Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

સિંગલ ચાર્જમાં આપશે 100 કિમીની રેન્જ 42,000 રૂપિયાથી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ સ્કૂટર ગ્રેટા હાર્પર ઝેડ એક્સ સિરીઝનું આ સ્કૂટર BLDC મોટર્સ સાથે આવે છે ગ્રેટા ઇલેક્ટ્રિક સ્કૂટરે ભારતમાં પોતાનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. તેનું નામ ગ્રેટા હાર્પલ ઝેડ એક્સ સિરીઝ-1 છે. તેની પ્રારંભિક કિંમત 41,999 (એક્સ શો રૂમ) છે, જેમાં વૈકલ્પિક બેટરી અને ચાર્જર છે. ગ્રેટા ઇલેક્ટ્રિકનું આ સ્કૂટર ગ્રીન, જેટ બ્લેક, ગ્લોસી ગ્રે અને મેજેસ્ટિક, બ્લુ અને કેન્ડી વ્હાઇટ કલરમાં આવે છે. આ એક સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર છે અને બાઉન્સ ઇન્ફિનિટી નામના સ્કૂટર સાથે સ્પર્ધા કરશે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર ઘણાં સારાં ફીચર્સ અને શ્રેષ્ઠ…

Read More

India vs Japan Asia Cup 2022 ટીમ ઇન્ડિયાએ જાપાનને હરાવીને જીત્યો બ્રોન્ઝ મેડલ ભારતે જાપાનને 1-0થી હરાવ્યું એશિયા કપ 2022માં ભારતીય હૉકી ટીમનો દબદબો જોવા મળ્યો . ભારતે જાપાનને હરાવીને બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે. બુધવારે જકાર્તામાં આયોજિત સ્પર્ધામાં ભારતીય ટીમે જાપાનને 1-0થી માત આપી. ભારતની તરફથી એક માત્ર ગોલ રાજકુમાર પાલે મેચના માત્ર 7 મિનિટમાં જ કરી દીધો અને ટીમને જીત અપાવી. હવે ગોલ્ડ મેડલ માટે કોરિયા અને મલેશિયા વચ્ચે રમત રમાશે. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ આગલા વર્ષે થનારા વિશ્વ કપ માટે ક્વોલિફાયર ટુર્નામેન્ટ છે. જોકે ભારતીય ટીમ યજમાન હોવાને કારણે વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ચૂકી હતી. લીગ મેચો…

Read More

રાજકોટમાં અડધા ભાવે એક કિલો ડુંગળી, બટાટા અને ટામેટા વેચ્યા અડધી કીમતે શાકભાજી લેવા લોકોની લાઈન લાગી શાકભાજીમાં વધતી મોંઘવારી સામે કોંગ્રેસનો અનોખો વિરોધ રાજકોટમાં શહેર કોંગ્રેસ દ્વારા વધતી જતી મોંઘવારીના મુદ્દે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યાં શહેરની હુડકો ચોકડી પાસે અડધા ભાવે એક કિલો ડુંગળી, બટાટા અને ટામેટાનું વેચાણ કરવામાં આવ્યું હતું. જેને પગલે મોટી સંખ્યામાં શહેરીજનો ઊમટી પડ્યા હતા અને શાકભાજી લેવા લોકોની લાઈન લાગી હતી. આ અંગે કોંગી નેતા ગોપાલ અનડકટે મીડિયાને જણાવ્યું હતું કે,ભાજપ સરકારના રાજમાં દેશભરમાં વધતી જતી મોંઘવારીએ માજા મૂકી છે ત્યારે ગરીબોના ઘરનો ચૂલો સળગે અને બે ટંક ભોજન મળી રહે તેવા…

Read More

રેલવે યાત્રીઓ માટે ડેસ્ટિનેશન એલર્ટ વેકઅપ એલાર્મ સેવા ઉપલબ્ધ કરવામાં આવી 20 મિનિટ પહેલાં ફોન કરીને સ્ટેશન વિશે જાણકારી આપવામાં આવશે 139 નંબર પર કસ્ટમર કેર પ્રતિનિધિ સાથે વાત કરીને એલર્ટ સુવિધાનો પણ લાભ લઈ શકે છે ઘણીવાર રેલવેમાં મુસાફરી દરમિયાન ઊંઘના કારણે આપણે જે સ્ટેશન પર જવું હોય તે સ્ટેશનથી આગળ નીકળી જઈએ છીએ, જેનાં કારણે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પરંતુ ડેસ્ટિનેશન એલર્ટ વેકઅપ એલાર્મ સુવિધાથી તમે આ મુશ્કેલીથી બચી શકો છો. રેલવે યાત્રીઓ માટે ડેસ્ટિનેશન એલર્ટ વેકઅપ એલાર્મ સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સુવિધામાં પ્રવાસીઓને 20 મિનિટ પહેલાં ફોન કરીને સ્ટેશન વિશે જાણકારી આપવામાં આવશે.…

Read More

સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગની સીઝન -2નો કાલથી પ્રારંભ 5 ટીમ વચ્ચે 11 મેચ રમાશે, ગૃહ મંત્રીના હસ્તે ઉદ્ઘાટન દર્શકો વિનામૂલ્યે સ્ટેડિયમ પર એન્ટ્રી મેળવી શકશે આઈપીએલની 15મી સીઝન પૂર્ણ થઈ ગઈ છે અને ક્રિકેટરસિકો આગામી શ્રેણીની આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે ક્રિકેટરસિકોને આવતીકાલથી આઈપીએલ જેવી જ એક ક્રિકેટ ટૂર્નામેન્ટ માણવાનો લ્હાવો મળશે. જેમાં આવતીકાલથી રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પર સૌરાષ્ટ્રની પાંચ ટીમો વચ્ચે સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગ (એસપીએલ)ની બીજી સીઝનનો ધમાકેદાર પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન રાજ્યના ગૃહ તેમજ રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવશે. ઉદ્ઘાટન બાદ સાંજે 7:30 વાગ્યાથી મુકાબલો શરૂ થઈ જશે જેમાં સોરઠ…

Read More

દેશના અર્થતંત્રની ગાડી પાટે ચડી ગઈ નાણાંકીય વર્ષની શાનદાર શરૂઆત સાથે ઈતિહાસનું સૌથી રેકોર્ડ કલેક્શન 2021ની સરખામણીએ આ વર્ષે મે મહિનામાં GST કલેક્શનમાં 44 ટકાનો વધારો થયો દેશના અર્થતંત્રની ગાડી પાટે ચડી ગઈ છે નવા નાણાંકીય વર્ષની શાનદાર શરૂઆત સાથે ઈતિહાસનું સૌથી રેકોર્ડ કલેક્શન દર્શાવ્યા બાદ મે, 2022ના વર્ષમાં જીએસટી કલેક્શન માસિક દ્રષ્ટિએ 16% ઘટ્યું છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન મે મહિનામાં માસિક ધોરણે 16 ટકા ઘટીને રૂ. 1.41 લાખ કરોડ થયું છે. ગયા મહિને એટલે કે એપ્રિલમાં જીએસટી કલેક્શન રૂ. 1.68 લાખ કરોડ હતું, જે અત્યાર સુધીનું સૌથી વધુ છે. નાણા મંત્રાલયે મંગળવારે જાહેર કરેલા આંકડામાં માહિતી…

Read More

ફરી વધશે ટેરિફની કિંમતો  ARPUમાં વૃદ્ધિ જરૂરી  20-25 ટકા થઈ શકે છે રેવન્યૂ ગ્રોથ  દેશની ટોપ ત્રણ ટેલિકોમ કંપનીઓ આ નાણાકીય વર્ષના બીજા છ મહિનામાં એક વખત ફરી ટેરીફ પ્લાન્સની કિંમતોમાં વધારો કરવા જઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે નાણાકીય વર્ષ 23એ 20 ટકા અને 25 ટકાના રેવન્યૂ ગ્રોથ પર સમાપ્ત કરશે. ડોમેસ્ટિક રેટિંગ એજન્સી ક્રિસિલના રિસર્ચ વિંગના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈન્ડસ્ટ્રી માટે નેટવર્ક અને સ્પેક્ટ્રમમાં રોકાણ કરવા માટે દરેક યુઝર્સનું ARPU વધારવાનું રહેશે. જો આમ નહીં કરવામાં આવે તો તેનું પરિણામ ખરાબ થઈ શકે છે. રિલાયન્સ જીયોની વાત કરવામાં આવે તો આ કંપનીના માર્કેટમાં…

Read More

ED કોંગ્રેસ પર મોટી કાર્યવાહી  સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને સમન્સ મોકલ્યું રણદીપ સુરજેવાલાએ ઝાટકણી કાઢી ઍન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટ-EDએ મોટા એક્શન લેતા કોંગ્રેસના વચ્ચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટી સાંસદ રાહુલ ગાંધીને સમન્સ મોકલ્યું છે. આ સમન્સ નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલ મની લોન્ડ્રીંગ મામલે મોકલવામાં આવ્યું છે. 2015માં એજન્સીએ તેની તપાસ બંધ કરી દીધી ગતી. પણ હવે ફરીથી આ કેસ મામલે કોંગ્રેસના બંને નેતાઓને સમન્સ મોકલવાંમાં આવ્યું છે. અધિકારીઓના હવાલે આ સમાચાર મળ્યા છે તો વળી EDની આ કાર્યવાહી પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, અમારા અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નોટિસ આપવામાં આવી છે. 1942માં જ્યારે…

Read More

ભારતીય ખેલાડીઓના શાનદાર દેખાવનો ક્રમ યથાવત્ રહ્યો શૂટિંગ વર્લ્ડકપમાં પણ ભારતને ગોલ્ડન સફળતા મળી ભારતે ૧૦ મીટર એર રાયફલમાં ગોલ્ડ મેડલ જીતી લીધો ભારતીય ખેલાડીઓના શાનદાર દેખાવનો ક્રમ યથાવત્ રહ્યો છે. બેડમિન્ટનમાં થોમસ કપ, તિરંદાજીમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ બાદ હવે શૂટિંગ વર્લ્ડકપમાં પણ ભારતને ગોલ્ડન સફળતા મળી છે. બાકુ ખાતે યોજાઇ રહેલા આઇએસએસએફ શૂટિંગ વર્લ્ડકપમાં ભારતે ૧૦ મીટર એર રાયફલમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ગુજરાતની એલાવેનિલ વેલારિવન, રમિતા અને શ્રેયા અગ્રવાલે ડેન્માર્કની એના નિલ્સન-એમા કોચ-રિકી ઈબ્સનને ૧૭-૫થી હરાવી ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. અઝરબૈજાનના બાકુ ખાતે યોજાઇ રહેલા શૂટિંગ વર્લ્ડકપમાં ભારતનો આ સૌપ્રથમ ગોલ્ડ મેડલ છે. ભારતીય શૂટર્સે કુલ ૯૦…

Read More

ગિરનાર અભયારણ્યમાં મોટી સંખ્યામાં સિંહ, દીપડા સહિત વન્ય પ્રાણીઓનો વસવાટ છે આઠ સિંહોનું ટોળું આરામ ફરમાવતું કેમરામાં કેદ થયું લોકોએ નિઃશુલ્ક અદભુત સિંહ દર્શનનો લહાવો લીધો ગિરનાર અભયારણ્યમાં મોટી સંખ્યામાં સિંહ, દીપડા સહિત વન્ય પ્રાણીઓનો વસવાટ છે. હાલ પડી રહેલી કાળઝાળ ગરમીને કારણે ગીર જંગલ વિસ્તારમાંથી વહેતાં મોટા ભાગનાં નદી-નાળાં સુકાઈ ગયાં છે, જેને કારણે પાણી માટે સિંહ સહિતનાં વન્યપ્રાણીઓ પાણીવાળા વિસ્તારો તથા માનવ વસાહતો સુધી પહોંચી રહ્યાં છે. આવી જ રીતે ગઈકાલે સાંજે જૂનાગઢમાં ગિરનારની ગોદમાં આવેલા વિલિંગ્ડન ડેમ સાઈટ પર એકસાથે આઠ સિંહોનું ટોળું આરામ ફરમાવતું કેમરામાં કેદ થયું છે. સિંહના ટોળાની વાત વાયુવેગે પ્રસરી જતાં શહેરીજનો સિંહોનાં…

Read More