Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

નવાઝે સિક્યોરિટીએ ચાહકને સેલ્ફી લેતાં અટકાવ્યો. યુઝર્સે નવાઝને ‘ગોલ્ડન હાર્ટ’ કહ્યો નવાઝ હાલમાં જ ટાઇગર શ્રોફ સાથે ફિલ્મ ‘હીરોપંતી 2’માં જોવા મળ્યો હતો બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી માત્ર પોતાની એક્ટિંગને કારણે જાણીતો નથી, પરંતુ પોતાની વિનમ્રતાને કારણે પણ જાણીતો છે. નવાઝ ડાઉન ટૂ અર્થ એક્ટર્સમાંથી એક છે. હાલમાં જ નવાઝે મુંબઈના રસ્તા પર ચાહકો સાથે સેલ્ફી ક્લિક કરાવી હતી.નવાઝ તાજેતરમાં જ કાફેમાંથી બહાર આવતો હતો. આ દરમિયાન ચાહકો ભેગા થઈ ગયા હતા અને સેલ્ફી લેતા હતા. નવાઝના સિક્યોરિટી ગાર્ડે સેલ્ફી લેવાની ના પાડી હતી. આ જોઈને નવાઝે પોતાના ગાર્ડને કહ્યું હતું, ‘ચાહકોને અટકાવો નહીં.’નવાઝનો આ વીડિયો સો.મીડિયામાં ઘણો જ વાઇરલ…

Read More

કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો  રિક્ટર સ્કેલ ઉપર 3.0ની તીવ્રતા નોંધાઈ કચ્છમાં ભૂકંપના આંચકાની ઘટના છાશવારે બની રહી છે.  આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છમાં આજે ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 3.0ની તીવ્રતા નોંધાઈ હતી. ઉલ્લેખનીય છે કે, આ આંચકાનું કેન્દ્ર બિંદુ ગઢશીશાથી 14 કિલોમીટર દૂર નોંધાયું હતું.  આ પહેલા ગઈકાલે વહેલી સવારે ગીર સોમનાથના તલાલામાં  ભૂકંપના આંચકાથી ઘરા ઘ્રૂજતાં લોકો ગભરાઇને બહાર આવી ગયા હતા. ઉલ્લેખનિય છે કે, ગીર સોમનાથના તાલાલમાં સવારે 6 વાગ્યે ભૂકંપના આંચકો અનુભવાયો હતો.તાલાલાથી 13 કિલોમીટર દૂર એપી સેન્ટર હોવાનું જાણવા મળ્યું છે.ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા (18 માર્ચ…

Read More

ઈલકેશન માહોલ વચ્ચે ખાદીના વસ્ત્રોનું વેચાણ વધ્યું ઉનાળાની ગરમીમાં ખાદીના વેચાણમાં જબરદસ્ત ઉછાળો 23મીએ ગુજરાતમાં યોજાનાર ચૂંટણી સુધી આ પ્રકારનાં જ માહોલની આશા લોકતંત્રનાં મહાપર્વ એવાં લોકસભાની ચૂંટણી તબક્કાવાર યોજાઇ રહી છે. લોકસભાની ચૂંટણીની સાથે સાથે હાલમાં ઈલકેશન માહોલ વચ્ચે ખાદીના વસ્ત્રોનું વેચાણ વધ્યું છે. ચૂંટણીની જાહેરાત બાદ અત્યાર સુધીમાં ખાદીનાં વેચાણમાં 25 ટકા જેટલો વધારો થયો છે. સામાન્ય રીતે વર્ષમાં જ્યારે ખાદી પર મોટા પ્રમાણમાં વળતર મળતું હોય તેવા સંજોગોમાં સામાન્ય લોકો ખાદીનાં વસ્ત્રો અને ખાદીની ખરીદી કરતાં હોય છે. પરંતુ આ વખતે દેશભરમાં ચૂંટણીનો માહોલ છે. ચૂંટણીની અસર કહો કે, ઉનાળાની ગરમીની અસર આ બંને વચ્ચે ખાદીના વેચાણમાં…

Read More

ઉત્તરપ્રદેશના કાસગંજમાં બોલેરો અને ટેમ્પો વચ્ચે ધડાકાભેર ટક્કર માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત અને 8થી વધુ લોકો ઘાયલ તમામ સત્સંગમાં હાજરી આપવા જઇ રહ્યાં હતા ઉત્તરપ્રદેશના કાસગંજમાં માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત નિપજ્યાં છે. કાયમગંજ રોડ પર અશોકપુર મોડ પાસે એક બોલેરો કાર અને ટેમ્પો વચ્ચે ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં સાત લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા તેમજ આઠથી વધુ લોકો ઘાયલ થયા હતાં. જણાવી દઇએ કે, આ ઘટના મંગળવારના રોજ સવારે ઘટી હતી.જો કે, આ ઘટનાની જાણ થતા જ પોલીસે તુરંત ઘટનાસ્થળે પહોંચીને ઘાયલોને પટિયાલી CHCમાં ખસેડ્યા છે. ત્યાંથી સ્થિતિ ગંભીર બનતા તમામને જિલ્લા હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા.…

Read More

ઋતુ પ્રમાણે તમારી ફૂડ સ્ટાઇલ બદલવાની જરૂર ઉનાળામાં ડિહાઈડ્રેશનની સમસ્યા ઉદ્દભવે છે . ઉનાળામાં મિનરલ ફળો નું સેવન કરો દિવસ દરમિયાન હવે સૂરજનો તાપ સતાવવા લાગ્યો છે. આવી સ્થિતિમાં હવે તમારે ઋતુ પ્રમાણે તમારી ફૂડ સ્ટાઇલ બદલવાની જરૂર છે. અમે તમને જણાવીએ છીએ કે ઉનાળામાં તમારે કેવા પ્રકારની વસ્તુઓ ખાવી જોઈએ. ધીમે ધીમે હવે શિયાળાના વિદાય સમયની શરૂઆત થઈ ગઈ છે. દિવસ દરમિયાન હવે સૂરજનો તડકો સતાવવા લાગ્યો છે. થોડા દિવસોમાં આ ગરમીના કારણે લોકોનો પરસેવો પડવા લાગશે. અને અનેક બીમારીઓ પણ શરૂ થશે. આવી સ્થિતિમાં, હવે જરૂરી છે કે તમે તમારી ખાવાની શૈલી બદલો.ઉનાળામાં ડિહાઈડ્રેશન, ત્વચાની સંવેદનશીલતા અને વિટામિન્સ…

Read More

ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીને સમર્પિત છે. અક્ષય તૃતીયાના દિવસે ચાર ગ્રહોની પ્રબળતા અક્ષય તૃતીયા સ્વયંસિદ્ધિ મુહૂર્ત હોવાના કારણે આ દિવસે મોટી સંખ્યામાં સામૂહિક લગ્ન સમારંભોનુ આયોજન આજે સમગ્ર દેશમાં ‘અક્ષય તૃતીયા’નુ પર્વ પૂરા જોશ અને શ્રદ્ધા સાથે મનાવવામાં આવી રહ્યો છે. આજના દિવસે જે પણ કામ કરવામાં આવે છે તેનો ક્ષય નથી થતો અને આના કારણે લોકો આજે બધા શુભ અને મંગળ કામો કરવાની કોશિશ કરે છે. આજે વણજોયુ મુહૂર્ત હોય છે અને આના કારણે આજે લગ્ન અને ગૃહ પ્રવેશ જેવા શુભ કામ કરવામાં આવે છે.વૈશાખ શુક્લ તૃતીયા અક્ષય તૃતીયા સ્વયંસિદ્ધ મુહૂર્તમાંનુ એક છે. આ અક્ષય તૃતીયા પર યોગોની…

Read More

પહેલીવાર ક્યારે આ દિવસ મનાવવામાં આવ્યો હતો? આ દિવસ મનાવવામાં પાછળ નું કારણ શું છે? આ વર્ષની થીમ છે ‘Journalism without fear or favor’. વિશ્વભરમાં 3 મેના રોજ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ દર વર્ષે પ્રેસની સ્વતંત્રતા વિશે જાગરૂકતા વધારવા માટે મનાવવામાં આવે છે. આ સાથે જ આ દિવસ વિશ્વભરની સરકારને 1948ના માનવ અધિકારોના સાર્વભોત્વના અનુચ્છેદ 19 હેઠળ અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારનું સન્માન કરવા અને તેને જાળવી રાખવા માટે પોતાના કર્તવ્યની યાદ અપાવે છે.યૂનેસ્કોની જનરલ એસેમ્બલીની ભલામણ બાદ ડિસેમ્બર 1993માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 3જી મેના રોજ પ્રેસ સ્વતંત્રતા દિવસ મનાવવાનું જાહેર કર્યુ હતુ. ત્યારથી દર વર્ષે 3મે…

Read More

ડુંગળીમાં એક્સિ ઓક્સિડન્ટ અને ટ્રાઈગ્લિસરાઈડ્સની ભરપૂર માત્રા આંતરડાને સ્વસ્થ રાખવામાં ઉપયોગી માટેની ઉત્તમ ઔષધી ડુંગળીથી વજન પણ ઘટાડી શકાય છે. શેકેલુ ખાવાનુ અનેક લોકોને પસંદ આવે છે. અનેક લોકો બાર્બેક્યૂ ખાવાનુ પસંદ કરે છે. આવામાં ડુંગળી એવુ શાક છે, જે તેના તીખા સ્વાદને કારણે આંખમાં પાણી લાવી દે છે. અનેક લોકો ભોજનમાં અડધી કાચી ડુંગળી ખાવાનુ પસંદ કરે છે. જેમાં કેટલાક લોકો ડુંગળીને શેકીને ખાવાનુ પસંદ કરે છે. ત્યારે તમને ખબર નહિ હોય કે આ શેકેલી ડુંગળી તમારા સ્વાસ્થયને બહુ જ ફાયદો કરાવી શકે છે.ડુંગળી એક્સિ ઓક્સિડન્ટ અને ટ્રાઈગ્લિસરાઈડ્સથી ભરપૂર હોય છે. આ બંને તત્વો સોજાની સમસ્યા સામે લડે…

Read More

રાજસ્થાનના જોધપુરમાં મોડી રાત્રે બબાલ બે સમુદાયો વચ્ચે ઘર્ષણ થતા પોલીસે કર્યો લાઠીચાર્જ રાતના 1 વાગ્યાથી ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત જોધપુરમાં સોમવારે રાત્રે લગભગ 11:30 વાગે નજીવી બાબતે બે જૂથો સામસામે આવી ગયા હતા. આ દરમિયાન મોડી રાત્રે જાલોરી ગેટ ચોકડી પર બંને તરફથી ભારે પથ્થરમારો થયો હતો. પોલીસ અને આરએસીએ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. ત્યારબાદ બંને પક્ષના લોકોને સમજાવ્યા બાદ મામલો થાળે પડ્યો હતો. જો કે, મોડી રાત્રે એક જૂથના લોકો પરત ફરતાં મામલો ફરી ગરમાયો હતો. જાલોરી ગેટ અને ઇદગાહ વિસ્તારમાં મોડી રાત સુધી ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.કેટલાક લોકો જાલોરી ગેટ ચારરસ્તા પર ઝંડા…

Read More

બટાટાના સ્ટાર્ચમાંથી બાયોપ્લાસ્ટિક બનાવવા સંશોધન હાથ ધરાયું પ્રોજેક્ટ સફળ થયા બાદ પ્લાસ્ટિકની અન્ય વસ્તુઓ બનાવવાનું આયોજન બાયો પ્લાસ્ટિક આઠ જ દિવસમાં નાશ પામતું હોવાનો દાવો 21મી સદીમાં માનવજીવનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ અનિવાર્ય બન્યો છે. તો બીજી તરફ પ્લાસ્ટિકના કારણે પર્યાવરણ સામે અનેક પડકારો પણ ઉભા થયા છે. ત્યારે પ્લાસ્ટિકનો વિકલ્પ શોધવા માટેના પ્રયાસો તેજ કરાયા છે. આવો જ એક પ્રયાસ પાટણની હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના લાઈફ સાયન્સ વિભાગ દ્વારા હાથ ધરાયો છે. વિભાગ દ્વારા બટાટાના સ્ટાર્ચમાંથી પ્લાસ્ટિક બનાવવાનો પ્રોજેક્ટ હાથ પર લીધો છે. જો આ પ્રોજેક્ટ સફળ થશે તો પર્યાવરણની સાથે સાથે બટાટા પકવતા ખેડૂતોની જિંદગીમાં પણ મોટો બદલાવ આવશે. આ…

Read More