Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

ફેબ્રુઆરી મહિનામાં 12 દિવસ બેંક રહેશે બંધ ધક્કા ખાધા પહેલા ચેક કરો લિસ્ટ જાહેર જાન્યુઆરીની જેમ ફેબ્રુઆરીમાં પણ રજાઓની વણઝાર ફેબ્રુઆરીના મહિનામાં જાન્યુઆરીની જેમ બેંકોની ઘણી રજાઓ છે. ફેબ્રુઆરીના મહિનામાં 12 દિવસ સુધી બેંકોની રજા રહેવાની છે. જેમા બીજા અને ચોથા શનિવાર અને રવિવારની રજાઓ પણ સામેલ છે. ફેબ્રુઆરી મહિનામાં વસંત પંચમી, ગુરુ રવિદાસ જયંતી જેવા અવસર આવે છે, જેના પર બેંકોની રજા રહેશે. જોકે ફેબ્રુઆરી મહિનામાં દેશની દરેક જગ્યાએ બેંક 12 દિવસ બંધ નહીં રહે. મહિનામાં આવી રહેલી કેટલીક રજાઓ/તહેવારો કોઈ રાજ્ય અથવા ક્ષેત્ર વિશેષ સાથે સંબંધિત છે. તેથી બેંક હોલિડે અલગ-અલગ રાજ્ય મુજબ હોઈ શકે છે. આમ તો…

Read More

સાઉથ આફ્રિકા સામે વન ડે સિરિઝમાં પણ ભારતની 3-0થી હાર ટીમના ખરાબ દેખાવથી ક્રિકેટ ચાહકોમાં રોષ હાર્દિક પંડયા તેમજ રવિન્દ્ર જાડેજા જેવા ખેલાડીઓની ખોટ સાલી સાઉથ આફ્રિકા સામે વન ડે સિરિઝમાં પણ ભારતની 3-0થી કારમી હાર થઈ છે. નબળી સાઉથ આફ્રિકન ટીમ સામે પણ ભારતીય ટીમના ખરાબ દેખાવથી ક્રિકેટ ચાહકોમાં રોષ છે. ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડે હવે સ્વીકાર્યું છે કે, ટીમની બેટિંગનું બેલેન્સ બરાબર નથી. કેટલાક ઓલરાઉન્ડર ખેલાડીઓ બહાર છે. દ્વવિડનું માનવું છે કે નંબર 6 અને સાત પર હાર્દિક પંડયા તેમજ રવિન્દ્ર જાડેજા જેવા ખેલાડીઓની ખોટ સાલી રહી છે .તેઓ પાછા ફરશે તો ટીમની બેટિંગ મજબૂત બનશે. દ્રવિડે…

Read More

સેન્ડવિચ શૂઝ સોશિયલ મીડિયામાં મચાવે છે ધૂમ શૂઝ જોઈને તમને સેન્ડવિચ કે બર્ગર ખાવાની ઈચ્છા થશે આ શૂઝમાં 3D વેગન લેધર, લેટ્યૂસ, ચીઝ અને ડુંગળીના લેયર્સ પણ દેખાય છે દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તે બાકીના કરતા અલગ દેખાય. તેથી લોકો ઘણી વખત એવી રીત અપનાવતા હોય છે, જેનાથી લોકોનું ધ્યાન તેમની તરફ જાય છે. આ જ કારણ છે કે ઘણીવાર નવા ફેશન ટ્રેન્ડ ચર્ચામાં રહે છે. અત્યારે આવા જ એક શૂઝ ઈન્ટરનેટર પર વાયરલ થઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે કેટલાક લોકો તેને શૂઝને સેન્ડવિચ શૂઝ અથવા બર્ગર શૂઝ કહી રહ્યા છે. આ સેન્ડવિચ આકારના સ્નીકર્સ…

Read More

માત્ર અડધા ગ્લાસ પાણીથી 5 જોડી કપડા ધોવાઈ જશે 5 જોડી કપડા 80 સેકન્ડમાં ધોવાઈ જશે રેડિયેશન ટેકનોલોજીવાળું વોશિંગ મશીન માત્ર અડધા ગ્લાસ પાણીથી સાત કિલો સુધીના કપડાં (5 જોડી કપડાં અથવા 6 પેન્ટ-4 શર્ટ) એક જ વખતમાં ધોઈ શકાશે. ચિતકારા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ટીચર્સે મળીને બે વર્ષની મહેનત પછી આવું વોશિંગ મશીન તૈયાર કર્યું છે. આ મશીનનો ઉપયોગ તેમની પોતાની હોસ્ટેલમાં જ નહીં પરંતુ કેટલીક હોસ્પિટલો અને બેકરીઓમાં પણ થઈ રહ્યો છે. તેને પેટન્ટ પણ મળી ગઈ છે. તેમાં ગાડીઓના એન્જિનની જેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનું નામ ’80 વૉશ’ રાખવામાં આવ્યું છે, કેમ કે કપડાં માત્ર 80…

Read More

બોલીવુડ ફિલ્મ ઉદ્યોગની ‘બાર્બી ગર્લ’ તરીકે પ્રખ્યાત છે કેટરીના તાજેતરમાજ કેટરીને વિકી કૌશલ સાથે કર્યા છે લગ્ન કેટરીનાનું બાળપણ લગભગ 18 દેશોમાં વીત્યું હતું કેટલાક તેમને સુંદરતાની પરી કહે છે. કેટલાક તેમને બોલીવુડ ફિલ્મ ઉદ્યોગની ‘બાર્બી ગર્લ’ કહે છે. કોઈ તેમને ખૂબ પસંદ જ કરે છે. કોઈ તેમને દિલથી જુએ છે. કેટલાક તેમના અભિનય પર મગ્ન પામે છે અને કેટલાક તેમની સુંદરતા પર જીવન વિતાવે છે. હવે તમે વિચારતા જ હશો કે આખરે એ ‘કોઈ’ કોણ છે. તો ચાલો તમને જણાવીએ તે બીજું કોઈ નહીં પણ લાખો દિલોની ધડકન છે, સુંદરતાથી ભરપૂર અભિનેત્રી કેટરિના કૈફ. હવે તમે ‘કોઈ’ વિશે જાણી…

Read More

દેશમાં 5 દિવસમાં 15 લાખથી વધુ કેસ નોંધાયા કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. ભારતમાં ઓમિક્રોનનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ  તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 3,06,064  નવા કેસ નોંધાયા છે અને 439 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 2,43,495 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં ગઈકાલ કરતાં આજે 27,649 કેસ ઓછા નોંધાયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 22,49,355 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 20.75 ટકા છે.  દેશમાં કોરોના મહામારીની ત્રીજી લહેર ચાલી રહી…

Read More

આગામી સપ્તાહમાં રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડશે તાપમાનનો પારો 7 ડીગ્રી સુધી ગગડવાની શક્યતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં આવશે પલટો હાલ રાજ્યમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે.ત્યારે રાજ્યમાં ઠંડી તો પડે જ છે પરંતુ માવઠું પણ થઈ રહ્યું છે. ઠંડીની સિઝન શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં રાજયમાં 3 વખત માવઠું થઈ ચૂક્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના મોટાંભાગના વિસ્તારોમાં હવામાનમાં પલટો આવ્યો છે અને આગામી સમગ્ર અઠવાડિયા દરમિયાન હાડ થીજવડી ઠંડી પડશે તેવી આગાહી કરવામાં આવી છે. આજે કચ્છ જિલ્લાનાં નલિયામાં સૌથી ઓછું 7.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ડીસામાં 11, ગાંધીનગરમાં 12.7 , રાજકોટમાં 12.7  અને અમદાવાદમાં 13.6 ડિગ્રી…

Read More

મુંબઈનાં તારદેવમાં આવેલ 20 માળની બિલ્ડીંગમાં લાગી આગ 7નાં મોત તો 19 લોકોને બચાવવામાં આવ્યા આગની ઝપેટમાં આવેલા 2 લોકોની હાલત ગંભીર માયા નગરી મુંબઈમાં વધુ એક વખત આગ લાગવાની ઘટના બની છે. મુંબઈનાં તાડદેવ વિસ્તારમાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના કમલા સોસાયટી નામની રહેણાંક મકાનમાં બની હતી. હાલમાં ફાયર બ્રિગેડની 13 ગાડીઓ અને 5 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી  અને આગ પર કાબુ મેળવવાનાં પ્રયાસો પણ શરૂ છે. આગ લાગવાની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકો આગમાં દાઝ્યાં હોવાની માહિતી સામે આવી રહી છે. હાલમાં આ તમામને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યાં છે. હાલમાં રેસ્ક્યુ અભિયાન શરૂ છે. તાજેતરની…

Read More

ઓવૈસી ગઠબંધન કરી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા બાબુ સિંહ કુશવાહ અને ભારત મુક્તિ મોરચા સાથે ગઠબંધન કરાયું એક OBC અને બીજા દલિત એમ બે CM રહેશે: ઓવૈસી AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ ઉત્તર પ્રદેશમાં બાબુ સિંહ કુશવાહ અને ભારત મુક્તિ મોરચા સાથે ગઠબંધનની જાહેરાત કરી છે. આ ગઠબંધનનું નામ ભાગીદારી પરિવર્તન મોર્ચા રાખવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે જો તેમનું ગઠબંધન સત્તામાં આવશે તો તેમની સરકારમાં બે મુખ્યમંત્રી હશે. તેમાંથી એક OBC અને બીજા દલિત હશે. આ સાથે ત્રણ નાયબ મુખ્યમંત્રી પણ હશે. જેમાંથી એક મુસ્લિમ હશે. આ ગઠબંધનના કન્વીનર બાબુ સિંહ કુશવાહા રહેશે. બીજી તરફ, સમાજવાદી પાર્ટી એ એક મહત્વની જાહેરાત…

Read More

ખોટા સમાચાર ચલાવનારી વેબસાઇટ પર સ્ટ્રાઈક 2 વેબસાઇટ સહિત 35 યુટ્યૂબ ચેનલ બ્લોક કરાઇ તમામ ચેનલ અને સાઇટ પર ભારતવિરોધી પ્રોપગેન્ડા થતો ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ ફરી એક વખત ડિજિટલ સ્ટ્રાઈક કરી છે. સૂચના અને પ્રસારણમંત્રી અનુરાગ ઠાકુરની ચેતવણીના બીજા દિવસે જ સરકારે 35 યુટ્યૂબ ચેનલ, 2 ટ્વિટર એકાઉન્ટ, 2 ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ, 2 વેબસાઈટ અને એક ફેસબુક એકાઉન્ટને બ્લોક કર્યાં છે. આ કાર્યવાહી IT નિયમો અંતર્ગત કરવામાં આવી છે. આ તમામ એકાઉન્ટ પાકિસ્તાનથી ઓપરેટ થઈ રહ્યાં હતાં. કેન્દ્રીય સુચના અને પ્રસારણ મંત્રાલયના સેક્રેટરી અપૂર્વ ચંદ્રા અને જોઈન્ટ સેક્રેટરી વિક્રમ સહાયે શુક્રવારે આ મામલે પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. વિક્રમ સહાયે કહ્યું હતું…

Read More