Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

અન્ય રાજ્યમાંથી આવતા શ્રમિકો માટે બનશે શ્રમનિકેતન જે ઔદ્યોગિક વસાહતોમાં ૧પ હજારથી વધુ શ્રમિકો કાર્યરત હોય ત્યાં બનશે આવાસ ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન અને વેલ્ફેર કમિશનર, શ્રમયોગી કલ્યાણ બોર્ડ વચ્ચે થયા MOU રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગ દર્શનમા ગુજરાત સરકારે રાજયની ઔદ્યોગિક વસાહતોમાં રોજગારી મેળવતા શ્રમયોગીઓ અને તેમના આશ્રિતો માટે એક અભિનવ પહેલ કરી છે. રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ સંચાલિત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમનિકેતન યોજના અમલમાં મૂકવામાં આવી છે. જે ઔદ્યોગિક વસાહતોમાં ૧પ હજારથી વધુ શ્રમિકો કાર્યરત હોય તેવી ઔદ્યોગિક વસાહતોમાં શ્રમયોગીઓને રહેવા માટે આવા શ્રમનિકેતન ઉભા કરવામાં આવશે, .દેશના ગ્રોથ એન્જિન એવા ગુજરાતમાં મોટાપાયે કાર્યરત ઉદ્યોગોમાં…

Read More

 સ્ટેશન પરની દુકાનો પર લૂંટ મચાવતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા . ઉમેદવારો અગ્નિપથ યોજના અંગે પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા હતા. યોજના હેઠળ દર વર્ષે લગભગ 45,000થી 50,000 સૈનિકોની ભરતી કરવામાં આવશે. બિહારના લખીસરાય જંકશન વિરોધ પ્રદર્શંકારીઓ સ્ટેશન પરની દુકાનો પર લૂંટ મચાવતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અગ્નિપથ યોજનાનો વિરોધ ભયંકર હિંસાત્મક વણાંક લઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે તોફાનીઓ ખાણી-પીણીના સ્ટોલમાંથી રીતસરની ખાવાની ચીજવસ્તુઓની લૂંટ મચાવી રહ્યા છે. વિડીયોમાં દેખાતા યુવાનો પેકેટ્સ અને પાણીની બોટલોની લૂંટ મચાવી રહ્યા છે.આ યોજનાની જાહેરાતના બીજા જ દિવસે બિહારના બક્સરમાં સેનામાં ભરતીની તૈયારી કરી રહેલા ઘણા યુવાનો તેની…

Read More

મલાડ ઈસ્ટમાં મળતી આ ફ્રેન્કી તમે ટેસ્ટ કરી કે નહીં? મલાડ પૂર્વમાં સ્ટેશનની નજીકનો વિસ્તાર ખાણીપીણીની દૃષ્ટિએ ઘણો સમૃદ્ધ છે અહીંનું સ્ટ્રીટ ફૂડ હોટલ કરતા પણ છે વધુ ટેસ્ટી મુંબઈની ખાણીપીણીનો ખરો સ્વાદ માણવો હોય તો તેના માટે સ્ટ્રીટ ફૂડ સિવાય કદાચ જ કોઈ વિકલ્પ મળે. જોકે, કેટલીક જૂની અને જાણીતી રેસ્ટોરાંએ પણ મુંબઈની ખાણીપીણીની સંસ્કૃતિ-સ્વાદ જાળવી રાખ્યા છે અને તેમનો ઇતિહાસ પણ અદ્ભુત તો ખરો જ. બહારગામથી આવનારાઓ માટે મુંબઈના પ્રવેશ દ્વારા સમા બોરીવલીના પાડોશી સ્ટેશન મલાડની આસપાસ ઘણી જગ્યાઓ છે, જેમણે વર્ષોથી લોકોની પેટપૂજા કરી છે અને જીભના ચટકારાનું પણ ધ્યાન રાખ્યું છે. તો આવો જોઈએ મલાડ પૂર્વમાં…

Read More

નીતિન ગડકરીએ કહ્યું કે સરકાર આ અંગે ટૂંક સમયમાં કાયદો લાવવા જઈ રહી છે. ફરિયાદ બાદ વાહન માલિકને 1000 રૂપિયાનો દંડ કરવામાં આવશે નારાજગી વ્યક્ત કરી કે લોકો તેમના વાહનો માટે પાર્કિંગની જગ્યા બનાવતા નથી સરકાર નો  પાર્કિંગ અને રસ્તા પર ગમે ત્યાં વહન કરવા બદલ  કડક નિયમો બનાવીને કાયદો બનાવવા જઈ રહી છે. માત્ર પોલીસ પ્રશાસન જ નહીં પરંતુ કોઈ પણ વ્યક્તિ આવા વાહનોને પકડી શકે છે. અને તેની પદ્ધતિ પણ ઘણી સરળ હશે. જ્યાં પણ તમે નો પાર્કિંગમાં પાર્ક થયેલું વાહન જુઓ તો તેનો ફોટો લઈને સરકાર દ્વારા જારી કરાયેલા નંબર પર મોકલો. ફરિયાદ બાદ વાહન માલિકને 1000…

Read More

કલેકટર અને એસપીએ ખંઢેરી સ્ટેડિયમની મુલાકાત કરી જાત નિરીક્ષણ કર્યું પાર્કિંગ, સિક્યુરીટી અને વીજ પુરવઠા અંગે આપ્યા સૂચનો રાજકોટમાં આજે સાંજે યોજાશે ભારત-દક્ષિણ આફ્રિકાનો મેચ રાજકોટમાં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી 20 સિરીઝની ચોથી મેચ યોજવા જનાર છે. જેને લઇ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએસન, પોલીસ અને જિલ્લા તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ખાસ કરીને જામનગર હાઈવેને આજે બપોર બાદથી સામાન્ય જનતા માટે બંધ કરી દેવામાં આવ્યો છે. રાજકોટમાં યોજાનાર ઇન્ટરનેશનલ મેચને લઇ રાજકોટ સહોત સમગ્ર સૌરાષ્ટ્ર ક્રિકેટ મય બની ગયું છે. ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમ પરમદિવસે જ રાજકોટ ખાતે આવી પહોંચી હતી, ત્યારે…

Read More

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12,847 નવા કેસ નોંધાયા છે. સૌથી વધુ કેસો  4255 સાથે મહારાષ્ટ્રમાં નોંધાયા  છે. છેલ્લા 24 કલાકમાં 14 લોકોના મોત નોંધાયા  છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12,847 નવા કેસ નોંધાયા છે . જેમાં સૌથી વધુ કેસો  4255 સાથે મહારાષ્ટ્રમાં નોંધાયા  છે. આ પછી  કેરળમાં 3,419, દિલ્હીમાં 1,323, કર્ણાટકમાં 833 અને હરિયાણામાં 625 કેસ નોંધાયા છે  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 14 લોકોના મોત નોંધાયા  છે. દેશમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 63,000ને પાર પહોંચી ગઈ છે. એક્ટિવ દર્દીઓની કુલ સંખ્યા 63,063 છે. જે દેશમાં નોંધાયેલા કુલ કેસના 81.37 ટકા એકલા આ પાંચ રાજ્યોમાંથી આવ્યા છે, જેમાં મહારાષ્ટ્રમાં…

Read More

ચોમાસું પ્રબળ બનતાં ગુજરાતના 58 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ સુરતના કામરેજમાં 2.5 ઇંચ નોંધાયો છે. પાંચ દિવસ સમાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં ધીમે-ધીમે હવે ચોમાસું  જોર પકડી રહ્યું  છે. ત્યારે છેલ્લાં 24 કલાકમાં ચોમાસું પ્રબળ બનતાં ગુજરાતના 58 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ સુરતના કામરેજમાં 2.5 ઇંચ નોંધાયો છે. રાજ્યના વિવિધ વિસ્તારો જેવા કે કપરાડામાં 1.75 ઇંચ, કરજણમાં 1.5 ઇંચ, પલસાણામાં 1.5 ઇંચ, તારાપુરમાં 1 ઇંચ વડિયામાં પોણો ઇંચ, લીંબડીમાં પોણો ઇંચ, લિલિયામાં અડધો ઇંચ, હાંસોટમાં અડધો ઇંચ, બોટાદમાં અડધો ઇંચ તેમજ વઢવાણમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. આ  જોઈ હવે વરસાદના…

Read More

UP-બિહારમાં વહેલી સવારે વિરોધ પ્રદર્શન સમસ્તીપુરમાં ટ્રેન સળગાવાઈ, બલિયામાં વાહનોની તોડફોડ સમસ્તીપુરમાં ટ્રેન સળગાવાઈ, બે કોચ ખાખ બિહારમાં ત્રીજા દિવસે પણ કેન્દ્રની અગ્નિપથ યોજનાનો વિરોધ ચાલું રહ્યો છે. 9 જિલ્લામાં હિંસક દેખાવો થઈ રહ્યા છે. સમસ્તીપુરમાં દેખાવકારોએ પેસેન્જર ટ્રેનને આગ ચાંપી દીધી હતી. બક્સર અને નાલંદામાં ટ્રેક જામ કર્યો હતો. આગચંપી બાદ અરાહમાં રસ્તા પર ટ્રાફિકજામ કરવામાં આવ્યો છે. પ્રદર્શનકારીઓ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.કેન્દ્રની અગ્નિપથ યોજના સામે બિહારમાં ત્રીજા દિવસે પણ હિંસક વિરોધ જારી રહ્યો છે. 13 જિલ્લામાં ઉગ્ર હિંસક પ્રદર્શન કરવામાં આવ્યું છે. પ્રદર્શનકારીઓએ સમસ્તીપુર અને લખીસરાયમાં પેસેન્જર ટ્રેનને આગ ચાંપી હતી. જ્યારે, બક્સર અને નાલંદામાં રેલવે…

Read More

ખાદ્યતેલના ભાવમાં લીટર દીઠ 15 રૂપિયા સુધીનો ઘટાડો વિવિધ બ્રાન્ડેડ એડિબલ ઓઇલ કંપનીઓએ કર્યો ભાવ ઘટાડો ઇન્ડોનેશિયામાં પામની નિકાસ ફરી શરુ થતા ભાવમાં ઘટાડો બ્રાન્ડેડ ખાદ્યતેલ કંપનીઓએ છેલ્લા બે વર્ષમાં ‘મણ’ જેટલો ભાવવધારા બાદ હવે ‘કણ’ જેટલો ઘટાડો કર્યો છે. તાજેતરમાં વિવિધ બ્રાન્ડેડ એડિબલ ઓઇલ કંપનીઓએ ખાદ્યતેલોની કિંમત લીટર દીઠ રૂ. 15 સુધી ઘટાડી છે, જે મોંઘવારીની ભીંસમાં પિસાઇ રહેલી પ્રજાને આગામી તહેવારોની સિઝનમાં થોડીક રાહત આપી શકે છે.ખાદ્યતેલો સસ્તા થવાનું મુખ્ય કારણ ઇન્ડોનેશિયા દ્વારા પામેતેલની નિકાસ ફરી શરૂ કરવી અને વૈશ્વિક બજારોની નરમાઇ છે. છેલ્લા કેટલાંક સપ્તાહોથી આર્જેન્ટિના અને રશિયામાંથી સનફ્લાવર તેલની સપ્લાય શરૂ થઇ છે જેની અસરે કિંમત…

Read More

ગુજરાતી ફિલ્મ કલાકારો ભાજપમાં જોડાયા ભાજપના સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવતા CR પાટીલ ગુજરાત ભાજપમાં 1.13 કરોડ સભ્યો છે ગાંધીનગર કમલમમાં ભાજપના સદસ્યતા અભિયાનનો પ્રારંભ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કરાવ્યો હતો. જેમાં 50 હજાર બુથ પર સદસ્યતા અભિયાન ચલાવાશે. તેમજ આ પ્રસંગે કેટલાક ગુજરાતી ફિલ્મ કલાકારો ભાજપમાં જોડાયા હતા.. જેમાં રાગી જાની, બિમલ ત્રિવેદી, આંચલ શાહ, સંજયસિંહ ચૌહાણ, પ્રાપ્તિ અજ્વાળીયા આ બધા કેસરીયો ધારણ કરી વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા.\વિધાનસભા ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટીએ  ફરી એકવાર સદસ્યતા અભિયાનની શરૂઆત કરી છે જેમાં ગુજરાત ભાજપમાં 1.13 કરોડ સભ્યો છે. જેમાં નવા 20 ટકા સભ્યો ઉમેરવાના લક્ષ્યાંક સાથે સદસ્ય અભિયાનની શરૂઆત થઇ ગઈ…

Read More