What's Hot
- ફટફટ બનાવો છે સવારે નાસ્તો, આ સેન્ડવીચ મિનિટોમાં બની જશે, એકદમ સરળ રેસીપી
- ચહેરાની ખોવાયેલી ચમક પાછી આવશે, બીટરૂટમાં આ બે વસ્તુઓ મિક્સ કરીને ઉપયોગ કરો.
- સ્ટીવ સ્મિથ ચુક્યો કમાલ દેખાડવાથી, તો પણ ઇતિહાસ રચ્યો, ડોન બ્રેડમેન પણ આ કરી શક્યા નહીં
- ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર, આ ધાકડ ખેલાડીએ મેચની વચ્ચે જ સ્ટેડિયમ છોડી દીધું
- સિડની ટેસ્ટ વચ્ચે બદલાયો કેપ્ટન, કોહલીને મળી ટીમ ઈન્ડિયાની કમાન, જાણો કારણ
- કાસગંજમાં તિરંગા યાત્રા દરમિયાન ચંદન ગુપ્તાની હત્યા કરનારા તમામ 28 ગુનેગારોને આજીવન કેદની સજા.
- એક મહિલાની જાતીય સતામણી કરવા બદલ DSP વિરુદ્ધ લીધા આવા પગલાં
- ‘કિસાન મહાપંચાયત’ માટે જગજીત સિંહ દલ્લેવાલે ખેડૂતોને કરી આવી અપીલ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
બાળકોને ZyCoV-D ને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી કોરોનાથી બચવા માટે, બાળકોમાં સ્વચ્છતાનું સંપૂર્ણ ધ્યાન રાખો બાળકો આ નવા XE વેરિયન્ટનો શિકાર બની રહ્યા છે કોરોનાની નવી લહેરની આશંકા વચ્ચે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે 6 થી 12 વર્ષના બાળકોને કોરોના સામે રસી આપવામાં આવશે. ભારતના ડ્રગ કંટ્રોલર જનરલે 6 થી 12 વર્ષની વયના બાળકોને કોવેક્સિન આપવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે કોરોનાની બાકીની લહેરમાં બાળકો પર બહુ ગંભીર અસર થઇ નહતી, પરંતુ આ વખતે બાળકો આ નવા XE વેરિયન્ટનો શિકાર બની રહ્યા છે. ખાસ કરીને શાળા ખુલ્યા બાદ આ કેસોમાં વધારો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.…
ભિંડાનું પાણી શરીરમાં શુગર લેવલ કંટ્રોલ રાખે છે શરીર માટે ફાયદાકારક છે ભીંડામાં ફાઈબરનો સ્ત્રોત રહેલો છે ઉનાળો ચાલી રહ્યો છે અને આ સીઝનમાં લોકો એવી વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે, જેમાં પાણી ભરપૂર માત્રામાં હોય અને શરીર માટે જરૂરી પોષકતત્વો મળી રહે. ઉનાળામાં મળતા ભીંડામાં આવા જ ગુણકારી તત્વો મળે છે. શું તમે જાણો છો કે ભીંડાનું પાણી આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. એક્પર્ટસ કહે છે કે ભીંડાનું પાણી શરીરમાં બ્લડ શુગર મેનેજમેન્ટનું કામ કરે છે. જેમાં ફાઈબર,વિટામિન b6 અને ફોલેટ ભરપૂર માત્રામાં હોય છે.આ વિટામિન હોમોસિસ્ટાઇન લેવલ ઘટાડે છે, જે શરીરમાં ડાયાબિટીસનું એક મુખ્ય કારણ માનવામાં આવે છે.…
1લી મેએ અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છોટુ વસાવા સાથે મુલાકાત કરી ‘આદિવાસી સંકલ્પ મહાસંમેલન’ને સંબોધશે AAP અને BTP સાથે ચૂંટણી લડશે ગુજરાતમાં વિધાનસભા ચુંટણીના ભણકારા વાગી રહ્યાં છે, ત્યારે આગામી ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી અને બીટીપી વચ્ચે ગઠબંધન થવા જઈ રહ્યું છે. બંને પક્ષો આગામી વિધાનસભાની ચૂંટણી સાથે લડશે. જેને લઈને આજે બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવા અમદાવાદમાં આપના કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે તથા ગોપાલ ઈટાલિયા અને મહેશ વસાવાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. આ સાથે જ તેમણે આગામી ચૂંટણીમાં બીટીપી અને આમ આદમી પાર્ટી કેવી રીતે સાથે રહીને લોકોના મુદ્દા રજૂ કરશે તે અંગે જણાવ્યું હતું. ગોપાલ…
ફી રોકડમાં જમા કરાવવાનું કહી પરીક્ષામાં ન બેસવા દીધો વિદ્યાર્થીએ કૂવામાં પડી જવાની આપી ધમકી વિદ્યાર્થી અને પિતાની ઓડિયો કલીપ વાયરલ સ્કૂલ તંત્ર દ્વારા શાળામાં ફી માટે કેવુ દબાણ કરવામાં આવે છે અને તેને બાળકો પર કેવી ગંભીર અસર થઈ શકે છે. તેની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. રાજકોટના સાતડા ગામના વિદ્યાર્થીની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં તે પોતાના પિતા સાથે વાતચીત કરે છે અને શાળાના આચાર્ય ફી રોકડમાં ભરવાનું કહેતા જોવા મળે છે અને પરીક્ષામાં બેસવાની પણ ના પાડી હોવાનું વિદ્યાર્થીએ કહ્યું. જે બાદ તેણે કુવામાં પડી જવાની ચીમકી આપી. આ ઓડિયો ક્લિપની જીએસટીવી પુષ્ટી કરતું નથી.…
દેશમાં છેલ્લાં બે અઠવાડિયાથી કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો 18થી 24 એપ્રિલની વચ્ચે 15700 થી પણ વધારે કોરોનાના નવા દર્દીઓ આવ્યા 12થી વધુ રાજ્યોમાં વધારો જોવા મળી રહ્યો છે કોરોનાના કેસોમાં વધારો દેશમાં 11 અઠવાડિયાના સતત ઘટાડા બાદ કોરોનાના કેસમાં છેલ્લાં બે અઠવાડિયાથી દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લાં ત્રણ દિવસથી સતત 2500 થી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. તારીખ 18 થી 24 એપ્રિલની વચ્ચે 15700 થી પણ વધારે કોરોનાના નવા દર્દીઓ મળી આવ્યા છે. ગયા સપ્તાહથી તેમાં 95 ટકાનો વધારો જોવા મળ્યો છે. કોરોનાના કેસોમાં હવે 12થી વધુ રાજ્યોમાં વધારો જોવા મળી રહ્યો છે, જે ગયા સપ્તાહ…
બાળકોને નાની વયે સ્કૂલમાં ન મોકલો: સુપ્રીમ કોર્ટ સ્વાસ્થ્ય પર પડી શકે છે ગંભીર અસરઃ સુપ્રીમ કોર્ટ મેન્ટલ હેલ્થના હિતમાં બાળકોને નાની વયે સ્કૂલમાં મોકલવા જોઈએ નહીં. આજે મોટાભાગના વાલીઓ તેમના સંતાનનો સ્કૂલમાં ભણવાની ઉંમર થાય તે પહેલા જ નર્સરી કે પ્લેગ્રુપમાં મોકલતા હોય છે. જેના કારણે ઘણા બાળકોનો વિકાસ પણ રૂંધાતો હોય છે. બાળકોની નાની વયે સ્કૂલમાં મોકલતા વાલીઓને લઈ પર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરીને કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું, મેન્ટલ હેલ્થના હિતમાં બાળકોને નાની વયે સ્કૂલમાં મોકલવા જોઈએ નહીં. માતા-પિતા ઈચ્છે છે કે તેમનું બાળક બે વર્ષનું થતાં જ સ્કૂલે જવા લાગે પરંતુ તેનાથી બાળકના…
કોરોનાનાં 2 વર્ષમાં 4.14 લાખ મહિલાના નામે મકાન ખરીધાયા મહિલાના નામે 45 હજાર કરોડનાં મકાન-પ્લોટ ખરીદાયાં છેલ્લાં 6 વર્ષમાં 1.18 લાખ કરોડનાં મકાન-પ્લોટની નોંધણી મહિલાઓને નામે થઈ રાજ્યમાં હવે મહિલાઓના નામે સ્વતંત્ર મિલકતો, એટલે કે મકાન, ફ્લેટ, પ્લોટ, જમીનની ખરીદીનું ચલણ વધ્યું છે. અગાઉ પતિની સાથે પત્નીનું નામ જોઇન્ટમાં રાખવાની પ્રથા હતી, પરંતુ હવે પરિવારની મહિલાઓ પણ સ્વતંત્ર મિલકત ધરાવતી થઇ છે. રાજ્યમાં છેલ્લાં 6 વર્ષમાં 11.05 લાખ મહિલાએ 1.18 લાખ કરોડની કિંમત ધરાવતી મિલકતોની ખરીદી કરી છે અને આ મિલકતો મહિલાઓના સ્વતંત્ર નામે નોંધાઇ છે. કોરોનાકાળ દરમિયાન પણ મહિલાઓને નામે નોંધાતી મિલકતોમાં કોઇ ઘટાડો થયો ન હતો. કોરોના મહામારીના…
ટેસ્લાના ફાઉન્ડરે 44 બિલિયન ડોલરમાં ખરીદી દરેક શેર માટે 54 ડોલરમાં થઈ કેશ ડીલ મસ્કે ટ્વિટરના દરેક શેર માટે 54.20 ડોલર ચૂકવવાના રહેશે ટેસ્લા CEO એલન મસ્ક ટ્વિટરના નવા માલિક બની ગયા છે. મસ્કે ટ્વિટરને ખરીદવા માટે 44 બિલિયન ડોલર એટલે કે 3368 અબજ રૂપિયાની ડીલ કરી છે. આ હિસાબે મસ્કે ટ્વિટરના દરેક શેર માટે 54.20 ડોલર (4148 રૂપિયા) ચૂકવવાના રહેશે. ટ્વિટરના ઈન્ડિપેન્ડન્ટ બોર્ડના ચેરમેન બ્રેટ ટેલરે રાતે 12. 24 વાગ્યે એક પ્રેસ રિલીઝમાં મસ્ક સાથે થયેલી ડીલ વિશે જાણકારી આપી. જોકે આ ડીલ જાહેર થાય એ અગાઉ જ મસ્કે ટ્વીટ કરીને માઈક્રો બ્લોગિંગ સાઈટને ખરીદવાનો સંકેત આપી દીધો હતો.…
કચ્છ બાદ હવે અમદાવાદમાંથી ઝડપાયું MD ડ્રગ્સ 24 લાખના MD ડ્રગ્સના જથ્થા સાથે 3 ઝડપાયા ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ રાજ્યમાં અવાર-નવાર ડ્રગ્સ સાથે વ્યક્તિઓ પકડાતા રહે છે. ત્યારે આજે ફરી એક વખત અમદાવાદમાંથી 3 ઈસમો ડ્રગ્સ સાથે પકડાયા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સોનીની ચાલી નજીકથી 24 લાખના MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે ક્રાઈમ બ્રાન્ચે 3 આરોપીની ધરપકડ કરી છે. આ સાથે MD ડ્રગ્સનો જથ્થા સાથે 30 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરકી છે. ઉલ્લેખનીય છે કે, ગતરોજ કચ્છની IMBL સરહદ નજીક કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી મધદરિયેથી 9 પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓને…
વાતાવરણમાં આવેલા પલટાએ કેસર કેરીને કરી અસર વાતાવરણના પલટાએ આંબાવાડીયાના માલિકોના નસીબને પલટી નાખ્યું આ વર્ષે માત્ર 25 ટકા જ પાક થયો ગુજરાત રાજ્યનું સોરઠ એ કેસર કેરીનું હબ ગણાય છે. ઉપલેટા પંથકમાં પણ મોટા પ્રમાણમાં કેરીનું વાવેતર કરવામાં આવે છે. પરંતુ આ વખતે માવઠાની અસરે કેરીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે જેના કારણે આંબાવાડીયા અને ઇજારો રાખનાર લોકોની હાલત દયનીય બની ગઇ છે. વાતાવરણમાં આવેલા પલટાએ આંબાવાડીયાના માલિકોના નસીબને પલટી નાખ્યું છે. કેરીઓમાં આવેલા મોર સુકાઇ ગયા છે. તો ઘણી જગ્યાએ કેરીઓ ખરી ગઇ છે. અમુક કેરીઓ ઝાડ પર મુરઝાઇ ગઇ છે. વાતાવરણના પલટાને કારણે હાલત એવી છેકે જેટલો…