Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

બ્લુઆર્મર નામની કંપની હેલ્મેટ માટે કુલર બનાવે છે કોઈપણ સંપૂર્ણ ચહેરાના હેલ્મેટ સાથે આ ડિવાઇઝનો ઉપયોગ કરી શકો છો. તેમની મદદથી તમને ઠંડી, ધૂળ મુક્ત અને ફિલ્ટર કરેલી હવા મળશે. સતત વધી રહેલી ગરમીમાં બાઇક રાઇડિંગ એક પડકાર બની રહ્યું છે. ઘણી વખત હેલ્મેટ પહેરવાથી ખાસ કરીને તડકામાં એક અલગ ત્રાસ અનુભવાય છે. જોકે હેલ્મેટ વગર બાઇક ચલાવી શકાતી નથી. કારણ કે હેલ્મેટ વિના બાઇક ચલાવવું જીવનું જોખમ છે.આવી સ્થિતિમાં જો તમારા હાથમાં કોઈ એવું ડિવાઇઝ હોય જે હેલ્મેટને ACમાં બદલી શકે તો તમે શું કરશો? અમે તમારા માટે આવા જ એક ઉપકરણ વિશે માહિતી લાવ્યા છીએ જે તમારા હેલ્મેટને…

Read More

દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે આપ્યું રાજીનામું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મોકલી આપ્યું રાજીનામું  કેજરીવાલ અને અનિલ બૈજલ વચ્ચેનો વિવાદ જાણીતો છે  રાજધાની દિલ્હીમાં બનેલા એક મહત્વના ઘટનાક્રમમાં ઉપરાજ્યપાલ અનિલ બૈજલે અંગત કારણોસર રાજીનામુ આપી દીધું છે. બૈજલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને રાજીનામું મોકલી આપ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમણે આ રાજીનામા પાછળ વ્યક્તિગત કારણો હોવાનું જણાવ્યું છે.31 ડિસેમ્બર 2021ના રોજ તેમના કાર્યકાળના 5 પુરા થઈ ચુક્યા હતા. જો કે, દિલ્હીના ઉપરાજ્યપાલનો કાર્યકાળ નિશ્ચિત હોતો નથી. આપને જણાવી દઈએ કે, કેટલાય કેસોમાં દિલ્હીની કેજરીવાલ સરકાર અને ઉપરાજ્યપાલ અનિલ બૈજલની વચ્ચે ટકરાવની સ્થિતિ આવી જાય છે. વાસ્તવમાં બૈજલે દિલ્હી સરકારની 1000 બસોની ખરીદ પ્રક્રિયાની…

Read More

લગ્ન એ પરંપરા, સંસ્કૃતિ અને સંસ્કારોનો અનોખો સમન્વય છે ચાલો અમે તમને લગ્નની આ સિઝનમાં ભારતના 10 શ્રેષ્ઠ વેડિંગ ડેસ્ટિનેશન વિશે જણાવીએ આ દિવસ કોઈપણ વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે લગ્ન એ પરંપરા, સંસ્કૃતિ અને સંસ્કારોનો અનોખો સમન્વય છે. આ દિવસ કોઈપણ વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, તેથી તેને ખાસ બનાવવા માટે દરેક પ્રયાસ કરવામાં આવે છે. પણ ક્યારેક આપણું નાનકડું ખોટું આયોજન લગ્ન જેવા મોટા પ્રસંગને બગાડે છે. આમાં, યોગ્ય વેડિંગ ડેસ્ટિનેશન પસંદ કરવું પણ ઘણું મુશ્કેલ કામ છે. ચાલો અમે તમને લગ્નની આ સિઝનમાં ભારતના 10 શ્રેષ્ઠ વેડિંગ ડેસ્ટિનેશન વિશે જણાવીએ, જ્યાં લગ્ન કરવા…

Read More

કેમ્બ્રિજ યુનિવર્સિટીએ બનાવી શેવાળમાંથી બેટરી સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને વીજળી ઉત્પન કરે છે  અંધારામાં પણ કાર્યરત રહે છે આ બેટરી આજની બેટરી કેટલો સમય કમ્પ્યુટર ચાલુ રાખી શકે છે એ તો બધા જાણતા જ હશો પણ એક એવી બેટરી પણ બનાવવામાં આવી છે જે કમ્પ્યૂટરને સતત 6 મહિના સુધી ચાલુ રાખે છે. જાણો શેવાળની બનેલી આ અનોખી બેટર વિશે કૂલર જેવું લાગતું આ બોક્સ ખરેખર એક બેટરી છે. જેને વૈજ્ઞાનિકોએ એવી રીતે બનાવ્યું છે કે તે 6 મહિના સુધી વીજળી આપી શકે. કેમ્બ્રિજ યુનિવર્સિટીનું એક કમ્પ્યુટર પ્રોસેસર આ બેટરી સાથે જોડાયેલું હતું, જે સતત 6 મહિના સુધી ચાલ્યું હતું. આ બેટરીની…

Read More

હાર્દિકના રાજીનામાં પર કોંગી ધારાસભ્ય લલિત વસોયાની પ્રતિક્રિયા મહત્વનું પદ કોંગ્રેસે હાર્દિકને આપ્યું છતાં પણ નારાજગી એ આશ્ચર્યની વાત: વસોયા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું તે બાબતે દુઃખ પણ વ્યક્ત કરું છું: વસોયા ગુજરાત કોંગ્રેસના યુવા કદાવર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસ માંથી તમામ હોદા ઉપર થી રાજીનામુ આજરોજ આપ્યું છે. હાર્દિક પટેલે રાજીનામુ આપતાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ત્યારે ધોરાજી ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ વસોયા એ હાર્દિક પટેલના રાજીનામાં બાબતે પોતાની પ્રતિકિયા આપી હતી. હાર્દિકના રાજીનામાં પર ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હતા. https://www.youtube.com/watch?v=gYkN3qI0Wjw લોકશાહીમાં સૌ પોતાનો નિર્ણય લઈ શકે છે, હાર્દિકે…

Read More

સુરતમાં ફરી એક વખત ગાંજાનો જથ્થો ઝડપાયો છે. ઓરિસ્સાથી ટ્રેન મારફતે સુરત લવાતો ગાંજો પકડાયો ગાંજાનો જથ્થો ઓડીશાથી એક ઇસમે આપ્યો હતો ઓરિસ્સાથી ટ્રેન મારફતે સુરત લવાતો ગાંજો ઉધના રેલવે સ્ટેશન પાસેથી એસઓજી ના હાથે ઝડપાયો, પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. ઓડીશાથી ટ્રેનમાં ગાંજાની ડિલિવરી કરવા આવેલા ત્રણ લોકોને એસઓજી પોલીસે ઝડપી પાડ્યા છે.આરોપીઓ પોલીસને શંકા ન જાય તે માટે ટ્રોલી બેગમાં ગાંજાનો જથ્થો લાવ્યા હતા. આ ઘટનામાં પોલીસે ગાંજાનો જથ્થોમંગાવનાર અને મોકલનાર ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન શરુ કરવામાં આવ્યું છે અને નશીલા પદાર્થનું વેચાણ કરતા ઈસમો સામે કાર્યવાહી…

Read More

રાજકોટનેે પાણી પુરું પડાય એટલું ઈન્ફાસ્ટ્રક્ચર કોર્પોરેશન પાસે ન હોવાથી ધાંધિયા કાયમી ડેમ ભરેલા પરંતુ જરૂરિયાત મુજબ ફિલ્ટર નહીં થતા ઓછા ફોર્સથી વિતરણ કરવા તંત્ર મજબૂર ફીલ્ટર પ્લાન્ટની ઘટ હોવાથી દરરોજ 2.5 કરોડ લીટર પાણી ફિલ્ટર થતુ નથી રાજકોટ શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં ઓછા ફોર્સથી પાણી આવવાની આખું વર્ષ ફરિયાદો ઉઠતી હોય છે. જેની પાછળ જૂની લાઈનો તુટી જવાથી તેમજ ડાયરેક્ટ પંમ્પિંગ સહિતના અન્ય કારણો તંત્ર દ્વારા આગળ ધરી દેવાતા હોય છે. પરંતુ સ્થાનિક જળાશયોમાં પૂરતુ પાણી હોવા છતા ઉપરોક્ત કારણો સિવાય સૌથી મોટુ કારણ કોર્પોરેશન પાસે ફીલ્ટર પ્લાન્ટની ઘટ હોવાથી દરરોજ 2.5 કરોડ લીટર પાણી ફિલ્ટર થતુ નથી પરિણામે અમુક…

Read More

દિલ્લીએ પંજાબ કિંગ્સને 17 રનથી પરાજય આપ્યો ઋષભ પંતને દિલ્લી કેપિટલ્સે 16 કરોડ રૂપિયામાં રિટેઈન કર્યો હતો પંજાબ કિંગ્સ સામે જીત પછી પંતે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.  ઈન્ડિયન પ્રીમિયર લીગની હાલની સિઝનમાં દિલ્લી કેપિટલ્સની ટીમ પ્લેઓફની રેસમાં હજુ પણ ટકેલી છે. સોમવારે ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં દિલ્લીએ પંજાબ કિંગ્સને 17 રનથી પરાજય આપ્યો. આ જીતની સાથે ઋષભ પંતની કેપ્ટનશીપવાળી દિલ્લી કેપિટલ્સ પોઈન્ટ ટેબલમાં ચોથા નંબરે આવી ગઈ છે. પંજાબ કિંગ્સ સામે જીત પછી પંતે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. પંત હવે જીતની ટકાવારી (મિનિમમ 10 મેચ)ના આધારે દિલ્લી કેપિટલ્સનો સૌથી સફળ કેપ્ટન…

Read More

‘બાબુ ભઇયા’નો રોલ પરેશ રાવલ કરતા સારું કોઈ કરી શકતું નથી બંને ભાગ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થયા હતા. ફેન્સ આ ફિલ્મના ત્રીજા ભાગની રાહ જોઈ રહ્યા છે.  આ ફિલ્મના અત્યાર સુધીમાં બે ભાગ આવ્યા છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી ત્રીજા ભાગને લઇને ચર્ચાઓ ચાલી રહી છે. હેરા ફેરીના બંને ભાગમાં તમામ પાત્રોએ દર્શકોને ખુબ હસાવ્યા હતા. પરંતુ આ ફિલ્મનું એક પાત્ર એવું છે જેણે લોકોના દિલોમાં ઘર બનાવી લીધું છે. તે પાત્ર છે બાબુરાવ ગણપતરાવ આપ્ટે ઉર્ફે ‘બાબુ ભઈયા’. આ ફિલ્મમાં બોલીવુડ એક્ટર પરેશ રાવલે ‘બાબુ ભઇયા’નો રોલ કર્યો હતો. લોકોનું માનવું છે કે ‘બાબુ ભઇયા’નો રોલ…

Read More

હળવદ ખાતે મીઠાંના કારખાનાની દીવાલ ધરાશાયી 12નાં મોત અને 30 જેટલાં શ્રમિકો દટાયા હોવાની આશંકા JCB દ્વારા દટાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ મોરબીના હળવદ ખાતે આવેલા મીઠાંના એક કારખાનાંમાં દિવાલ ધરાશાયી થતા 30 જેટલાં શ્રમિકો દટાયાની આશંકા સેવાઇ રહી છે. હળવદ GIDCમાં સાગર સોલ્ટ નામના કારખાનામાં આ દુર્ઘટના ઘટી છે. હાલમાં JCB દ્વારા દટાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે, તમને જણાવી દઇએ કે, અત્યાર સુધીમાં 12 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં છે. આ ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. આ દુર્ઘટનામાં હજુ પણ મૃત્યુઆંક ઊંચો જવાની શક્યતા સેવવામાં આવી રહી છે. https://www.youtube.com/watch?v=io46NHI7PtU મુખ્યમંત્રી…

Read More