Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

બનાવો સ્વાદિષ્ટ મેંગો  શ્રીખંડ ઉનાળામાં ઠંડી વસ્તુઓ ખાવાથી પાચનક્રિયા સુધરે છે. આ સ્વીટ ડીશ તમે જમ્યા પછી ખાઈ શકો છો ઉનાળામાં ઠંડી વસ્તુઓ ખાવાથી ન માત્ર તમને ગરમી ઓછી લાગે છે, પરંતુ તેનાથી તમારી પાચનક્રિયા પણ સુધરે છે. આજે અમે તમને મેંગો શ્રીખંડની રેસિપી જણાવી રહ્યા છીએ. આ સ્વીટ ડીશ તમે જમ્યા પછી ખાઈ શકો છો અથવા તો તમને જમવામાં કંઈ ખાવાનું મન ન થાય તો પણ તમે મેંગો શ્રીખંડ ખાઈ શકો છો. આવો, જાણીએ મેંગો શ્રીખંડ બનાવવાની રીત- મેંગો શ્રીખંડ બનાવવા માટેની સામગ્રી- 1 કેરી 1/2 લિટર દૂધ એક ચપટી કેસર 500 ગ્રામ હંગ કર્ડ 1 1/2 ટીસ્પૂન…

Read More

આંખમાંથી આંસુ નીકળવા એ  સારી બાબત ગણાય  છે  પરંતુ સતત આંખમાંથી પાણી વહે તો ચિંતાજનક બને છે  આંખમાંથી સતત પાણી વહેવા પાછળ ઘણા કારણો જવાબદાર હોય છે   આંસુ શરીરમાં ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓ તમારી આંખોમાં જરૂરી ભેજ જાળવી રાખે છે અને કણો-ધૂળને ધોવામાં મદદ કરે છે. આંસુ પણ રોગપ્રતિકારક શક્તિનો એક ભાગ છે જે તમને ચેપથી બચાવે છે. આંસુ પોપચાની ચામડીની નીચેની ગ્રંથીઓમાં બને છે, જેમાં પાણી અને મીઠું હોય છે. જ્યારે આંખ પલકારો મારે છે ત્યારે આંસુ આંખમાં ફેલાઇ જાય છે. જેનાં કારણે આંખોમાં ભેજ જળવાઇ રહે છે. અન્ય ગ્રંથિઓ તેલ ઉત્પન્ન કરે છે જે આંસુને જલ્દીથી…

Read More

મોદીએ સરદારને યાદ કર્યા નવી દિશામાં આગળ વધવા સૂચનો આપ્યા  પ્રગતિ-પ્રવૃત્તિ અને પરિવર્તનની થીમ રાખવામાં આવી છે  સુરતમાં સરદારધામ દ્વારા આયોજીત ત્રિ-દિવસીય SRK ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022 અને એક્ઝિબિશનનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલ ઉદઘાટન થયુ છે. વડાપ્રધાને સમિટને ખુલ્લી મૂકતા કહ્યું હતું કે, ‘વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા શહેરમાં સુરતનો સમાવેશ, આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની જરૂર છે. અન્નદાતાને ઉર્જાદાતા બનાવવા પણ વડાપ્રધાને અપીલ કરી હતી. સાથે જ ખેતીને આધુનિક બનાવવા માટે ઉદ્યોગકારોને આગળ વધવા હાંકલ કરી છે.સાથે જ ગુજરાતના વિકાસને ફેલાવવા માટે નાના શહેરોને પણ વિકસીત કરવા પર મોદીએ ભાર મૂક્યો હતો.સાથે જ કટાક્ષ કરતાં વડાપ્રધાને પાટીદારોને કહ્યું કે,…

Read More

માર્ગ પરિવહન મંત્રાલયે આપ્યા આદેશ  બે ડઝન ઇલેક્ટ્રિક સ્કૂટરોમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઇલેક્ટ્રિક વેહીકલ્સ કંપનીઓનાં નવા મોડલ લોન્ચ કરવા પર  લગાવાઈ રોક દેશભરમાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની ઘણી ઘટનાઓ સામે આવી છે. આમાં અત્યાર સુધી 3 લોકોના મૃત્યુ પણ થઇ ચુક્યા છે એટલા માટે જ સરકાર આ ઘટનાઓને લઈને ઘણી ગંભીર છે. હવે સમાચાર સામે આવ્યા છે કે સરકારે ઇલેક્ટ્રિક વેહીકલ્સ કંપનીઓનાં નવા મોડલ લોન્ચ કરવા પર પણ રોક લગાવી છે. સરકારે દંડ પણ ફટકાર્યો આ પહેલા નીતિન ગડકરીએ ઘણા ટ્વીટની સીરીઝમાં કંપનીઓને કડક ચેતવણી આપી હતી કે બધી ડીફેક્ટીવ ગાડીઓને પાછી લેવામાં આવે અને તેની તપાસ કરવામાં…

Read More

દેશના 13 રાજ્યો કરી રહ્યાં છે વીજસંકટનો સામનો દિલ્હી સરકારે આપી ચેતવણી રાજધાનીને વીજ સપ્લાય કરતા પાવર પ્લાન્ટ્સમાં કોલસાની અછત   કાળઝાળ ગરમી અને કોલસાની અછતના કારણે હાલમાં દેશના 13 રાજ્યો વીજસંકટનો સામનો કરી રહ્યાં છે. આ બધાની વચ્ચે દિલ્હી સરકારે ચેતવણી આપી છે કે, રાજધાનીને વીજળી સપ્લાય કરતા પાવર પ્લાન્ટ્સમાં કોલસાની અછત છે. આવી સ્થિતિમાં, મેટ્રો ટ્રેન અને હોસ્પિટલો સહિત તમામ મહત્વપૂર્ણ સંસ્થાઓને વીજળી પહોંચાડવામાં સમસ્યા સર્જાઇ શકે છે.જો કે, દિલ્હીના ઉર્જા મંત્રી સત્યેન્દ્ર જૈને પરિસ્થિતિને લઈને ઈમરજન્સી બેઠક બોલાવી હતી. આ સાથે સત્યેન્દ્ર જૈને કેન્દ્ર સરકારને પત્ર લખીને પર્યાપ્ત કોલસાના પુરવઠાની પણ માંગ કરી છે. જેથી પાવર પ્લાન્ટને કોલસો ઉપલબ્ધ…

Read More

પંજાબના ભઠિંડા ખાતે બસ સ્ટેન્ડમાં લાગી ભીષણ આગ ભીષણ આગ લાગતા 3 બસો સંપૂર્ણ આગમાં બળીને ખાખ  એક કંડક્ટરનું દુર્ઘટનામાં  મોત નિપજ્યું પંજાબના ભઠિંડાથી મોટી દુર્ઘટના ઘટ્યાના સમાચાર સામે આવી રહ્યાં છે. ભઠિંડાના બસ સ્ટેશનમાં ભીષણ આગ લાગતા 3 બસો સંપૂર્ણ આગમાં બળીને ખાખ થઇ ગઇ છે. જો કે, આ દુર્ઘટનામાં એક કંડક્ટરનું મોત પણ નિપજ્યું છે. ભીષણ આગ લાગવાના વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે.પહેલાં એક બસમાં આગ લાગી હતી અને પછી જોતજોતામાં જ અન્ય બસો પણ આગની ઝપેટમાં આવી ગઇ. જો કે આ ઘટનાની જાણ થતા જ તુરંત ફાયરબ્રિગેડની ટીમ અને પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે હાજર થઇ…

Read More

કોઈપણ પાર્ટીને ભાજપનો સામનો કરવો હોય તો તપસ્યા કરવી પડે: જે.પી. નડ્ડા નડ્ડાએ એરપોર્ટ પર સરદાર પટેલના સ્ટેચ્યૂને પુષ્પાંજલિ અર્પણ કરી હતી સવાર સવારમાં લોકોનો જુસ્સો છે એ આનંદની વાત છેઃ મુખ્યમંત્રી ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે. સાથેજ રાજ્યના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજકીય પાર્ટીઓએ બેઠકો અને તોડજોડનું રાજકારણ શરૂ પણ કરી દીધું છે. ત્યારે ભાજપે પણ ચૂંટણીનું રણશિંગુ ફુકિ દીધું હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યના અને કેન્દ્રના દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસ શરૂ થઈ ચૂક્યા છે. ત્યારે આજરોજ જે.પી.નડ્ડા ગુજરાતના પ્રવાસે છે. ગુજરાત પ્રવાસ વેળાએ જે.પી. નડ્ડાએ કહ્યું હતું કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કહ્યું…

Read More

આજથી સુરતમાં ત્રિ-દિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેટ સમિટ PM નરેન્દ્ર મોદી કરશે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન મુખ્યમંત્રી પણ વડાપ્રધાનની સાથે વર્ચ્યુઅલી જોડાશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ રોજ ગુજરાતના સુરત ખાતે વિશ્વ પાટીદાર સમાજની સંસ્થા “સરદારધામ” દ્વારા આયોજિત ત્રણ દિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (GPBS) નું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા બુધવારે એક નિવેદનમાં આ અંગે માહિતી આપવામાં આવી હતી. PMOના જણાવ્યાં અનુસાર, સરદારધામ “મિશન 2026” હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને તેની પાછળનો ઉદ્દેશ્ય પાટીદાર સમાજનો આર્થિક વિકાસ છે. આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન દર બે વર્ષે થાય છે. પ્રથમ બે કોન્ફરન્સ અનુક્રમે 2018 અને 2020માં ગાંધીનગરમાં યોજાઈ…

Read More

સૂર્ય ગ્રહણની ઘટના વૈજ્ઞાનિક અને જ્યોતિષના દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ પહેલુ સૂર્ય ગ્રહણ 30 એપ્રિલે થશે, આ દિવસે શનિશ્ચરી અમાવસ્યાનો છે યોગ આ સંયોગ લગભગ 100 વર્ષ બાદ બન્યો છે, રાખવી પડશે સાવધાની સૂર્ય ગ્રહણની ઘટનાને વૈજ્ઞાનિક અને જ્યોતિષના દ્રષ્ટિકોણથી ખૂબ મહત્વની માનવામાં આવે છે. મહત્વનું છે કે આ વર્ષે 4 ગ્રહણ પડવાના છે. જેમાંથી બે સુર્ય અને 2 ચંદ્ર ગ્રહણ થશે. તો પહેલુ સૂર્ય ગ્રહણ 30 એપ્રિલે થઇ રહ્યું છે. જે ભારતમાં માન્ય નહીં થાય અને તેમજ તેના સુતક પણ માન્ય નહીં થાય. આ ગ્રહણ શનિવારે મેષ રાશિમાં થવા જઇ રહ્યું છે. આ સાથે શનિશ્ચરી અમાવસ્યાનો પણ યોગ બની રહ્યો છે.…

Read More

આખા રાજ્યમાં માત્ર એક જ ડેમમાં 80%થી વધુ પાણી રાજ્યના 50% જળાશયમાં 25%થી ઓછું પાણી જિલ્લાનાં 46 ગામમાં ટેન્કરના 97 ફેરાથી પહોચાડાય છે પાણી રાજ્યભરમાં બુધવારે હીટવેવનું જોર યથાવત્ રહ્યું હતું. 44.3 ડીગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી તો અમદાવાદમાં પણ 44.2 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. બુધવારે દેશનાં 33 શહેરોમાં 44 ડીગ્રીથી વધુ ગરમાી નોંધાઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હજુ ત્રણ દિવસ આકરી ગરમી રહેશે. 1 મે બાદ ગરમીથી રાહત મળી શકે છે. રાજ્યમાં હીટ વેવનો કહેર છે. ગરમી વચ્ચે પાણીના પોકાર પણ હવે સંભળાઇ રહ્યા છે. રાજ્યનાં જળાશયોમાં હવે પાણીનો જથ્થો 50 ટકાથી પણ ઓછો થઇ…

Read More