What's Hot
- સ્ટારલિંક ટૂંક સમયમાં ભારતમાં પ્રવેશ કરશે! તેના સેટઅપ અને એક મહિનાના રિચાર્જનો ખર્ચ જાણો
- કરોડો Jio વપરાશકર્તાઓ માટે મોટી રાહત, 895 રૂપિયામાં 336 દિવસની વેલિડિટી મળશે
- રોહિત શર્માના વિસ્ફોટક પ્રદર્શનથી મુંબઈ ઈન્ડિયન્સે 3 વર્ષ પછી CSK ને હરાવ્યું, પોઈન્ટ ટેબલમાં કૂદકો માર્યો
- ચેન્નાઈ આ સિઝનમાં 6 મેચ હારી ગયું છે, હવે તે પ્લેઓફ માટે કેવી રીતે ક્વોલિફાય થશે?
- ડેવિડ વોર્નરને પાછળ છોડી રોહિતે બનાવ્યો આ રેકોર્ડ, હવે ફક્ત બે ખેલાડીઓ તેનાથી આગળ
- દિલ્હી, યુપી અને રાજસ્થાનમાં હવામાન કેવું રહેશે? દેશના ઘણા ભાગોમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી, જાણો નવું અપડેટ
- કુશીનગરમાં બ્રેઝા ઝાડ સાથે અથડાઈ, 6 લોકોના ઘટનાસ્થળે જ મોત; 2 લોકો ઘાયલ
- ડૉ.મનસુખ માંડવિયાએ રાજકોટમાં સાઇકલ ચલાવી, રાહુલ બોઝે ‘ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાઇકલ’માં ભાગ લીધો
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
ભાજપના પ્રતિનિધિઓ માટે લોકોને વિશેષ સ્નેહ પીએમ મોદીએ કર્યું વર્ચ્યુઅલ સંબોધન ભાષાના આધારે વિવાદો ઊભા કરવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આજે જયપૂરમાં આયોજિત ભાજપની રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠકને સંબોધિત કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આજે ભારત પાસેથી ઘણી આશાઓ લઈને દુનિયા જોઈ રહી છે. એવી જ રીતે ભારતમાં ભાજપના પ્રતિનિધિઓ માટે લોકોને વિશેષ સ્નેહ છે. દેશની જનતા ભાજપ તરફ વિશેષ આશા, અને વિશ્વાસથી જોવે છે.\જયપુરમાં ગુરુવારથી શરૂ થયેલી ત્રણ દિવસીય બેઠકના બીજા દિવસે પીએમ મોદીએ વર્ચ્યુઅલ રીતે સંબોધન કર્યું હતું. બેઠકમાં આ વર્ષે યોજાનારી ગુજરાત અને હિમાચલની ચૂંટણી, આવતા વર્ષે યોજાનારી અનેક રાજ્યોની ચૂંટણીઓ તેમજ લોકસભાની ચૂંટણી 2024 અંગે…
પિંક કલરની ચાનો વીડિયો વાયરલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે આવીડિયો પિંક કલરની ચાનો છે અદભૂત સ્વાદ ચાના રસિયાઓ હવે એક નવા જ પ્રકારની ચા પીવા માટે તૈયાર રહેજો. ચાના અનેક પ્રકારો તમને ખબર જ હશે, ગ્રીન ટી, લેમન ટી, એપલ ટી અને બીજી ઘણી બધી. ચાના એટલા બધા ચાહકો છે કે દિવસમાં એકવાર ચાના પીવે તો ઉંઘ જ ન ઉડે. ગમે તે સ્થિતિ હોય ચા તો જોઇએ. આવા ટી લવર્સ દુનિયાના ગમે તે ખૂણે જાય તેઓને ચા વગર તો ન જ ચાલે. જો કે હવે સ્ટ્રીટ વેન્ડર્સ ચામાં પણ અવનવા અખતરા કરી રહ્યા છે. ત્યારે આવી જ અતરંગી…
ઉપલેટામાં ભારે તડકાને લઈ લોકો ગરમીથી પરેશાન થતા બજાર ઠપ હલ-ચલ ન હોવાને કારણે કરફ્યુ જેવો માહોલ સર્જ્યો વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે અને લોકો પણ તડકામાં નથી નીકળી રહ્યા રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગરમીથી લોકો હેરાન થતા બજારમાં કોઈ હલ-ચલ ન હોવાને કારણે કરફ્યુ જેવો માહોલ સર્જાતા વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે અને લોકો પણ તડકામાં નથી નીકળી રહ્યા. હાલ ઉનાળાને લઈ કાળજાળ તડકાઓ પડી રહ્યા છે જેમાં લોકો ગરમીથી હેરાન પરેશાન હોય છે જેને કારણે ઉપલેટાની બજારમાં માણસોની અવર-જવર નહિવત હોવાને કારણે વેપારીઓને ત્યાં ઘરાધી ન હોવાથી વેપારી પરેશાન થઈ રહ્યા છે. જે રીતે ગરમીના કારણે લોકો ઘરની બહાર…
જિલ્લામાં પીવાનું પાણી હવે માત્ર ૨૦ દિવસ સુધી ચાલશે ગુહાઈ જળાશયમાં ઓછું પાણી હોવાને લઈને ખેતીમાં પાણી આપ્યું ન હતું દરરોજ પાણી પુરવઠા વિભાગ દ્વારા બે સેમી પાણી લેવામાં આવે છે સાબરકાંઠા જિલ્લાના ગુહાઈ જળાશયમાંથી રોજનું બે સેમી પાણી પીવા માટે પાણી પુરવઠા વપરાશ કરે છે ત્યારે પીવાનું પાણી હવે માત્ર ૨૦ દિવસ ચાલે તેમ છે બીજી તરફ નર્મદાના પાણીની માંગણી કરી પરંતુ હજી શરુ થયું નથી તો પાણી પુરવઠા વિભાગ અગામી દિવસમાં મોટરો મુકીને પાણી લેવું પડી શકે છે. સાબરકાંઠા જીલ્લામાં સાત જેટલા જળાશય આવેલા છે અને એમાં પણ હાથમતી અને ગુહાઈ જળાશય મહત્વના છે ત્યારે ગત ચોમાસામાં ઓછા…
ગુજરાતમાં રિલાયંસ ઇન્ડસ્ટ્રીના સહયોગથી 280 એકરમાં વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બની રહ્યું છે. ગુજરાતમાં આવ્યાં વિદેશી પ્રાણી દક્ષિણ આફ્રિકાના મોરેક્કોથી પ્રાણી લવાયા જામનગર મોકલાશે પ્રાણી જામનગરમાં નિર્મિત પ્રાણીસંગ્રહાલય માટે વિદેશમાંથી પ્રાણીઓ લાવવામાં આવ્યાં છે. વિમાન મારફતે દક્ષિણ આફ્રિકાના મોરાક્કોથી આ પ્રાણીઓને લાવવામાં આવ્યાં છે. પ્રાણીસંગ્રહાયલ માટે 27 વાઘ, 10 રીંછ, 10 ચિત્તા, 10 શાહુડી, 10 જગુઆરેંડી, 10 લિંક્સ, 04 ટેમાનાડોસ, 03 ઓકેલોટ અને 10 અમેરિકન મોટી બિલાડી લાવવામાં આવી છે. મોડી રાત્રે આ તમામ પ્રાણીઓને રશિયન કાર્ગો વિમાન મારફતે લાવવામાં આવ્યાં છે. આગામી સમયમાં અન્ય પ્રાણીઓ પણ લાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જામનગરમાં એશિયાનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બની…
જૂનાગઢની કલેક્ટર ઓફિસ ખાતે હ્યુમન લાઈબ્રેરી શરૂ કરાઈ છે, જે દેશની પ્રથમ હ્યુમન લાઈબ્રેરી છે સુખદુખની વાતો, વિચારો, અનુભવો વગેરે બધુ જ શેર રી શકો છો સમય એવો આવ્યો છે કે, આજકાલ માણસને બધુ મળી જાય છે, પણ વાત કરવા માટે માણસ મળતો નથી. સંયુક્ત પરિવારોમાં આ સમસ્યા ક્યારેય આવતી ન હતી, પરંતુ જ્યારથી પરિવારો અલગ થવા લાગ્યા છે અને લોકો નાનુ કુટુંબ સુખી કુટુંબ અપનાવવા લાગ્યા છે ત્યારથી ઘરમાંથી માણસો ગાયબ થવા લાગ્યા છે. માતાપિતા નોકરી પર અને સંતાનો શાળા તથા કોલેજ બાદ મોબાઈલમાં ખોવાયેલા રહે છે. આવામાં એકબીજા સાથે વાતચીતનો વહેવાર બંધ થઈ ગયો છે. આવામાં પરિવારના વૃદ્ધો…
આવનાર સમયમાં આર્થિક મંદીના લક્ષણ જોવા મળી રહ્યા છે. Vedantuએ પણ બે વખત હજારો લોકોને નોકરીમાંથી કાઢી મુક્યા છે Netflixએ પણ લગભગ 150 કર્મચારીઓ અને ડઝનભર કોન્ટ્રાક્ટર્સની છટણી કરી દીધી દુનિયાભરમાં મોંઘવારી પોતાના ચરમ પર છે. ત્યાં જ દેશનો ઈકોનોમિક ગ્રોથ પણ સતત કમજોર પડી રહ્યો છે. એવામાં ઘણા નિષ્ણાંતોનું માનવું છે કે આવનાર સમયમાં આર્થિક મંદીના લક્ષણ જોવા મળી રહ્યા છે. આ વચ્ચે એક બાદ એક કંપની લોકોને નોકરીમાંથી નિકાળી રહી છે. તો શું તેને આર્થિક મંદીની આહટ માનવી જોઈએ? Cars24એ કરી 600 લોકોની છટણી Cars24 નામની ઈ-કોમર્સ કંપનીએ 600 એમ્પ્લોઈઝને નોકરીમાંથી કાઢ્યા છે. જોકે આ વિશે કંપનીનું કહેવું છે…
ફળ ખાવુ આરોગ્ય માટે ફાયદાકારક છે શું રાત્રે ફળ ખાવુ સ્વાસ્થ્ય માટે લાભકારક છે? રાત્રે સમજી વિચારીને ફળનુ સેવન કરવુ જોઈએ કેટલાંક લોકો મહિના સુધી માત્ર ફ્રૂટ ડાયટ પર રહે છે. જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. પરંતુ તમારે રાત્રે સમજી વિચારીને ફળનુ સેવન કરવુ જોઈએ. આવો જાણીએ રાત્રે ફળ ખાતી વખતે તમારે કઈ બાબતોનુ ધ્યાન રાખવુ જોઈએ. રાત્રે ફળનુ સેવન કરતી વખતે આ બાબતોનુ ધ્યાન રાખો શુગર અથવા થાઈરોડના દર્દીઓએ રાત્રે મીઠા ફળ ના ખાવા જોઈએ. જો તમે રાત્રે તરબૂચ અથવા કોઈ અન્ય પાણીવાળુ ફળ ખાવો છો તો ત્યારબાદ પાણી પીવાથી બચો. રાત્રે ફળ ખાતા પહેલા અને બાદમાં…
દક્ષિણ દિશામાં રહેલો અગસ્ત્ય તારો થશે અસ્ત સૂર્ય અને અગસ્ત્ય તારાના કિરણો પૃથ્વીના દક્ષિણ ભાગમાં પડે છે. અગસ્ત્ય તારો મે મહિના સુધી ઉદય રહે છે. બુધવાર, 25 મેના રોજ સાંજે લગભગ 6 કલાકે અગસ્ત્ય તારો અસ્ત થઈ જશે. દક્ષિણ દિશામાં એક સૌથી ચમકદાર તારો જોવા મળે છે, જેને અગસ્ત્ય તારો (Canopus) કહેવામાં આવે છે. આ તારો જાન્યુઆરીથી એપ્રિલ સુધી દક્ષિણ દિશામાં સરળતાથી જોઈ શકાય છે. આ સમયગાળા દરમિયાન તેની આસપાસ કોઈ અન્ય ચમકીલો તારો હોતો નથી. ભારતના દક્ષિણ ક્ષિતિજ ઉપર જોવા મળતો આ તારો અન્ટાર્કટિકામાં માથા ઉપર જોવા મળે છે. આ તારો પૃથ્વીથી લગભગ 180 પ્રકાશ વર્ષ દૂર છે. એક…
જાફરાબાદના દરિયામાં 50 નોટીકલ માઈલ દૂર ખલાસીનું મોત “માઢવાડ કૃપા” નામની બોટમાં ખલાસીનું મોત નીપજયું ખલાસીને લોખંડનો બોથડ પદાર્થ માથાના ભાગે વાગતા નીપજ્યું મોત અમરેલી જિલ્લાના જાફરાબાદના દરિયામાં 50 નોટીકલ માઈલ દૂર”માઢવાડ કૃપા” નામની બોટમાં ખલાસીને લોખંડનો બોથડ પદાર્થ માથાના ભાગે વાગી જતા મોત નીપજયુ હતું. અમરેલીના જાફરાબાદના ખલાસી જગદીશભાઈ મંગાભાઈ બારૈયા નામના યુવાનને લોખંડ નો પદાર્થ માથાના ભાગે વાગી જવાથી ખુબજ ગંભીર હાલતમાં છે તેવા સમાચાર બોટ માલિક દ્વારા પ્રમુખ શ્રી કનૈયાલાલ સોલંકી ને જાણ કરવામાં આવેલ હતી. પ્રમુખ શ્રી દ્વારા ” કોસ્ટગાર્ડ” તેમજ પીપાવાવ મરીન પોલીસ ને જાણ કરવામાં આવેલ, દરિયામાં લો ટાઈટ ને કારણે કોસ્ટગાર્ડની શીપ દરિયામાં…