What's Hot
- Oppoનો નવો 5G સ્માર્ટફોન 24 એપ્રિલે થશે લોન્ચ, 5800mAh બેટરી સહિત મળશે મજબૂત ફીચર્સ
- ગુગલને મોટો ફટકો, કંપની પર એકાધિકારનો આરોપ, કોર્ટમાંથી કોઈ રાહત નહીં
- બેંગલુરુની હારનો સૌથી મોટો ખલનાયક બન્યો આ ખેલાડી, ખરા સમયે તેણે દગો આપ્યો
- ઘરઆંગણે મેચ હારવા બદલ RCBનું ભયંકર અપમાન, IPL 2025માં આવો શરમજનક રેકોર્ડ બનાવનાર એકમાત્ર ટીમ
- જીત બાદ શ્રેયસ અય્યરે 3 ખેલાડીઓના વખાણ કર્યા, એકને IPLનો સર્વશ્રેષ્ઠ બોલર કહ્યો
- દિલ્હી-હરિયાણા હારવા છતાં ભારત ગઠબંધનનો વિવાદ ન ઉકેલાયો, ગુજરાતમાં પણ કોંગ્રેસ-આપ એકલા હાથે ચૂંટણી લડશે
- દંપતી અને સગીર પુત્રે તાપી નદીમાં ઝંપલાવી કર્યો આપઘાત, શેરબજારમાં થયું હતું ભારે નુકસાન
- અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતાના લગ્ન દિલ્હીમાં થયા, જાણો કોણ છે વરરાજા?
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
RRB-NTPCના રિઝલ્ટમાં કૌભાંડના વિરોધમાં યુપી-બિહારના વિદ્યાર્થીઓનું પ્રદર્શન બુધવારે પણ ચાલુ રહ્યું હતું. ગયા જંક્શન પર ગુસ્સે થયેલા વિદ્યાર્થીઓએ ટ્રેનમાં આગ લગાવી હતી. સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ટીયરગેસ પણ છોડવામાં આવ્યો હતો. જહાનાબાદ, સમસ્તીપુર, રોહતાસ સહિત ઘણી વિસ્તારોમાં વિદ્યાર્થીઓ રેલવે-ટ્રેક પર આવીને નારેબાજી કરતા હતા. પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને કારણે રેલવે વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. વિદ્યાર્થીઓનું હિંસક પ્રદર્શન જોતાં રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ બપોરે સાડાત્રણ લાગે પ્રેસ-કોન્ફરસન્સ કરે એવી શક્યતા છે. NTPC પરિણામને લઈને ઉત્તરપ્રદેશ અને બિહારમાં ઉમેદવારોના વ્યાપક વિરોધપ્રદર્શનને ધ્યાનમાં રાખીને રેલવે બોર્ડે મોટો નિર્ણય લીધો છે. રેલ મંત્રાલયે હાલ NTPC અને લેવલ વન પરીક્ષા પર પ્રતિબંધ લગાવી દીધો છે.…
પોરબંદરમાં 73 માં પ્રજાસતાક દિનની અનોખી ઉજવણી શ્રીરામ સી સ્વિમિંગ કલબ દ્વારા મધદરિયે તિરંગો લહેરાવાયો કડકડતી ઠંડી વચ્ચે કલ્બના સભ્યોએ સમુદ્રમાં કર્યુ ધ્વજવંદન પોરબંદરમાં મધ દરિયે યુવાનો દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રગાન બાદ સલામી આપીને રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો છે. પોરબંદરનાં શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા પોરબંદરની ચોપાટી ખાતે રાષ્ટ્રીય પર્વ 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટનાં દિવસે છેલ્લા ઘણાં વર્ષોથી મધદરિયે જઇ અને ધ્વજવંજન કરવામાં આવે છે. ત્યારે આજે ગણતંત્ર દિવસની ઉજવણી પણ ઘુઘવાચા સમુદ્રમાં અંદર જઇ અને ધ્વજવંદન કરવામાં આવ્યું છે. આજે ઠંડીમાં પણ યુવાનોએ મધ દરિયે જઇને ધ્વજ ફરકાવ્યો છે. પોરબંદરના શ્રી રામ સી સ્વીમીંગ ક્લબ દ્વારા…
માઇનસ 35 ડિગ્રી તાપમાનમાં ધ્વજવંદન કરતા જવાનો લદ્દાખમાં 15,000 ફૂટની ઉંચાઈ પર ઉજવણી કરાઈ ઈન્ડો-તિબ્બત બોર્ડર પોલીસ જવાનોએ ગણતંત્ર દિવસ ઉજવ્યો આજે દેશ ભરમાં ગણતંત્ર દિવસની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી રહી છે. દેશ આખામાં ગણતંત્રની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે બાળકથી લઈ વૃદ્ધ સૌ કોઈ ઉજવણી કરતાં હોય છે. ત્યારે આજના દિવસે વિવિધ રોતે ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતના પોરબંદરમાં યુવાનોના એક ગ્રૂપ દ્વારા દરિયાની વચ્ચે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ત્યારે દેશની સરહદ પર રક્ષા કરતાં જવાનો પણ પોતાની નોકરીની જગ્યા પર ઉજવણી કરતા હોય છે ત્યારે ITBPનાં જવાનોએ હિમાચલ…
આજથી સરોગસી માટે કાયદો અમલમાં આવ્યો કાયદો ભંગ કરનારને 10 લાખ દંડ સહિત 10 વર્ષની સજા કોઇપણ મહિલા જીવનમાં એક જ વાર સરોગેટ મધર બની શકશે આજના આધુનિક યુગના જીવનમાં મેડિકલક્ષેત્રે વધી રહેલા સરોગેસી માતાના ચલણના મામલે સરકારે કડક કાયદો અમલમાં લાવી દીધો છે. 25મી જાન્યુઆરીથી સરોગેસી રેગ્યુલેશન એક્ટનો અમલ શરૂ થઈ ગયો છે, એ મુજબ હવેથી કોઇપણ મહિલા જીવનમાં એક જ વાર સરોગેટ મધર બની શકશે. જે મહિલા પરિણીત હોય, બાળકો હોય તે જ કૂખ એક રીતે ભાડે આપી શકશે. આ માટે તે રૂપિયા પણ ન લઇ શકે અને આવી માતાનો 36 મહિનાનો વીમો લેવો પણ ફરજિયાત કરી દેવાયો…
યુપી કોંગ્રેસના દિગ્ગજ નેતા જોડાયા ભાજપમાં આરપી એન સિંહે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાંખ્યો આરપી એન સિંહે કોંગ્રેસ છોડી જોડાયા ભાજપમાં યુપીની ચૂંટણી પહેલા ભાજપે કોંગ્રેસને મોટો ફટકો માર્યો છે. યુપી કોંગ્રેસના દિગ્ગજ નેતા અને યુપીએ સરકારમાં મંત્રી રહી ચુકેલા આરપી એન સિંહે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાંખ્યો છે અને ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. આજે આરપીએન સિંહે પોતાનુ રાજીનામુ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને સોંપી દીધુ હતુ.તેમણે પોતાના રાજીનામાના પત્રની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. સૂત્રોનુ કહેવુ છે કે, આજે તેઓ દિલ્હીમાં ભાજપમાં સામેલ થશે.આર પી એન સિંહ રાજીનામુ આપતા પહેલા ઝારખંડ કોંગ્રેસના પ્રભારી પણ હતા. કોંગ્રેસને…
ભારતના સૌથી અમીર વ્યક્તિ બન્યા અદાણી અદાણી વિશ્વના 11મા સૌથી ધનિક બન્યા અદાણીની સંપત્તિ 90 અબજ ડોલર, જ્યારે અંબાણી પાસે 89.8 અબજ ડોલર છેલ્લા બે દિવસથી ભારતીય શેરબજારમાં મંદીનો માહોલ છવાયો છે, જેને પગલે રિલાયન્સના શેર્સ સતત ઘટી રહ્યા છે. એની અસર રૂપે મુકેશ અંબાણીની સંપત્તિમાં મોટા પ્રમાણમાં ધોવાણ થયું અને આથી આજે 25 જાન્યુઆરી 2022ના રોજ ગૌતમ અદાણી ભારતના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે. ફોર્બ્સના રિયલ ટાઈમ નેટવર્થ ડેટા મુજબ, ગૌતમ અદાણીની વેલ્થ 90 અબજ ડોલર (રૂ. 6.72 લાખ કરોડ) છે, જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિ 89.8 અબજ ડોલર (રૂ. 6.71 લાખ કરોડ) છે. બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ (BSE)ના આંકડા…
જગત મંદિર ભક્તો માટે આજથી ખુલ્યું કોરોના સંક્રમણ વધતા દર્શન કર્યા હતા બંધ દર્શનાર્થીઓએ ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે જગતમંદિરના દ્વારા આજથી ફરી દર્શકો માટે ખુલી ગયું છે. કોરોનાના સંક્રમણને કારણે 17થી 23 સુધી દ્વારકા જગતમંદિર બંધ કરવામા આવ્યુ હતું. જો કે દ્વારકાધીશના દર્શને આવતા દર્શનાર્થીઓ માટે ફરજિયાત માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ સાથે દર્શનાર્થીઓને પ્રવેશ આપવામા આવશે. આ વિશે જાણવા મળતી માહિતી પ્રમાણે દ્વારકા જગતમંદિરના દ્વાર ફરી દર્શનાર્થીઓ માટે આજથી ખોલવામાં આવ્યું છે. કોરોના મહામારીની ત્રીજી લહેર આવી ગઈ છે, ત્યારે ભક્તોમાં સંક્રમણનો ભય વધારે રહે છે. જેના કારણે દ્વારકા કલેકટર દ્વારા તા.17 થી લઇને તા.23 સુધી જગતમંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ…
મહારાષ્ટ્રમાં કાર પુલ પરથી નદીમાં ખાબકી મેડિકલના વિદ્યાર્થીઓ જન્મદિન ઊજવીને પરત આવી રહ્યા હતા ભાજપના ધારાસભ્યના પુત્ર સહિત 7નાં મોત મહારાષ્ટ્રના વર્ધામાં સોમવારે રાતે એક કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો હતો, જેમાં મેડિકલના 7 વિદ્યાર્થીનાં મોત થયાં હતાં. મૃતકમાં ભાજપના ધારાસભ્ય વિજય રહાંગદાલેના પુત્ર આવિષ્કાર રહાંગદાલેનો સમાવેશ થાય છે. દુર્ઘટના સેલસુરા પાસે એક પુલ પર બની હતી. સાતેય વિદ્યાર્થી જમીને પરત ફરી રહ્યા હતા. પુલ પર ચાલકે કાર પરનો કાબૂ ગુમાવી દીધો હતો. કાર પુલના એક ભાગને તોડીને સીધી નદીમાં ખાબકી હતી. વર્ધાના એસપી પ્રશાંત હોલ્કરે જણાવ્યું હતું કે અકસ્માત અંગે સ્થાનિક લોકોએ મોડી રાતે જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસની ટીમ…
ફેબ્રુઆરી મહિનામાં 12 દિવસ બેંક રહેશે બંધ ધક્કા ખાધા પહેલા ચેક કરો લિસ્ટ જાહેર જાન્યુઆરીની જેમ ફેબ્રુઆરીમાં પણ રજાઓની વણઝાર ફેબ્રુઆરીના મહિનામાં જાન્યુઆરીની જેમ બેંકોની ઘણી રજાઓ છે. ફેબ્રુઆરીના મહિનામાં 12 દિવસ સુધી બેંકોની રજા રહેવાની છે. જેમા બીજા અને ચોથા શનિવાર અને રવિવારની રજાઓ પણ સામેલ છે. ફેબ્રુઆરી મહિનામાં વસંત પંચમી, ગુરુ રવિદાસ જયંતી જેવા અવસર આવે છે, જેના પર બેંકોની રજા રહેશે. જોકે ફેબ્રુઆરી મહિનામાં દેશની દરેક જગ્યાએ બેંક 12 દિવસ બંધ નહીં રહે. મહિનામાં આવી રહેલી કેટલીક રજાઓ/તહેવારો કોઈ રાજ્ય અથવા ક્ષેત્ર વિશેષ સાથે સંબંધિત છે. તેથી બેંક હોલિડે અલગ-અલગ રાજ્ય મુજબ હોઈ શકે છે. આમ તો…
સાઉથ આફ્રિકા સામે વન ડે સિરિઝમાં પણ ભારતની 3-0થી હાર ટીમના ખરાબ દેખાવથી ક્રિકેટ ચાહકોમાં રોષ હાર્દિક પંડયા તેમજ રવિન્દ્ર જાડેજા જેવા ખેલાડીઓની ખોટ સાલી સાઉથ આફ્રિકા સામે વન ડે સિરિઝમાં પણ ભારતની 3-0થી કારમી હાર થઈ છે. નબળી સાઉથ આફ્રિકન ટીમ સામે પણ ભારતીય ટીમના ખરાબ દેખાવથી ક્રિકેટ ચાહકોમાં રોષ છે. ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડે હવે સ્વીકાર્યું છે કે, ટીમની બેટિંગનું બેલેન્સ બરાબર નથી. કેટલાક ઓલરાઉન્ડર ખેલાડીઓ બહાર છે. દ્વવિડનું માનવું છે કે નંબર 6 અને સાત પર હાર્દિક પંડયા તેમજ રવિન્દ્ર જાડેજા જેવા ખેલાડીઓની ખોટ સાલી રહી છે .તેઓ પાછા ફરશે તો ટીમની બેટિંગ મજબૂત બનશે. દ્રવિડે…