What's Hot
- મહારાષ્ટ્રના નવા કેબિનેટમાં થશે 43 મંત્રીઓનો સમાવેશ, કોણ કોણ લેશે શપથ જોઈલો આખું લિસ્ટ
- ઘર પર જ બજાર જેવું સફેદ માખણ કેવી રીતે બનાવવું, ઝટપટ જાણી લો સરળ રીત
- ચીપકી જાય છે ચીલા અને ઢોસા તવા પર, અપનાવી લો આ ટ્રીક બિલકુલ નહિ ચોંટે ખીરું
- કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચને મળ્યું, મહારાષ્ટ્ર ચૂંટણીને લઈને આ ત્રણ સવાલોના જવાબ માંગ્યા
- વિલન કે હીરો બનીને નહિ પણ આ મલ્ટીટેલેન્ટેડ કલાકાર કોમેડિયન બનીને છવાયો કોમેડી કિંગ
- પુષ્પા 2એ એડવાન્સ બુકિંગે મચાવી ધૂમ, રિલીઝ પહેલા જ કમાણીનો આંકડો જાણીને રહી જશો દંગ
- ધોની સાથેના સંબંધો પર હરભજન સિંહે પહેલીવાર તોડ્યું મૌન, કહ્યું શા માટે અમે એક દાયકાથી વાત નથી કરી
- પિંક બોલ ટેસ્ટ પહેલા કેએલ રાહુલે આ મામલે રહ્યો મૌન, જાણો શું છે મામલો
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
કપડાં પરનો GST વધારો મોકૂફ રખાયો 5 ટકા દર યથાવત રેહશે વેપારીઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી કાપડ વેપારીઓના સંગઠન દ્વારા માંગ કરવામાં આવી હતી ટેક્સટાઇલ માર્કેટમાં છેલ્લા થોડા દિવસોથી જીએસટી દરમાં વધારાના મુદ્દાને લઇને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા હતા. ટેક્સટાઈલ ઉદ્યોગમાં હાલ 5% જીએસટી વસૂલવામાં આવી રહી હતી. જેને જીએસટી કાઉન્સિલ દ્વારા 12% કરવા માટે નિર્ણય લેવાયો હતો. સમગ્ર દેશભરના અને સુરતના વેપારીઓએ તેનો વિવિધ પ્લેટફોર્મ ઉપર વિરોધ નોંધાવીને જીએસટી દર યથાવત રાખવા માટેની માંગ કરી હતી. ગઇકાલે પણ વેપારીઓએ તમામ માર્કેટો જડબેસલાક બંધ રાખીને પોતાની એકતાનો પરચો બતાવ્યો હતો. દરમિયાન આજે જીએસટી કાઉન્સિલની બેઠકમાં કાપડ પરનો…
રાજ્યમાં હજુ બે દિવસ હાડ થીજવતી ઠંડી પડશે થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાતા ઠંડીનું જોર રહેશે નલિયામાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું ગુજરાતમાં આગામી 2 દિવસ હાડ થીજવતી ઠંડી પાડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહત્તમ તાપમાન નીચું હોવાના કારણે કડકડતી ઠંડી પડી રહી છે. અમદાવાદ અને ગાંધીનગર સહિતના શહેરોમાં હજુ બે દિવસ 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાતા ઠંડીનું જોર રહેશે. મોડી સાંજથી તાપમાનનો પારો 2 થી 4 ડિગ્રી સુધી ઘટી જશે. જો કે, બે દિવસ બાદ ઠંડી થોડીક ઘટશે. આજે કચ્છનું નલિયા રહ્યું સૌથી ઠંડુંગાર. નલિયામાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું. ગાંધીનગર અને કેશોદમાં…
શ્રીનગરનામાં 3 આતંકવાદીઓ ઠાર મરાયા 4 પોલીસકર્મીઓ પણ ઇજાગ્રસ્ત થયા શ્રીનગરના પંથા ચોક વિસ્તારમાં અથડામણ થઈ જમ્મુ-કશ્મીરની રાજધાની શ્રીનગરના પંથા ચોક વિસ્તારના ગોમંદર શેરીમાં મોડી રાત્રિએ થયેલી અથડામણમાં ત્રણ આતંકવાદીઓ ઠાર કરી દેવાયા છે અને ત્રણ પોલીસકર્મીઓ અને એક કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળનાં એક જવાન ઘાયલ થયાં છે. પોલીસનાં જણાવ્યાં અનુસાર, એક શંકાસ્પદને પકડવા માટે જેવાં પોલીસ દળે એક ઘરમાં દાખલ થવાનો પ્રયાસ કર્યો કે ત્યાં પહેલેથી જ વર્તમાન આતંકવાદીઓએ અંધાધુંધ ફાયરિંગ શરૂ કરી દીધું. જેમાં ત્રણ પોલીસકર્મીઓ અને એક કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળનાં એક જવાન ઘાયલ થઇ ગયાં. ઘાયલ સુરક્ષાકર્મીઓને હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં. જમ્મુ-કશ્મીર પોલીસે આજે રાત્રે કાશ્મીરનાં…
પૂર્વ સી.એમના ગઢમાં સી.એમ. પટેલનો ભવ્ય રોડ શો 3.5 કિલોમીટરના રોડ શોમાં ભાજપનું શક્તિ પ્રદર્શન રાજકોટ વાસીઓએ ભુપેન્દ્ર પટેલનું પુષ્પવર્ષા કરી સ્વાગત કર્યું રાજકોટમાં આજે હાઈ વોલ્ટેજ પોલિટિક શો જોવા મળશે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ગઢમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનો ભવ્ય રોડ શો યોજાનાર છે. આ રોડ શોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહેશે. 3.5 કિલોમીટરનો ભાજપનો આ રોડ શો શક્તિ પ્રદર્શનની જેમ બની રહેશે, જેને આખુ રાજકોટ જોતુ રહી જશે. આ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજકોટ એરપોર્ટથી ડીએચ કોલેજ સુધી ભવ્ય રોડ શો યોજાશે. સવારે 10 વાગ્યે સીએમ…
રાજ્યની પ્રથમ AIIMSના 5 OPD કાલથી શરૂ સિનિયર રેસિડેન્ટ 17 ડોક્ટરની યાદી કરાઇ જાહેર AIIMS ના કારણે સૌરાષ્ટ્રના દર્દીઓને ફાયદો થશે આવતી કાલથી રાજ્યમાં ગુજરાતની પ્રથમ એઇમ્સમાં ઓપીડી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 31 ડિસેમ્બરથી OPD શરૂ કરવાનો મહત્વનો આદેશ આપવામાં આવ્યો છે. તંત્ર દ્વારા AIIMS નું સમયસર કામ પૂર્ણ કરવા વારંવાર તાકીદ કરવામાં આવી હતી. તેમ છતાં કામગીરી અધૂરી રહી હતી અને પૂરતાં સાધનો પણ ન હોતા આવ્યાં. આથી AIIMS માં 5 વિભાગના તબીબો દ્વારા આવતી કાલથી OPD શરૂ કરવામાં આવશે. આથી સૌથી મહત્વની બાબત એ છે કે, સૌરાષ્ટ્રવાસીઓને હવે ઘર આંગણે જ આરોગ્યને લગતી સેવાઓ મળી રહેશે.…
જીએસટી ફાઇલ કરવાની અંતિમ તારીખ લંબાવાઇ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 28 ફેબ્રુઆરી સુધી લંબાવાઇ છેલ્લી તારીખ 31મી ડિસેમ્બર 2021 હતી GST વાર્ષિક રિટર્ન ફાઇલ કરનારા વેપારીઓ માટે સારા સમાચાર છે. સરકારે GST વાર્ષિક રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ લંબાવી છે. સરકારે બુધવારે GST વાર્ષિક રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવવાની જાહેરાત કરી હતી. સરકારે બુધવારે વેપારીઓ માટે માર્ચ 2021 ના રોજ સમાપ્ત થતા નાણાકીય વર્ષ 2020-21 માટે GST વાર્ષિક રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 28 ફેબ્રુઆરી સુધી લંબાવી છે. સરકારના આ નિર્ણય બાદ હવે વેપારીઓ પાસે તેમના GST વાર્ષિક રિટર્ન ફાઈલ કરવા માટે વધુ સમય મળશે. તમને જણાવી…
ફોટો કે વિડીયો મારફાટે ચૂંટણી પંચને ફરિયાદ કરી શકાશે ચૂંટણીપંચ 100 મિનિટમાં એક્શન લેશે ચૂંટણીમાં થતી ગેરરીતિ અટકાવવા એપ લોન્ચ કરાઇ કેન્દ્રીય ચૂંટણીપંચે ગુરુવારે પ્રેસ-કોન્ફરન્સ કરી જાહેર કર્યું છે કે આવનારા વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી સમયસર જ થશે. 2022માં ગુજરાત, ઉત્તરપ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ સહિતનાં રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. ફાઈનલ વોટર લિસ્ટ 5 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ વખતની ચૂંટણીમાં મતદાનનો સમય 1 કલાક વધારવામાં આવશે. સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. આયોગે ચૂંટણીમાં લોકોને cVIGIL એપનો ઉપયોગ કરવા સૂચના આપી છે. જો ચૂંટણીમાં કોઈ જગ્યાએ કોઈપણ પ્રકારની ગેરરીતિ થઈ રહી હોય તો એની ફરિયાદ આ એપ પર…
ઈન્ડિયન ટીમે દ.આફ્રિકાને 113 રનથી હરાવી ઈતિહાસ રચ્યો મેચમાં શમીએ 8 વિકેટ લીધી કોહલી સેન્ચુરિયન ટેસ્ટ મેચ જીતનારો પહેલા એશિયન કેપ્ટન બન્યો સેન્ચુરિયનમાં ઈન્ડિયન ટીમે દ.આફ્રિકાને 113 રનથી હરાવી ઈતિહાસ રચ્યો છે. આ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે 305 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં ટીમ 191 રનમાં ઓલઆઉટ થઈ જતા ઈન્ડિયાએ આ મેચ જીતી લીધી છે. આ જીતની સાથે વિરાટ સેનાએ 3 મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. આની સાથે ભારતે સૌથી વધુ ગ્રાઉન્ડમાં ટેસ્ટ જીતવાના રેકોર્ડમાં ઓસ્ટ્રેલિયાના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ચોથી ઈનિંગમાં દ.આફ્રિકાની ટીમ તરફથી ડીન એલ્ગર 77 રન નોંધાવી ટોપ સ્કોરર રહ્યો હતો. તેના સિવાય…
નવા વર્ષથી આ શહેરોમાં 5 જી નેટ થશે શરૂ ગુજરાતના અમદાવાદ, જામનગર, ગાંધીનગરમાં સેવા શરૂ થશે 5જી ઇન્ટરનેટથી 20 સેકન્ડમાં ડાઉનલોડ થશે HD મૂવી ત્રણ મોટી ખાનગી ટેલિકોમ કંપનીઓ- ભારતી એરટેલ, રિલાયન્સ જિયો અને વોડાફોન-આઈડિયા ભારતમાં 5G ઇન્ટરનેટ સેવા શરૂ કરવા માટે કામ કરી રહી છે. આ ત્રણેય કંપનીએ એરિક્સન અને નોકિયા સાથે મળીને મોબાઈલ એસેસરીઝ બનાવવાનું શરૂ કર્યું છે. આવી સ્થિતિમાં આ 13 શહેરમાં 5G ઇન્ટરનેટ શરૂ કરવા માટે સૌથી પહેલા ત્રણ મુખ્ય કારણો છે. નોકિયા અને એરિક્સન કંપની પ્રારંભિક તબક્કામાં આ શહેરોમાં ટ્રાયલ અને ટેસ્ટિંગ કરી રહી છે. આ 13 શહેરમાં ઈન્ટરનેટ યુઝર્સ વધુ છે. અહીં ઈન્ટરનેટનો ઉપયોગ…
જમ્મુ-કશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદનાં 6 આતંકવાદીઓ ઠાર સુરક્ષા દળના જવાનોને મળી મોટી સફળતા અનંતનાગ અને કુલગામમાં હજુ અથડામણ શરૂ જમ્મુ-કશ્મીરમાં પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનાં 6 આતંકવાદીઓ બે અલગ-અલગ અથડામણમાં ઠાર કરવામાં આવ્યાં છે. ઠાર કરવામાં આવેલા આતંકવાદીઓમાંથી 4ની ઓળખ થઇ ચૂકી છે. સૂત્રોનાં જણાવ્યાં અનુસાર જણાવ્યું કે, 6 આતંકીઓમાં 2 પાકિસ્તાનનાં હતાં. જ્યારે 2 સ્થાનીય આતંકવાદીઓ હતાં. આ સિવાય, અન્ય 2ની ઓળખ પણ કરવામાં આવી રહી છે. જમ્મુ-કશ્મીર પોલીસે જાણકારી આપી છે કે, બુધવારનાં રોજ કુલગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી. આ વખતે આ અથડામણ કુલગામ જિલ્લાનાં મિરહમા વિસ્તારમાં થઇ છે. જેમાંથી ત્રણ આતંકીઓને તો ઠાર કરી દેવાયાં. જેમાં પ્રતિબંધિત…