What's Hot
- તમારા નામે કેટલા સિમ એક્ટિવ છે? આ રીતે તપાસો, 9 થી વધુ નંબર રાખવા પર થઇ શકે છે ભારે દંડ
- શાહરૂખ ખાનથી લઈને આમિર ખાન સુધી આ 5 સુપરસ્ટારનો ચાલશે જલવો, એકલા આ અભિનેતાની આવશે 5 ફિલ્મો
- ઓસ્ટ્રેલિયાની ટીમે એશિઝ સિરીઝ માટે કરી ટીમની જાહેરાત, આ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
- ઋષભ પંતના આઉટ થયા બાદ ગુસ્સે થયા સુનીલ ગાવસ્કર, ગુસ્સામાં કહી આવી વાત
- સચિન તેંડુલકરને આ મોટું સન્માન મળ્યું, બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે કરાઈ જાહેરાત
- હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા વચ્ચે સેંકડો પ્રવાસીઓ ફસાયા, અટલ ટનલ પર લાંબો જામ
- પૂર્વ પીએમ મનમોહન સિંહના નિધન પર પાકિસ્તાનનું આ ગામ શોકમગ્ન, જાણો શું છે સબંધ
- મનમોહન સિંહના સ્મારક પર ઉભો થયો વિવાદ, ભાજપે આવું કહી વિપક્ષ પર કર્યા જોરદાર પ્રહારો
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
સુરતમાં લક્ઝરી બસમાં લાગી આગ બસમાં સવાર મહિલા જીવતી સળગી ગઈ શોર્ટ સર્કિટને કારણે અચાનક આગ લાગી ગુજરાતની ડાયમંડ નગરી એવા સુરત શહેરમાં કપોદ્રા વિસ્તારમાં ખાનગી બસમાં ભીષણ આગ લાગી છે. સુરતના હિરા બાગ સર્કલથી ભાવનગર તરફ જઈ રહેલી એક ખાનગી બસમાં મંગળવારે રાતે અચાનક આગ લાગી હતી. જેના કારણે થોડી જ વારમાં આખી બસ ભડભડ સળગી ઊઠી હતી. આ વિકરાળ આગમાં એક મહિલાનું મૃત્યું નીપજ્યું છે. આ દૂર્ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને રેસ્ક્યૂ હાથ ધર્યું હતું. પ્રાથમિક અનુમાન પ્રમાણે, ખાનગી બસમાં શોર્ટ સર્કિટને કારણે એસીમાં બ્લાસ્ટ થવાથી આ વિકરાળ આગ ભભૂકી હતી. સુરતના…
તમામ ઇન્ટરનેશનલ ફ્લાઇટ પર મુકાયો પ્રતિબંધ 28 ફેબ્રુઆરી સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો કોરોનાના વધતા કેસ વચ્ચે લેવાયો નિર્ણય દેશમાં જીવલેણ કોરોના વાયરસના વધતા જતા કેસ વચ્ચે કોમર્શિયલ પેસેન્જર સર્વિસ નું સસ્પેન્શન 28 ફેબ્રુઆરી 2022 સુધી લંબાવવામાં આવ્યું છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ પરિપત્રમાં સ્પષ્ટતા કરી છે કે ફ્લાઈટ્સ સસ્પેન્ડ કરવાની અસર કાર્ગો અને DGCA માન્ય ફ્લાઈટ્સ પર પડશે નહીં. આ અગાઉ, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન એ 31 જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવાઓ સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. કોવિડ-19 મહામારીને કારણે 23 માર્ચ 2020થી ભારતમાં આવતી જતી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ છે. જો કે, છેલ્લા જુલાઈ 2020 થી, લગભગ…
મુલાયમ સિંહ યાદવની નાની પુત્રવધુએ કમળ પકડ્યું ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે આવકારી અપર્ણા યાદવે કહ્યું: ‘હું હંમેશા PM મોદીથી પ્રભાવિત રહી છું” આખરે સમાજવાદી પાર્ટીના વડા મુલાયમ સિંહ યાદવની નાની વહુ અપર્ણા યાદવ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગઈ છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે તેમને ભાજપમાં સામેલ કર્યા છે. આ પ્રસંગે ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય પણ હાજર રહ્યાં હતાં. ભાજપમાં જોડાયા બાદ અપર્ણા યાદવે કહ્યું કે, ‘હું હંમેશા PM મોદીથી પ્રભાવિત રહી છું. મારા માટે રાષ્ટ્ર પ્રથમ છે. હું હવે રાષ્ટ્રની આરાધના કરવા બહાર આવી છું. જેમાં હું દરેકનો સહયોગ ઈચ્છું છું.’ તમને જણાવી દઇએ…
અમદાવાદ રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ ટિકિટ થઈ મોંઘી કોરોના કેસ વધતા ટ્રાફિક ઘટાડવા લેવાયો નિર્ણય પ્લેટફોર્મ ટિકિટના 10ના બદલે 30 રૂપિયા કરાયા કોરોનાના કેસમાં વધારો થતાં અમદાવાદ રેલવે દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. હવેથી તમે રેલવે પ્લેટફોર્મ પર જાવ ત્યારે ખાસ ધ્યાન રાખજો કે પ્લેટફોર્મ ટિકિટ લેવા માટે હવે 10ને બદલે 30 રૂપિયા ચૂકવવા પડશે. તમને જણાવી દઈએ કે અગાઉ વડોદરામાં ભાવવધારો કરાયો હતો. અમદાવાદમાં રેલવે પ્લેટફોર્મની ટિકિટની કિંમતમાં વધારો થતાં હવે ટીકીટ લેવા 10ને બદલે 30 રૂપિયા ચૂકવવા પડશે. કોરોનાના કેસ વધતા લોકોની ભીડ ભેગી ન થાય તેના માટે રેલવે તંત્રએ આ નિર્ણય લીધો છે. કોરોનાના કેસમાં ઘટાડો થયા બાદ…
ચૂંટણી પૂર્વે સરકાર ખેડૂતોને બજેટમાં રાજી કરશે!! ખાતર સબસિડીમાં વધારાનું આયોજન 5 રાજ્યોની ચૂંટણી પૂર્વે 2022નું બજેટ કરશે જાહેર આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીનેે કેન્દ્ર સરકાર 2022ના કેન્દ્રીય બજેટમાં ખેડૂતોને લગભગ 19 અબજ ડોલર અથવા તો 1.4 લાખ કરોડ રૃપિયાની સબસિડી આપવાનું આયોજન ધરાવે છે, એમ આ અંગે જાણકારી ધરાવનારી વ્યક્તિએ જણાવ્યું હતું. નાણા મંત્રાલયે પહેલી ફેબુ્રઆરી 2021ના રોજ રજૂ થનારા બજેટમાં પહેલેથી જ ખાતર સબસિડી પેટે 1.4 લાખ કરોડની રકમ ફાળવવાની તૈયારી રાખી છે. ગયા વર્ષે આ રકમ 1.3 લાખ કરોડ રૃપિયા હતી. આ વર્ષે ખર્ચમાં વધારો થવાનું કારણ કાચા માલનો ઊંચો ખર્ચ છે, એમ વ્યક્તિએ ઓળખ ન આપવાની શરતે…
આમ આદમી પાર્ટીએ પંજાબના સીએમ ઉમેદવાર કર્યા જાહેર ભગવંત માન AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર પબ્લિક વોટિંગમાં 21માંથી 15 લાખ લોકોએ તેમને ચૂંટ્યા: કેજરીવાલ પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP)એ ભગવંત માનને પોતાના મુખ્યમંત્રીપદના ઉમેદવાર બનાવ્યા છે. સાંસદ ભગવંત માનનું નામ પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના સીએમ પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે મોહાલીમાં આ જાહેરાત કરી હતી. આ દરમિયાન ભગવંત માનની માતા હરપાલ કૌર પણ હાજર રહ્યાં હતાં. આ તરફ કેજરીવાલની જાહેરાત પહેલાં જ સમગ્ર શહેરમાં ભગવંત માનનાં પોસ્ટર લગાવી દેવામાં આવ્યાં હતાં. AAP દ્વારા પંજાબમાં પાર્ટીના મુખ્યમંત્રી પદનો ચહેરો પસંદ કરવા માટે…
વિક્રમ સંવત 2078 સાકૅ ૧૯૪૩ વીર સવંત 2548પોસ સુદ શુક્લ પક્ષ. તિથિ તેરસ શનીવાર તારીખ 15.1.2022 દૈનિક પંચાંગ આજે સૂર્ય ઉદય 7 અને 23 મીનીટે, આજે સૂર્ય અસ્ત સાંજે 18.08 આજની રાશી વૃષભ. અક્ષર બ.વ. ઉ. આજનું નક્ષત્ર. મૃગશીર્ષ આજનો યોગ. બ્રહ્મ આજે કરણ કોલવ આજે અભિજીત વિજય મુહૂર્ત 12:15થી 12:52 આજે રાહુકાળ બપોરે 3:05થી 4:30 આજે સ્થિર યોગ શનિ પ્રદોષ અને રવિયોગ છે.. આ મહિનો મકરસંક્રાંતિએટલે કે સૂર્ય મકર રાશિમાં છે ધનારક કમુરતા પૂરાથયા છે દૈનિક રાશિ ભવિષ્ય મેષ રાશિ. સ્વામી મંગળ. અક્ષર અ.લ.ઈ. આજે મંગળ. તુલા રાશિનો માર્ગી હોવાથી જમીન મકાન દુકાન ખરીદવાના યોગ બને છે અણધાર્યા…
કોરોના સામે પાણી પહેલા પાળ બાંધતી સરકાર સરકારે કોરોના સારવાર માટે તૈયારી કરી દવા, ઇન્જેક્શનના એડવાન્સ ઓર્ડર આપી દેવાયા રાજ્યમાં કોરોના સંક્રમણનો ગ્રાફ જોતાં આગામી થોડા દિવસોમાં જ વિસ્ફોટક સ્થિતિ સર્જાય તેવા એંધાણ છે. ત્યારે કોરોના દર્દીઓની સારવાર માટેની દવાઓ, ઇન્જેક્શનો અને સાધનોની યુદ્ધના ધોરણે ખરીદીના આદેશ રાજ્ય સરકારે આપ્યા છે. મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશીની અધ્યક્ષતામાં નવી ખાસ ખરીદ સમિતિ બનાવી છે. અગાઉની સમિતિને વિખેરીને નવી સમિતિની રચના કરાઈ છે. આ સમિતિ કોરોના નિયંત્રણ અને સારવાર માટે જરૂરી કોઇપણ પ્રકારના સાધનો, દવાઓ અને માનવબળ સહિતની સેવાઓ તાત્કાલિક અસરથી ખરીદ કરી શકે તેવી સત્તા આપી છે. સરકારમાં ખરીદી માટેની…
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષે યોજાવાની છે. જૂની સરકાર બદલાઈ અને નવી સરકારને ચારેક મહિના જેટલો સમય થયો છે. હવે આ સરકાર પાસે વધુ સમય નથી અને એટલે જ ચૂંટણીને લક્ષમાં રાખીને ભાજપ પ્રમુખ સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે સાંજે મંત્રીઓની તાબડતોબ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પાટીલે તમામ મંત્રીઓને પોતાના વિભાગના કામ ઝડપથી પૂર્ણ કરવાનું જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠક માટેનો આદેશ બુધવારે બપોરે જ આપવામાં આવ્યો હતો અને દરેક મંત્રીને પોતાના વિભાગના અત્યાર સુધીના થયેલાં કામો અને નજીકના ભવિષ્યમાં જે કાર્યો થઇ શકે તેની બ્લૂપ્રિન્ટ લઇને આવવા જણાવાયું હતું. આ દરમિયાન પાટીલે કહ્યું…
અનુષ્કા શર્મા-વિરાટ કોહલીએ દીકરીનો જન્મદિવસ સાઉથ આફ્રિકામાં સેલિબ્રેટ કર્યો વામિકાની બર્થડે પાર્ટીની તસવીરો સામે આવી અનુષ્કા-વિરાટની દીકરી 11 જાન્યુઆરીના રોજ એક વર્ષની થઈ અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલીની દીકરી વામિકા 11 જાન્યુઆરીના રોજ એક વર્ષની થઈ. હાલમાં વિરાટ કોહલી ટેસ્ટ મેચ તથા વન-ડે સિરીઝ માટે સાઉથ આફ્રિકામાં છે. વિરાટ કોહલીની સાથે દીકરી તથા અનુષ્કા પણ ગયાં છે. વિરાટ તથા અનુષ્કાએ સાઉથ આફ્રિકામાં દીકરીનો પહેલો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. અનુષ્કાએ સોશિયલ મીડિયામાં જન્મદિવસની કેટલીક તસવીરો શૅર કરી હતી. અનુષ્કા એક તસવીરમાં દીકરી વામિકા સાથે જોવા મળી હતી. અનુષ્કા તથા વામિકાએ મેચિંગ કર્યું હતું અને વ્હાઇટ કપડાં પહેર્યાં હતાં. વામિકાનો ચહેરો દેખાતો…