Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

આમલીમાં રહેલા તત્વો શરીર માટે છે ખૂબ ફાયદા કારક આમલી વજન ઘટાડવાની સાથે સાથે ઇમ્યુનિટી વધારે છે પાચનતંત્રની સાથે સાથે હદયને પણ મજબૂત રાખે છે આમલી ગુજરાતીઓની ઓળખ એના ફૂડથી પણ થતી હોય છે. જેમાં ગુજરાતી એટેલે ભજીયા અને ભજીયા એટ્લે ગુજરાતી કહીએ તો પણ ખોટું નથી પરંતુ ભજીયા એકલા ખવામાં આવતા નથી ભજીયાની સાથે ચટણી પણ ખવાઇ છ,જે મુખ્યત્વે આંબલી માથી બનાવવામાં આવે છે. ત્યારે ચટણી બનાવવામાં ઉપયોગમાં લેવાતી આંબલી ખાલી સ્વાદ માટે જ નથી. આંબલીના અનેક ફાયદા પણ છે શું તમે એ જાણો છો? આમલીને ઘરોમાં જમવાનો સ્વાદ વધારવા માટે વાપરવામાં આવે છે. જ્યાં કેટલાક લોકોને ખાટી-મીઠી આમલી…

Read More

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું બીકોમનું પેપર થયું લીક ગીતાંજલી કોલેજના ગ્રૂપમાં પેપર થયું ફરતું પોલીસે કેટલાક લોકોની અટકાયત કરી હતી થોડા સમય પહેલા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલ પરીક્ષા હેડ ક્લાર્કનું પેપર લીક થયાની સાહી હજુ સૂકાણી નથી ત્યાં વધુ એક પરીક્ષાનું પેપર લીક થયું છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની B.COM ની પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનો આરોપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે. બીકોમ સેમેસ્ટર-3 નું ઈકોનોમિક્સનું પેપર પરીક્ષા ચાલુ થાય તે પહેલા લીક થઈ ગયું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વોટ્સએપ ગ્રુપમાં પેપર ફરતું થયું હતું તે ગ્રુપનું નામ ‘લવલી યાર’ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. પેપર…

Read More

ઓમિક્રોનના ખતરાને લઈ રાજ્યોએ જારી કરી ગાઈડ લાઇન કેન્દ્રની સૂચના બાદ રાજ્ય સરકારો આવી હરકતમાં નાઈટ કરફ્યુ, અનેક પ્રતિબંધો લાગવાયા ભારત સહિત સમગ્ર વિશ્વને ચિંતામાં મૂકનાર કોરોના વાયરસના નવા નવા વેરિયન્ટ આવી રહ્યા છે. જોકે દેશમાં થોડા સમયથી કોરોના કેસોમાં એકદમ ઘટાડો નોંધાયો હતો. જેને કારણે સરકારે લાદેલા બંધનોમાથી છૂટછાટ આપવામાં આવી હતી. લોકોનું જન જીવન સામાન્ય થઈ રહ્યું હતું. ત્યારે કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન આવ્યો અને જેના કેસો દેશમાં વધવા લાગ્યા જેને કારણે સરકાર સહિત સૌની ચિંતામાં વધારો થયો છે. કેન્દ્ર સરકાર તરફથી ગુરૂવારે રાજ્યોને ફરી કોરોના વાયરસ મહામારીની ત્રીજી લહેર આવી શકે છે તેવો ડર રજૂ કર્યો…

Read More

આગામી 26 તારીખથી ટેસ્ટ સીરિઝ થશે શરૂ હવામાન વિભાગ મુજબ વરસાદની 80 ટકા સંભાવના  ટેસ્ટના પહેલા 2 દિવસના વરસાદને કારણે પિચ ધોવાની સંભાવના ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે 3 ટેસ્ટ મેચની સિરીઝ 26 ડિસેમ્બરથી શરૂ થનાર છે. ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકાની પહેલી ટેસ્ટ સેન્ચુરિયનમાં રમાનાર છે.  જોકે આ દરમિયાન કોવિડ-19ને ધ્યાનમાં રાખી દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ અપાશે નહીં. પરંતુ આ તમામ પાસા સિવાય વરસાદ પણ પહેલા 2 દિવસ વિઘ્ન ઊભું કરી શકે છે. દક્ષિણ આફ્રિકાના વેધર અપડેટ આધારે જો વાત કરવામાં આવે તો પાંચમાંથી 3 દિવસ તો વરસાદ વિઘ્ન નાખી શકે છે. વેધર અપડેટ આપતી વેબસાઈટ એક્યૂવેધરના જણાવ્યા પ્રમાણે સેન્ચુરિયનમાં…

Read More

એક સપ્તાહમાં વડાપ્રધાન મોદીની કાશીની બીજી મુલાકાત 2100 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની કરશે જાહેરાત 1.74 લાખ દૂધ ઉત્પાદકોને બોનસ અપાશે આગામી સમયમાં ઉતર પ્રદેશમાં ચૂંટણી યોજાનાર છે. જેને લઈ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ભાજપે પણ યુપીની ચૂંટણીને લઈ રણનીતિ ઘડવાની શરૂઆત કરી છે. સાથે ભાજપના દિગ્ગજ નેતાઓના યુપીના દોરા શરૂ થઈ ચૂક્યા છે. ત્યારે વડાપ્રધાન મોદી પણ યુપી અને વારાણસીની મુલાકાતો કરી રહ્યા છે. છેલ્લા  થોડા સમયમાં મોદી યુપીની 5મી વખત મુલાકાત કરી છે. જ્યારે આજ સપ્તાહમાં વડાપ્રધાન મોદી બીજી વાર કાશી વિસ્તારની મુલાકાતે છે.   વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સંસદીય વિસ્તાર વારાણસીની છે. મોદીની આ મુલાકાત…

Read More

રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાનું અનુમાન 23 ડિસેમ્બરથી માવઠું થવાનું અનુમાન હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું હાલ ગુજરાતમાં ઠંડીએ જોર પકડ્યું છે. રોજે ઠંડીનો પારો નિચે જઇ રહ્યો છે. રાજ્યના ઘણા વિસ્તારમાં હાલ કોલ્ડવેવ જોવા મળી રહી છે. ત્યારે ઠંડી વચ્ચે ખેડૂતો માટે એક માઠા સમાચાર આવ્યા છે. હવામાન મોસમના તજજ્ઞ દ્વારા રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ લઘુતમ તાપમાનનો પારો ગગડતા કડકડતી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. જોકે, સામાન્ય રીતે ગુજરાતમાં ડિસેમ્બર મહિનાના અંતમાં વધુ ઠંડી અનુભવાય છે.  ગુજરાતમાં ઉત્તર-પૂર્વ – પૂર્વના પવન ફુંકાઈ રહ્યા છે અને આગામી 24 કલાક દરમિયાન કચ્છમાં કોલ્ડ વેવની…

Read More

પંજાબના લુધિયાણાની કોર્ટમાં થયો બ્લાસ્ટ કોર્ટના ત્રીજા માળે બાથરૂમમાં થયો બ્લાસ્ટ કોર્ટ પરિસરમાં થયેલ બ્લાસ્ટમાં 2 લોકોના મોત થોડા સમય પહેલા દિલ્હીના કોર્ટ પરિસરમાં બ્લાસ્ટ થયો હતો. કોર્ટમાં ફાયરિંગ થવાની સાહી હજુ સુકાણી નથી ત્યાં વધુ એક કોર્ટમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. દિલ્હી બાદ હવે પંજાબના લુધિયાણાની કોર્ટમાં જોરદાર બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી છે. કોર્ટ પરિસરમાં  ગેસ સિલિન્ડર ફાટ્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે દીવાલ ધરાશાયી થઈ હતી જેના કારણે બે લોકોના મોત થયા છે. જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બ્લાસ્ટ ત્રીજા માળે કોર્ટ નંબર 9ની…

Read More

ઝીરો ડાઉન પેમેન્ટ, ઝીરો ઇન્ટરેસ્ટ રેટ સાથે વાહન માટે મેળવી શકશો લોન ચેક બુક અથવા ડોક્યુમેન્ટ્સ વગર ઓટો લોન મળશે કાર્નિવલ 31 ડિસેમ્બર સુધી ચાલશે ભારતએ ઉત્સવ પ્રિય દેશ છે. લોકો અહી તહેવારોની ધામે ધુમે ઉજવણી કરતા હોય છે. લોકો તહેવારોની ઉજવણીની સાથે સાથે નવી વસ્તુની ખરીદી કરતા હોય છે. ભારતીયો દિવાળી અને નવરાત્રિના તહેવારોમાં ખાસ કરીને વાહનોની ખરીદી કરતાં હોય છે. જો કે દિવાળી હમણાં જ ગઈ અને હવે નવું વર્ષ આવી ગયું છે. જો તમે દિવાળીના તહેવારમાં નવી બાઇક કે સ્કૂટર લેવાનું ચૂકી ગયા હો તો હીરો મોટોકોર્પ દ્વારા ફરી એકવાર બંપર ડિસ્કાઉન્ટ સાથે નવું ટૂ-વ્હીલર ખરીદવાની તક…

Read More

જેમ્સ-જ્વેલરીની નિકાસ 4.21 ટકા ઘટી નવેમ્બર માસમાં રૂ.17,785 કરોડની નિકાસ નોંધાઇ દિવાળીના તહેવારોમાં મેન્યુફેક્ચરિંગ કામગીરી અટકતા નિકાસ ઘટી ગુજરાત રાજ્યના સુરત શહેરે વિશ્વમાં નામના મેળવી છે. ડાયમંડ સિટી તરીકે પ્રખ્યાત સુરત શહેર માથી વર્ષે કરોડો રૂપિયાના જેમ્સ અને જ્વેલરી એક્સપોર્ટ કરવામાં આવી રહ્યા છે. સુરત ડાયમંડ ક્ષેત્રે અજોડ છે. ત્યારે દેશમાં જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ નવેમ્બર માસમાં નજીવી ઘટી છે. દિવાળીના તહેવારોમાં સેક્ટરમાં મેન્યુફેક્ચરીંગમાં ઘટાડો થવાના કારણે નવેમ્બરમાં ભારતની એકંદર જેમ અને જ્વેલરીની નિકાસ ગયા વર્ષના સરખામણીમાં 4.21 ટકા ઘટીછે. રૂ. નવેમ્બર 2020 દરમિયાન કુલ નિકાસ રૂ. 18,565.31 કરોડની હતી. જેમ્સ એન્ડ જ્વેલરીના નિકાસમાં ઘટાડો થવાનું કારણ દિવાળી દરમિયાન…

Read More

બંગાળના નદિયામાં થયો કોરોના બ્લાસ્ટ નવોદય સ્કૂલમાં 29 બાળકો કોરોના પોઝિટિવ આવ્યા મોદી કોરોના પર આજે સમીક્ષા બેઠક કરશે સમગ્ર વિશ્વને ચિંતામાં મૂકનાર કોરોનાએ લોકોના જીવ અધર ચડાવી રાખયા છે. કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ બાદ ઓમિક્રોન વેરિયન્ટ સામે આવ્યો છે. નવા નવા કોરોનાના વેરિયન્ટ આવી રહ્યા છે. ત્યારે ભારતના બંગાળમાં કોરોના બ્લાસ્ટ થવા પામ્યો છે. પશ્ચિમ બંગાળની નદિયામાં એક સ્કૂલના એકસાથે 29 બાળકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શહેરના કલ્યાણી વિસ્તારમાં આવેલી નવોદય કેન્દ્રીય વિદ્યાલયમાં કોરોના બ્લાસ્ટ થયો છે. એક સાથે 29 બાળકો કોરોના સંક્રમિત થયા બાદ  બાકીના વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો કોરોના રિપોર્ટ કરવામાં આવી રહ્યો છે. સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ…

Read More