What's Hot
- સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં મુંબઈ પોલીસે ચાર્જશીટ દાખલ કરી, ઘણા સનસનાટીભર્યા ખુલાસા થયા
- અમિત શાહે સુરક્ષા એજન્સીઓ સાથે સમીક્ષા બેઠક યોજી, કાશ્મીરમાં આતંકવાદનો અંત લાવવા હાકલ કરી
- અમદાવાદમાં ગરમીને કારણે પી ચિદમ્બરમની તબિયત લથડી, તેઓ બેભાન થઈ ગયા અને હોસ્પિટલમાં દાખલ થયા
- પત્નીએ તેના બોયફ્રેન્ડને પતિનું લોકેશન આપીને મરાવ્યો, તેને અકસ્માત જેવો દેખાડો કર્યો પણ આ રીતે બહાર આવ્યું સત્ય
- હોટલમાં રૂમ બુક કરવા માટે આધાર કાર્ડ જરૂરી નહીં રહે, સરકાર નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે!
- બજાર ઘટાડા સાથે લાલ રંગમાં ખુલ્યું, સેન્સેક્સ 123 અને નિફ્ટી 75 પોઈન્ટ ઘટ્યો
- SBI એ ATM ટ્રાન્ઝેક્શનના નિયમો બદલ્યા, જો તમારું પણ ખાતું છે તો જાણો શું બદલાયું છે?
- અજમા ઔષધીય ગુણોથી ભરપૂર છે, જાણો રાત્રે જમ્યા પછી તેનું સેવન કરવાથી શું થાય છે?
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
કોંગ્રેસ પાર્ટીએ 3 પ્રોપર્ટીનું ભાડું જ ચૂકવ્યું નથી કુલ 3 પ્રોપર્ટીનું 19 કરોડ રૂપિયાનું દેવું સમગ્ર મામલાનો એક RTIમાં ઘટસ્ફોટ થયો કોંગ્રેસ પાર્ટીનું લગભગ 19 કરોડ રૂપિયાનું દેવું છે. આ દેવું કોંગ્રેસને ફાળવવામાં આવેલી 3 પ્રોપર્ટીઝનાં ભાડાંની છે. એક RTIમાં ઘટસ્ફોટ થયો છે કે સોનિયા ગાંધી અને કોંગ્રેસ પાર્ટીએ 26 અકબર રોડ (સેવા દળ)બંગલાનું ભાડું ડિસેમ્બર 2012થી, 10 જનપથનું સપ્ટેમ્બર 2020થી અને સી-II/109 ચાણક્યપુરીનું ભાડું ઓગસ્ટ 2013થી ચૂકવ્યું નથી. આ RTI ગુજરાતના મીઠાપુરના સુજિત પટેલે કરી હતી, જે વિભાગની પાસે 3 જાન્યુઆરી 2022ના રોજ પહોંચી હતી. ચાણક્યપુરીના બંગલા નંબર 2-II/109 ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીને 23 ફેબ્રુઆરી 1985ના રોજ અલોટ કરાયો…
પંજાબ આપના સીએમ ઉમેદવાર પર પથ્થરમારો ભગવંત માનના કાફલા પર રોડ-શો દરમિયાન પથ્થરમારો ર્દુઘટનામાં ભગવંત માનના માથામાં ઈજા પહોંચી પંજાબના અમૃતસરમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભગવંત માનના કાફલા પર રોડ-શો દરમિયાન પથ્થરમારો કરાયો છે. આ ર્દુઘટનામાં ભગવંત માનના માથામાં ઈજા થઈ હતી. તેમને હોસ્પિટલ લઈ જઈને સારવાર કરવામાં આવી હતી. કાફલા પર પથ્થરમારો અમૃતસરના અટારી વિસ્તારમાં કરાયો હતો. અહીં ભગવંત માન તેમની પાર્ટીના સ્થાનીક ઉમેદવાર સાથે રોડ-શો કરતા હતા. સાક્ષીઓના જણાવ્યા પ્રમાણે ભગવંત માન ગાડીનું સનરુફ ખોલીને ઉભા હતા અને લોકોનું અભિવાદન કરતા હતા. આ દરમિયાન જ કોઈએ તેમના પર પથ્થર માર્યો હતો. પથ્થર સીધો તેમના માથામાં વાગ્યો…
વેપાર- ધંધા 11 વાગ્યા સુધી રહેશે ચાલુ 19 શહેરોમાંથી કર્ફ્યૂ હટાવાયો 8 મહાનગરોમાં હવે 12થી 5 વાગ્યા સુધી કર્ફ્યૂ ગુજરાતમાં છેલ્લા 18 દિવસમાં કોરોનાના નવા કેસમાં 800%નો તથા એક્ટિવ કેસમાં 375%નો ઘટાડો થયો છે, ત્યારે રાજ્ય સરકારે નિયંત્રણોમાં છૂટછાટ આપી છે. કોર કમિટીમાં લેવાયેલા નિર્ણય અનુસાર હવે 11 ફેબ્રુઆરીથી રાજ્યના માત્ર 8 મહાનગરોમાં આગામી 18 ફેબ્રુઆરી 2022 સુધી દરરોજ રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ અમલમાં રહેશે. હાલ આઠ મહાનગર- અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરોમાં રાત્રિ કર્ફયૂ અમલમાં છે. આ 19 નગરમાંથી નાઇટ કર્ફ્યૂ હટાવ્યો નવી ગાઇડલાઇનમાં 19 નગરોને નાઇટ કર્ફ્યૂમાંથી મુક્તિ…
ફરી એકવાર બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી પરીક્ષામાં ત્રીજી વખત મુદત પડી અચાનક નિર્ણય લેવાતા ઉમેદવારોમાં ભારે રોષ ગુજરાતમાં રવિવારે બિન સચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસટન્ટની યોજાનારી પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે સત્તાવાર જાહેરાત કરી છેકે, વહીવટી કારણોસર પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે. આગામી દિવસોમાં ફરી વાર પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે. ત્રીજી વાર પરીક્ષા મોકુફ રહી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય કલાર્કની પરિક્ષા ્અગાઉ રદ કરવામાં આવી હતી. બે વાર આ જ પરીક્ષા રદ થઇ ચૂકી છે. આખરે ત્રણ વર્ષ બાદ ગુજરાત ગૌણ સેવા પસંદગી…
દેશમાંથી કોરોના લઈ રહ્યો છે વિદાય રોજે ઘટી રહ્યા છે કોરોના કેસ ટૂંક સમયમાં જન જીવન થઈ જશે રાબેતા મુજબ દેશમાં ત્રીજી લહેરને લઈને સારા સમાચાર આવ્યાં છે. હવે કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે દેશમાં કોરોનાની ત્રીજી લહેર વિદાય થઈ રહી છે. જોકે થોડા રાજ્યો હજુ પણ ચિંતાનો વિષય બની રહ્યાં છે. નીતિ આયોગના મેમ્બર ડોક્ટર વીકે પોલે કહ્યું કે આપણે કોરોના મહામારી અને વાયરસ અંગે ઘણું બધું શીખ્યાં છીએ પરંતુ દુનિયા હજુ સુધી તેને અંગે બધુ જાણતી નથી. તેમણે કહ્યું કે દુનિયાએ આ વાયરસની સામે લડવા માટે એકજૂટ રહેવું જોઈએ. દેશમાં કોરોનાની સ્થિતિ ઘણી સારી છે. જોકે કેરળ…
હરામીનાળામાંથી BSFએ 9 પાકિસ્તાની બોટ પકડી બોટમાં આવેલા લોકોની શોધખોળ શરૂ શોધખોળ માટે BSF દ્વાર અભિયાન શરૂ કરાયું કચ્છમાં પાકિસ્તાની બોર્ડર પર આવેલા હરામીનાળા મારફત પાકિસ્તાનીઓ વારંવાર ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરતા હોય છે અને તેની બોટ પકડાતી હોય છે. આવી જ એક સાથે પાકિસ્તાનની 9 બોટ BSFની કચ્છની કાર્યવાહી દરમિયાન પકડાઈ છે. આ તમામ બોટ ભારતીય સરહદમાંથી જપ્ત કરાઈ છે. બોટમાં સવાર માછીમારો ક્યાં ગયા તેની શોધખોળ ચાલી રહી છે. આ ઉપરાંત આવી અન્ય બોટની પણ શોધખોળ માટે BSF દ્વાર અભિયાન શરૂ કરાયું છે. પાકિસ્તાન દ્વારા તાજેતરમાં માછીમારો સાથેની ભારતીય બોટનુ અપહરણ કરાયુ હતું ત્યારે હવે કચ્છ સરહદે BSFના પેટ્રોલિંગ…
ડાયાબિટીસથી આજકાલ ઘણા લોકો પરેશાન એલોપેથિક સારવાર સાથે ઘરેલું ઉપચાર અપનાવો તમારા આહારમાં મેથીના દાણા, આમળાનો રસ અને કારેલાનો રસ ઉમેરો આજકાલ મોટાભાગના લોકો ડાયાબિટીસથી ઝઝૂમી રહ્યા છે. જ્યારે ડાયાબિટીસ હોય ત્યારે બ્લડ સુગરનું સ્તર નોંધપાત્ર રીતે વધે છે. એલોપેથિક સારવાર સાથે કેટલાક ઘરેલું ઉપચાર અપનાવીને બ્લડ સુગર લેવલને પણ નિયંત્રિત કરી શકો છો. આવી સ્થિતિમાં તમારા આહારનું ધ્યાન રાખવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે તમારા આહારમાં એવા ખોરાકનો સમાવેશ કરી શકો છો જે ખાંડને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. ડાયાબિટીસના દર્દીઓ ક્યા પ્રકારનો આહાર લેવો તે અંગે મૂંઝવણમાં રહે છે. તમે તમારા આહારમાં મેથીના દાણા, આમળાનો રસ…
IT પાર્ક બનાવવા કેન્દ્રને માંગ કરવામાં આવી સુરતની નાની મોટી 2 હજાર કંપનીઓને IT પાર્કનો લાભ મળશે કાપડ, હીરા, શિક્ષણ અને બાંધકામને પણ ફાયદો થશે રાજ્ય સરકારે જાહેર કરેલી નવી આઈટી પોલીસીનો લાભ સુરતની નાની મોટી 2 હજાર કંપનીઓને મળવાનો છે. તેના થકી સુરતમાં વિદેશથી આયાત થતાં હીરા અને કાપડના મશીનના સોફ્ટવેર માટે રિસર્ચ કરીને તેને ડેવલોપ કરવાની પણ તકે મળશે તેવો મત સ્થાનિક આઈટી સાથે સંકળાયેલા ઉદ્યોગકારોએ વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત આઈટી પોલીસી થકી કાપડ ઉપરાંત શિક્ષણ અને બાંધકામ ઉદ્યોગમાં કરવામાં આવતા સંશોધનને પણ સારી એવી તક મળવાની શકયતા રહેલી છે. સુરતમાં ઝડપથી વિકસીત થઈ રહેલા આઈટી સેક્ટરમાં…
ભારતે વેસ્ટ ઇન્ડિઝને 238નો ટાર્ગેટ આપ્યો બીજી વનડેમાં સૂર્યકુમાર યાદવે અડધી સદી ફટકારી કેએલ રાહુલે 49 રનનું યોગદાન આપ્યું વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ODI મેચમાં ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન માત્ર 237 રનનો સ્કોર કરી શક્યા હતા. વેસ્ટ ઈન્ડિઝના બોલરોએ બોલિંગ માટે યોગ્ય પીચ પર સારી બોલિંગ કરી અને વિરાટ કોહલી અને રોહિત શર્મા વા બેટ્સમેનોને શાંત રાખ્યા. જોકે, મિડલ ઓર્ડરમાં સૂર્યકુમાર યાદવ અને કેએલ રાહુલે સારી બેટિંગ કરી અને ટીમ ઈન્ડિયાને લડાયક સ્કોર સુધી લઈ ગયા. દીપક હુડ્ડાએ પણ છેલ્લી ઓવરમાં સારું યોગદાન આપ્યું હતું અને તેના બેટથી 25 બોલમાં 29 રન થયા હતા. કેએલ રાહુલે 49 રનની ઇનિંગ રમી…
રાજ્યના લોકોને બે ઋતુનો અનુભવ થશે બપોરે ગરમી અને સાંજે ઠંડી પડશે હજુ 24 કલાક ઠંડીનો થશે આનુભાવ ગુજરાતમાં હાલ લોકોને બેવડી ઋતુનો સામનો કરવો પડી રહ્યો છે. સવારે અને મોડી સાંજથી ઠંડી હોય છે જ્યારે બપોરે ગરમી લાગે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આવતીકાલથી ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો થશે. રાજ્યમાં લધુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધારો જોવા મળશે. જેના કારણે ગરમીમાં વધારો નોંધાશે. સાથે જ માવઠાની હાલમાં કોઇ સંભાવના ન હોવાનું પણ વ્યક્ત કર્યુ છે. ફેબ્રુઆરીના અંત સુધીમાં શિયાળો વિદાય લેવાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, થોડા દિવસો રાહત આપ્યા બાદ રાજ્યમાં ફરીથી છેલ્લા થોડા…