Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

37 વર્ષ બાદ જયરાજસિંહ પરમારે કોંગ્રેસ છોડી કહ્યું-લડવા ન માગતા નેતાઓની નિષ્ક્રિયતાથી થાક્યો છું ભાજપમાં જોડાશે તેવી સંભાવના ગુજરાત કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમારે પક્ષની કામગીરી અને નેતાઓની નિષ્ક્રિયતાથી નારાજ થઈ પક્ષ છોડવાનો નિર્ણય લીધો છે. ચાર વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે વાયદો આપ્યા બાદ ટિકિટ ન આપતાં કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ બે-ત્રણ દિવસમાં ભાજપમાં જોડાશે એમ ભાજપનાં સૂત્રોનું કહેવું છે. તેમજ રાજીનામું આપ્યા બાદ તેમણે સોશિયલ મીડિયા પર એક પત્ર પણ પોસ્ટ કર્યો છે. ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્વ કરતા ક્ષત્રિય નેતા જયરાજસિંહ પરમારને ટિકિટ મેળવવાના સતત પ્રયાસ છતાં નિરાશા સાંપડતાં છેવટે કોંગ્રેસ છોડવાનો…

Read More

લગ્ન પ્રસંગમાં કૂવામાં પડી જતાં 13 લોકોના થયા મોત મૃતકોમાં 9 બાળકી પણ સામેલ છે પીઠી ચોળવાની વિધિ માટે કૂવા પર પૂજા વખતે બની ઘટના ઉત્તરપ્રદેશના કુશીનગરમાં બુધવારે રાતે હૃદય કંપાવનારી ઘટના બની છે. અહીં પીઠી ચોળવાની વિધિ દરમિયાન લગભગ 35 બાળકીઓ-મહિલાઓ કૂવામાં પડી ગઈ. તેમાંથી 9 બાળકી સહિત 13 લોકોનાં મોત ઘટનાસ્થળે જ થયાં છે. જાણકારી અનુસાર, પીઠી ચોળવાની વિધિ દરમિયાન તમામ કૂવાની જાળી બેસીને પૂજા કરી રહી હતી, ત્યારે જાળી તૂટી ગઈ અને બધા એમાં પડવા લાગ્યા. બૂમાબૂમ સાંભળીને પરિવારજનો અને આસપાસના લોકોએ તેમને કૂવામાંથી બહાર કાઢવાનું શરૂ કર્યુ. સ્થાનિક લોકોની મદદથી તમામને જિલ્લા હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા છે.…

Read More

મર્સિડીઝ બેન્ઝે શોકેસ કરી નવી બે ઇલેક્ટ્રિક કાર માત્ર 3.5 સેકંડમાં 0-100 કિમીની સ્પીડ પકડી લેશે મર્સિડીઝ બેન્ઝે નવી પાવરફુલ ઇલેક્ટ્રિક કાર AMG EQE શોકેસ કરી જર્મન ઓટોમોબાઇલ કંપની મર્સિડીઝ બેન્ઝે વર્ષ 2021ની શરૂઆતમાં ફર્સ્ટ ઓલ ઇલેક્ટ્રિક AMG મોડેલ EQS શોકેસ કર્યાં બાદ ઇલેક્ટ્રિક લાઇનઅપમાં તેનું બીજું મોડેલ AMG EQE શોકેસ કરી દીધી છે. મર્સિડીઝ AMG EQEએ જર્મન ઓટોમોબાઇલ કંપનીની પર્ફોર્મન્સ કાર શોકેસ કરી છે. આ કાર મર્સિડીઝ બેન્ઝના EVA 2  પ્લેટફોર્મ પર બેઝ્ડ છે. મર્સિડીઝ બેન્ઝે 2 ટોપ AMG વર્ઝન સાથે EQE રેન્જ વધારી છે, જેમાં 4-વ્હીલ ડ્રાઇવ સ્ટાન્ડર્ડ મળશે. EQE 43 4Matic અને EQE 53 4Matic+ વર્ઝનમાં રજૂ…

Read More

NSA અજીત ડોભાલના ઘરે સિક્યોરિટી બ્રીચ મને રિમોટથી નિયંત્રિત કરવામાં આવી રહ્યો છે:આરોપી એક વ્યક્તિ કાર લઈ અજીત ડોભાલના ઘરમાં ઘૂસયો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલના ઘરમાં એક વ્યક્તિએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો છે. મળતી માહિતી મુજબ વ્યક્તિએ સવારે લગભગ 7.45 વાગ્યે કાર લઈને અજીત ડોભાલની ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ યોગ્ય સમયે વ્યક્તિને રોક્યો અને તેને કસ્ટડીમાં લઈ લીધો. પ્રાથમિક તપાસમાં વ્યક્તિ માનસિક રીતે પરેશાન હોવાનું જણાય છે. હાલ પૂછપરછ ચાલી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ પકડાયા બાદ તે વ્યક્તિ થોડો બડબડ કરી રહ્યો હતો. તેણે કહ્યું કે તેના શરીરમાં કોઈએ ચિપ લગાવી છે અને…

Read More

આવતીકાલે રાજ્યના તમામ  CNG પંપ રહેશે બંધ 3 વર્ષથી પેન્ડિંગ માર્જિનના પ્રશ્નના ઉકેલ માટે આંદોલન શરૂ સીએનજી ડીલર્સે આંદોલન માટે કરી જાહેરાત મોટા સમાચાર આવ્યા છે. આવતીકાલે રાજ્યના તમામ CNG પંપ રહેશે બંધ. ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ દ્વારા રાજ્યના 1,200 CNG પંપ ખાતે ગુરૂવારે 2 કલાક માટે સીએનજી વેચાણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં વધુ એક આંદોલનના એંધાણ જોવા મળી રહ્યા છે. ગુરૂવારે એટલે કે 17 ફેબ્રુઆરી, 2022ના રોજ બપોરના 01:00થી બપોરના 03:00 વાગ્યા સુધી રાજ્યના તમામ સીએનજી પંપ બંધ રહેશે. છેલ્લા 3 વર્ષથી પેન્ડિંગ માર્જિનના પ્રશ્નના ઉકેલ માટે ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ દ્વારા આ પ્રકારે ચીમકી…

Read More

સંગીત-નિર્દેશક બપ્પી લહેરીનું 69 વર્ષની વયે નિધન મુંબઈની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ લહેરીની સારવાર છેલ્લા એક મહિનાથી ચાલી રહી હતી બોલિવૂડના સંગીત-નિર્દેશક બપ્પી લહેરીનું આજે રાત્રે 69 વર્ષની વયે નિધન થયું છે. તેમણે મુંબઈના જુહુની ક્રિટી કેર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. બપ્પી લહેરીને સંગીત ઈન્ડસ્ટ્રીમાં ડિસ્કોકિંગ કહેવામાં આવે છે. તેમનું સાચું નામ આલોકેશ લાહિડી હતું. બપ્પી લહેરી તેમના સંગીતની સાથે-સાથે સોનું પહેરવાની તેમની શૈલી માટે પણ જાણીતા હતા. બપ્પી લહેરી ઇન્ડસ્ટ્રીમાં તેમના અલગ અવાજ અને સંગીત માટે જાણીતા હતા. 1975માં આવેલી ફિલ્મ ‘જખ્મી’થી તેમને ઓળખ મળી હતી. ભારતમાં પોપ સંગીત લાવવાનું શ્રેય બપ્પી લહેરીને જ અપાય છે. ગઈકાલે રાત્રે…

Read More

ICC એ ઈનામની રકમોમાં કર્યો વધારો આગામી મહિલા વર્લ્ડ કપ માટે ઇનામી રકમની જાહેરાત કરી વિજેતા ટીમને 13 લાખ 20 હજાર ડોલર અપાશે ICC એ આગામી મહિલા વર્લ્ડ કપ માટે ઇનામી રકમની જાહેરાત કરી છે. આ મુજબ વિજેતા ટીમને 13 લાખ 20 હજાર ડોલર એટ્લે કે 9.93 કરોડ રૂપિયા ની ઈનામી રકમ મળશે. વર્ષ 2017માં ઈંગ્લેન્ડમાં વર્લ્ડ કપની ચેમ્પિયન ટીમને મળેલી રકમ કરતાં આ રકમ બમણી છે. ICCએ પ્રેસ રિલીઝ જાહેર કરીને આ અંગેની માહિતી આપી છે. આ મુજબ ટૂર્નામેન્ટની કુલ ઈનામી રકમમાં 75 ટકાનો વધારો થયો છે. $3.5 મિલિયનની ઈનામી રકમ ટુર્નામેન્ટમાં ભાગ લેનારી આઠ ટીમોમાં વહેંચવામાં આવશે, જે…

Read More

ચહેરા પર ચમક લાવવા ઘરગથ્થુ ઉપાય કરો ચમક એવી કે તમે પણ નહીં કરો વિશ્વાસ કેળાં અને પપૈયાંનો ઉપયોગ કરી ચહેરા પર લાવો ચમક ગોરો રંગ કોને નથી જોઈતો? આજે પણ લોકો ગોરા રંગને સુંદરતાનું પ્રતિક માને છે. આવી સ્થિતિમાં, દરેક વ્યક્તિ સુંદર રહે તેવી ઇચ્છા રાખે છે. ભારતમાં, ખાસ કરીને ગોરો રંગ સુંદર તરીકે જોવામાં આવે છે. આવી સ્થિતિમાં, દરેક છોકરી પોતાને સુંદર બનાવવાની કોશિશ કરતી રહે છે. જો તમે પણ ગોરો રંગ મેળવવા માંગો છો તો તમે આ ઘરેલું ઉપાયો અપનાવી શકો છો. ગોરો રંગ મેળવવા માટે તમારે શું કરવું પડશે તે જાણો. ચહેરાને ગોરો બનાવવા માટે તમે…

Read More

જર્મનીમાં સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજવામાં આવશે આલિયા ભટ્ટ પણ સ્ક્રીનિંગમાં સામેલ થશે ગંગુબાઈ કાઠિયાવાડી 25 ફેબ્રુઆરીએ થિયેટરોમાં રિલીઝ થશે આલિયા ભટ્ટ તેની આગામી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીના પ્રીમિયર માટે બર્લિન ગઈ છે. સંજય લીલા ભણસાલીના ડાયરેક્શનમાં બનેલી તેનું સ્પેશિયલ સ્ક્રીનિંગ પ્રેસ્ટિજિયસ બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં થશે. આલિયા તેમાં સામેલ થવા માટે ગઈ છે. ગંગુબાઈ કાઠિયાવાડી 25 ફેબ્રુઆરીએ થિયેટરોમાં રિલીઝ થશે. આલિયા ભટ્ટ સ્ટારર ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને યુએ(UA) સર્ટિફિકેટ આપ્યું છે. બોર્ડે ફિલ્મમાં 4 મોડિફિકેશન કર્યાં છે અને બે સીન ડિલીટ કરાવ્યા છે. ફિલ્મના બે ડાયલોગ્સના શબ્દો પણ રિપ્લેસ કર્યા છે.ફિલ્મમાં આલિયા ઉપરાંત અજય દેવગણ પણ લીડ રોલમાં છે. સંજય…

Read More

ઇલેક્ટ્રીક વાહન ચાર્જ કરવાના પોઈન્ટની અછત ઇલેક્ટ્રિક વ્હીકલનું વેંચાણ રોકેટ ગતિએ વધી રહ્યું છે ભારતમાં EV માટે 1215 જેટલા પબ્લિક ચાર્જિંગ સ્ટેશન છે ભારતમાં એક તરફ ઇલેક્ટ્રિક વ્હીકલ્સનું વેંચાણ રોકેટ ગતિએ વધી રહ્યું છે ત્યારે તેનાથી વિપરીત ચાર્જિંગ સ્ટેશનના નેટવર્ક મામલે દેશ ઘણો જ પાછળ છે. લોકસભામાં 10 ફેબ્રુઆરી પૂછાયેલા એક સવાલના જવાબમાં પાવર મિનિસ્ટર આર.કે. સિંઘે જણાવ્યું હતું કે ભારતમાં EV માટે 1215 જેટલા પબ્લિક ચાર્જિંગ સ્ટેશન છે. પરિવહન વિભાગના આંકડા મુજબ દેશભરમાં 10 લાખથી વધુ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ નોંધાયેલા છે. આ હિસાબે જોઈએ તો 723 EV વચ્ચે 1 પબ્લિક ચાર્જિંગ સ્ટેશન છે. દેશના કુલ ચાર્જિંગ સ્ટેશનમાંથી 56% જેટલા સ્ટેશન…

Read More