What's Hot
- Oppoનો નવો 5G સ્માર્ટફોન 24 એપ્રિલે થશે લોન્ચ, 5800mAh બેટરી સહિત મળશે મજબૂત ફીચર્સ
- ગુગલને મોટો ફટકો, કંપની પર એકાધિકારનો આરોપ, કોર્ટમાંથી કોઈ રાહત નહીં
- બેંગલુરુની હારનો સૌથી મોટો ખલનાયક બન્યો આ ખેલાડી, ખરા સમયે તેણે દગો આપ્યો
- ઘરઆંગણે મેચ હારવા બદલ RCBનું ભયંકર અપમાન, IPL 2025માં આવો શરમજનક રેકોર્ડ બનાવનાર એકમાત્ર ટીમ
- જીત બાદ શ્રેયસ અય્યરે 3 ખેલાડીઓના વખાણ કર્યા, એકને IPLનો સર્વશ્રેષ્ઠ બોલર કહ્યો
- દિલ્હી-હરિયાણા હારવા છતાં ભારત ગઠબંધનનો વિવાદ ન ઉકેલાયો, ગુજરાતમાં પણ કોંગ્રેસ-આપ એકલા હાથે ચૂંટણી લડશે
- દંપતી અને સગીર પુત્રે તાપી નદીમાં ઝંપલાવી કર્યો આપઘાત, શેરબજારમાં થયું હતું ભારે નુકસાન
- અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતાના લગ્ન દિલ્હીમાં થયા, જાણો કોણ છે વરરાજા?
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
દેશ પર વાવાઝોડાનો ખતરો ‘આસની’ ચક્રવાત વધી રહ્યું છે આગળ 17 રાજ્યોમાં વર્તાશે ‘આસની’ની અસર દેશ પર એક વાર ફરીથી વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીથી ઉદ્ભવેલા ‘આસની’ નામનું વાવાઝોડું આગામી 24 કલાકમાં ઓડિશાના કાઠે પહોંચે તેવી શક્યતા સેવાઇ રહેલી છે. આ દરમિયાન અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. વર્ષનું પ્રથમ ચક્રવાતી તોફાન ‘આસની’ મંગળવારે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની અસર કરશે હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર બંગાળ અને ઓડિશાના દરિયાઈ વિસ્તારોમાં 90થી 125 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફુંકાઈ શકે છે. દરમ્યાન ઘણી જગ્યાએ વરસાદ પણ પડશે. તોફાનની અસર બિહાર, ઝારખંડ, છત્તીસગઢમાં પણ રહેશે.…
પેટ્રોલમાં 9.99% ઇથેનોલનું મિશ્રણ ડીઝલ સાથે બાયોડીઝલના પણ 5 ટકા મિશ્રણનું લક્ષ્યાંક બિન-મિશ્રિત ઇંધણ પર પ્રતિ લિટર રૂ. 2ની વધારાની ડ્યુટી પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ ગઈકાલે જણાવ્યું હતું કે ભારતમાં પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણનું સ્તર 9.99 ટકા પર પહોંચ્યું છે. ભારતે 2022ના અંત સુધીમાં પેટ્રોલમાં 10 ટકા ઇથેનોલ મિશ્રણ અને 2030 સુધીમાં 20 ટકા મિશ્રણનું લક્ષ્ય રાખ્યું હતું. કેન્દ્ર સરકારે 2030 સુધીમાં ડીઝલ સાથે બાયોડીઝલના પણ 5 ટકા મિશ્રણનું લક્ષ્યાંક રાખ્યું છે.કેન્દ્રએ મિશ્રણને પ્રોત્સાહિત કરવા માટે ઓક્ટોબરથી શરૂ થતા બિન-મિશ્રિત ઇંધણ પર પ્રતિ લિટર રૂ. 2ની વધારાની ડ્યુટીની જાહેરાત કરી છે. ઇથેનોલ સંમિશ્રણ કાર્યક્રમનો હેતુ ક્રૂડ ઓઇલની આયાત પર દેશની…
રાહુલ ગાંધી દાહોદના પ્રવાસે આદિવાસી સત્યાગ્રહ સભાને સંબોધશે આદિવાસી નેતાઓ સાથે કરશે બેઠક ગુજરાતમાં ચૂંટણીની મોસમ શરૂ થઈ ગઈ છે. જેમાં ભાજપ બાદ હવે કોંગ્રેસ પણ પ્રચારનું રણશિંગુ ફૂંકવા જઈ રહી છે. અને તેની શરૂઆત દાહોદથી કરશે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે દાહોદમાં આદિવાસી સંમેલનને સંબોધશે. અને આદિવાસીઓના અનેક સળગતા મુદ્દાઓને લઈને ચૂંટણી મેદાનમાં ઝંપલાવશે. ઉલ્લેખનીય છે કે, મિશન 2022ની ચૂંટણી માટે રાહુલ ગાંધીની સૌ પ્રથમ જાહેરસભા છે. હાલ ગુજરાતમાં ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ત્યારે રાજયમાં રાજકીય હાલચાલો તેજ બની છે. રાહુલ ગાંધી સભા સંબોધ્યા બાદ કોંગ્રેસના નેતાઓ સાથે બે બેઠક પણ કરશે. એક બેઠક આદિવાસી…
સલાડમાં મીઠાનું પ્રમાણ ઓછુ હોવું જોઇએ. સલાડને જમતાં પહેલા ખાવું વધું હિતાવહ સલાડ માંથી પ્રોટીન, ફાઇબર, વિટામિન અને મિનરલ્સ મળે છે. સલાડ ખાવું તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી અને ફાયદાકારક છે પરંતુ તમારામાંથી મોટાભાગના લોકો જાણતા નથી કે સલાડ ખાવાની સાચી રીત કઇ છે? આ કારણથી તમારા સ્વાસ્થ્ય પર તેની ઊંડી અસર પડે છે અને આ તમારા માટે નુકશાનકારી સાબિત થઇ શકે છે. તમારે ખાસ કરીને વરસાદની ઋતુમાં સલાડ ખાવાનું ટાળવું જોઇએ. જો તમે તેમાં જરા પણ બેદરકારી રાખી તો તમને ફૂડ પ્વૉઇઝનિંગ જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.જો તમે ડાયટીશિયનને પૂછશો તો તે તમને જમવાની સાથે સલાડ ખાવાની સલાહ…
પંજાબમાં ઈન્ટેલિજન્સ ઓફિસ બહાર બ્લાસ્ટ મોહાલીમાં ઈન્ટેલિજન્સ ઓફિસ બહાર બ્લાસ્ટ મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ પંજાબના મોહાલીમાં ઈન્ટેલિજન્સ બિલ્ડિંગની બહાર સંદિગ્ધ વિસ્ફોટ થયાં હતા. જેને લઈને સુરક્ષા એજન્સીઓ એક્શનમાં આવી છે અને મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા હતા.અચાનક થયેલા બ્લાસ્ટને પગલે ઓફિસની બારીઓના કાચ તૂટી ગયા હતા. જોકે આ ઘટનાને પગલે જાનહાનિના કોઈ અહેવાલ પ્રાપ્ત થયાં નથી. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે સાંજે લગભગ 7.30 વાગ્યે ઓફિસના ત્રીજા માળે રોકેટ જેવું કંઈક અથડાયું હતું. આ બ્લાસ્ટથી ઓફિસની ઘણી બારીઓના કાચ તૂટી ગયા હતા. અનેક ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે અને મામલાની…
ટેરો ફક્ત શબ્દ નથી, ભવિષ્ય અને જીવન છે રહસ્યમય સંસારની રહસ્યમય કથા ટેરો ડેકમાં કુલ 78 કાર્ડ હોય ટેરો મતલબ કાર્ડની રયસ્યમયી દુનિયા અને ભવિષ્ય અવલોકનની સર્વપ્રિય વિદ્યા છે. આ શબ્દની શોધ પણ રહસ્યમય છે. ટેરો ફક્ત શબ્દ નથી, ભવિષ્ય અને જીવન છે. કેટલાક માને છે કે આ ટૈરોચી શબ્દમાંથી ઉત્પન્ન થયો. જે માઈનર આર્કાનાના કાર્ડ સાથે સંબંધિત હતો. તો કેટલાક આની ઉત્પત્તિ ટૈરોટી માને છે, એક ક્રોસ લાઈન જે કાર્ડની પાછળ દેખાય છે. રહસ્યમય સંસારની રહસ્યમય કથા, પણ ભવિષ્યની વાત, ટેરોની જુબાની.ટેરો ડેકમાં કુલ 78 કાર્ડ હોય છે, જેને મેજર આર્કાના અને માઈનર આર્કાનામાં વિભાજીત કરવામાં આવ્યા છે. આર્કાના…
જૂના મોડેલ કરતાં નવું મોડેલ 37 હજાર રૂપિયા વધારે મોંઘું KTM 2022 RC 390 બાઈકની ડીઝાઈન છે આકર્ષક KTM RC 390 બાઈકનું વજન 172 કિલો KTM દ્વારા KTM RC 390 બાઈકને પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર લિસ્ટ કરી દીધું છે. આ સાથે જ બાઈકના સ્પેસિફિકેશન અને તેની કિંમત પણ જાહેર કરી દેવામાં આવી છે. જેથી ટૂંક સમયમાં જ આ બાઈક લોન્ચ કરવામાં આવશે તેવું અનુમાન છે. ઓફિશિયલ વેબસાઈટ પર ન્યૂ જનરેશન KTM RC 390 બાઈકની કિંમત 3,13,922 એક્સ-શોરૂમ, ન્યૂ દિલ્હી જણાવવામાં આવી છે. જે તેના અગાઉના મોડેલ કરતાં 37 હજાર રૂપિયા વધારે છે. ન્યૂ જનરેશન RC 390માં મોટાભાગનો ફેરફાર તેની ડિઝાઈનમાં…
રાજસ્થાનનું જયપુર અને રણથંભોરફરવા માટે શ્રેષ્ઠ જગ્યા છે એડવેન્ચર પ્રેમીઓ માટે ઋષિકેશ બેસ્ટ ઓપ્શન છે હમ્પીમાં પ્રાચીન સમૃદ્ધ ઈતિહાસ દર્શાવતું ઓપન મ્યુઝિયમ આવેલું છે વેકશનનાંમહિનાઓમાંફરવા માટે બેસ્ટ જગ્યાકંઈછે?એપ્રશ્નમૂંઝવતોહસેને,તો તમારીસમસ્યાનું નિવારણઅમારીપાસે છે.આ મહિને ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અને કોઈ ખાસ જગ્યાએ પરિવાર સાથે સમય વીતાવવા માગો છો, તો આજે અમે અહીં તમને ભારતની તે સુંદર જગ્યાઓ વિશે જણાવવાના છીએ, જ્યાં જઈને તમે મજા આવશે અને સહેજ પર પસ્તાવો નહીં થાય. તમને ત્યાં એકથી ચડીયાતા એક સુંદર નજારા જોવા મળશે. રણથંભોર, રાજસ્થાન રણથંભોર દેશના સુંદર ટાઈગર નેશનલ પાર્કમાં આવે છે, આ જગ્યાને સવાઈ માધોપુરનું ‘આભૂષણ’ પણ કહેવામાં આવે છે. સૌથી…
વિદેશોમાં ઇન્સ્ટાગ્રામની સાથે સ્નેપચેટ પણ સખત પોપ્યુલર છે સ્નેપચેટનાં પિક્સી ડ્રોન કદમાં ટચૂકડાં અને હળવાં છે યુએસમાં ડ્રોનનું વજન ૨૫૦ ગ્રામથી વધુ હોય તો લેવી પડશે મંજૂરી આપણા દેશમાં ફેસબુક અને તેના કરતાં પણ હવે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની બોલબાલા છે. પરંતુ વિદેશોમાં ઇન્સ્ટાગ્રામની સાથોસાથ સ્નેપચેટ પણ સખત પોપ્યુલર છે. ઘણી વાર એવું બને છે કે સ્નેપચેટમાં આવેલા ફીચરની ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકમાં કોપી કરવામાં આવે છે. થોડા સમય પહેલાં સ્નેપચેટે સ્પેક્ટેકલ્સ નામે ઇમેજ અને વીડિયો કેપ્ચર કરી સ્નેપચેટ પર શેર કરી શકાય એવાં ગોગલ્સ લોન્ચ કર્યાં હતાં.જે હવે ફેસબુક પણ આપે છે અને હવે કંપનીએ હવામાં ઊડતા ડ્રોનની મદદથી સેલ્ફી લઈ…
કાર્તિકને ટીમમાં સામેલ કરવાની ઉઠી માંગ ટીમ ઈન્ડિયાને સારા ફિનિશરની જરૂર દિનેશ કાર્તિકને ટી20ની ટીમમાં સામેલ કરવાની માંગ કરી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આરસીબીની ટીમ દમદાર પ્રદર્શન કરી રહી છે. ટીમ માટે અનુભવી વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિક સતત સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. કાર્તિક આરસીબીમાં એક ફિનિશરની ભૂમિકા ભજવી રહ્યો છે. હવે સોશિયલ મીડિયા પર ફેન્સ કાર્તિકને ટી20 વિશ્વકપની ટીમમાં સામેલ કરવાની માંગ કરી રહ્યાં છે. આઈપીએલ-2022માં દિનેશ કાર્તિક અનોખી લયમાં જોવા મળ્યો છે. તે શાનદાર રીતે ફિનિશરની ભૂમિકા નિભાવી રહ્યો છે. તેણે પોતાની શાનદાર બેટિંગથી આરસીબીને ઘણી મેચમાં જીત અપાવી છે. આજે સનરાઇઝર્સ વિરુદ્ધ અંતિમ ઓવરમાં દમદાર બેટિંગ કરતા કાર્તિકે…