What's Hot
- સ્ટારલિંક ટૂંક સમયમાં ભારતમાં પ્રવેશ કરશે! તેના સેટઅપ અને એક મહિનાના રિચાર્જનો ખર્ચ જાણો
- કરોડો Jio વપરાશકર્તાઓ માટે મોટી રાહત, 895 રૂપિયામાં 336 દિવસની વેલિડિટી મળશે
- રોહિત શર્માના વિસ્ફોટક પ્રદર્શનથી મુંબઈ ઈન્ડિયન્સે 3 વર્ષ પછી CSK ને હરાવ્યું, પોઈન્ટ ટેબલમાં કૂદકો માર્યો
- ચેન્નાઈ આ સિઝનમાં 6 મેચ હારી ગયું છે, હવે તે પ્લેઓફ માટે કેવી રીતે ક્વોલિફાય થશે?
- ડેવિડ વોર્નરને પાછળ છોડી રોહિતે બનાવ્યો આ રેકોર્ડ, હવે ફક્ત બે ખેલાડીઓ તેનાથી આગળ
- દિલ્હી, યુપી અને રાજસ્થાનમાં હવામાન કેવું રહેશે? દેશના ઘણા ભાગોમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી, જાણો નવું અપડેટ
- કુશીનગરમાં બ્રેઝા ઝાડ સાથે અથડાઈ, 6 લોકોના ઘટનાસ્થળે જ મોત; 2 લોકો ઘાયલ
- ડૉ.મનસુખ માંડવિયાએ રાજકોટમાં સાઇકલ ચલાવી, રાહુલ બોઝે ‘ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાઇકલ’માં ભાગ લીધો
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
કોરોનાકાળમાં યોગ શીખી ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું સતત 11 મિનિટ સુધી પિન્ડાસનયુક્તા સર્વાંગાસન કરીને રેકોર્ડ કર્યો લાઈવ વીડિયોથી વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલન્સના સભ્યોએ નિદર્શન કર્યું હતું યોગ ક્ષેત્રમાં ભારત વિશ્વ ગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે. તેમાં પણ કોરોના બાદ યોગનું મહત્વ સમજી લોકો યોગ તરફ આકર્ષાયા છે. ત્યારે નડિયાદની 26 વર્ષીય ટ્વિકલ યોગાશનોમાં કઠોર એવું ‘પિન્ડાસનયુક્તા સર્વાંગાશન’ સતત 11 મિનિટ સુધી કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. ગત તા.27 માર્ચના રોજ તેણીએ લાઈવ વિડીયોના માધ્યમથી પોતાની પ્રતિભા પ્રદર્શીત કરી વૈશ્વિક કક્ષાએ બેસેલા વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલન્સની ટીમને આશ્ચર્યમાં મૂકી દીધી હતી. નડિયાદ શહેરના કપડવંજ રોડ પર આવેલ…
કાચી કેરીના આગમન સાથે અથાણાંની સીઝન શરૂ થઈ ગઈ છે ઘરનું અથાણું બજાર ભાવ કરતા 35 ટકા સસ્તુ બને છે. ગૃણીઓ સમગ્ર વર્ષ માટે અથાણું તેમજ છૂંદો બનાવવાની તૈયારીઓ કરતી હોય છે સ્વાદિષ્ટ અને ભરોસાપાત્ર ઘરનું અથાણું એક કિ લો અથાણાં માટે કેરી, મસાલો, તેલ, ગોળ, મીઠુ, હળદર ફક્ત રૂ.195માં પડે દેશમાં વધતી મોંઘવારી સાથે ખાદ્યચીજોનો ભાવમાં પણ ધરખમ વધારો થયો છે. બજારમાંથી તૈયાર ચીજ વસ્તુઓ લાવવા કરતા ઘરમાં સસ્તી, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ચીજવસ્તુઓ બનાવવા તરફ ગૃહીણીઓ ભાર મુકી રહી છે. હાલ કાચી કેરીના આગમન સાથે અથાણાંની સીઝન શરૂ થઈ હોઈ ગૃહિણીઓ દ્વારા ઘરે જ અથાણું બનાવવાને પ્રાથમિકતા અપાઈ રહી…
વિશ્વના શ્રેષ્ઠ ભોજન ધરાવતા ટોચના દેશોનો સમાવેશ થયો છે કોરિયાનો હંમેશા તેના અનન્ય રાંધણકળા દ્વારા ઉલ્લેખ કરવામાં આવે છે. ભારતીય રાંધણકળા કદાચ વિશ્વની સૌથી લોકપ્રિય વાનગીઓમાંની એક છે આ લેખમાં, વિશ્વની સૌથી સ્વાદિષ્ટ ખાદ્ય સંસ્કૃતિ ધરાવતા દેશો પર સંશોધન કરવામાં આવ્યું છે . ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ જોયા પછી આ વિશ્વના શ્રેષ્ઠ ભોજન ધરાવતા ટોચના દેશોનો સમાવેશ થયો છે. દેશના ખોરાક અને વિશ્વમાં ખ્યાતિની સંપૂર્ણ સમીક્ષા દ્વારા જે પરિણામો મળ્યા છે તે અહી રજુ કરવામાં આવ્યા છે . ચીન: ચાઇનીઝ ભોજન વિશે વિચારતી વખતે, ફક્ત ચોખા અને નૂડલ્સ વિશે વિચારીએ છીએ.પરંતુ ચોખા અને નૂડલ્સ ઉપરાંત, દેશ તમામ પ્રકારની માંસની વાનગીઓ માટે…
એનડીઆરએફને વડોદરામાં રાખી દેવાથી આપત્તિ સમયે વેળાસર મદદ પહોંચાડી શકાય એક જૂનથી કન્ટ્રોલ રૂમ શરુ કરી દેવામાં આવશે. તરવૈયાઓને એનડીઆરએફ પાસે તાલીમ અપાવવા માટે કલેક્ટરે સૂચન કર્યું ૧૮ આગામી ચોમાસની તુમાં સંભવિત અતિવૃષ્ટિને ધ્યાને રાખીને વડોદરા કલેક્ટરે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે આજે આપદા વ્યવસ્થાપન અને પૂર્વ તૈયારીની સમીક્ષા કરી હતી. તેમણે પ્રાંત અધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને મામલદારોને ભૂતકાળમાં પૂરમાં અસરગ્રસ્ત થયેલા ગામોની આગામી પખવાડિયા દરમિયાન મુલાકાત લઇ સ્થળ સ્થિતિનો તાગ મેળવવા સૂચના આપી હતી. આગામી એક જૂનથી કન્ટ્રોલ રૂમ શરુ કરી દેવામાં આવશે. ભૂતકાળમાં વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના અનુભવને ધ્યાને રાખીને પૂર્વ તૈયારીઓ કરવી જોઇએ. આ પૂર વખતે એનડીઆરએફની ટીમને જરોદથી…
સુરતમાં હીરા ઉદ્યોગના વેપારી દ્વારા વેકેશન મંદીનું મોજું ફરી વળતા ઉનાળુ વેકેશનની જાહેરાત કરવામાં આવી વેકેશન જાહેર કરવામાં આવતા રત્ન કલાકારોની મુશ્કેલીમાં વધારો થયો છે શું તમે ક્યારેય વિચાર્યું હશે કે હીરા ઉદ્યોગમાં વેકેશન પડશે? હા તમે સાચું વાંચી રહ્યા છો અત્યાર સુધી આપણે ઉનાળુ વેકેશન ફક્ત શૈક્ષણિક કાર્યમાં જ જોતા આવ્યા છીએ પરંતુ આ વખતે સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીનું મોજું ફરી વળતા ઉનાળુ વેકેશનની જાહેરાત કરવામાં આવી છે.સુરતમાં હીરા ઉદ્યોગના વેપારી દ્વારા આ વેકેશન 22મી મે સુધી જાહેર કરાયુ છે આ વેકેશન શોખથી નહીં પરંતુ રફની અછત અને ભાવ વધારાથી જાહેર કરવું પડ્યું છે. રશિયા-યુક્રેન યુધ્ધની મોટી વિપરીત અસર…
શેર માર્કેટમાં હાહાકાર ખૂલતાંની સાથે જ અબજો રૂપિયા ધોવાયા ‘ સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધારેનો કડાકો નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે ગુરુવારે ખુલતાની સાથે જ ભારતીય શેરબજાર સપ્તાહના ચોથા દિવસે ધડામ થઈ ગયું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ ઈન્ડેક્સ 900 પોઈન્ટ ઘટીને 53,308 પર ખુલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 269 પોઈન્ટ અથવા 1.66 ટકા ઘટીને ફરી એકવાર 16000ની નીચે પહોંચ્યો હતો અને કારોબાર થયો હતો. 15,971 ના સ્તરની શરૂઆત થઈ. હાલમાં સેન્સેક્સ 1027 પોઈન્ટના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. શરૂઆતની મિનિટોમાં સેન્સેક્સ અને નિફ્ટી 1.9 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. બજાર ખુલતાની સાથે…
અખરોટના સેવનથી પુરૂષોને મળે છે તાકાત અખરોટ ખાવાથી તમારું શરીર મજબૂત થાય છે. તેનાથી બ્લડ શુગર કંટ્રોલ કરવામાં પણ મદદ મળે છે. અખરોટના સેવનથી પુરૂષોને તાકાત મળે છે. એટલેકે તેનુ સેવન કરવાથી તમારુ લગ્ન જીવન સારું રહે છે. તો એવામાં આ જાણવુ અત્યંત જરૂરી છે કે એક દિવસમાં કેટલા અખરોટ ખાવા જોઈએ. શું તમે જાણો છો કે એક દિવસમાં કેટલા અખરોટ ખાવા જોઈએ અને તેનાથી કયા-કયા ફાયદા થાય છે. અખરોટ ખાવાથી તમારું શરીર મજબૂત થાય છે. જેમાં બધી પ્રકારના પોષક તત્વો મળે છે. એવામાં તમારે એક દિવસમાં 1-2 અખરોટ ખાવા જોઈએ. જેનાથી તમને આવશ્ય ફાયદો મળશે. ઉલ્લેખનીય છે કે કોઈ…
દેશમાં રાંધણગેસના ભાવમાં રૂ. 3.50નો વધારો કોમર્શિયલ સિલિન્ડર પણ મોંઘું થયું દેશમાં પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવથી લોકો પહેલેથી જ પરેશાન છે દેશમાં મોંઘવારી અટકવાનું નામ નથી લઈ રહી. ગુરુવારે LPG ગેસના ભાવમાં વધારો થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘરેલુ એલપીજી ગેસ-સિલિન્ડરની કિંમતમાં 3.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર અને કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 8 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે દેશમાં LPG સિલિન્ડરની કિંમત 1005 રૂપિયાની નજીક પહોંચી ગઈ છે. આ વધારો એવા સમયે થયો છે, જ્યારે દેશમાં પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવથી લોકો પહેલેથી જ પરેશાન છે.રાંઘણ ગેસ-સિલિન્ડરની કિંમતમાં વધારા બાદ 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત આજથી દિલ્હી અને મુંબઈમાં 1003 રૂપિયા,…
ગરબાને યુનેસ્કો દ્વારા વિશ્વના બહુમૂલ્ય સાંસ્કૃતિક વારસામાં સામેલ કરાય એવી શક્યતા વડનગરને વૈશ્વિક ઓળખ આપવા વડનગર કૉન્ફરન્સ યોજાઈ છે વડનગરને લેન્ડમાર્ક હેરીટેજ ટુરીઝમ ડેસ્ટીનેશન તરીકે વિકસાવવામાં આવશે. ગુજરાતની ઓળખ સમાન ગરબાને યુનેસ્કો દ્વારા વિશ્વના બહુમૂલ્ય સાંસ્કૃતિક વારસામાં સામેલ કરાય એવી શક્યતા છે. ભારત સરકારે કન્વેન્શન ફોર ધ સેફગાર્ડીંગ ઑફ ધ ઇન્ટેન્જીબલ કલ્ચરલ હેરિટેજ યાદીમાં ગરબાનો સમાવેશ કરવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે. જેમાં વિશ્વની ઐતિહાસિક સાંસ્કૃતિક પરંપરાઓ, કળાને સ્થાન આપવામાં આવે છે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજીત વડનગર કૉન્ફરન્સમાં યુનેસ્કોના ભારત, ભુટાન, માલદીવ્સ અને શ્રીલંકા ખાતેના ડાયરેક્ટર એરિક ફોલ્ટે ગુજરાતના ગરબાને હેરિટેજમાં સામેલ થાય એ માટે શુભેચ્છા પાઠવી હતી.વડાપ્રધાન…
ભગવાન વિષ્ણુને ગુરૂવારનો દિવસ સમર્પિત આ દિવસે કરો ફક્ત આટલું જ કામ જાણો તેનાથી શું થશે લાભ ગરૂવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ દિવસના સ્વામી બૃહસ્પતિ છે. આ દિવસને ધન, સમૃદ્ધિ, એશ્વર્ય, જ્ઞાન અને સંતાનનો કારક માનવામાં આવે છે. આ દિવસે ઘણા લોકો વ્રત કરે છે. વિધિ-વિધાનથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે. આ દિવસે તમે ઘણા પ્રકારના ઉપાય પણ કરી શકો છો. તેનાથી આર્થિક સ્થિતિમાં સુધાર થાય છે. કરિયરમાં સફળતા મળશે. કોઈ પણ કાર્ય કરવામાં મુશ્કેલીઓ આવી રહી હોય તો તમે આ ઉપયો કરી શકો છો. આ મુશ્કેલીઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. લગ્નમાં આવી રહેલી મુશ્કેલીઓને દૂર કરવા…