What's Hot
- OnePlus 13, OnePlus 13Rની ધમાકેદાર એન્ટ્રી, લોન્ચ થયા જોરદાર સ્માર્ટફોન
- વોડાફોન આઈડિયાએ યુઝર્સને આપ્યો મોટો ઝટકો, ચુપચાપ આ પ્લાનની કિંમતમાં વધારો કર્યો
- ઈંગ્લેન્ડમાં હંગામા વચ્ચે ECBએ લીધો મોટો નિર્ણય, ચેમ્પિયન્સ ટ્રોફીમાં કરશે આ કામ
- ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા રવાના થઈ આ ભારતીય ટીમ, ટૂર્નામેન્ટમાં આ 3 ટીમો સામે રમાશે મેચ
- આ તેલ વાળનો ગ્રોથ વધારવામાં અસરકારક છે, આ રીતે ઉપયોગ કરશો તો થોડા દિવસોમાં તમારા વાળ જાડા અને લાંબા થઈ જશે.
- MPમાં થયું ડિજિટલ અરેસ્ટના લીધે પહેલું મોત, ગાઠીયાઓની ધમકીથી ડરી ગયેલી મહિલા શિક્ષકે ગટગટાવ્યું ઝેર
- તિબેટમાં ભૂકંપના કારણે તબાહી, આધ્યાત્મિક નેતા દલાઈ લામાએ વ્યક્ત કર્યું દુઃખ, જાણો શું કહ્યું
- PM મોદી 8-9 જાન્યુઆરીએ આંધ્રપ્રદેશ અને ઓડિશાની મુલાકાત લેશે, ₹2 લાખ કરોડથી વધુની ભેટ આપશે
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
ગુજરાતમાં હતા ત્યારે કેન્દ્રએ અત્યાચાર કર્યો હોવાનો મોદીનો આક્ષેપ પરિવારવાદ ડેમોક્રેસી માટે સૌથી મોટો ખતરો છે: મોદી મોદીએ વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના સંબોધનનો જવાબ આપ્યો હતો. મોદીના નિશાના પર કોંગ્રેસ રહી હતી.. મોદીએ કટાક્ષ કરતાં કહ્યું હતું કે જેમણે દેશમાં ઈમર્જન્સી લગાવી હતી તેઓ લોકશાહીની ચર્ચા કરી રહ્યા છે. ઇમર્જન્સીમાં લોકશાહીનું ગળું દબાવવામાં આવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું, ‘જો કોંગ્રેસ ન હોત તો દેશ ઇમર્જન્સીથી કલંકિત ન થયો હોત. કોંગ્રેસ ન હોત તો જ્ઞાતિવાદનું અંતર ન હોત. જો કોંગ્રેસ ન હોત તો શીખોનો નરસંહાર થયો ન હોત. મોદીએ પરિવારવાદના મુદ્દે પણ…
UP વિધાનસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યો ઢંઢેરો આગામી પાંચ વર્ષમાં આટલા કામો કરી બતાવશે ચૂંટણી ઢંઢેરોમાં જાતિઓને સાધવાની પણ કોશિશ ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ આજે પોતાનો મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે. ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરાને લોકકલ્યાણ સંકલ્પ પત્ર 2022 નામ આપ્યું છે. પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સીએમ યોગીની સાથે આ મેનિફેસ્ટો જાહેર કર્યો છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં ઉત્તર પ્રદેશનો દરેક ક્ષેત્રમાં વિકાસ થયો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ગુનેગારોને આજે રાજકારણમાં કોઈ સ્થાન નથી. સીએમ યોગીએ ગુનામુક્ત બનાવવાનું કામ કર્યું છે. સીએમ યોગીએ પ્રશાસનનું…
કોરોના સહાયને લઈ હાઇકોર્ટ સરકાર પર ખફા સરકારી આંક અને સહાયના આંક વિસંગતતા કોરોના મૃકતો 10 હજાર જ્યારે સહાય માટે 1 લાખ અરજી વૈશ્વિક મહામારી સામે આખી દુનિયા ઝઝૂમી રહી છે. જેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોનાથી મોતનો સરકારી આંક 10 હજાર બતાવ્યો છે. જોકે, વિરોધ પક્ષોએ આ આંકડાઓને ખોટા ગણાવીને કહ્યું કે ગુજરાતમાં કોરોનાને કારણે 2 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. સરકાર અને વિપક્ષની પરસ્પર આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે રાજ્યમાં લગભગ 1 લાખ પરિવારોએ વળતરનો દાવો કર્યો છે. પરિવારજનોનું કહેવું છે કે તેમના સંબંધીનો કોરોનાને કારણે જીવ ગયો છે. સરકાર આ વાત સ્વીકારવા તૈયાર નથી. આ એક મોટો…
સપનામાં સફેદ વસ્તુ આવવાથી થાય છે ફાયદો બેસુમાર ધન-દોલતના માલિક બની જશો ઊંઘમાં સંપનાની પાછળ એક જૂનું વિજ્ઞાન ઊંઘમાં સંપનાની પાછળ એક જૂનું વિજ્ઞાન છે તો એમાં આપણો જ્યોતિષ મતલબ પણ છે. આ સપના ભવિષ્યમાં થવા વાળી સારી ખરાબ ઘટનાઓના સંકેત આપે છે. સપના આને એના મતલબોની વ્યાખ્યા કરતા આખું સ્વપ્ન શાસ્ત્ર લખાયેલ છે. આજે અમે એવા શુભ સપનાઓ અંગે જણાવીએ છે જેમાં દેખાવા વાળી વસ્તુ સફેદ રંગનો હોય છે અને કિસ્મત ચમકાવી દે છે. સપનામાં આ સફેદ વસ્તુ દેખાવી અપાર ધન દોલતના માલિક બનાવી દે છે. સપનામાં સફેદ સિંહ કે વાઘ જોવો ખૂબ જ શુભ હોય છે. આવું થવાથી…
વોટ્સએપ ચેટ લીક થતાં બચાવવાની ટ્રીક આ ટ્રીક અને સુરક્ષિત રાખો તમારું એકાઉન્ટ શંકાસ્પદ અને અજાણી લિંક પર ક્લિક કરવાનું ટાળો જેમ–જેમ વોટ્સએપના યૂઝર્સ અને ફીચર્સ વધી રહ્યા છે તેમ-તેમ આ પ્લેટફોર્મ પર ફ્રોડ અને સાયબર એટેકના કિસ્સા પણ વધી રહ્યા છે. આ સિવાય તમારા સર્કલના લોકો તમારા વોટ્સએપથી ઘણી મહત્વની ચેટ કે ડોક્યુમેન્ટ્સ પણ ચોરી શકે છે. આવી સ્થિતિમાં, તમારે સજાગ રહેવાની સાથે વોટ્સએપને સુરક્ષિત રાખવાની જરૂર છે. અહીં અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે તમારા વોટ્સએપને હેક થવાથી બચાવી શકો છો. તમારા વોટ્સએપને સુરક્ષિત રાખવા માટેનું પહેલું પગલું એ છે કે તેના સ્ક્રીનને લોક ચાલુ રાખવું. આ…
બલેનો ફેસલિફ્ટનું બુકિંગ શરૂ એડવાન્સ્ડ ફીચર્સથી સજ્જ છે બલેનો કાર ₹11 હજારમાં બુક કરી શકાશે મારુતિ સુઝુકીની મોસ્ટ અવેટેડ કાર મારુતિ સુઝુકી બલેનોનું બુકિંગ શરૂ થઈ ગયું છે. ઇન્ડિયન માર્કેટમાં ખૂબ જ પોપ્યુલારિટી અને સક્સેસ મેળવ્યા બાદ કંપની માર્કેટમાં નવી અપડેટેડ બલેનોનું ફેસલિફ્ટ મોડેલ લાવી રહી છે. આ કારને 11 હજાર રૂપિયામાં નેક્સા આઉટલેટ્સ અને વેબસાઈટ પરથી બુક કરી શકાશે. કંપનીએ હજી સુધી આ કારની કિંમતનો ખુલાસો કર્યો નથી. મારુતિ સુઝુકી આ મહિને તેની સૌથી વધુ વેચાતી પ્રીમિયમ હેચબેક બલેનોનું ફેસલિફ્ટ મોડેલ લોન્ચ કરવા જઈ રહી છે. આ કારની ટીઝર ઈમેજ ઈન્ટરનેટ પર લીક થઈ છે, જેમાં લખ્યું છે કે,…
આઈપીએલમાં અમદાવાદની ટીમનું નામકરણ ‘અમદાવાદ ટાઈટન્સ’ તરીકે ઓળખાશે ટીમ ટીમના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાને પસંદ કરાયો IPL 2022માં લખનઉ પછી અમદાવાદ ફ્રેન્ચાઈઝીએ પોતાની ટીમનું નામ જાહેર કરી દીધું છે. આ ફ્રેન્ચાઈઝી ‘અમદાવાદ ટાઈટન્સ’ તરીકે ઓળખાશે. અમદાવાદે પોતાની ટીમના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાને પસંદ કર્યો છે, જ્યારે શુભમન ગિલ અને રાશિદ ખાન પણ ટીમના ખાસ ખેલાડી રહેશે. વળી, કોચિંગ સ્ટાફની વાત કરીએ તો આશિષ નેહરા અને ગેરી કસ્ટર્નને પણ આ ટીમમાં સામેલ કરાયા છે. IPL 2022ની હરાજી 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં થવા જઈ રહી છે. આ વખતે આઈપીએલના ઈતિહાસની સૌથી મોટી હરાજી થવા જઈ રહી છે, જેમાં 10 ટીમ ભાગ…
ડેરા સચ્ચા સૌદાના ગુરમીત રામ રહીમને 21 દિવસની પેરોલ પંજાબમાં વોટિંગના 13 દિવસ પહેલા મળ્યા પેરોલ દુષ્કર્મ અને હત્યા કેસમાં સજા કાપે છે ગુરમીત રામ રહીમ દુષ્કર્મ અને હત્યા કેસમાં સજા કાપનાર ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામરહીમની 21 દિવસની પેરોલ મંજૂર કરવામાં આવી છે. ગુરમીત હરિયાણાની રોહતક જેલમાં બંધ છે. તેને પંજાબમાં ચૂંટણીના 13 દિવસ પહેલાં જ પેરોલ આપવામાં આવી છે. પંજાબના 23 જિલ્લામાં 300 મોટા ડેરા છે, જેની સીધી અસર એ વિસ્તારની રાજનીતિ પર છે. આ ડેરા પંજાબના માઝા, માલવા અને દોઆબા વિસ્તારમાં આવેલા છે. ડેરા સચ્ચા સૌદા હરિયાણાના સિરસા જિલ્લામાં આવેલું છે. એની પંજાબની માલવા વિસ્તારની અંદાજે…
ઓવૈસીના કાફલા પર થયેલા હુમલા પર અમિત શાહનું નિવેદન ઓવૈસીનો હાપુડમાં કોઈ કાર્યક્રમ હતો: અમિત શાહ ઓવૈસીને વિનંતી કરે છે કે સરકારે આપેલ સુરક્ષા સ્વીકારે:અમિત શાહ અસદુદ્દીન ઓવૈસીના કાફલા પર થયેલા હુમલા પર ગૃહમંત્રી અમિત શાહે સોમવારે રાજ્યસભામાં મંત્રાલય વતી નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ન તો ઓવૈસીનો હાપુડમાં કોઈ કાર્યક્રમ હતો અને ન તો પ્રશાસનને તે માર્ગ પરથી તેમના પ્રસ્થાન વિશે જાણ કરવામાં આવી હતી. અંતમાં અમિત શાહે કહ્યું કે તેઓ ઓવૈસીને વિનંતી કરે છે કે સરકાર દ્વારા આપવામાં આવેલી સુરક્ષા લેવામાં આવે. ઓવૈસી પરના હુમલા પર બોલતા શાહે કહ્યું કે, 3 ફેબ્રુઆરી, 2022ના રોજ સાંજે 5.30 વાગ્યે…
રાજકોટ પોલીસના તોડની એક ડઝનથી વધુ ફરિયાદો ખુલશે ધારાસભ્ય ગોવિંદ પટેલ ગૃહમંત્રી સામે ફરિયાદો રજૂ કરશે પોલીસના અન્ય કૌભાંડો પુરાવા સાથે રજૂ કરી ધારાસભ્ય ધડાકા કરશે કહેવત છે ને કે, રક્ષક જ જ્યારે ભક્ષક બને ત્યારે પ્રજાની સ્થિતિ ખરાબ થાય છે. કઈક આવીજ સ્થિતિ હાલ રાજકોટમાં નિર્માણ થવા પામી છે. રાજકોટના ભાજપી ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજકોટના પોલીસ કમિશ્નરે પૈસાનો તોડ કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ગોવિદ પટેલ દ્વારા આક્ષેપ કરતાની સાથેજ ગુજરાતમાં હડકંપ મચી ગયો છે. રાજકોટ પોલીસ કમિશનરે આરોપી પાસેથી રકમ વસૂલાય તેમાંથી 30 ટકા કમિશન માગ્યું હતું અને ક્રાઇમ બ્રાંચના પીએસઆઇએ રૂ.75 લાખ વસૂલ્યાનો આક્ષેપ કરી રાજ્યભરમાં…