Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

બધી કાર માટે 2 એરબેગ જરૂરી જાન્યુઆરી 2022માં ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું 1 ઓક્ટોબરથી 6 એરબેગ ફરજીયાત થઇ શકે છે આપણે જાણીએ છીએ કે કાર માટે એરબેગ એક મહત્વપૂર્ણ ફીચર છે. બધી કાર માટે હવે બે એરબેગ જરૂરી કરી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે એરબેગને લઈને મોટો નિર્ણય લીધો છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે જો કોઈ અકસ્માતમાં એરબેગ કામ કરતી નથી, તો તે માટે કંપનીએ દંડ ભરવો પડશે. કોર્ટે એક આવા જ મામલામાં કાર મેકર હુંડાઈને કહ્યું કે તેઓ અકસ્માતમાં થતા નુકસાન માટે શૈલેન્દ્ર ભટનાગરને 3 લાખનો દંડ ચુકવે. આ અકસ્માત 2017માં થયો હતો. શૈલેન્દ્ર ભટનાગરે…

Read More

બે સિમ કાર્ડ વાપરતા હોવ તો વાંચી લેજો વધી રહ્યા છે રિચાર્જ પેકના ભાવ જાણો કંપનીઓનો શું છે પ્લાન તમારા મોબાઈલ રિચાર્જ પેકના ભાવ ફરી વધવાના છે. આમ થોડા મહિના પહેલા પણ થયું હતું. મોબાઈલ કંપનીઓ આ તૈયારીમાં લાગી ગઈ છે. પેકના ભાવ વધવાથી તમારા ડેટા પેક અને વોઈસ પેક મોંઘા થઈ જશે. પહેલાથી વધી રહેલી મોંઘવારીમાં આ ભાવ વધારો લોકોના ખિસ્સા ખાલી કરી શકે છે. એક રિપોર્ટ અનુસાર મોબાઈલ કંપનીઓ એ ગ્રાહકના સિમ પર ધ્યાન આપી રહી છે જે એક્ટિવ નથી. જેમણે સિમ લીધુ છે પરંતુ તેને ઓછુ રિચાર્જ કરે છે અને તેનો ઓછો ઉપયોગ કરે છે. જે સિમ…

Read More

નવી ફિલ્મના ટાઇટલ માટે લોકો પાસેથી માગ્યા સજેશન હિન્દી રિમેકનું ડાયરેક્શન કરશે સુધા કોંગરા  લોકોને રીમેક જોવામાં કોઈ રસ નથી. ફિલ્મ સ્ટાર અક્ષય કુમારે પોતાની નવી ફિલ્મના ટાઇટલ માટે લોકો પાસેથી સજેશન માંગ્યા છે. જોમે લોકોએ તેને નવું ટાઇટલ સજેસ્ટ કરવાને બદલે સાઉથની વધુ એક રિમેક નહીં કરવાનું જ સજેશન આપી દીધું છે. અક્ષયની તાજેતર ની જ સાઉથની એક રિમેક  ‘બચ્ચન પાંડે’ એ બોક્સ ઓફિસ પર પાણી પણ ન હતું માંગ્યું તેની યાદ લોકોએ અપાવી છે. સાઉથ ની બહુ વખણાયેલી ફિલ્મ ‘ સુરારાઈ પોતરું’ ની રિમેક બની રહી છે. મૂળ ફિલ્મના ટાઇટલનો અર્થ સાહસિકો ની કદર એવો થાય છે. આ…

Read More

ઉનાળામાં અપનાવો આરામદાયક વસ્ત્રો  આંખોને ઠંડક આપતાં રંગોનાં વસ્ત્રો પહેરવા કોટન કાપડમાં ગરમીનો અનુભવ નહિ થાય તાપમાન વધતાંની સાથે જ લોકોના ફેશનના ફંડા પણ બદલાઈ રહ્યા છે.સૂર્યના તાપને ઓછો કરી આપે, પરસેવો શોષી લે એવા આછા રંગનાં વસ્ત્રો પહેરવાનો સમય આવી ગયો છે. . સમર સિઝનમાં એવા સોફ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિકની પસંદગી કરવી જોઈએ જેમાં પરસેવો સૂકાઈ જાય અને સાથે ઠંડક પણ મળે. આવા ફેબ્રિકથી બનેલાં વસ્ત્રો પહેરીને તમે સૂર્યપ્રકાશમાં રહો તો પણ પ્રમાણમાં વધુ ગરમીનો અનુભવ નહિ થાય. સામાન્ય રીતે ઉનાળામાં પ્યોર કોટન, લેનિન, સોફ્ટ મલમલ અને ખાદીથી બનેલાં આઉટફિટ્સ વધારે પસંદ કરાઈ રહ્યા છે.  સાથોસાથ સિલ્ક, વેલ્વેટ,…

Read More

બોડી ફિટ માટે બ્રેન પણ ફિટ રાખવું  જરૂરી  બ્રેન જ આપે છે શરીરમાં બધા કમાન્ડ  શાર્પ બ્રેન માટે જરૂરી છે હેલ્થી શરીર  ફીટ બોડી માટે મગજનું ફીટ હોવું પણ જરૂરી છે, કેમકે તમારું મગજ જ કોઈપણ કાર્ય કરવા માટે તમારા બોડીને કમાંડ આપે છે. જો તમે પણ મગજને હેલ્ધી રાખશો તો તમારું બોડી પણ ફીટ રહેશે. ઘણા લોકો મગજને શાર્પ કરવા માટે તમામ પ્રકારના ઉપાયો અપનાવે છે, પરંતુ તેઓ પોતાની  વ્યસ્ત લાઈફસ્ટાઈલ પર ધ્યાન આપતા નથી. જો પોષકતત્વોથી ભરપૂર ડાયેટ નહીં લેવામાં આવે, તો તમારું મગજ નબળું પડતું જશે અને જો તમે હેલ્ધી ડાયેટ ફોલો કરશો, તો તમારું મગજ શાર્પ…

Read More

વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં ગૌતમ અદાણી પાંચમા સ્થાને વિશ્વના 10 સૌથી ધનિકોમાં બે ભારતીય અંબાણી યાદીમાં 8માં ક્રમાંક પર અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી વિશ્વના સૌથી અમીર લોકોની ફોર્બ્સની યાદીમાં પાંચમા ક્રમાંકે આવી ગયા છે. અદાણીની કુલ નેટવર્થ 123.1 અરબ ડૉલર હોવાનો અંદાજ આંકવામાં આવ્યો છે. તેઓએ Berkshire Hathaway ના વૉરેન બફેટને પણ પાછળ છોડીને આ સ્થાન હાંસલ કર્યું છે. એટલે કે, વૉરેન બફેટ 121.7 અરબ ડૉલરની કુલ અંદાજિત નેટવર્થ સાથે હવે છઠ્ઠા સ્થાને આવી ગયા છે.રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ફોર્બ્સની દુનિયાના સૌથી ધનિક લોકોની યાદીમાં આઠમા ક્રમાંકે છે. આ રીતે, વિશ્વના 10 સૌથી અમીર લોકોમાં બે ભારતીયોનો…

Read More

સતત આઠમી હાર પર રોહિત શર્મા થયો નારાજ આઈપીએલના ઈતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું છે જ્યારે કોઈ ટીમ પ્રથમ આઠ મેચમાં હારી લખનઉ સુપર જાયન્ટ્સ સામે 36 રનથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો ઇન્ડિયન પ્રિમિયર લીગમાં સૌથી વધુ વખત ચેમ્પિયન બનનારી મુંબઇ ઇન્ડિયન્સ માટે વર્તમાન સીઝન સારી રહી નથી. આઇપીએલની 15મી સીઝનમાંથી મુંબઇ ઇન્ડિયન્સ પ્લે ઓફની રેસમાંથી બહાર ફેંકાઇ ગઇ છે કારણ કે ટીમ આ સીઝનમાં સતત આઠ મેચ હારી ગઇ છે. આઈપીએલના ઈતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું છે જ્યારે કોઈ ટીમ પ્રથમ આઠ મેચમાં હારી ગઈ હોય. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને રવિવારે લખનઉ સુપર જાયન્ટ્સ સામે 36 રનથી…

Read More

રાજ્ય સરકાર ફરીથી અન્નપૂર્ણા યોજના શરૂ કરશે રાજ્યના શ્રમિકોને 5 રૂપિયામાં ભોજન અપાશે શ્રમ અને રોજગાર વિભાગે હાથ ધરી કામગીરી રાજ્ય સરકાર દ્વારા ગરીબો અને શ્રમિકો માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. પરંતુ કોરોનાને કારણે ઘણી એવી યોજનાઓ છે જે બંધ પડી હતી. ત્યારે હાલમાં કોરોના કેસ કાબૂમાં આવતા રાજ્ય સરકાર યોજનાનો પુનઃ લાભ આપવાની યોજના બનાવી રહ્યું છે. ત્યારે કોરોનાને કારણે બંધ પડેલી શ્રમિક અન્નપૂર્ણા યોજના ફરીએકવાર શરુ થશે.રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા ફરી એકવાર શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ કરવામાં આવશે. ત્યારે હવે શ્રમિકોને 10 નહી માત્ર પાંચ રુપિયામાં જ ભોજન મળશે. જી હા, આ માટે રાજ્યના શ્રમ અને…

Read More

કોંગ્રેસથી નારાજ ધારાસભ્ય અશ્વિન કોટવાલ કોંગ્રેસથી છેડો ફાડે તેવા એંધાણ અશ્વિન કોટવાલ જોડાઈ શકે છે ભાજપમાં 4 ટર્મથી ચૂંટાતા અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાશે: સૂત્ર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાનો દોર શરૂ થવાના એંધાણ પૂરેપૂરા વર્તાઇ ચૂક્યા છે. કોંગ્રસ પાર્ટીથી નારાજ થયેલા ધારાસભ્યોના રિસામણા મનામણા ચાલી રહ્યા છે. ત્યારે કોંગ્રેસમાં વધુ એકવાર ભંગાણ થવાના વરતારા દેખાઈ રહ્યા છે. ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા ધારાસભ્ય અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાશે તેવી વાતોએ જોર પકડયું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે તેવી થઇ છે. કોંગ્રેસમાં નારાજગી અને પક્ષપલટાનો દોર શરુ થયો છે. ત્યારે ઘણા સમયથી નારાજ ચાલી…

Read More

હાઈબોન્ડ સિમેન્ટની ફેક્ટરીમાં અકસ્માત થતા 3 શ્રમિકના મોત ફેક્ટરીમાં કેમિકલ બેંકના વેલ્ડિંગ સમયે અકસ્માત અકસ્માત કઈ રીતે થયો તે હજુ બહાર આવ્યું નથી, પોલીસે તપાસ હાથ ધરી ગોંડલ-જેતપુર નેશનલ હાઈવે પર ગોમટા ચોકડી પાસે આવેલી હાઈબોન્ડ સિમેન્ટની ફેક્ટરીમાં આજે વહેલી સવારે અકસ્માત થયો હતો. જેમાં ફેક્ટરીમાં જ કામ કરતા ત્રણ શ્રમિકના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. ત્રણેય શ્રમિકો ફેક્ટરીમાં કેમિકલની બેંકમાં વેલ્ડિંગનું કામ કરી રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો. જેમાં એક શ્રમિકનું મોઢુ એટલી હદે છૂંદાઇ ગયું હતું કે તેનો ચહેરો ઓળખવો પણ મુશ્કેલ બન્યો હતો.પ્રાપ્ત વિગત મુજબ આજે સવારે ચાર વાગ્યે ફેક્ટરીની અંદર કેમિકલની બેંકમાં વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું…

Read More