What's Hot
- ના તેલ, ના મસાલા, બનાવો આ 1 સિક્રેટ સાથે સ્વાદિષ્ટ આમળાનું અથાણું
- આજ થી જ ચાલુ કરો આ સફેદ વસ્તુ ખાવાનું શરુ, તમારું શરીર બની જશે લોખંડી
- આ 6 વસ્તુઓ દિવાળી પહેલા જ કાઢી નાખો ઘર માંથી, લાવી શકે છે ગરીબી
- શું તમે હોન્ડા ગાડીના મલિક છો તો આ સમાચાર ખાસ તમારા માટે છે, પાછી ખેંચી રહી છે 2,204 ગાડીઓ
- સિંઘમમાં અંગેનમાં એક સ્પેશિયલ કોપની એન્ટ્રી થવા જઈ રહી છે, શું આ ઈન્સ્પેક્ટર ગુડલક સાબિત થશે?
- દિવાળી દરમિયાન, તમારા મહેમાનોને સ્વાદ અને આરોગ્યથી ભરપૂર ચિયા સીડ્સની આ મીઠી રેસીપી ખવડાવો, તેઓ તેને એક જ વારમાં ખાશે, જાણો રીત.
- ટીમ ઈન્ડિયાને વરતાશે આ ખેલાડીની ખોટ, BGT પહેલા ઓસ્ટ્રેલિયાના કોચે આપ્યું મોટું નિવેદન
- કેદારનાથ પેટાચૂંટણીઃ કોંગ્રેસ બાદ ભાજપે પણ પોતાના ઉમેદવારની જાહેરાત કરી, જાણો કોના પર લગાવ્યો દાવ.
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
સોમવારથી ધોરણ 1થી 9નું ઓફલાઈન શિક્ષણ શરૂ કોરોનાના કેસમાં ઘટાડો થતાં નિર્ણય લીધો સ્કૂલો શરૂ કરવાનાં નિર્ણયમાં ઉતાવળઃ વાલી મંડળ રાજ્ય સરકારે સોમવારથી સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પરામર્શ અને કોર ગ્રુપમાં ચર્ચા કર્યા બાદ તેમની સૂચના પ્રમાણે કોરોનાના કેસો રાજ્યમાં ઓછા થતાં અને વિદ્યાર્થીના અભ્યાસમાં મુશ્કેલી ન થાય તે હેતુથી સોમવાર 7મી ફેબ્રુઆરીથી જૂની SOP (કોરોનાની ગાઈડલાઇન) પ્રમાણે ધોરણ 1થી 9નું ઓનલાઇન અને ઓફલાઇન શિક્ષણકાર્ય વાલીઓની સંમતિ સાથે શરૂ કરવામાં આવશે. 7મી જાન્યુઆરીથી ઓફલાઈન શિક્ષણકાર્ય બંધ કરાયું હતું. રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કોર કમિટીના આ નિર્ણયની ભૂમિકા આપતા જણાવ્યું…
વન-શૉટ કોરોના વેક્સિનને અપાઈ મંજૂરી રશિયાની સ્પુતનિક લાઇટને આપી મંજૂરી DCGI કમિટીએ આપી વધુ એક વેક્સિનને મંજૂરી ભારત સહિત વિશ્વ આખામાં હજુ પણ કોરોના વાયરસ મહામારી ખતમ થવાનું નામ નથી લઈ રહી. દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેર ચાલી રહી છે અને લાખોની સંખ્યામાં કેસ સામે આવતા લોકો પણ ત્રાસી ગયા છે. બીજી તરફ કોરોના વાયરસ સામે 15થી 18 વર્ષના લોકોના વેક્સિનેશનમાં તેજી લાવવામાં આવી છે ત્યારે ભારતમાં નેઝલ વેક્સિન બાદ હવે સ્પુટનીકની વધુ એક વેક્સિન પણ થોડા સમયમાં જોવા મળશે. વેક્સિનને મંજૂરી આપી દેવામાં આવી છે. ભારતમાં કોરોના કેસ ખૂબ જ ચિંતાજનક સ્થિતિમાં છે, મહામારીને એકમાત્ર રસ્તો એ છે કે…
જમ્મુ-કાશ્મીરમાં TRFના બે આંતકીઓ ઠાર જમ્મુ-કાશ્મીર પોલીસે મળી વધુ એક સફળતા આતંકીઓ પાસેથી મળી બે પિસ્તોલ TRF militants dead જમ્મુ કાશ્મીરના શ્રીનગર ઝકુરા વિસ્તારમાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલ એન્કાઉન્ટરમાં લશ્કરી-એ-તૈયબા/TRFના બે આતંકી માર્યા ગયા છે. હાલ એન્કાઉન્ટર જારી છે. માર્યા ગયેલ આતંકવાદીમાંથી એકની ઓળખ ઇકખાલ હાઝમના રૂપમાં થઇ છે. તે અનંતનાગના હ્સનપોરામાં હાલમાં થયેલ કોસ્ટેબલ અલી મોહમ્મદ ગણી હત્યામાં સામેલ હતો. જણાવી દઈએ કે બે પિસ્તોલ સહીત આપત્તીજનક સામગ્રી જપ્ત કરવામાં આવી છે. IGP કાશ્મીરે આ અંગે જાણકારી આપી. જમ્મુ અને કાશ્મીર પોલીસના 53 વર્ષીય હેડ કોન્સ્ટેબલને ગયા અઠવાડિયે અનંતનાગના હસનપોરા બિજભેરા વિસ્તારમાં તેમના ઘરની નજીક સાંજે 5.35 વાગ્યે…
આજે માં સરસ્વતીની પુજા કરવાનું અનેરું મહત્વ પાંચમ તિથિએ બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હતી સરસ્વતીના જન્મ સાથે જ પૃથ્વી પર જ્ઞાનની શરૂઆત થઈ આજે વસંતપંચમી છે. આ દિવસે સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. પુરાણો પ્રમાણે, મહા મહિનાની પાંચમ તિથિએ બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હતી, પરંતુ એ સર્જનમાં જ્ઞાનનો અભાવ હતો. સરસ્વતીના જન્મ સાથે જ પૃથ્વી પર જ્ઞાનની શરૂઆત થઈ. જે દિવસે સરસ્વતી પ્રગટ થયા એ દિવસે વસંતપંચમી હતી, તેથી જ આ દિવસ જ્ઞાન એટલે નોલેજનો ઉત્સવ છે. સરસ્વતીની પૂજા એ માત્ર પરંપરા નથી, જીવનને સાચી દિશામાં લઈ જવાની શરૂઆત છે, કારણ કે જ્ઞાન વિના જીવનનો કોઈ અર્થ નથી. આ તહેવાર…
એન્ડ્રોઇડ મોબાઈલમાં જાગ્યો ફરી વાયરસ BRATA નામનો વાયરસનો ફરી થયો હુમલો આ વાયરસથી થાય છે બેંકિંગ ફ્રોડ છેલ્લા કેટલાક સમયથી, BRATA નામનું બેંકિંગ ફ્રોડ ટ્રોજન એન્ડ્રોઇડ વપરાશકર્તાઓને નિશાન બનાવી રહ્યું છે અને તેમના ફોન ડેટા અને બેંક વિગતોની ચોરી કરી રહ્યું છે. સાયબર સિક્યોરિટી ફર્મ ક્લેફીના નવા સિક્યોરિટી રિસર્ચ રિપોર્ટ અનુસાર, આ માલવેરનું નવું વેરિઅન્ટ ગયા વર્ષે ડિસેમ્બરથી ફરતું થઈ રહ્યું છે. તે તમારા સ્માર્ટફોનને ફેક્ટરી રીસેટ કરીને તમામ ડેટાને સાફ કરે છે. જ્યારે આ વાયરસની પહેલીવાર ખબર પડી ત્યારે જોવામાં આવ્યું કે આ વાયરસ વેબસાઇટ્સ, ગૂગલ પ્લે અને એન્ડ્રોઇડ ડિવાઇસ પર થર્ડ પાર્ટી એપ્સ દ્વારા કામ કરે છે. બાદમાં…
કોરોના મહામારી સમયને પગલે યાદ શક્તિ પડી નબળી નાની બાબતો લોકો થયા ભૂલતા નિષ્ણાતોએ આપી કેટલીક ટિપ્સ શું તમને નાની નાની વાતો જેવીકે તારીખ અને વાર પણ યાદ રહેતા નથી. તો તમે એકલા નથી જેને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય. છેલ્લાં 2 વર્ષથી કોરોના મહામારીએ યાદશક્તિ કમજોર કરી દીધી છે. નિષ્ણાતોનું માનવું છે કે કોરોનાને કારણ લોકો ફોકસ કરી શકતા નથી. બ્રિટનની યુનિવર્સિટી ઓફ કેન્ટમાં સાયકોલોજીના સીનિયર લેક્ચરર આમિર હુમાયું ઝવાદીએ જણાવ્યું કે માણસોને આદત હોય છે કે તે પરિસ્થિત પ્રમાણે પોતાની જાતને ઢાળી દે છે. છેલ્લાં 2 વર્ષથી લોકોના જીવનમાં કોઈ ખાસ પ્લાન ન હોવાથી તેમને વસ્તુઓ…
દુનિયાના ટોપ 10 અમીરોમાં ભારતનો બિઝનેશમેન અદાણીએ અંબાણીને પણ પાછળ છોડ્યા ઝકરબર્ગ અને અંબાણી કરતા ગૌતમ અદાણીની સંપત્તિવધી દુનિયાના અમીરોના લિસ્ટમાં આ વર્ષે એક ભારતીયનો પણ સમાવેશ થયો છે. અદાણી ગ્રૂપના માલિક ગૌતમ અદાણી આ લિસ્ટમાં આવી ગયા છે. જ્યારે મુકેશ અંબાણી હવે 11માં નંબરના સૌથી પૈસાદાર બિઝનેસમેન થઈ ગયા છે. મુકેશ અંબાણી 6 જાન્યુઆરી 2021ના ટોપ 10 અમીરોની લિસ્ટમાંથી બહાર થઈ ગયા છે. ત્યારપછી તેઓ 23 સપ્ટેમ્બર 2021માં આ લિસ્ટમાં ફરી આવી ગયા હતા. જોકે 16 ઓક્ટોબર 2021ના રોજ ફરી તેઓ આ લિસ્ટમાંથી બહાર થઈ ગયા હતા. ફોર્બ્સની રિયલટાઈમ બિલેનિયર રિપોર્ટ પ્રમાણે આજે સવારે 11 વાગે ગૌતમ અદાણીની સંપત્તિ…
‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું ટ્રેલર આવ્યું આલિયા ભટ્ટ ગાંગુબાઈના રોલમાં જોવા મળશે કાઠિયાવાડના સામાન્ય પરિવાર સાથે જોડાયેલ છે ફિલ્મ સૌથી વધુ રાહ જોવાઈ રહેલી આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું ટ્રેલર આવી ગયું છે. માત્ર 40 મિનિટમાં 3 લાખથી વધારે લોકોએ ટ્રેલર જોઈ લીધું છે. સંજય લીલા ભણસાલીની આ ફિલ્મમાં આલિયા ભટ્ટના ભરપૂર પાવરફૂલ ડાયલોગ છે. આ ડાયલોગ સાંભળતાની સાથે મોઢામાંથી વાહ સરી પડે. ફિલ્મમાં આલિયા ભટ્ટ સાથે લીડ રોલમાં અજય દેવગણ પણ છે. ગઈ કાલે એક્ટરનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો હતો. ફિલ્મમાં તે મેન્ટરના રોલમાં છે. અજય ફિલ્મમાં કરીમ લાલાનો રોલ પ્લે કરશે 25 ફેબ્રુઆરીના રોજ આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થશે.…
વિરાટ 6 રન બનાવશે વધુ એક રેકોર્ડ 5000 રન પૂરા કરવાનો રેકોર્ડ બનવશે સચિનને પાછળ છોડી વિરાટ બનાવશે રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ રવિવારથી શરૂ થઈ રહેલી પહેલી વનડેમાં જો વિરાટ 6 રન કરી દેશે તો પૂર્વ ભારતીય કેપ્ટન કોહલી એક ખાસ રેકોર્ડ નોંધાવશે. ઉલ્લેખનીય છે કે 33 વર્ષનો આ શાનદાર બેટર ભારતમાં 5000 રન કરનારો માત્ર બીજો બેટર બની જશે. તેની પહેલા માત્ર સચિન તેંડુલકર જ ભારત માટે આ રેકોર્ડ નોંધાવી શક્યો છે. તેંડુલકરે ભારતમાં 164 મેચોની 160 ઇનિંગ્સમાં 6,976 રન કર્યા છે. સચિને ભારતની ધરતી પર 5000 રન પૂરા કરવા માટે 121 ઇનિંગ્સ લીધી હતી. તે જ સમયે, જો…
આપના ગાયબ 5 કોર્પોરેટર ભાજપમાં જોડાશે આપના 4 કોર્પોરેટર 4 દિવસથી હતા ગાયબ મહેશ સવાણી બાદ આપને વધુ એક ઝટકો એક તરફ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે બીજી તરફ રાજ્યમાં આમ આદમી પાર્ટી ભંગાણને આરે હોય તેવું લાગી રહ્યું છે. મહેશ સવાણી અને વિજય સુવાળા બાદ સુરતમાં હવે કોર્પોરેટરો પણ આપનો સાથ છોડે તેવી શક્યતા સેવાઈ રહી છે. કારણકે આમઆદમી પાર્ટીના 4 કોર્પોરેટરો 4 દિવસથી ગાયબ છે. આમ આદમી પાર્ટી દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે ભાજપ દ્વારા આપના કોર્પોરેટરોને ખરીદવામાં આવી રહ્યા છે. જોકે જો આ કોર્પોરેટરો AAPમાં જોડાયા તો પાર્ટીને મોટો ફટકો પડી શકે…