Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

ગુટલીબાજ કર્મી સામે યુનિવર્સિટીનો ‘કડક’ પરિપત્ર વર્ગ 1થી 4ના કર્મીને લાગુ પડશે આ પરિપત્ર ત્રીજી વખત 10 મિનિટ મોડા આવશે તો તેનો અડધા દિવસનો પગાર કપાશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નિયત સમયે અધિકારી કે કર્મચારી હાજર નહીં હોવાની વિદ્યાર્થીઓએ અનેક ફરિયાદો કરી છે. આ ઉપરાંત યુનિવર્સિટીના કેટલાક ગુટલીબાજ કર્મચારી ગમે ત્યારે ઓફિસે આવે તો ગમે ત્યારે જતા રહે તેની સામે હવે યુનિવર્સિટીએ કડક વલણ દાખવતો પરિપત્ર મંગળવારે કર્યો છે.યુનિવર્સિટીના મહેકમ વિભાગે મંગળવારે કરેલા પરિપત્રમાં જણાવાયું છે કે, વર્ગ 1થી 4ના કર્મચારી કચેરીના નિયત સમય કરતા 10 મિનિટ મોડા આવે અને આવું એક મહિનામાં બે વખત થાય તો ચલાવી લેશે પરંતુ ત્રીજી વખત…

Read More

એઇમ્સમાં થતી સ્ટેમ સેલની સારવાર હવે SSGમાં પણ થશે. 7 લાખમાં થતી સારવાર સરકારી હોસ્પિટલમાં હવે માત્ર 25 હજારમાં થઇ જશે. બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ યુનિટની સ્થાપના પણ સરળ રીતે થઇ શકશે. વડોદરાની SSG હોસ્પિટલમાં વધુ એક નવું આયામ ઉમેરાયું છે. સયાજી હોસ્પિટલના બ્લડ સેન્ટરને CLAA દ્વારા સ્ટેમ સેલ હારવેસ્ટિંગનું લાયસન્સ મળી ગયું છે. વડોદરાની SSG હોસ્પિટલ સ્ટેમ સેલ હારવેસ્ટિંગનું લાયસન્સ મેળવનાર દેશની પ્રથમ હોસ્પિટલ બની ગઇ છે.અત્યાર સુધી માત્ર એઇમ્સમાં થતી સ્ટેમ સેલની સારવાર હવે SSGમાં પણ થશે.આ સુવિધાના કારણે હવેથી બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ યુનિટની સ્થાપના પણ સરળ રીતે થઇ શકશે. પ્રાઇવેટ હોસ્પિટલમાં 7 લાખમાં થતી સારવાર સરકારી હોસ્પિટલમાં હવે માત્ર 25…

Read More

હાર્ટમાં સમસ્યા સર્જાય તો શરીરમાં થશે આ ફેરફાર હાર્ટમાં સમસ્યા થવાથી તમારા આખા સ્વાસ્થ્ય પર થશે ખરાબ અસર જો શરીરમાં આ લક્ષણો દેખાય તો ઈગ્નોર ના કરતા હાર્ટમાં દુ:ખાવો, બેચેની, હાર્ટની બિમારીનુ સૌથી સામાન્ય લક્ષણ હોય છે. આ દરમ્યાન છાતીમાં દુ:ખાવો, ચુસ્તતા અને દબાણ મહેસૂસ થાય છે. આ દરમ્યાન તમને હાર્ટ એટેક પણ આવી શકે છે. તેથી આવા લક્ષણો દેખાવાથી તાત્કાલિક તમારા તબીબને બતાવો. હાર્ટ બિમાર હોવાથી તમને થાક મહેસૂસ થાય છે. આ દરમ્યાન માણસને અપચો અને પેટમાં દુ:ખાવાની ફરિયાદ પણ થઇ શકે છે. એટલું જ નહીં, અત્યારે ઉલ્ટીની સમસ્યા પણ થઇ શકે છે. આમ તો તેનો હાર્ટ સાથે કોઈ…

Read More

ચોથના દિવસે ગણેશજી માટે વ્રત-ઉપવાસ કરવામાં આવે છે શુક્રવારે મહલક્ષ્મીની ખાસ પૂજા કરવાની પરંપરા છે. લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુજીની પ્રતિમાઓનો અભિષેક કરો 3 જૂનના રોજ જેઠ મહિનાના સુદ પક્ષની ચોથ છે. આ દિવસે શુક્રવાર, ચોથ અને સર્વાર્થસિદ્ધિ યોગ રહેશે. ચોથના દિવસે ગણેશજી માટે વ્રત-ઉપવાસ કરવામાં આવે છે. શુક્રવારે મહલક્ષ્મીની ખાસ પૂજા કરવાની પરંપરા છે. ચોથના દિવસે સવારે જલ્દી જાગવું જોઈએ અને સ્નાન કર્યા પછી કોઈ ગણેશ મંદિરમાં જવું અથવા ઘરના મંદિરમાં પૂજાની તૈયારી કરવી જોઈએ. ભગવાન સામે વ્રત અને પૂજા કરવાનો સંકલ્પ લેવો જોઈએ.ભગવાન ગણેશનો અભિષેક કરો. ગણેશજીને સિંદૂર, દૂર્વા, ફૂલ, ચોખા, ફળ, પ્રસાદ, વસ્ત્ર વગેરે શુભ વસ્તુઓ ચઢાવો. શ્રી…

Read More

કાર ખરીદતી કે વેચતી વખતે RC Transfer પ્રોસેસ જરૂરથી કરાવો  કાર RC Tranfer નહીં હોય તો, પાછળથી મુશ્કેલીમાં મુકાશો જાણો કાર RC Tranfer કરાવાની પદ્ધતિ પંજાબના મશહૂર સિંગર સિદ્ધુ મૂસેવાલાની રવિવારે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. આ હત્યાકાંડમાં કોરોલા ગાડીનો ઉપયોગ થયો હતો. જે દિલ્હીના અમિત કુમાર અરોડાના નામે રજિસ્ટર્ડ છે. હાલ માં, આ બાબત પર અમિત અને તેનો પરિવાર વાત કરવા માટે તૈયાર નથી, જો કે, તેઓ એ જણાવ્યું કે, તેમણે કોરોલા કાર વેચી દીધી છે.પરંતુ તેઓ એ આ વાતની જાણકારી નથી આપી કે કાર કોને વેચી અને પેપર ટ્રાંસફર કર્યા કે નહિ. તો ચાલો અમે તમને જણાવીએ…

Read More

રાજકોટ યાર્ડમાં 2 દિવસથી ચાલતી શ્રમિકોની હડતાળ સમેટાઇ સત્તાધીશોએ બેઠક બોલાવી ઘીના ઠામમાં ઘી પાડ્યું શ્રમિકોની જૂની વજન પદ્ધતિ અમલમાં લાવવાની માગ હતી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળી વિભાગમાં શ્રમિકો હડતાળ પર ઉતરી જતાં છેલ્લા બે દિવસથી મગફળીની હરાજીનું કાર્ય સંપૂર્ણ ઠપ્પ થઇ ગયું હતું. જેની સામે આજે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા મજૂરો સાથે એક બેઠક બોલાવવામાં આવી હતી. જોકે આ બેઠક સફળ જતા શ્રમિકોએ હડતાળ પાછી ખેંચી લેતા ફરી ઘીના ઠામમાં ઘી પડ્યું છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળી વિભાગમાં શ્રમિકો હડતાળ પર ઉતરી જતાં છેલ્લા બે દિવસથી મગફળીની હરાજીનું કાર્ય સંપૂર્ણ ઠપ્પ થઇ ગયું હતું. જેને લઇ ખેડૂતોમાં રોષ જોવા…

Read More

રાજકોટમાં એક સાથે 10 વોર્ડમાં પાણીકાપ તા.1 જૂનના રોજ વોર્ડ નં.1,2,3,4,5,7,9,10 અને 14 અને 15 પાણીવિહોણા વોર્ડ નં.10ની અડધી વસ્તી પાણી વિહોણી રાજકોટ શહેરમાં ટેક્નીકલ કારણોસર મહાનગરપાલિકા આડેધડ પાણીકામ ઝીંકી રહ્યું છે. ગઈકાલે જાહેરાત કર્યા મુજબ બુધવારે 4 વોર્ડમાં પાણી વિતરણ બંધ રહેશે. અને આજે ફરી વખત વધુ 6 વોર્ડમાં પાણીકાપ ઝીંકવાની જાહેરાત કરી છે. જેને પગલે આવતીકાલે અડધુ રાજકોટ તરસ્યું રહેશે. GWILની લાઈનમાંથી એઈમ્સને પાણી આપવા માટે જોડાણ કરવાનું હોય જેથી તા.1-6-2022ને બુધવારના રોજ પાણીનો જથ્થો ન મળવાથી શહેરના વોર્ડ નં.1,2,3,4,5,7,9,10 અને 14 અને 15માં પાણી વિતરણ બંધ રહેશે. આવતીકાલે ગુલાબવાડી, હનુમાનપરા, હરિદ્વાર પાર્ક, ખોડીયાર પાર્ક, કોહિનૂર પાર્ક, એલ.પી.પાર્ક,…

Read More

એર એશિયા ઈન્ડિયા ફ્લાઈટ બુકિંગ પર 50% ડિસ્કાઉન્ટ આપી રહી છે દરેક બુકિંગ પર રિવર્ડ પોઈન્ટ્સ પણ મળશે ટાટા ન્યૂ એક પ્રકારની સુપર એપ છે એર એશિયા ઈન્ડિયા ફ્લાઈટ બુકિંગ પર 50% ડિસ્કાઉન્ટ આપી રહી છે. જો કે, ઓફર માત્ર ટાટા ગ્રુપની નવી સુપર એપ ટાટા ન્યુ ( Tata Neu)થી બુકિંગ કરવા પર મળી રહી છે. આ ઓફરનો ફાયદો 30 જૂન 2022 સુધી લઈ શકાશે. તેમાં તમે 30 સપ્ટેમ્બર સુધીની ફ્લાઈટ માટે બુકિંગ કરાવી શકો છો. એરલાઈને જણાવ્યું કે, કસ્ટમર્સને તે સિવાય દરેક બુકિંગ પર રિવર્ડ પોઈન્ટ્સ પણ મળશે, જેનો ઉપયોગ શોપિંગમાં કરી શકાય છે. એરએશિયા ઈન્ડિયામાં 83.67%ની ભાગીદારી ટાટા…

Read More

ગંભીર ઈજા સાથે હોસ્પિટલમાં ખસેડાયો બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી ચક્કર આવતા આ યુવાન ત્રીજા માળેથી નીચે પટકાયો ભાવનગર જિલ્લાના પાલીતાણામા હિરાના કારખાનામાં મજૂરી કરતો રત્નકલાકાર યુવાન કારખાનાના ત્રીજા માળેથી અકસ્માતે નીચે પટકાયો હતો. જેથી તેને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ પણ થઈ હતી. આ સમગ્ર બનાવ અંગે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરમાં “પોપડા” તરીકે ઓળખાતા વિસ્તારમાં અનેક હિરાના કારખાના આવેલા છે. જેમાં પાલીતાણા તાલુકાના ગામડાઓમાંથી સેંકડો રત્નકલાકારો હિરા ઘસવાની મજૂરી કામ માટે દરરોજ અપડાઉન કરે છે. આ વિસ્તારમાં…

Read More

વાવણીને લઇને હવામાન વિભાગની આગાહી આ વર્ષે વાવણી લાયક રહેશે વરસાદ – હવામાન વિભાગ દેશમાં 103 ટકા જેટલો વરસાદની સંભાવના કાળઝાળ ગરમી વચ્ચે હવે  તો બસ વરસાદની જ રાહ જોવાઇ રહી છે. જો કે હજી બે દિવસ  બફારો રહેશે અને તાપમાનમાં સામાન્ય વધારો થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. પરંતુ ખેડૂતો માટે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે વરસાદને લઇને આગાહી કરતા જણાવ્યુ કે આ વર્ષે વાવણી લાયક વરસાદ થશે. ગુજરાતમાં 15થી 20 જૂન સુધીમાં ચોમાસાનું આગમન થશે તેમ આગાહી કરવામાં આવી છે. કેરળમાં ચોમાસુ બેસી ગયુ છે. પરંતુ પ્રિમોન્સૂન એક્ટિવિટી જેવુ વાતાવરણ હજી જોવા મળ્યુ નથી.…

Read More