What's Hot
- ના તેલ, ના મસાલા, બનાવો આ 1 સિક્રેટ સાથે સ્વાદિષ્ટ આમળાનું અથાણું
- આજ થી જ ચાલુ કરો આ સફેદ વસ્તુ ખાવાનું શરુ, તમારું શરીર બની જશે લોખંડી
- આ 6 વસ્તુઓ દિવાળી પહેલા જ કાઢી નાખો ઘર માંથી, લાવી શકે છે ગરીબી
- શું તમે હોન્ડા ગાડીના મલિક છો તો આ સમાચાર ખાસ તમારા માટે છે, પાછી ખેંચી રહી છે 2,204 ગાડીઓ
- સિંઘમમાં અંગેનમાં એક સ્પેશિયલ કોપની એન્ટ્રી થવા જઈ રહી છે, શું આ ઈન્સ્પેક્ટર ગુડલક સાબિત થશે?
- દિવાળી દરમિયાન, તમારા મહેમાનોને સ્વાદ અને આરોગ્યથી ભરપૂર ચિયા સીડ્સની આ મીઠી રેસીપી ખવડાવો, તેઓ તેને એક જ વારમાં ખાશે, જાણો રીત.
- ટીમ ઈન્ડિયાને વરતાશે આ ખેલાડીની ખોટ, BGT પહેલા ઓસ્ટ્રેલિયાના કોચે આપ્યું મોટું નિવેદન
- કેદારનાથ પેટાચૂંટણીઃ કોંગ્રેસ બાદ ભાજપે પણ પોતાના ઉમેદવારની જાહેરાત કરી, જાણો કોના પર લગાવ્યો દાવ.
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
વડોદરા કોંગ્રેસમાં જૂથવાદ આવ્યો સામે ભાવિક અમીન અને મૌલિન વૈષ્ણવ વચ્ચે સર્જાયો વિવાદ નેતાઓની જૂથબંધીનો વિવાદ સોશિયલ મીડિયા પર પહોચ્યો ગુજરાત વિધાનસભાની ચૂંટણી વર્ષના અંત સુધીમાં યોજાનાર છે. ત્યારે ગુજરાતની સત્તામાં વર્ષોથી દૂર રહેલી કોંગ્રેસ પાર્ટીમાં વારેવારે જૂથબંધીના સમાચારો સામે આવતા રહે છે. ત્યારે ફરી વડોદરામાં જૂથબંધીનો મામલો સામે આવ્યો છે. કોંગ્રેસ નેતા ભાવિક અમીને ફેસબુક પર એક સાથે ત્રણ પોસ્ટ કરીને ધડાકો કર્યો છે. વડોદરામાં કોંગ્રેસના બે નેતાઓ વચ્ચે જૂથબંધીનો વિવાદ સોશિયલ મીડિયા પર પહોંચી ગયો છે. ભાવિક અમીને ફેસબુક પર પોસ્ટ કરીને મૌલિન વૈષ્ણવ પર ગંભીર આરોપ લગાવ્યા છે. અમીને ફેસબુક પર આરોપ લગાવ્યો કે, વડોદરામાં જ્યાં સુધી…
કોરોનાના નવ 1.72 લાખ કેસ નોંધાયા નવા કેસમાં 6.8 ટકાનો ઉછાળો નોંધાયો દેશમાં ડેઈલી પોઝિટિવિટી રેટ 10.99% થયો દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1.72 લાખ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના નવા કેસમાં 6.8 ટકાનો ઉછાળો નોંધાયો છે. કોરોનાનો ડેઈલી પોઝિટિવિટી રેટ પણ વધ્યો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના 167.87 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સવારે જાહેર કરેલા લેટેસ્ટ આંકડામાં કોરોનાના નવા 1,72,433 દર્દીઓ નોંધાયા છે. જેમાં અગાઉ કરતા 6.8 ટકાનો વધારો નોંધાયો છે. હાલ દેશમાં કોરોનાના 15,33,921 દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં 2,59,107 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા…
નકલી વેક્સિન અને ટેસ્ટિંગ કીટનો જથ્થો મળી આવ્યો 4 કરોડની કિંમતનો જથ્થો ઝડપાયો: 5ની ધરપકડ દક્ષિણના રાજ્યોમાં સપ્લાય કરવામાં આવી રહ્યો હતો ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં કોરોનાની નકલી વેક્સિન અને ટેસ્ટિંગ કીટ બનાવીને દેશનાં અનેય રાજ્યોમાં સપ્લાય કરવામાં આવી રહ્યો હતો. બુધવારે UP-STFના વારાણસી ટીમે રોહિતનગરનાં એક મકાનમાં દરોડો પાડીને આ નકલી વેક્સિનના કૌભાંડનો પર્દાફાસ કર્યો હતો. આ કેસમાં પોલીસે 5 આરોપીઓની ઘરપકડ કરી છે. આરોપીઓ પાસેથી કોવીશીલ્ડ અને Zycov-dની નકલી વેક્સિન, નકલી ટેસ્ટીંગ કીટ, પેકિંગ મશીન, ખાલી શીશીઓ અને સ્વાબ સ્ટિક્સ મળી આવી હતી. STFના એડિશનલ SP વિનોદકુમાર સિંહે જણાવ્યુ હતુ કે રાકેશ થવાણી, અરુણેશ વિશ્વકર્મા, સંદીપ શર્મા, શમશેર અને લક્ષ્ય…
સુનીલ ગ્રોવરનું મુંબઈમાં થયું ઓપોરેશન હાર્ટમાં બ્લોકેજ હોવાથી સર્જરી કરવામાં આવી સુનીલ ગ્રોવરની તબિયત હાલ સુધારા પર 44 વર્ષીય કોમેડિયન તથા એક્ટર સુનીલ ગ્રોવરની તાજેતરમાં હાર્ટ સર્જરી કરવામાં આવી હતી. સુનીલ ગ્રોવરની તબિયત હાલમાં સુધારા પર છે. મળતી માહિતી મુજબ સુનીલ ગ્રોવરને હાર્ટમાં બ્લોકેજ હતું અને તેથી જ સર્જરી કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સર્જરી પહેલાં સુનીલ ગ્રોવરે પુણેમાં વેબ સિરીઝનું શૂટિંગ પૂરું કર્યું હતું. સૂત્રોના મતે, હેલ્થ કન્ડિશન આવી હોવા છતાંય સુનીલે પહેલાં પુણેમાં શૂટિંગ કર્યું હતું. તેણે પ્રોફેશનલ એટીટ્યૂડ રાખીને પહેલાં પોતાનું કમિટમેન્ટ પૂરું કર્યું હતું અને ત્યારબાદ મુંબઈમાં સર્જરી કરાવી હતી. સુનીલ ગ્રોવરની મુંબઈની એશિયન હોસ્પિટલમાં…
U-19માં સેમી-ફાઇનલમાં ઈન્ડિયાએ ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી 24 વર્ષથી કાંગારૂઓ સામે યુવા બ્રિગેડ અજેય છે 24 વર્ષથી કાંગારૂ સામે ટીમ ઈન્ડિયા અજેય છે વેસ્ટ ઈન્ડીઝમાં રમાઈ રહેલા ક્રિકેટના અંડર-19 વર્લ્ડ કપમાં ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે બુધવારે બીજી સેમી-ફાઈનલ મેચ રમાઈ રહી છે. જેમાં ભારતે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે ઈન્ડિયન ટીમનો રેકોર્ડ U-19 વર્લ્ડ કપમાં કાંગારૂ સામે શાનદાર છે. આપણી યુવા બ્રિગેડ છેલ્લાં 24 વર્ષથી નોકઆઉટ મેચમાં ક્યારેય ઓસ્ટ્રેલિયા સામે હારી નથી. ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન ટીમે બાંગ્લાદેશને એકતરફી મેચમાં 5 વિકેટથી હરાવી સેમી-ફાઈનલમાં પ્રવેશ કર્યો છે, જ્યારે ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને…
ચૂંટણી પહેલા ગુજરાતી કલાકારો જોડાયા ભાજમાં કોંગ્રેસના પૂર્વ મંત્રીની પુત્રીએ પણ કર્યો કેસરિયો ધારણ ભગવા રંગે રંગાયા કલાકારો ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં યોજાવવાની છે. ત્યારે મતદારો પર પોતાની પકડ મજબૂત કરવા રાજકીય પક્ષો તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છે. આ રણનીતિના ભાગરૂપે આજરોજ ભાજપમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેટલાક કલાકારો ભાજપમાં જોડાયા છે. ઉપરાંત કોંગ્રેસના પૂર્વ મંત્રીની પુત્રીએ પણ કેસરિયો ખેસ ધારણ કર્યો છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કલાકારોને ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા. મળતી માહિતી મુજબ ગુજરાતી ફિલ્મ વિટામીન-સીની એક્ટ્રેસ ભક્તિ કુબાવત, ગુજરાતી અભિનેત્રી મમતા સોની, ઉપરાંત જાહનવી પટેલ, આકાશ ઝાલા, હેમાંગ દવે, હિતલ ઠક્કર, પ્રશાંત બારોટ, કમિની પટેલ, સન્ની…
નવા બજેટમાં ગુજરાતને મળશે નવા લાભ ગિફ્ટમાં યુનિવર્સિટી, હીરા ઉદ્યોગને રાહત નદીઓનું ઇન્ટરલિન્કિંગ ડાયમંડ પર કસ્ટમ ડ્યૂટી 7.50%થી ઘટાડી 5% કરાઈ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાની બજેટ સ્પીચમાં ગુજરાતને લઈ કેટલીક ખાસ જાહેરાતો કરી છે, જેમાં ગિફ્ટ-સિટીને લઈ મોટી જાહેરાતો, નદીઓના ઇન્ટરલિન્કિંગ, રાજ્યને એક લાખ કરોડ રૂપિયાની વ્યાજ વગરની લોન ઉપરાંત સુરતના ડાયમંડ માર્કેટને પ્રોત્સાહિત કરતી જાહેરાતોનો સમાવેશ થાય છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય બજેટ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે સ્થાનિક વ્યવસાયો અને પુરવઠા શૃંખલાઓને મદદરૂપ થવા વન સ્ટેશન વન પ્રોડક્ટનો અભિગમ લોકપ્રિય બનશે. તેમણે ઉમેર્યું કે હાલમાં સહકારી મંડળીઓએ ઓલ્ટરનેટિવ મિનિમમ ટેક્સ 18.5% ચૂકવવો પડે છે તે હવે…
નાણાં મંત્રીએ બજેટનો પટારો ખોલ્યો કૃષિ, ઉદ્યોગ સહિતના સેક્ટર માટે કરી જાહેરાત સંસદમાં બજેટ રજૂ કરતાં નાણામંત્રી નિર્મલા સિતારામન કોરોનાની ત્રીજી લહેર વચ્ચે નિર્મલા સીતારમણ આજે સામાન્ય બજેટ રજૂ કરવાનાં છે. આ તેમનું ચોથું બજેટ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા પછી નિર્મલા સીતારમણ સંસદ ભવન પહોંચ્યા હતા. ત્યાં કેબિનેટ દ્વારા પણ બજેટને મંજૂરી આપી દેવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં પેપરલેસ બજેટ વાંચવાનું શરૂ કર્યું છે. નિર્મલા સિતારામન બજેટની રજૂઆત કરી રહ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે નવા બજેટમાં MSME (મિનિસ્ટ્રી ઓફ માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈસીસ)ને મજબૂત કરવા માટે નવી યોજનાઓ શરુ થશે. 5 વર્ષમાં…
ગુજરાતમાં કોરોના કેસમાં આવ્યો નોંધપાત્ર ઘટાડો કોરોના રિકવરી રેટમાં આવ્યો વધારો દર્દીને હોસ્પિટલાઈઝેશનની જરૂર નહિવત જોવા મળી રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એક તરફ કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે, તો બીજી તરફ ગુજરાતમાં સાજા થતા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા 3 દિવસમાં 13,950 કોરોનાના કેસ નોંધાયા છે. હજારો કેસો નોંધવા છતાં આ વખતે હોસ્પિટલાઈઝેશનની જરૂર નહિવત જોવા મળી છે. અમદાવાદની વાત કરીએ તો, અમદાવાદની ખાનગી કોવિડ19 હોસ્પિટલમાં માત્ર 9 ટકા એટલે 274 દર્દીઓ જ સારવાર હેઠળ છે. ખાનગી હોસ્પિટલમાં કુલ 3165 બેડમાંથી 2891 બેડ ખાલી છે. ખાનગી કોવિડ19 હોસ્પિટલમાં 24 દર્દીઓ…
ભારત ફિલિપાઈન્સને બ્રહ્મોસ મિસાઈલ આપશે અંદાજે ૨૮ અબજ રૂપિયાનો કરાર કરવામાં આવ્યો આ કરારથી શસ્ત્ર-સામગ્રીની નિકાસને બળ મળશે મહાસતા બનવા તરફ પ્રયાણ કરતું ભારત, ભારત માટે શસ્ત્રોના વેચાણ માટે દરવાજા ખુલ્લી રહા છે. ભારત ફિલિપાઈન્સને બ્રહ્મોસ મિસાઈલ આપશે. ભારત-ફિલિપાઈન્સ વચ્ચે ૩૭.૪ કરોડ ડોલર એટલે કે અંદાજે ૨૮ અબજ રૂપિયાનો કરાર થયો છે. ફિલિપાઈન્સ નેવીએ આ અંગે સત્તાવાર નિવેદન આપ્યું હતું. બ્રહ્મોસ મિસાઈલ ખરીદનારો ફિલિપાઈન્સ વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. ભારત પ્રથમ વખત આ મિસાઈલ વેચશે. બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઈવેટ લિમિટેડ અને ફિલિપાઈન્સની નેવી વચ્ચે ૩૭.૪ કરોડ ડોલરનો સોદો થયો છે. અંદાજે ૨૮ અબજ રૃપિયાના આ સોદા અંતર્ગત ભારત ફિલિપાઈન્સની નેવીને એન્ટિ…