What's Hot
- IND vs AUS: ટીમ ઈન્ડિયાએ પૂર્વ PM મનમોહન સિંહને આપી શ્રદ્ધાંજલિ, મેદાન પર કાળી પટ્ટી પહેરીને રમવા આવી
- રોહિત શર્માનો બેટ સાથે ફ્લોપ શો ચાલુ છે, છેલ્લી 14 ઇનિંગ્સમાં આશ્ચર્યજનક આંકડા
- પૂર્વ પીએમના નિધન પર પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘મનમોહન સિંહે દેશને આર્થિક સંકટમાંથી બહાર કાઢ્યો’.
- સીએમ યોગીએ પોલીસના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પર કડક દેખરેખ રાખવાના આદેશ આપ્યા, જાણો શું કહ્યું?
- મનમોહન સિંહના નિધન બાદ ‘સિકંદર’ના મેકર્સે ઉઠાવ્યું મોટું પગલું, ટીઝરની રિલીઝ મોકૂફ રાખી
- અનિચ્છનીય માર્કેટિંગ કોલથી મળશે રાહત, સરકારે કરી લીધી તૈયારી, ટૂંક સમયમાં આવશે નવી પોલિસી
- ગુલાબી જામફળથી લઈને ચુરમુરા સુધી, આ પ્રયાગરાજના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ્સ છે, જ્યારે તમે મહાકુંભમાં જાઓ ત્યારે તેનો સ્વાદ લેવાનું ભૂલશો નહીં.
- ‘કેજરીવાલ અને આતિષી સામે કલમ 420 હેઠળ કાર્યવાહી થવી જોઈએ’, કોંગ્રેસ નેતાએ એલજી પાસે માંગ કરી
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
હત્યારા ફેનિલને ફાંસીની સજા અપાઈ જજે કહ્યું- દંડ દેવો સરળ નથી, પણ આ રેરેસ્ટ ઓફ રેર કેસ હત્યાના પ્રયાસના કેસમાં પણ સજાઃ સરકારી વકીલ સુરતના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીએ સરાજાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યાના કેસમાં હત્યારા ફેનિલ ગોયાણીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. કોર્ટમાં પહોંચેલા ફેનિલના ચહેરા પર સહેજ પણ ડર દેખાયો ન હતો. કોર્ટમાં બંને પક્ષના વકીલ સાથે ગ્રીષ્માનાં પરિવારજનો હાજર રહ્યાં છે. દરમિયાન કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ રેર માન્યો છે. મનુસ્મૃતિના શ્લોકથી ચુકાદાની શરૂઆત કરવામાં આવી હતી. જજે કહ્યું, દંડ દેવો સરળ નથી, પણ આ રેરેસ્ટ ઓફ રેર કેસ છે. ત્યાર બાદ ફાંસીની સજા ફટકારવામાં આવી છે.ગ્રીષ્માના…
સલાડમાંથી તમે પુષ્કળ પોષક તત્વો મેળવી શકાય છે શરીરમાં વિટામીનની ઉણપને દૂર કરીને રોગપ્રતિકારક ડુંગળી અને ટામેટાંમાં રહેલાં છે ભરપૂર પોષક તત્વો વિટામિન સી આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદરૂપ છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ડોક્ટરો પણ વિટામિનથી ભરપૂર ફળો અને શાકભાજીના સેવનની ભલામણ કરે છે. માત્ર આ 5 વસ્તુઓના સલાડમાંથી તમે પુષ્કળ પોષક તત્વો મેળવી શકો છો.રોજ સલાડ ખાવાથી શરીરમાં એનર્જી જળવાઈ રહે છે. પરંતુ માત્ર ડુંગળી અને ટામેટાંમાંથી ભરપૂર પોષક તત્વો જ નથી મળતા, પરંતુ સલાડની પ્લેટમાં પૌષ્ટિક ફળોનો પણ સમાવેશ કરવો જોઈએ. તેના સેવનથી શરીરમાં પાણીની ઉણપ દૂર થાય છે. સાથે જ શરીરમાં એનર્જી પણ રહે…
વલ્લભભાઈ નામના વ્યક્તિએ આપઘાત નો પ્રયાસ કર્યો શહેરના રેસકોર્સ ખાતે આવેલ લવ ગાર્ડનમાં એક પ્રૌઢે ઝેરી દવા પીવાનો પ્રયાસ કર્યો ઝેરી દવા ગટગટાવી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. રાજકોટમાં આર્થિક સંકટ સાહિત્નઆ મુદ્દાઓ પર આત્મ હત્યા કરી લેવાના બનાવો વધી ગયા છે. રોજે કોઈને કોઈજગ્યાએ આવા બનાવો બનતા હોય છે. નાની નાની બાબતમાં આત્મહત્યા કરી લેવાની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે વધુ એક વખત રાજકોટ શહેરમાં આત્મ હત્યા કરવાની ઘટના બનવા પામી છે. રાજકોટ શહેરના રેસકોર્સ ખાતે આવેલ લવ ગાર્ડનમાં એક પ્રૌઢે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.વલ્લભભાઈ નામના વ્યક્તિએ આપઘાત નો પ્રયાસ કર્યો હતો. આર્થિક કારણો સર…
પટિયાલાની નેશનલ લૉ યુનિવર્સિટીમાં 60 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ સમગ્ર કેમ્પસને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવાયું તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને 10 મે સુધીમાં હોસ્ટેલ ખાલી કરવાનો આદેશ પંજાબની પટિયાલાની નેશનલ લૉ યુનિવર્સિટીમાં એકસાથે 60 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેથી સમગ્ર કેમ્પસને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવાયું છે. આ સાથે હોસ્ટેલને પણ ખાલી કરાવવાની શરૂઆત કરી દેવાઇ. યુનિવર્સિટીમાં ખૂબ જ મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ વહીવટી તંત્રએ વિદ્યાર્થીઓને 10 મે સુધીમાં હોસ્ટેલ ખાલી કરવાનો આદેશ આપી દીધો છે, જેથી સંક્રમણને વધુ ફેલાતું અટકાવી શકાય. જે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે તેઓની અંદર હળવા લક્ષણો જોવા મળી રહ્યાં છે, આથી તેઓને…
નરેન્દ્ર મોદી તેમના ત્રણ દિવસીય યુરોપ પ્રવાસના છેલ્લા દિવસે ફ્રાન્સ પહોંચ્યા મોદીની આ પાંચમી ફ્રાંસ મુલાકાત હતી મોદીએ નોર્ડિક દેશોના વડાપ્રધાનો સાથે ભારત સાથેના સંબંધો પર ચર્ચા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દિવસીય યુરોપ પ્રવાસના છેલ્લા દિવસે બુધવારે ફ્રાન્સ પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ મેક્રોન સાથે મુલાકાત કરતા પહેલા પીએમ મોદીએ પેરિસમાં ભારતીયો સાથે મુલાકાત કરી હતી.વડાપ્રધાન મોદીની આ પાંચમી ફ્રાંસ મુલાકાત હતી.મોદી એવા સમયે પેરિસ પહોંચ્યા હતા જ્યારે ફ્રાન્સ યુરોપિયન યુનિયનની અધ્યક્ષતા કરી રહ્યું છે. બંને નેતાઓએ યુક્રેન-રશિયા યુદ્ધથી…
સોયાતેલના ભાવ પ્રોજેકશનમાં ૯૨થી ૯૩ પ્લસમાં પોઈન્ટ મલેશિયાના પામતેલ બજારો કરાશે બંદ સરકાર દ્વારા રાઈસબ્રાન તેલની આયાત જકાતમાં ઘટાડો કરવાનો વિચાર મુંબઈ તેલીબિંયા બજારમાં આજે વિવિધ દેશી ખાદ્યતેલોના ભાવમાં ઉત્પાદક મથકો પાછળ નરમાઈ આગળ વધી હતી. જો કે આયાતી ખાદ્યતેલોના ભાવ આંચકા પચાવી પ્રત્યાઘાતી ઉંચા બોલાતા થયા હતા. વિશ્વ બજાર ઉંચકાઈ હતી. અમેરિકામાં કૃષી બજારોમાં સોયાતેલના ભાવ આજે પ્રોજેકશનમાં ૯૨થી ૯૩ પોઈન્ટ પ્લસમાં રહ્યા હતા. મલેશિયાના પામતેલ બજારો જોકે બંદ રહ્યા હતા. મુંબઈ હાજર બજારમાં ૧૦ કિલોના ભાવ સિંગતેલના ઘટી રૂ.૧૬૬૦ તથા કપાસિયા તેલના ભાવ પણ ઘટી રૂ.૧૬૬૦ રહ્યા હતા. સૌરાષ્ટ્ર બાજુ ભાવ ઘટી સિંગતેલના રૂ.૧૬૦૦થી ૧૬૨૫ તથા ૧૫ કિલોના રૂ.૨૫૭૦થી …
સુરતમાં ગ્રીષ્મા હત્યા કેસમાં આજે ચુકાદો ન્યાય માટે હચમચાવતો વીડિયો 35 વાર કોર્ટે જોયો ગ્રીષ્માના પરિવારે કડક સજાની કરી માંગ સુરતની ચકચારી ગ્રીષ્મા હત્યા કેસ મામલે કોર્ટ આજે આરોપી ફેનિલને સજા સંભળાવશે. મહત્વનું છે કે ગ્રીષ્મા હત્યા કેસમાં દોષિત જાહેર થયેલા ફેનિલ ગાયાણીને સેશન્સ કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ફેનીલને સુનાવણી દરમિયાન કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. જેમાં 188 દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા. આ કેસની તપાસમાં 2500 પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ હતી. પોલીસે માત્ર 7 દિવસમાં આ ચાર્જશીટ ફાઈલ કરી દીધી હતી.સરકાર પક્ષે કોર્ટમાં જણાવ્યું હતું કે, વેબસિરિઝ જોઈને હત્યા કરાઈ છે. તો બચાવ પક્ષે દલીલ કરતાં જણાવ્યું હતું…
દિલ્હી-NCRમાં લોકોને ગરમીથી રાહત મળી બુધવારે દિલ્હી-NCRમાં હળવા વરસાદ સાથે કરા પડ્યા બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી દિલ્હી-NCRમાં બુધવારના રોજ સાંજે જોરદાર પવન સાથે હળવો વરસાદ અને કરા પડતા વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. આ સાથે લોકોને ગરમીથી પણ મોટી રાહત મળી હતી. ત્યારે ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યાં અનુસાર, ગુરુવારે પણ હવામાન કંઇક આવું જ રહેવાની શક્યતા છે. દરમિયાન આકાશમાં વાતાવરણ વાદળછાયું રહેશે અને ગાજવીજ વરસાદ સાથે વીજળી પણ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે સાથે એવી પણ આગાહી કરી છે કે, શુક્રવારથી તાપમાન ફરીથી વધવાનું શરૂ થઇ જશે, પરંતુ સોમવાર સુધી ગરમીના પ્રકોપથી રાહત મળશે.…
ટેલોમિયરમાં કોશિકાઓનું વિભાજન થતાં અટકાયત કરે છે વ્યકિત ઝડપી ડગલા માંડે તો તેના ક્રોસમોસની ટેલ લાંબી હોય છે. ઝડપી ચાલવુંએ હ્વદય તથા સ્વસનતંત્ર સ્વસ્થ હોવાની નિશાની માનવ શરીર રહસ્યોના ખજાના જેવું છે. કોઇ 100 વર્ષ તો કોઇ ઓછી ઉંમર ભોગવીને કેમ મુત્યુ પાંમે છે તેના વિશે વૈજ્ઞાનિકો મથી રહયા છે. આમ ત ખોરાક, વ્યાયામ અને કસરત જેવી બાબતોને જીવન સાથે જોડવામાં આવે છે પરંતુ આ પણ સંપૂર્ણ સાચું નથી. કેટલાક લોકો જીવનમાં ખૂબ નિયમિત હોવા ઓછી ઉંમરે પણ વિદાય લે છે. એક નવા સ્ટડી મુજબ રોજીંદા કામોમાં ઝડપી પગલા ભરે છે તે વધારે જીવે છે. આ અંગે બ્રિટનની લીસેસ્ટર યૂનિવર્સિટીના…
સૂર્ય નાડી ચક્ર સમગ્ર પાચન તંત્ર સંચાલન કરે છે સૂર્ય નાડી ચક્ર વ્યક્તિના ‘અહંકાર’ના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે ચક્રની ઉર્જા અત્યાધિક હોય છે મણિપુર ચક્ર કે સૂર્ય નાડી ચક્ર એ ચક્ર પ્રણાલીનું સૌથી મોટું ચક્ર છે. તે વ્યક્તિના આત્મવિશ્વાસને જાળવવાનું સૌથી મહત્વપૂર્ણ કાર્ય સંભાળે છે. જો તમે લીડરશીપની ભૂમિકામાં રહેવા ઈચ્છતા હોવ અથવા જાહેરમાં બોલવા માગતા હોવ તો તમારું મણિપુર ચક્ર સ્વસ્થ હોવું જોઈએ. સૂર્ય નાડી ચક્ર સમગ્ર પાચન તંત્ર અને તેના સાથે સંબંધિત પ્રક્રિયાઓનું સંચાલન કરે છે. તે પાચનતંત્રનું સંચાલન કરતું હોવાથી અગ્નિનું તત્વ તેને દૃષ્ટિ કે ચમત્કારની ભાવનાથી શક્તિ આપે છે. વ્યક્તિ પોતાના માતા-પિતા, બોસ, સત્તાધીશો…