What's Hot
- ચણાના લોટ વગર માત્ર પોહામાંથી જ સ્પૉન્ગી ઢોકળા બનાવો, બજારના ભૂલી જશો, રેસીપી ખૂબ જ સરળ છે.
- આ દિવાળીએ તેલને બદલે કરો પાણીથી દિવા, ઓછ ખર્ચમાં આખું ઘર ઝગમગવા લાગશે
- રસોડાની ચીમની પર લાગેલા છે તેલ અને મસાલાના ડાઘ, આ રીતે તેને કરી શકો છો સાફ
- બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં આવું પહેલી વાર બનશે, આટલી બધી ટેસ્ટ મેચોની શ્રેણી રમાશે; સંપૂર્ણ શેડ્યૂલ જાણો
- ચેન્નાઈની શાળામાં ગેસ લીકેજ, 30 વિદ્યાર્થીઓ બીમાર; હોસ્પિટલમાં દાખલ
- અમદાવાદથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યા 50 બાંગ્લાદેશીઓ, 200થી વધુ લોકોની પૂછપરછ ચાલુ.
- શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે, મલ્ટિકેપ ફંડ એ રોકાણનો સારો વિકલ્પ છે, જે ઓછા જોખમ સાથે ઉત્તમ વળતર આપે છે.
- આ ખૂબ જ સરળ દિનચર્યા નબળા હાડકાંને શક્તિ આપશે, અસર એક મહિનામાં દેખાશે.
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
યુધ્ધને લીધે હીરા ઉદ્યોગની પણ ચિંતા વધી રૃપિયાની સામે ડોલર મજબૂત થતાં પરેશાની વધી જૂનાં પેમેન્ટો રોકી રાખવાનું વેપારીઓનું વલણ રશિયાના યૂક્રેન સાથેના યુદ્ધને કારણે ડોલરના રેટમાં વધારો થવાથી હીરા ઉદ્યોગકારોની ચિંતા વધી ગઈ છે. ડોલર વધુ ઉછળીને 80 આસપાસ પહોંચે તો, દોઢ-બે મહિના પેમેન્ટ રોકી રાખવાનું વલણ રહેશે. હીરા બજાર પર અસર એ આવી છે કે પોલીશ્ડની નવી ખરીદી અટકી ગઈ છે. યુદ્ધ શરૃ થઈ ગયું હોવાને કારણે પેમેન્ટની ચુકવણીમાં લોકોનું વલણ રાહ જોવાનું રહેશે. કેમકે ડોલર વધવા માંડે એટલે પેમેન્ટ કરવામાં તકલીફ થાય. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ લાંબુ ચાલે તો અને અમેરિકા આ યુધ્ધમાં કૂદી પડે તો…
યુક્રેનમાં ફસાયેલા ભારતીયો આવશે સ્વદેશ પરત વિદ્યાર્થીઓની પ્રથમ ટુકડી રવાના હાલમાં લગભગ 20 હજાર ભારતીયો યુક્રેનમાં ફસાયેલા છે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની વાપસી હવે શરૂ થઈ ગઈ છે. તે બધાને રોમાનિયાના રસ્તે દેશમાં પાછા લાવવામાં આવશે. આ બધું એટલા માટે થઈ રહ્યું છે કારણકે, હવે પશ્ચિમ યુક્રેનમાં લિવીવ અને ચેર્નિવત્સીમાં વિદેશ મંત્રાલયના કેમ્પ ફરીથી સક્રિય થયા છે. એક તસવીર પણ સામે આવી છે, જેમાં 25થી 30 ભારતીય વિદ્યાર્થીઓ ઘરે પરત ફરતા ખુશી વ્યક્ત કરી રહ્યા છે. જોકે, ગઈકાલે ભારતીય વિદ્યાર્થીઓને સ્વદેશ પરત મોકલવાની તૈયારી શરૂ કરવામાં આવી હતી જ્યારે વિદેશ મંત્રાલયે પોલેન્ડ અને હંગેરીના માર્ગ દ્વારા બધાને બહાર કાઢવામાં આવશે તેવી…
યુક્રેનમાં હજુ સુરતના 8થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા છે અધિકારીઓ અને પદાધિકારીઓને રજૂઆત પરિવારે કરી રજૂઆત વિદ્યાર્થીઓને ભારત પરત ફરવું છે, પરંતુ ફ્લાઈટ બંધ, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે. જેના પગલે યુક્રેનમાં અભ્યાસ કરવા ગયેલા સુરતના 8થી વધુ વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે. વિદ્યાર્થીઓને યુક્રેનમાં ઘરમાં જ રહેવાના આદેશ આપી દેવામાં આવ્યાં છે. ગભરાયેલા વિદ્યાર્થીઓ વાલીઓને વિનંતી કરી રહ્યા છે કે અમે બને તેટલી ઝડપથી ભારત આવવાની વ્યવસ્થા કરવામાં આવે. જેથી ચિંતાતૂર વાલીઓ દ્વારા ક્લેક્ટરને રજૂઆત કરીને ઝડપથી વિદ્યાર્થીઓને ભારત લાવી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવા માટે રજૂઆત કરવામાં આવી છે. યુક્રેનમાં પાંચમાં વર્ષમાં અભ્યાસ કરતી વિભૂતિના વાલી અશોક પંચોલીએ…
રશિયાએ યુક્રેન સાથે યુદ્ધની શરૂઆત કરી દીધી છે રશિયાએ યુક્રેનની 12 જગ્યાએ બ્લાસ્ટ કર્યા છે યુક્રેનની રાજધાની કિવમાં 2 જગ્યાએ બેલિસ્ટિક મિસાઈલથી હુમલો રશિયાએ યુક્રેન સાથે યુદ્ધની શરૂઆત કરી દીધી છે. ગુરુવારે સવારે 9 વાગે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સૈન્ય કાર્યવાહીની જાહેરાતની 5 મિનિટમાં જ યુક્રેનમાં બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, રશિયાએ યુક્રેનની 12 જગ્યાએ બ્લાસ્ટ કર્યા છે. કિવમાં 2 જગ્યાએ બેલિસ્ટિક મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો છે. બાકી જગ્યાઓની ચોક્કસ માહિતી મળી નથી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અંતે યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી જ દીધી છે. પુતિને ગુરુવારે સવારે રશિયન ટેલિવિઝન પર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે…
ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તારીખ કરાઇ જાહેર તારીખ 28 માર્ચથી 12 એપ્રિલ વચ્ચે બોર્ડની પરીક્ષા યોજાશે ધોરણ-10માં પ્રથમ વખત ગણિતની 2 પરીક્ષા લેવાશે ગુજરાતમાં કોરોનાનાં કેસો ઘટતા હવે રાજ્ય સરકાર દ્વારા મોટા ભાગે છૂટછાટ આપવાનું શરૂ કરી દેવાયું છે. ત્યારે હવે સ્કૂલો ને કોલેજો પણ શરૂ થઇ ગઇ છે. ત્યારે તાજેતરમાં જ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટો નિર્ણય લેવાયો છે. એટલે કે રાજ્યમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. તારીખ 28 માર્ચથી 12 એપ્રિલ વચ્ચે બોર્ડની પરીક્ષા યોજાશે. આ વર્ષે…
ડેબ્યુ મેચમાં જ ત્રેવડી સદી ફટકારી 341 રન બનાવીને આઉટ થયો હતો રણજી ક્રિકેટર સકિબુલ ગનીએ ઈતિહાસ રચી દીધો બિહારના રણજી ક્રિકેટર સકિબુલ ગનીએ ઈતિહાસ રચી દીધો છે. ગની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ મેચમાં ત્રેવડી સદી કરનાર પહેલો ક્રિકેટર બન્યો છે. ગનીએ મિઝોરમ સામે કોલકાતામાં રમાયેલી રણજી ટ્રોફીની મેચમાં 387 બોલનો સામનો કરીને 50 ચોક્કાની મદદથી પોતાની ત્રેવડી સદી પુરી કરી હતી. ગની 341 રન બનાવીને આઉટ થયો હતો. આ પહેલા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ મેચમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ અજય રાજકુમાર રોહેરાના નામે હતો. રોહેરાએ હૈદ્રાબાદ સામે 2018-29માં 267 રનની ઈનિંગ રમી હતી. સકીબુલ ગનીએ આ પહેલા લિસ્ટ…
Apple પછી હવે Googleની મોટી જાહેરાત Google એડ ટ્રેકિંગ સિસ્ટમ કરશે મર્યાદિત યુઝર્સને પ્રાઈવસી આપવા લેવાયો નિર્ણય ગૂગલ દ્વારા એન્ડ્રોઈડ ડિવાઈસમાં થતું એડવર્ટાઈઝમેન્ટ, યુઝર્સ, સર્ચ વગેરે ટ્રેકિંગ ઓછું કરાશે. એપલે યુઝર્સને વધુ પ્રાઈવસી આપવા માટે થોડા સમય પહેલા નવી સિક્યુરિટી પોલિસી અમલમાં મુકી છે. એપલની એ નીતિ પછી ફેસબૂક-મેટાના શેરમાં જંગી કડાકો થયો હતો. કેમ કે ફેસબૂક સતત તેના વપરાશકારોની બધી વિગતોની જાસૂસી કરે છે અથવા તો ટ્રેકિંગ કરે છે. દરેક ઈન્ટરનેટ કંપનીનો બિઝનેસ ટ્રેકિંગ પર જ ચાલે છે. યુઝર્સ શું સર્ચ કરે છે કે શું જુએ છે તેની વિગતો ભેગી કરીને ઈન્ટરનેટ કંપનીઓ એડવર્ટાઈઝમેન્ટ બતાવે છે. મોટા ભાગના યુઝર્સ…
લાંબા અને જાડા વાળ ઈચ્છો છો? આ ત્રણ ટિપ્સ થઈ શકે છે મદદરૂપ વાળના વિકાસ માટે ગરમ તેલની મસાજ લાંબા અને જાડા વાળ એ દરેક છોકરીનું સપનું હોય છે. આજકાલ છોકરાઓમાં પણ લાંબા વાળની ફેશન લોકપ્રિય બની છે. પરંતુ આપણા ખોટા આહાર અને ખરાબ જીવનશૈલીની અસરને કારણે વાળનું સ્વાસ્થ્ય બગડે છે. આ સિવાય વાળમાં ગરમ પાણીનો ઉપયોગ, પ્રદૂષણ, સૂર્યપ્રકાશ વગેરેના કારણે પણ વાળની ગુણવત્તા બગડે છે. જેના કારણે વાળ શુષ્ક અને નિર્જીવ બની જાય છે. આના કારણે વાળનો વિકાસ અટકી જાય છે, સાથે જ જબરદસ્ત વાળ ખરવા લાગે છે. પરંતુ જો આપણે સમયસર વાળની યોગ્ય કાળજી લઈએ તો આ સમસ્યાઓમાંથી…
શિક્ષકોની બદલી અને બઢતીના નવા નિયમો જાહેર રાજ્યના 2 લાખ શિક્ષકોને થશે સીધી અસર શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ નવા નિયમોની આપી જાણકારી શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ શિક્ષકોની બદલીના નવા નિયમો અંગે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું કે, ‘શિક્ષકોનાં બંને સંગઠનો સાથે બેઠક બાદ મહત્વના નિર્ણય લેવામાં આવ્યાં છે. સર્વસંમિતિથી ચર્ચા કરીને આ મામલે ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી 2 લાખ શિક્ષકોને નવા નિયમોની સીધી અસર થશે. રાજ્યમાં 3થી 4 હજાર બદલી થયેલા શિક્ષકોને ઝડપી છૂટા કરાશે.’ વધુમાં તેમણે જણાવ્યું કે, ‘શિક્ષણ વિભાગની નવી નીતિના કારણે 2 લાખ શિક્ષકોને તેનો ફાયદો થશે. બદલી બાબતે ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ સમિતિમાં તેની રજૂઆત…
મુંબઈમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ ના ભૂતપૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણાના ઘરે ઈન્કમ ટેક્સના દરોડા પાડવામાં આવ્યા છે. તેમના પર આધ્યાત્મિક ગુરુ સાથે ગુપ્ત માહિતીની આપલે કરવાનો આરોપ છે. આ પહેલા 11 ફેબ્રુઆરીએ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એ ચિત્રા રામકૃષ્ણને દંડ ફટકાર્યો હતો. માર્કેટ રેગ્યુલેટરે ચિત્રા પર કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે એક્સચેન્જની આંતરિક ગુપ્ત માહિતી શેર કરવા બદલ 3 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ સિવાય ચિત્રા પર એક વરિષ્ઠ અધિકારી આનંદ સુબ્રમણ્યમની નિમણૂકમાં અનિયમિતતાનો પણ આરોપ છે. આ માટે NSE અને વરિષ્ઠ મેનેજમેન્ટ પણ જવાબદાર હતા રામકૃષ્ણએ કહ્યું હતું કે સુબ્રમણ્યમના વળતર અંગેના નિર્ણયો લેવા માટે હિમાલયમાં રહેતા યોગી…