Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાનું રાજીનામું આઈ.કે જાડેજા અને બળવંત સિંહનું પણ રાજીનામું લેવાયું હેડ ક્લાર્ક પેપર લીક બાદ રાજીનામાની માંગ કરાઇ હતી ગુજરાત ગૌણ સેવા પસંદગી  મંડળની પરિક્ષાના પેપર લીક બાદથી વિવાદમાં આવેલ અસિત વોરાએ રાજીનામું આપ્યું છે.  ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ GSSSBના ચેરમેન અસિત વોરાના રાજીનામાની ઉગ્ર માંગ ઉઠી હતી. ત્યારે આ પેપરકાંડના બે મહિના બાદ અસિત વોરાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ સાથે જ આઈ.કે જાડેજા અને બળવંત સિંહનું પણ બોર્ડ નિગમમાંથી રાજીનામું લેવામાં આવ્યું છે. અગાઉ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની…

Read More

ભારત રત્ન લતાદીદીની દુનિયાથી વિદાય PM મોદી લતા મંગેશકરની અંતિમ વિદાયમાં જોડાયા 29 દિવસ સુધી લતાદીદી કોરોના અને ન્યૂમોનિયા સામે લડ્યા 6 ફેબ્રુઆરી, 2022ને રવિવારે સવારે બ્રીચ કેન્ડી હોસ્પિટલ ખાતે સ્વર કોકિલા ભારત રત્ન લતા મંગેશકરે અંતિમ શ્વાસ લીધા. ત્યારબાદ તેમનો પાર્થિવ દેહ લગભગ 1-10 વાગ્યે બ્રીચ કેન્ડી હોસ્પિટલથી તેમના પેડર રોડ સ્થિત નિવાસસ્થાન ‘પ્રભુકુંજ’ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં અમિતાભ બચ્ચન, જાવેદ અખ્તર સહિતની હસ્તીઓએ લતાદીદીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. હવે સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે ત્રિરંગામાં લપેટીને લતા મંગેશકરના પાર્થિવ દેહ શિવાજી પાર્ક ખાતે અંતિમ દર્શનાર્થે મુકાયો છે. થોડી વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ લતાદીદીની અંત્યેષ્ટિમાં હાજરી આપવા પહોંચી…

Read More

રોહિત શર્મા ટીમમાં લાવી શકે છે મોટા ફેરફાર અમદાવાદમાં જોવા મળી શકે છે ફેરફાર ખેલાડીઓના ક્રમમાં આવી શકે છે ફેરફાર ટીમ ઈન્ડિયા 6 ફેબ્રુઆરીએ રોહિત શર્માની કેપ્ટન્સીમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમશે. વનડે શ્રેણીની આ પ્રથમ મેચ હશે. અમદાવાદમાં રમાવામાં આવી રહેલી આ મેચ પહેલા કેપ્ટન રોહિતે ખેલાડીઓને ખાસ સંદેશ આપ્યો હતો. ટીમ ઈન્ડિયા અને કોવિડ-19ની વર્તમાન સ્થિતિને જોતા કહ્યું કે, ખેલાડીઓએ હવે કોઈપણ નંબર પર બેટિંગ કરવા માટે તૈયાર રહેવું જોઈએ. રોહિતે કહ્યું કે, ખેલાડીઓએ રમતના ક્રમમાં લચીલાપણુ લાવવુ પડી શકે છે, કારણ કે, કોવિડ -19 યુગમાં, ખેલાડીએ એવા નંબર પર રમવું પડી શકે છે જે તેની પસંદગીના નથી. તેણે…

Read More

સરકારે સ્ટોક મર્યાદાનો અમલ વધાર્યો પામતેલમાં માગ વધતાં ૧૦૦૦ ટનના વેપાર થયા વિશ્વ બજારમાં તેજીનો ચમકારો જોવા મળ્યો મુંબઈ તેલીબિંયા બજારમાં આજે  તેજી આગળ વધી હતી.    તેલ તેલિબિંયાના ભાવ વધતા સરકારે  સ્ટોક મર્યાદાનો અમલ લંબાવી ૩૦મી જૂન સુધી કર્યાના સમાચાર હતા. વિશ્વ બજાર  ઉછળી  હતી. ઉત્પાદક મથકો પણ  મક્કમ હતા.  દરમિયાન, સરકારે  દેશમાં  આયાતકારો માટે  ડોલરના કસ્ટમ  એક્સ.ના  દર રૂ.૭૫.૩૦થી વધારી   રૂ.૭૫.૭૫   કર્યાના  સમાચાર હતા.    આના પગલે   દેશમાં  આયાત થતાં વિવિધ ખાદ્યતેલોની ઈફેકટીવ  ઈમ્પોર્ટ   ડયુટીમાં વૃદ્ધી  થયાનું   બજારના  જાણકારોએ જણાવ્યું   હતું. આવી અસરકારક આયાત જકાત  ક્રૂડ પામ ઓઈલમાં  ટનના  રૂ.૪૯થી  ૫૦ વધી  છે જ્યારે   પામોલીનની  રૂ.૮૫થી ૮૬  તથા સોયાતેલની  રૂ.૩૫થી…

Read More

ચોખાનું પાણી લગાવો વાળમાં ત્વચા અને વાળ માટે ચોખાનું પાણી છે ગણકારી ચોખાનું પાણી બનાવવાની રીત જાણો ગ્લોઈંગ સ્કિન અને સુંદર વાળ મેળવવા માટે ઘરગથ્થુ ઉપચાર એ શ્રેષ્ઠ અને સૌથી વ્યાજબી રીત છે. તમે ઘણા પ્રકારના ઘરેલું ઉપચાર અજમાવી શકો છો, પછી તે હળદરનો ફેસ પેક હોય કે નારિયેળ તેલની મસાજ. આ વસ્તુઓ રસોડામાં સરળતાથી ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે તમે આ ઘરેલું ઉપચાર અજમાવી શકો છો. હળદર અને નારિયેળ સિવાય ચોખાના પાણીનો ઉપયોગ ત્વચા અને વાળ માટે કરી શકાય છે. ચોખા અને ચોખાનું પાણી ત્વચાને સુધારવામાં, ત્વચાને ચમકદાર બનાવવામાં અને વૃદ્ધાવસ્થાના સંકેતોને રોકવામાં…

Read More

સોમવારથી ધોરણ 1થી 9નું ઓફલાઈન શિક્ષણ શરૂ કોરોનાના કેસમાં ઘટાડો થતાં નિર્ણય લીધો સ્કૂલો શરૂ કરવાનાં નિર્ણયમાં ઉતાવળઃ વાલી મંડળ રાજ્ય સરકારે સોમવારથી સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પરામર્શ અને કોર ગ્રુપમાં ચર્ચા કર્યા બાદ તેમની સૂચના પ્રમાણે કોરોનાના કેસો રાજ્યમાં ઓછા થતાં અને વિદ્યાર્થીના અભ્યાસમાં મુશ્કેલી ન થાય તે હેતુથી સોમવાર 7મી ફેબ્રુઆરીથી જૂની SOP (કોરોનાની ગાઈડલાઇન) પ્રમાણે ધોરણ 1થી 9નું ઓનલાઇન અને ઓફલાઇન શિક્ષણકાર્ય વાલીઓની સંમતિ સાથે શરૂ કરવામાં આવશે. 7મી જાન્યુઆરીથી ઓફલાઈન શિક્ષણકાર્ય બંધ કરાયું હતું. રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કોર કમિટીના આ નિર્ણયની ભૂમિકા આપતા જણાવ્યું…

Read More

વન-શૉટ કોરોના વેક્સિનને અપાઈ મંજૂરી રશિયાની સ્પુતનિક લાઇટને આપી મંજૂરી DCGI કમિટીએ આપી વધુ એક વેક્સિનને મંજૂરી ભારત સહિત વિશ્વ આખામાં હજુ પણ કોરોના વાયરસ મહામારી ખતમ થવાનું નામ નથી લઈ રહી. દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેર ચાલી રહી છે અને લાખોની સંખ્યામાં કેસ સામે આવતા લોકો પણ ત્રાસી ગયા છે. બીજી તરફ કોરોના વાયરસ સામે 15થી 18 વર્ષના લોકોના વેક્સિનેશનમાં તેજી લાવવામાં આવી છે ત્યારે ભારતમાં નેઝલ વેક્સિન બાદ હવે સ્પુટનીકની વધુ એક વેક્સિન પણ થોડા સમયમાં જોવા મળશે. વેક્સિનને મંજૂરી આપી દેવામાં આવી છે. ભારતમાં કોરોના કેસ ખૂબ જ ચિંતાજનક સ્થિતિમાં છે, મહામારીને એકમાત્ર રસ્તો એ છે કે…

Read More

જમ્મુ-કાશ્મીરમાં TRFના બે આંતકીઓ ઠાર જમ્મુ-કાશ્મીર પોલીસે મળી વધુ એક સફળતા આતંકીઓ પાસેથી મળી બે પિસ્તોલ TRF militants dead જમ્મુ કાશ્મીરના શ્રીનગર ઝકુરા વિસ્તારમાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલ એન્કાઉન્ટરમાં લશ્કરી-એ-તૈયબા/TRFના બે આતંકી માર્યા ગયા છે. હાલ એન્કાઉન્ટર જારી છે. માર્યા ગયેલ આતંકવાદીમાંથી એકની ઓળખ ઇકખાલ હાઝમના રૂપમાં થઇ છે. તે અનંતનાગના હ્સનપોરામાં હાલમાં થયેલ કોસ્ટેબલ અલી મોહમ્મદ ગણી હત્યામાં સામેલ હતો. જણાવી દઈએ કે બે પિસ્તોલ સહીત આપત્તીજનક સામગ્રી જપ્ત કરવામાં આવી છે. IGP કાશ્મીરે આ અંગે જાણકારી આપી. જમ્મુ અને કાશ્મીર પોલીસના 53 વર્ષીય હેડ કોન્સ્ટેબલને ગયા અઠવાડિયે અનંતનાગના હસનપોરા બિજભેરા વિસ્તારમાં તેમના ઘરની નજીક સાંજે 5.35 વાગ્યે…

Read More

આજે માં સરસ્વતીની પુજા કરવાનું અનેરું મહત્વ પાંચમ તિથિએ બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હતી સરસ્વતીના જન્મ સાથે જ પૃથ્વી પર જ્ઞાનની શરૂઆત થઈ આજે વસંતપંચમી છે. આ દિવસે સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. પુરાણો પ્રમાણે, મહા મહિનાની પાંચમ તિથિએ બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હતી, પરંતુ એ સર્જનમાં જ્ઞાનનો અભાવ હતો. સરસ્વતીના જન્મ સાથે જ પૃથ્વી પર જ્ઞાનની શરૂઆત થઈ. જે દિવસે સરસ્વતી પ્રગટ થયા એ દિવસે વસંતપંચમી હતી, તેથી જ આ દિવસ જ્ઞાન એટલે નોલેજનો ઉત્સવ છે. સરસ્વતીની પૂજા એ માત્ર પરંપરા નથી, જીવનને સાચી દિશામાં લઈ જવાની શરૂઆત છે, કારણ કે જ્ઞાન વિના જીવનનો કોઈ અર્થ નથી. આ તહેવાર…

Read More

એન્ડ્રોઇડ મોબાઈલમાં જાગ્યો ફરી વાયરસ BRATA નામનો વાયરસનો ફરી થયો હુમલો આ વાયરસથી થાય છે બેંકિંગ ફ્રોડ છેલ્લા કેટલાક સમયથી, BRATA નામનું બેંકિંગ ફ્રોડ ટ્રોજન એન્ડ્રોઇડ વપરાશકર્તાઓને નિશાન બનાવી રહ્યું છે અને તેમના ફોન ડેટા અને બેંક વિગતોની ચોરી કરી રહ્યું છે. સાયબર સિક્યોરિટી ફર્મ ક્લેફીના નવા સિક્યોરિટી રિસર્ચ રિપોર્ટ અનુસાર, આ માલવેરનું નવું વેરિઅન્ટ ગયા વર્ષે ડિસેમ્બરથી ફરતું થઈ રહ્યું છે. તે તમારા સ્માર્ટફોનને ફેક્ટરી રીસેટ કરીને તમામ ડેટાને સાફ કરે છે. જ્યારે આ વાયરસની પહેલીવાર ખબર પડી ત્યારે જોવામાં આવ્યું કે આ વાયરસ વેબસાઇટ્સ, ગૂગલ પ્લે અને એન્ડ્રોઇડ ડિવાઇસ પર થર્ડ પાર્ટી એપ્સ દ્વારા કામ કરે છે. બાદમાં…

Read More