Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

ગરમીમાં સ્ટાઇલીશ દેખાવા માટે છોકરીઓ અનેક નવી-નવી રીતો અપનાવતી હોય છે સ્ટાઇલીશ અને કમ્ફોર્ટેબલ શ્રગ તમારી માટે એક બેસ્ટ ઓપ્શન છે. શ્રગની ઓપ્શનમાં તમે સ્ટાઇલીશ કરવા માટે કોટ પણ પહેરી શકો છો ગરમીમાં સ્ટાઇલીશ દેખાવા માટે છોકરીઓ અનેક નવી-નવી રીતો અપનાવતી હોય છે. આ માટે છોકરીઓ અનેક સ્ટાઇલ પણ પોતાની ચેન્જ કરતી હોય છે. આ ગરમીમાં પણ અનેક છોકરીઓ પોતાની આગવી સ્ટાઇલથી પર્સનાલિટી પાડવા ઇચ્છતી હોય છે. આમ, જો તમે ગરમીની સિઝનમાં તમે તમારા ક્લોથિંગ કલેક્શનમાં કંઇક નવું એડ કરવા ઇચ્છો છો તો આ સ્ટાઇલીશ અને કમ્ફોર્ટેબલ શ્રગ તમારી માટે એક બેસ્ટ ઓપ્શન છે. હાલના આ સમયમાં ઓનલાઇન શોપિંગ તમારા…

Read More

વડોદરાના પૂર્વ શિક્ષિકા UKના રોયસ્ટોન શહેરના મેયર બન્યા રોયસ્ટોન ટાઉનમાં 44 ભારતીય કુટુંબો વસે છે રોયસ્ટોનના મેયર બનનાર એન્ટોની પ્રથમ ભારતીય અને એશિયન વડોદરાના પૂર્વ શિક્ષિકા UKના રોયસ્ટોન શહેરના મેયર બન્યા. મેરી એન્ટોની વડોદરાની રોઝરી સ્કૂલમાં 1995 થી 2007 સુધી શિક્ષિકા હતાં. 25 હજારની વસ્તી ધરાવતા રોયસ્ટોન ટાઉનમાં તેઓ મેયર તરીકે ચૂંટાઇને આવ્યાં. જણાવી દઇએ કે, રોયસ્ટોન ટાઉનમાં 44 ભારતીય કુટુંબો વસે છે. મેરી એન્ટોની સામુદાયિક સેવાના કારણે લોકોમાં ખૂબ લોકપ્રિય પણ છે. રોયસ્ટોનના મેયર બનનાર મેરી એન્ટોની પ્રથમ ભારતીય અને એશિયન છે. 16 મેના રોજ મેયર તરીકેનો ચાર્જ તેઓએ લીધો મેરી એન્ટોની રોયસ્ટોન ટાઉન પાર્ટી સાથે જોડાયેલાં છે. તે…

Read More

જૂનાગઢ રોપ વેમાં એક મહિનામાં 18608 પ્રવાસીઓ વધ્યા ગિરનાર રોપવે પ્રોજેક્ટની સફળતા પ્રવાસીઓમાં મોટો ઘસારો, આવકમાં ઉછાળો ગિરનાર રોપવે પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે અત્યંત ફાયદાકારક સાબિત થઇ રહ્યો છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ સેવાનો લાભ લઇ રહ્યા છે. ઓક્ટોબર 2020માં લોકો માટે ખુલ્લા મુકાયેલા આ પ્રોજેક્ટનો અત્યાર સુધી 11 લાખ લોકો લાભ લઇ ચૂક્યા છે. તેના લીધે કુલ રૂ. 56 કરોડની આવક થઇ છે. આ વર્ષે છેલ્લા ત્રણ મહિનામાં પ્રવાસીઓની સંખ્યા અને આવકમા પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ફેબ્રુઆરી 2022માં કુલ 59,188 પ્રવાસીઓએ રોપવેની સેવા માણી હતી જે માર્ચમાં વધીને 77,796 થઇ ગઇ છે. આવકની દ્રષ્ટિએ પણ ફેબ્રુઆરી 2022 (3.1…

Read More

ગુજરાતમાં મીઠાઈનો સ્વાદ ન ચાખી શકો તો સફર અધૂરી ગણાય સ્વાદ એટલો અદ્ભુત છે કે લોકો તેને પેક કરીને ઘરે લઈ જાય છે આ મીઠાઈ તમે એક વખત ચાખસો તો ચાહક બની જાસો જો તમે અહીં ગુજરાતમાં મીઠાઈનો સ્વાદ ન ચાખી શકો તો સફર અધૂરી ગણાય છે. જાણો કઈ સ્વાદિષ્ટ મીઠાઈઓ તમે અહીં ચાખી શકો છો. અમે તમને કેટલીક એવી મીઠાઈઓ વિશે જણાવીશું, જેનો સ્વાદ એટલો અદ્ભુત છે કે લોકો તેને પેક કરીને ઘરે લઈ જાય છે. બાસુંદીઃ કન્ડેન્સ્ડ મિલ્ક અને ક્રીમમાંથી બનેલી આ ડેઝર્ટમાં બદામ અને પિસ્તા જેવા ડ્રાય ફ્રૂટ્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જો કે તે રબડીનો…

Read More

ગુજરાત કોંગ્રેસને લઇને સૌથી મોટા સમાચાર હાર્દિકે અંતે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હાર્દિક શું રાજકારણને બાય-બાય કરશે કે પછી હાર્દિક ભાજપ કે AAPમાં જોડાશે? ગુજરાત કોંગ્રેસને લઇને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. છેલ્લાં કેટલાંય સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા હાર્દિકે અંતે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. કાર્યકારી અધ્યક્ષ હોવા છતાં હાર્દિકને કોઇ જવાબદારી નહીં મળી હોવાના આક્ષેપ વચ્ચે હાર્દિકે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ત્યારે હવે હાર્દિક શું રાજકારણને બાય-બાય કરશે કે પછી હાર્દિક ભાજપ કે AAPમાં જોડાશે? તે હવે જોવાનું રહ્યું. હાર્દિકની કોંગ્રેસ પ્રત્યેની નારાજગીને લઇને રાજ્યમાં છેલ્લાં કેટલાંય દિવસથી રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે. આ મામલે…

Read More

મસ્કે 44 અબજ ડોલરથી ઓછી કિંમતે ટ્વીટર ખરીદવાના સંકેત આપ્યા નકલી એકાઉન્ટની સંખ્યા પાંચ ટકાથી ઓછી હોવાનું ટ્વિટર પૂરવાર કરે સ્પામ એકાઉન્ટ દાવા કરતાં ચાર ગણા વધુ : મસ્ક ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક અને ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ વચ્ચે ટ્વિટરમાં નકલી એકાઉન્ટ્સ (બોટ્સ) મુદ્દે વિવાદ સતત વકરી રહ્યો છે. પહેલાં ઈલોન મસ્કે અચાનક જ ટ્વિટરના નકલી એકાઉન્ટ્સ પાંચ ટકા કરતાં વધુ હોવાનો દાવો કરીને ડીલ અટકાવી દેવાની જાહેરાત કરી હતી. હવે મસ્કે ટ્વિટર ખરીદવા માટે અગાઉ ઓફર કરેલી ૪૪ અબજ ડોલર કરતાં ઓછી કિંમત ચૂકવવાના સંકેત આપ્યા છે. ઈલોન મસ્કે જણાવ્યું હતું કે, ટ્વિટરના ચીફ એક્ઝિકયૂટિવ ઓફિસર (સીઈઓ) પરાગ અગ્રવાલ નકલી…

Read More

તાવ આવે એટલે ન લઈ લો પેરાસિટામોલ શરીરને થાય છે ખૂબ નુકસાન લીવર અને કિડનીને પણ પહોંચે છે નુકસાન તમે તમારા વડીલો પાસેથી ઘણી વાર સાંભળ્યું હશે કે કોઈ પણ વસ્તુની અતી યોગ્ય નથી. જો કોઈ વસ્તુ વધારે હોય તો તેનાથી નુકસાન થવા લાગે છે. આ વાત તે દવાઓ માટે પણ ફિટ બેસે છે જે આપણને રોગોથી દૂર રાખે છે. સામાન્ય રીતે ભારતમાં પેરાસીટામોલ એક એવી દવા છે કે લોકો કોઈપણ તબીબી સલાહ વિના તાવ જેવી બીમારીમાં જાતે લેવાનું શરૂ કરે છેજો તમે તેનો વધુ પડતો ઉપયોગ કરો છો અથવા તેને બેદરકારીથી લો છો તો તે તમને ઘણી રીતે નુકસાન…

Read More

વર્લ્ડ મ્યુઝિયમ-ડે થી ત્રિદિવસીય કોન્ફરન્સનો પ્રારંભ કરાવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિવિધ દેશોના યુનેસ્કોના પ્રતિનિધિઓની વિશેષ ઉપસ્થિતી વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ આજે થશે શરૂ રાજ્યના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે વડનગરના ઐતિહાસિક વિરાસતને દુનિયાનું શ્રેષ્ઠ ટુરિઝમ ડેસ્ટીનેશન બનાવવાના નિર્ધાર સાથે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે કેન્દ્રના આર્કિયોલોજી વિભાગ અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે તા. ૧૮થી ૨૦મે દરમિયાન ત્રિ-દિવસીય પ્રથમ વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ-૨૦૨૨નું આયોજન કરાયું છે. જેમાં વિશ્વના વિરાસત પ્રેમીઓને વડનગરમાં આવેલું ગુજરાતની શાન એવું કિર્તી તોરણ, તાનારીરીની સમાધિ, શર્મિષ્ઠા તળાવ, બૌદ્ધ વિરાસત, પ્રસિદ્ધ હાટકેશ્વર મંદિર તેમજ પુરાતત્વ વિભાગના ઉત્ખનન દરમિયાન મળી આવેલા વિવિધ ઐતિહાસિક સ્થાનોથી માહિતગાર…

Read More

વૈશાખ મહિનાનું સંકટ ચોથ વ્રત 19 મેના રોજ રહેશે ભગવાન ગણેશને બુદ્ધિ, બળ અને વિવેકના દેવતાનો દરજ્જો પ્રાપ્ત છે. રાતે ચંદ્રની પૂજા અને દર્શન કર્યા પછી વ્રત ખોલવામાં આવે છે. વૈશાખ મહિ નાનું સંકટ ચોથ વ્રત 19 મેના રોજ રહેશે. આ તિથિએ ભગવાન ગણેશના એકદંત સ્વરૂપની પૂજા કરવાની પરંપરા છે. આ દિવસે ગુરુવારના રોજ ઉત્તરાષાઢા નક્ષત્ર હોવાથી પ્રજાપતિ યોગ બની રહ્યો છે. આ યોગમાં ભગવાન ગણેશની પૂજાનું શુભફળ વધી જશે. ભવિષ્ય પુરાણ પ્રમાણે સંકષ્ટી ચોથની પૂજા અને વ્રત કરવાથી દરેક પ્રકારના કષ્ટ દૂર થઈ જાય છે.દરેક પ્રકારના સંકટથી છુટકારો મેળવવા માટે સંકષ્ટી ચોથના દિવસે ભગવાન ગણેશ અને ચોથ દેવીની પૂજા…

Read More

શિક્ષકોના વિવિધ પ્રશ્નો અંગે મોટા નિર્ણયો સળંગ નોકરીનો મહત્વનો પ્રશ્નનો ઉકેલ HMATની ભરતીની જાહેરાત ટૂંક સમયમાં થશે આજે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ શિક્ષણ વિભાગે લીધેલા મોટા નિર્ણયોને કઈ પ્રેસ સંબોધન કર્યું હતું જેમાં શિક્ષકો અને શિક્ષણના પડતર મુદ્દાઓને લઈ મોટી જાહેરાતો કરવામા આવી છે. જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે શિક્ષકોના વિવિધ પ્રશ્નો પર અનેક બેઠકો થઇ, CM ભૂપેન્દ્ર પટેલ સાથે પણ બેઠક થઇ હતી અને શિક્ષક સંઘો સાથે પણ બેઠક કરવામાં આવ્યું હતું જે બાદ નિષ્કર્ષ કાઢી ઘણા નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા આજે લેવામાં આવ્યા છે. જોબ અને આર્થિક પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો હોવાની જાહેરાત કરતાં કહ્યું હતું કે ફિક્સ પેના…

Read More