What's Hot
- Google Pixel 9a નું વેચાણ ક્યારે શરૂ થશે? કિંમતથી લઈને ફીચર્સ સુધી બધું જ અહીં જાણો
- વોટ્સએપે બધાને ખુશ કરી દીધા છે, હવે મનોરંજન માટે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જરૂર નહીં પડે
- મેચ હાર્યા પછી પણ RCB કેપ્ટને આ 3 ખેલાડીઓની પ્રશંસા કરી, આ હતું મોટું કારણ
- સાઈ સુદર્શન નંબર 1 બનવાની નજીક છે, નિકોલસ પૂરનનું શાસન મોટા ખતરામાં છે!
- ભારતીય ખેલાડીનો ઐતિહાસિક પરાક્રમ, બે સદી ફટકારીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો
- વકફ બિલ: મુઝફ્ફરનગરમાં વકફ બિલને લઈને સુરક્ષા વધારી દેવામાં આવી, પોલીસે સંભલમાં ફ્લેગ માર્ચ કરી
- ‘૨૦૨૬ સુધીમાં દિલ્હીના રસ્તાઓ પર ૧૧૦૦૦ બસો દોડશે’, સીએમ રેખા ગુપ્તાએ કરી ઘણી મોટી જાહેરાતો
- નાગપુરમાં મોહન ભાગવતનું નિવેદન, કહ્યું- ‘હનુમાન આપણા પૌરાણિક આદર્શ છે, શિવાજી આપણા આધુનિક આદર્શ છે’
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
નવા વર્ષથી આ શહેરોમાં 5 જી નેટ થશે શરૂ ગુજરાતના અમદાવાદ, જામનગર, ગાંધીનગરમાં સેવા શરૂ થશે 5જી ઇન્ટરનેટથી 20 સેકન્ડમાં ડાઉનલોડ થશે HD મૂવી ત્રણ મોટી ખાનગી ટેલિકોમ કંપનીઓ- ભારતી એરટેલ, રિલાયન્સ જિયો અને વોડાફોન-આઈડિયા ભારતમાં 5G ઇન્ટરનેટ સેવા શરૂ કરવા માટે કામ કરી રહી છે. આ ત્રણેય કંપનીએ એરિક્સન અને નોકિયા સાથે મળીને મોબાઈલ એસેસરીઝ બનાવવાનું શરૂ કર્યું છે. આવી સ્થિતિમાં આ 13 શહેરમાં 5G ઇન્ટરનેટ શરૂ કરવા માટે સૌથી પહેલા ત્રણ મુખ્ય કારણો છે. નોકિયા અને એરિક્સન કંપની પ્રારંભિક તબક્કામાં આ શહેરોમાં ટ્રાયલ અને ટેસ્ટિંગ કરી રહી છે. આ 13 શહેરમાં ઈન્ટરનેટ યુઝર્સ વધુ છે. અહીં ઈન્ટરનેટનો ઉપયોગ…
જમ્મુ-કશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદનાં 6 આતંકવાદીઓ ઠાર સુરક્ષા દળના જવાનોને મળી મોટી સફળતા અનંતનાગ અને કુલગામમાં હજુ અથડામણ શરૂ જમ્મુ-કશ્મીરમાં પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનાં 6 આતંકવાદીઓ બે અલગ-અલગ અથડામણમાં ઠાર કરવામાં આવ્યાં છે. ઠાર કરવામાં આવેલા આતંકવાદીઓમાંથી 4ની ઓળખ થઇ ચૂકી છે. સૂત્રોનાં જણાવ્યાં અનુસાર જણાવ્યું કે, 6 આતંકીઓમાં 2 પાકિસ્તાનનાં હતાં. જ્યારે 2 સ્થાનીય આતંકવાદીઓ હતાં. આ સિવાય, અન્ય 2ની ઓળખ પણ કરવામાં આવી રહી છે. જમ્મુ-કશ્મીર પોલીસે જાણકારી આપી છે કે, બુધવારનાં રોજ કુલગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી. આ વખતે આ અથડામણ કુલગામ જિલ્લાનાં મિરહમા વિસ્તારમાં થઇ છે. જેમાંથી ત્રણ આતંકીઓને તો ઠાર કરી દેવાયાં. જેમાં પ્રતિબંધિત…
હાઇ હિલ્સના પ્રાચીન સમયથી છે ઉપયોગમાં આજે મહિલાઓ પહેરતી હાઇ હિલ્સ પુરુષો પણ પહેરતા એક માહિતી મુજબ ઇસ ૧૭૪૦ સુધી પુરુષો હાઇ હિલ પહેરતા હતા આજના આધુનિક યુગમાં ફેસનને લોકો ખૂબ મહત્વ આપી રહ્યા છે. પુરુષો કરતાં મહિલાઓ ફેશનને લઈ વધુ સેન્સટીવી હોય છે. હાય હિલ્સ અને ક્લોથ પાછળ મહિલાઓ ખર્ચ પણ વધારે કરતી હોય છે. હાઇ હિલ જુતા આજે મહિલાઓમાં આધુનિકતા અને ફેશનનું પ્રતિક ગણાય છે. ખાસ કરીને ફિલ્મ, મોડલિંગ, ફેશન અને કોર્પોરેટ જગત સાથે સંકળાયેલી કેટલીક મહિલાઓમાં હાઇ હિલ વિશેષ પ્રચલિત છે. જો કે સાચી વાત તો એ છે કે હાઇ હિલની શોધ નથી થઇ પરંતુ સમયની સાથે…
ઇનસ્ટાગ્રામ પ્રોફાઈલ અન્ય વેબસાઈટમાં બતાવી શકાશે ઇનસ્ટાગ્રામ પોતાના યુઝર્સ માટે નવું અપડેટ લઈને આવ્યા બિઝનેસ માટે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ માટે સુવિધા વધારી આજના આધુનિક અને સોશિયલ મીડિયાના જમાનમાં લોકો પોતાની રિયલલાઈફ કરતા સોશિયલ મીડિયા લાઈફ વધુ જીવી રહ્યા છે. આજના આધનિક યુગમાં અલગ અલગ પ્રકારની અનેક પ્રકારની ઓનલાઈન એપ્લીકેશન આવો ગઇ છે. ત્યારે એપ કંપનીઑ પણ પોણા યુઝર્સ માટે નવા નવા અપડેટ લઈને આવતું હોય છે. ઇન્સ્ટાગ્રામ પરનો તમારો પબ્લિક પ્રોફાઇલ તમારી વેબસાઇટમાં એમ્બેડ કરવાની સગવડ હવે મળી છે. આ રીતે આપણા મિનિ-પ્રોફાઇલ વેબસાઇટ પર બતાવી શકાશે. આ ફીચર પ્રોફાઇલ એમ્બેડ તરીકે ઓળખાય છે. જે વેબસાઇટ પર આ રીતે પ્રોફાઇલ ઉમેરાયો…
ક્રૂડતેલ ઉંચકાતાં વિશ્વ બજારમાં ખાદ્યતેલો મોંઘા થયા પામતેલમાં માગ વધતાં ૧૦૦૦ ટનના વેપાર થયા પામતેલનો વાયદો ૧૬૦થી ૧૬૫ પોઈન્ટ ઉછળ્યો તેલ-બિયાં બજારમાં આજે વિવિધ દેશી તથા આયાતી ખાદ્યતેલોના ભાવ આંચકા પચાવી વધી આવ્યા હતા. વિશ્વ બજારમાં ખાદ્યતેલોના ભૌવ ઝડપી ઉછળ્યાના સમાચાર હતા. ક્રૂજતેલના વૈશ્વિક ભાવ ઉંચકાતાં વિશ્વ બજારમાં આજે ખાદ્યતેલો વધી આવ્યાના નિર્દેશો હતા. મલેશિયા ખાતે આજે પામતેલનો વાયદો ૧૬૦થી ૧૬૫ પોઈન્ટ ઉછળ્યાના સમાચાર હતા. જ્યારે અમેરિકામાં સોયાતેલના ભાવ આદે સાંજે પ્રોજેકશનમાં ૮૮થી ૮૯ પોઈન્ટ ઉંચા બોલાઈ રહ્યા હતા. મુંબઈ બજારમાં હાજરમાં આજે ૧૦ કિલોના ભાવ પામતેલના વધી રૂ.૧૧૫૦ બોલાયા હતા. પામતેલમાં આજે જાન્યુઆરીની વિવિધ ડિલીવરીઓ માટે રૂ.૧૧૪૩થી ૧૧૫૨ સુધીની…
અર્જુન કપૂર અને તેની બહેન અંશુલા કોરોના પોઝિટિવ કોરોના હવે બૉલીવુડ સુધી પાહોચી ગયો અભિનેત્રી મલાઈકાનો પણ ટેસ્ટ કરાશે કોરોનાનું સંક્રમણ બોલિવૂડ સુધી પહોંચી ગયું છે. બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર અને તેની બહેન અંશુલા કોરોના પોઝિટિવ આવ્યા છે. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બંને ક્વોરેન્ટાઈન થઈ ગયા છે અને તેઓએ તેમના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. તો બીજી તરફ અભિનેત્રી મલાઈકાનો પણ ટેસ્ટ કરાશે. રિયા કપૂર અને તેના હસબંડ કરણ બૂલાનીનો પણ રિપોર્ટ આવ્યો પોઝિટીવ. અર્જુનની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોડાનો પણ કોરોના ટેસ્ટ ફરીથી કરવામાં આવશે. અર્જુન કપૂર અને અંશુલા કપૂર બીટાઉનના સૌથી મેચ્યોર ભાઈ-બહેન છે. બંને ભાઈ-બહેન દરેક…
રાજ્યમાં 13,270 ઈ-વ્હીકલ સામે માત્ર 27 ચાર્જિંગ સ્ટેશન અમદાવાદમાં 300 જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવાની વાત હતી ટચુકડા રાજ્ય આસામમાં 43,707 ઇ વાહનો પેટ્રોલ-ડિઝલનો વપરાશ ઘટે અને હવામાં પ્રદુષણની માત્રામાં ઘટાડો થાય તે હેતુસર ઇ- વ્હિકલ શરૂ કરાયા છે. એટલું જ નહીં, ઇ-વ્હિકલનો વધુને વધુ ઉપયોગ થાય તે માટે કેન્દ્ર સરકાર સક્રિય પ્રયાસો કરી રહી છે પણ ગુજરાત સરકાર આ મામલે ઢીલુ વલણ અખત્યાર કરીને બેઠી છે પરિણામે એવી સ્થિતી સર્જાઇ છેકે, ઇલેકટ્રીક વ્હીકલના વપરાશમાં ટયુકડા રાજ્ય આસામે પણ વિકસીત ગણાતા ગુજરાત રાજ્યને પાછળ ધકેલ્યુ છે. રાજ્યમાં 13,270 ઈ-વ્હીકલ સામે માત્ર 27 ચાર્જિંગ સ્ટેશન છે. શિયાળુ સંસદ સત્રમાં કેન્દ્ર સરકારે…
ગુજરાતમાં કોરોના સૌથી વધુ સ્પીડમાં ફેલાઈ રહ્યો છે 10 દિવસમાં કુલ 1530 કેસ નોંધાયા છેલ્લા 5 મહિનામાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવ્યા રાજ્યમાં મંગળવારે કોરોનાના નવા 394 કેસ નોંધાયા હતા. ગત 18 ડિસેમ્બરે રાજ્યમાં 68 નવા કેસ નોંધાયા હતા જ્યારે 28 ડિસેમ્બરે 394 કેસ આવ્યા છે, સાથે જ ઓમિક્રોનના પણ નવા 5 કેસ સાથે કુલ કેસની સંખ્યા 78 થઈ છે. રાજ્યમાં 14 જૂન પછી કોરોનાના સૌથી વધુ દૈનિક કેસ નોંધાયા છે. ગત 14 જૂને રાજ્યમાં 405 નવા કેસ નોંધાયા હતા. છેલ્લે, 15 જૂને દૈનિક કેસનો આંક 300ને પાર થયો હતો. એ દિવસે 352 કેસ નોંધાયા હતા, જ્યારે સોમવારે એનાથી…
એકજ દિવસમાં દેશમાં ઓમીક્રોનના 135 નવા કેસ આવ્યા ઓઇક્રોનના કેસનો આંકડો 687એ પહોચ્યો ગોવામાં 8 વર્ષનું બાળક થયું ઓમીક્રોન સંક્રમિત દેશમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટે ચિંતાજનક ગતિ પકડી છે. સોમવારે, એક જ દિવસમાં ઓમિક્રોનનાં સૌથી વધુ 135 કેસ નોંધાયા હતા, જેથી હવે દર્દીઓની કુલ સંખ્યા 687 થઈ છે. સોમવારે ગોવા અને મણિપુરમાં પણ ઓમિક્રોનનો કેસ નોંધાયો હતો. ઓમિક્રોન અત્યાર સુધીમાં 21 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયો છે. ગોવામાં બ્રિટનથી પરત આવેલ 8 વર્ષનું બાળક ઓમિક્રોન પોઝિટિવ મળી આવ્યુ છે. ગોવાના સ્વાસ્થ્ય મંત્રી વિશ્વજીત રાણેએ જણાવ્યું કે આ બાળક 17 ડિસેમ્બરે બ્રિટનથી ગોવા જવા રવાના થયો હતો. જયારે મણિપુરમાં એક 48 વર્ષીય વ્યક્તિ…
મહમદ શમીએ 2 વિકેટ લીધી રબાડા-એન્ગિડીની આક્રમક બોલિંગ સામે ઈન્ડિયન બેટર ઢેર બોલર જસપ્રીત બુમરાહનો પગ મચકોડાયો સેન્ચુરિયન ટેસ્ટના ત્રીજા દિવસે ઈન્ડિયન ટીમ 327 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી અને પહેલી જ ઓવરામાં કેપ્ટન એલ્ગર (1 રન) પેવેલિયન ભેગો થયો હતો. અત્યારે SAનો સ્કોર 4 વિકેટના નુકસાને 90+ રન છે. ક્વિંટન ડિકોક અને તેમ્બા બઉમા બેટિંગ કરી રહ્યા છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનો પગ 11મી ઓવરમાં બોલિંગ દરમિયાન મચકોડાઈ ગયો હતો. જેના પરિણામે તે બોલ ફેંકતાની સાથે જ જમીન પર ઢળી પડ્યો હતો. તેને પિચ પર દર્દથી તરફડિયા મારતો જોઈ ઈન્ડિયન ફિઝિઓ પણ…