કર્યા હતા. શક્તિપીઠના નવનિર્મિત શિખર પર PM મોદીએ ધ્વજારોહણ કર્યું હતું અને સાથે જ માતાજીના શિખર પર 500 વર્ષમાં પહેલીવાર ધજા લહેરાઈ હતી. ઉલ્લેખનીય છે કે 500 વર્ષ પહેલાં આક્રમણખોરોએ મહાકાળી માતાના મંદિરના શિખરને ખંડિત કર્યું હતું ને ત્યારથી અહીં ધજા નહોતી. વડાપ્રધાનના માર્ગદર્શનમાં મંદિરના જીર્ણોદ્ધાર સાથે નવનિર્મિત શિખર બન્યું, એના પર આજે 5 સદી બાદ પહેલીવાર…

Read More

આસામમાં પૂરને કારણે 54 લોકોના નિપજ્યા મોત અત્યાર સુધીમાં 54 લોકોના મોત, 28 જિલ્લાના 18 લાખથી વધારે લોકો પ્રભાવિત કેટલાય ગામડાએ જળસમાધી લીધી છેલ્લા બે દિવસથી આસામમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેને કારણે પૂરની સ્થિતિ સર્જવા પામી છે. જેમાં ઘણા લોકો ઘર વિહોણા થયા છે, તો ઘણા લોકોના મોત નિપજ્યા છે. અસમ સ્ટેટ ડિજાસ્ટર મેનેજમેન્ટ અથોરિટીએ જાણકારી આપી છે કે, અસમમાં પુરના કારણે વધુ નવ લોકોના મોત થઈ ગયા છે. જેમાં કુલ મૃત્યુ પામનારા લોકોની સંખ્યા હવે 54 થઈ ગઈ છે. અસમના હોજઈ, નલબાડી, બઝલી, ધુબરી, કામરૂપ, કોકરાઝાર અને સોનિતપુર જિલ્લામાં મોતની યાદી મળી છે. રાજ્યમાં આ વર્ષે પુર…

Read More

ઈશાન કિશન T20I સિરીઝમાં સૌથી ઝડપી 500 રન બનાવી કોહલીનો રેકોર્ડ તોડશે આ સીઝનમાં જ ઈશાન કિશન આ રેકોર્ડ બનાવે તેવી સંભાવના ભારત-દક્ષિણ આફ્રિકા T20 સિરીઝમાં ઇશાનનો જબર દેખાવ ઇશાન કિશન સાઉથ આફ્રિકા સામે ચાલી રહેલી T20I સિરીઝમાં સારો દેખાવ કરી રહ્યો છે. તે મેન ઇન બ્લુ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યો છે. તેણે ભારત માટે ટોચના ક્રમમાં સાતત્યપૂર્ણ શરૂઆત કરી છે અને તેમને સન્માનજનક સ્કોર હાંસલ કરવામાં મદદ કરી છે. ડાબોડી બેટ્સમેને દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ ઇનિંગ્સમાં 54.66ની એવરેજ અને 157.66ની સ્ટ્રાઈક રેટથી 164 રન બનાવ્યા છે. જો તે પોતાનો ગોલ્ડન રન ચાલુ રાખશે તો તે વિરાટ…

Read More