Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજારમાં કડાકો સેન્સેક્સ ખુલતાની સાથે જ 700થી વધુ પોઇન્ટે તૂટ્યો નિફ્ટી પણ 16950ની નીચે ગયો સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. BSE સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટીને કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 16950 ની નીચે ગયો છે અને તેમાં લગભગ 1.4 ટકાનો ઘટાડો છે. આ સાથે જ સેન્સેક્સે 57,000 ના મહત્વપૂર્ણ સ્તરને તોડી નાખ્યું છે અને તે 56,512ના સ્તરે દેખાઈ રહ્યું છે. આજે બજારની શરૂઆત કડાકા સાથે થઇ છે, અને પ્રી-ઓપનિંગમાં જ તેનો સંકેત મળી ગયો હતો. શુક્રવારે અમેરિકન બજારોમાં આવેલા ઘટાડા અને આજે એશિયાઈ બજારોની નબળાઈની અસર સ્થાનિક શેરબજાર પર જોવા…

Read More

દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 16 હજાર 522 થઈ ગઈ દેશમાં કોરોનાના કારણે 30 લોકોના મોત નિપજ્યાં વડાપ્રધાન મોદી બુધવારે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે ચર્ચા ફરી એકવાર ભારતમાં દિવસે ને દિવસે સતત કોરોનાનો ગ્રાફ વધી રહ્યો છે. દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 2,541 કેસ નોંધાયા છે. ત્યારે કોરોનાના કારણે 30 લોકોના મોત થયા છે. ભારતમાં હાલમાં સંક્રમણનો દર 0.84 ટકા છે. તો એક્ટિવ કેસોની સંખ્યા પણ વધીને 16 હજાર 522 થઈ ગઈ છે. જ્યારે દેશમાં છેલ્લાં 24 કલાકમાં 1,862 લોકો કોરોનાને માત આપી ચૂક્યાં છે. તમને જણાવી દઈએ કે, દિલ્હીમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 1,083 કેસ નોંધાયા હતા…

Read More

ગુજરાતમાં દરિયાકાંઠેથી ફરી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો 9 પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓને ઝડપી પાડ્યા કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSનું સંયુક્ત ઓપરેશન કચ્છની IMBL સરહદ નજીક કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી મધદરિયેથી 9 પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓને ઝડપી પાડ્યા છે. અને તેઓની પાસેથી ડ્રગ્સના 55 પેકેટ જપ્ત કર્યા છે.જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 300 કરોડ થાય છે.મહત્વનું છે કે, પાકિસ્તાન 9 ડ્રગ્સ માફિયાઓને જખૌ ખાતે લાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે,પંજાબની અટારી બોર્ડર પરથી કસ્ટમ વિભાગે રવિવારે દારૂના કન્સાઈનમેન્ટમાં છુપાયેલ 100 કિલોથી વધુ હેરોઈન જપ્ત કર્યું હતું. જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે 700 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.કસ્ટમ અધિકારીઓએ પંજાબના અટારીમાં ઈન્ટિગ્રેટેડ ચેક…

Read More

ધરની આ દિશામાં અરીસો રાખો થશે ધનલાભ લક્ષ્મીજી ક્યારેય નહીં છોડે સાથ દક્ષિણ દિશામાં અરીસો મુકવાથી બચવું જોઈએ દરેક ઘરમાં અરીસો તો હોય જ છે. તેનું દરેક વ્યક્તિનાં જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન હોય છે. ઘર હોય કે બહાર, અરીસાની જરૂરીયાત તો સૌને પડે છે. ચહેરાને નિહાળવાથી લઈને સાજ શ્રુંગાર માટે ઉપયોગમાં લેવામાં આવતા આ દર્પણનો સંબંધ તમારા સૌભાગ્ય સાથે પણ હોય છે. ઘરમાં અરીસો સાચી દિશામાં લગાવેલ હોય, તો વ્યક્તિને તેના સકારાત્મક ફળ પ્રાપ્ત થાય છે, જ્યારે ખોટી દિશામાં લાગેલ દર્પણ ઘરમાં રહેનાર સદસ્યોની તમામ તકલીફો વધી જાય છે. વાસ્તુ શાસ્ત્ર આનુસાર, ઘરમાં લગાવવામાં આવતા અરીસા થી એક પ્રકારની ઉર્જાનો સંચાર…

Read More

આરોગ્ય,પરિવાર કલ્યાણ અને તબીબી સેવાઓનો બજેટમાં સમાવેશ ૯૦ ખિલખિલાટ વાહનો ઉપલબ્ધ કરાવવા માટે જોગવાઈ પ્રાથમિક સેવાઓથી માંડી ગંભીર રોગોની સારવાર માટે જોગવાઈ બાલ-અમૃત પોષણ યોજના હેઠળ જોગવાઇ ૨૦ કરોડ આજરોજ ગુજરાતનું વર્ષ 2022-23નું બજેટ નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. જેમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ `૧૨,૨૪૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સામાજિક અને આર્થિક વિકાસ, તેમજ સ્વસ્થ અને સુખી વ્યકિત માટે, આરોગ્ય એક પ્રાથમિક જરૂરિયાત છે. પ્રાથમિક સેવાઓથી માંડી ગંભીર રોગોના કિસ્સામાં લોકોને સહેલાઇથી ગુણવત્તાયુકત આરોગ્ય સેવાઓ મળી રહે તે સરકારની પ્રાથમિકતા છે. જાહેર આરોગ્ય,પરિવાર કલ્યાણ અને તબીબી સેવાઓ કિશોરીઓ તેમજ મહિલાઓને માસિકધર્મ અંગે જાગૃતિ લાવવા અને…

Read More

મત્સ્યોધોગ પ્રભાગ માટે જોગવાઇ રૂ.૮૮૦ કરોડની જોગવાઈ નાણામંત્રીએ 2 લાખ 43 હજાર 965 કરોડ બજેટ રજૂ કર્યું સાગરખેડુઓને ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ સહાય આપવામાં આવશે ગુજરાત બજેટ 2022 આજે રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રીએ 2 લાખ 43 હજાર 965 કરોડ બજેટ રજૂ કર્યું છે. બપોરે નાણામંત્રી કનુભાઈ બજેટ લઈને આવી પહોંચ્યા હતા. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે પ્રજાલક્ષી અને સર્વ સમાવેશી બજેટ હશે, લોકોની અપેક્ષા પૂર્ણ કરનારું બજેટ રહેશે. ગુજરાતના નવા બજેટમાં પશુપાલન અને મત્સ્યોદ્યોગ માટે પણ મોટી જાહેરાતો કરવામાં આવી છે. પશુપાલન પશુપાલકોને ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ રાહત માટે જોગવાઇ રૂ. ૩૦૦ કરો . ગૌશાળા,…

Read More

નવા બજેટમાં જળસંપત્તિ પ્રભાગ માટે રૂ. ૫૩૩૯ કરોડની જોગવાઇ ૬૯ લાખ હેકટર વિસ્તારમાં સિંચાઇ સુવિધા ઉપલબ્ધ ૧૧૫૦ કિલોમીટર પાઇપલાઇનના ૭ પેકેજોના કામો પ્રગતિ હેઠળ રાજ્યની જીવાદોરી સમી સરદાર સરોવર યોજનાનું કામ મહદંશે પૂર્ણ થતા ૬૯ લાખ હેકટર વિસ્તારમાં સિંચાઇ સુવિધા ઉપલબ્ધ થઇ સમગ્ર રાજ્યને જળ સુરક્ષાનું કવચ મળેલ છે. પર ડ્રોપ મોર ક્રોપના સિદ્ધાંતને ધ્યાને લઇ જળ સંસાધનોના અસરકારક વપરાશ માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌની યોજનાના ૧૩૭૧ કિલોમીટર લંબાઈના ૨૪ પેકેજની કામગીરી પૂર્ણ થયેલ છે. જયારે ૧૧૫૦ કિલોમીટર પાઇપલાઇનના ૭ પેકેજોના કામો પ્રગતિ હેઠળ છે. આ કામગીરીથી પ૩ જળાશયો, ૧૩૦ જેટલા તળાવો અને ૮૦૦ કરતાં વધુ…

Read More

ગજરાતના નવા બજેટમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની જોગવાઈ પાક કૃષિ વ્યવસ્થાની વિવિધ યોજનાઓ માટે રૂ.૨૩૧૦ કરોડ ફાળવાયા ખેતરમાં નાના ગોડાઉન બનાવવા માટે જોગવાઇ રૂ. ૧૪૨ કરોડ ફાળવાયા બાગાયત ખાતાની યોજનાઓ માટે જોગવાઇ રૂ. ૩૬૯ કરોડની ફાળવણી ગુજરાત બજેટ 2022 આજે રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રીએ 2 લાખ 43 હજાર 965 કરોડ બજેટ રજૂ કર્યું છે. બપોરે નાણામંત્રી કનુભાઈ બજેટ લઈને આવી પહોંચ્યા હતા. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે પ્રજાલક્ષી અને સર્વ સમાવેશી બજેટ હશે, લોકોની અપેક્ષા પૂર્ણ કરનારું બજેટ રહેશે. બસરકાર ખેડૂત કલ્યાણ માટે દિવસ-રાત અવિરતપણે કાર્યરત છે. ખેડૂત કલ્યાણને કેન્દ્રસ્થાને રાખી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ…

Read More

ગુજરાતનું બજેટ ઓનલાઇન રજૂ કરવાના અરમાન અધૂરા રહેશે નાણામંત્રી કનુભાઈ બપોરે 1 વાગે ગૃહમાં બજેટ રજૂ કરશે આ બજેટ અંદાજે રૂ. 2.35 લાખ કરોડનું રહેવાની સંભાવના છે ગુજરાત વિધાનસભામાં આ વખતનું બજેટ ઓનલાઇન રજૂ કરવા માટે સરકારના કેટલાક અધિકારીઓએ રાતે ઉજાગરા કર્યા પણ અંતે ઓનલાઈન અંદાજપત્ર રજૂ કરવાના અરમાન અધૂરા રહી ગયા છે.બજેટ ઓનલાઇન રજૂ કરવા માટે છેલ્લા કેટલાક દિવસોથી સચિવ કક્ષાના અધિકારીઓએ તેમની ટીમ સાથે મોડી રાત સુધી ઉજાગરા કરીને IFMS-2 નામના સોફ્ટવેર મારફતે બજેટ ઓનલાઈન કરવા માટે તનતોડ મહેનત કરી હતી, જેમાં બજેટ લક્ષી કેટલીક ઝીણી ઝીણી બાબતો કેટલાક વિભાગો માંથી સમયસર અને વ્યવસ્થિતના આવતા સંપૂર્ણ બજેટને સોફ્ટવેરમાં…

Read More

ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદુએ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી મહેન્દ્ર ફળદુએ દવા પીને ગળેફાંસો ખાધો સુસાઇડ નોટમાં લખ્યું- ઓઝોન ગ્રુપ જવાબદાર રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને સૌરાષ્ટ્રની જાણીતી કડવા પાટીદાર સમાજની સંસ્થા યુવી ક્લબના ચેરમેન મહેન્દ્ર ફળદુએ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. મહેન્દ્ર ફળદુએ આપઘાત કરતાં પહેલાં એક સુસાઇડ નોટ પણ લખી રાખી હતી અને એ દરેક અખબારમાં મોકલવામાં આવી હતી. બાદમાં 150 ફૂટ રિંગ રોડ પર આવેલી પોતાની ઓફિસમાં ઝેરી દવા પી તેમજ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી, જેની જાણ થતાંની સાથે જ તેમનાં મિત્રવર્તુળો તેમજ રાજકીય આગેવાનો પહોંચી ગયાં હતાં અને મૃતદેહને સિવિલ હોસ્પિટલ લાવી કાર્યવાહી હાથ…

Read More