Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

ભારત સરકારે એક ઐતિહાસિક પગલું લેવાની શરૂઆત કરી છે. દેશમાં જ ખર્ચાશે સંપૂર્ણ સંરક્ષણ બજેટ ભારતીય કંપનીઓની ભાગીદારીમાં બનેલા શસ્ત્રસરંજામની નિકાસ માટેની શરતો હળવી કરાશે. ભારત સરકારે એક ઐતિહાસિક પગલું લેવાની શરૂઆત કરી છે. ત્રણેય સેનાને વિદેશમાં બનેલા શસ્ત્રસરંજામથી મુક્તિ અપાવવા સૈદ્ધાંતિક નિર્ણય લેવાઈ ચૂક્યો છે. એ અંતર્ગત જે સુરક્ષા ઉપકરણોની દેશને જરૂર હશે, તેની ઉત્પાદક કંપનીઓએ ભારતમાં જ તેનું નિર્માણ કરવું પડશે. કંપનીઓને તે શસ્ત્રસરંજામનો નિકાસ કરવાની પણ છૂટ હશે.સંરક્ષણ ખરીદીની નીતિમાં ફેરફાર કરતા ‘બાય ગ્લોબલ’ની શ્રેણી સમાપ્ત કરાશે, જે અંતર્ગત વિદેશમાં વિકસિત શસ્ત્રસરંજામની આયાત થાય છે. સંરક્ષણ મંત્રાલયે આ નિર્ણય એવા સમયે કર્યો છે, જ્યારે ભારતમાં સુરક્ષા ઉપકરણોનું…

Read More

PM મોદી ત્રણ દિવસીય યુરોપના પ્રવાસ માટે રવાના જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે PM કરશે મુલાકાત વડાપ્રધાન મોદીની આ વર્ષની પ્રથમ વિદેશ યાત્રા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય યુરોપના પ્રવાસે છે. ત્યારે તેઓ આજે બર્લિન પહોંચી ચૂક્યાં છે. જ્યાં તેઓ જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝને મળશે અને 6ઠ્ઠા ભારત-જર્મની આંતર-સરકારી પરામર્શની સહ-અધ્યક્ષતા કરશે. બાદમાં, તેઓ બિઝનેસ રાઉન્ડ ટેબલમાં હાજરી આપશે અને સામુદાયિક કાર્યક્રમમાં પણ ભાગ લેશે.જર્મની, ડેનમાર્ક અને ફ્રાંસની મુલાકાત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું હતું કે, યુરોપની તેમની મુલાકાત એવાં સમયે થઇ રહી છે કે જ્યારે આ પ્રદેશ અનેક પડકારો અને વિકલ્પોનો સામનો કરી રહ્યો છે અને તેઓ ભારતના…

Read More

વધતી ગરમી વચ્ચે કેન્દ્રએ તમામ રાજ્યોને કર્યા એલર્ટ બીમારીઓથી બચવા માટે જાહેર કરી એડવાઇઝરી સંવેદનશીલ વિસ્તારોમાં પીવાના પાણીનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરો દેશભરમાં વધતી જતી ગરમી અને લૂના કારણે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્ય સરકારોને પત્ર લખીને એલર્ટ કર્યા છે. તેઓએ અસરકારક વ્યવસ્થાપન માટે તમામ જીલ્લાઓમાં ગરમી સંબંધિત બીમારીઓ પર રાષ્ટ્રીય કાર્ય યોજના માર્ગદર્શિકા દસ્તાવેજને પ્રસારિત કરવા વિનંતી કરી છે.સમગ્ર દેશમાં વધતા જતા તાપમાન અને ગરમ પવનો વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આરોગ્ય કેન્દ્રોમાં આવશ્યક દવાઓની ઉપલબ્ધતાની સમીક્ષા કરવા વિનંતી કરી છે. સંવેદનશીલ વિસ્તારોમાં પીવાના પાણીનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે તેવું પણ કહેવામાં આવ્યું. કેન્દ્રીય આરોગ્ય…

Read More

તાલાલામાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ વહેલી સવારે આંચકા અનુભવાયા તાલાલાથી 13 કિ.મી. દૂર કેન્દ્રબિંદુ કાળઝાળ ગરમીની વચ્ચે આજે સવારે ગીર સોમનાથના તલાલા ભૂકંપના આંચકાથી ઘરા ઘ્રૂજતાં લોકો ગભરાઇને બહાર આવી ગયા હતા. ઉલ્લેખનિય છે કે, ગીર સોમનાથના તાલાલમાં સવારે 6 વાગ્યે ભૂકંપના આંચકો અનુભવાયો હતો.તાલાલાથી 13 કિલોમીટર દૂર એપી સેન્ટર હોવાનું જાણવા મળ્યું છે.સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ ભૂકંપની જંગલ વિસ્તારમાં વધુ અસર થઇ છે. જો કે નુકસાનના હજું સુધી કોઇ અહેવાલ નથી. આ સાથે જૂનાગઢના દેવળિયામાં પણ આજે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા કચ્છમાં પણ 2.5ની તીવ્રતાના ભૂંકપના આંચકા અનુવાયા હતાં.તે સમયે તેનું…

Read More

અખાત્રીજના દિવસે ઘરમાં જ ગંગાજળથી સ્નાન કરી  અને દાનનો સંકલ્પ લઇને દાન કરવું  અખાત્રીજ કોઇપણ શુભકામની શરૂઆત માટે સર્વશ્રેષ્ઠ મુહૂર્ત ગણાય છે આ દિવસે કરવામાં આવતા દાનથી અક્ષય પુણ્ય મળે છે અને ખરાબ સમય દૂર થાય છે મંગળવાર 3 મે વૈશાખ મહિનાના સુદ પક્ષની ત્રીજ તિથિ છે. જેને અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ તરીકે ઊજવવામાં આવે છે. આ વર્ષે અક્ષય તૃતીયા પર શોભન અને માતંગ યોગ હોવાથી દાનનું પુણ્યફળ અનેકગણું વધી જશે. આ દિવસે કરવામાં આવતું સ્નાન-દાન અને પૂજા-પાઠનું અક્ષય ફળ મળશે. આ સ્થિતિમાં કરવામાં આવતાં દાનથી રોગનાશ અને લાંબી ઉંમર મળે છે. આ વર્ષે અક્ષય તૃતીયાના દિવસે રોહિણી નક્ષત્રનો…

Read More

પંજાબમાં બે જૂથો વચ્ચે ઘર્ષણ ખાલિસ્તાન અને શિવસેના વચ્ચે અથડામણ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો પંજાબના પટિયાલામાં ગુરૂવારે કાલી દેવી મંદિર પાસે ખાલિસ્તાન સમર્થકો અને શિવસેના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ વિવાદ ખાલિસ્તાની મુર્દાબાદ માર્ચ કાઢવાને લઈને થયો હતો. પોલીસે આ મામલામાં સમાધાન કરવાની કોશિશ કરી હતી, પણ ઉગ્ર ભીડે પોલીસકર્મીઓ પર પથ્થરમારો કરવાનો શરૂ કરી દીધો હતો. આ ઘટનામાં એક SHO સહિત કુલ છ લોકો ઘાયલ થઈ ગયા હતા. પોલીસે હાલત જોતા હળવો બળ પ્રયોગ પણ કરવો પડ્યો હતો. હાલમાં સમગ્ર વિસ્તારમાં તણાવની સ્થિતિ છે. પોલીસનું કહેવુ છે કે, શિવસેના પ્રમુખ હરીશ સિંગલા સાથે વાત કરી રહ્યા…

Read More

શાહરુખ ખાનની જેમ જ યશ યુનિવર્સલ સ્ટાર બનશે એસ્ટ્રોલોજરે કરી મોટી ભવિષ્યવાણી રાજકારણ જોઇન કરી શકે છે સાઉથ સુપરસ્ટાર  યશ હાલમાં ‘KGF 2’ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર અનેક નવા કીર્તિમાન બનાવ્યા છે. તાજેતરમાં જ યશના ભવિષ્ય અંગે એક એસ્ટ્રોલોજરે મીડિયા સાથે વાત કરી હતી. બેંગલુરુના એસ્ટ્રોલોજર પંડિત જગન્નાથ ગુરુજીએ યશના જીવન અંગે ભવિષ્યવાણી કરી હતી. તેમણે કહ્યું હતું કે યશ ઘણો જ મહેનતી, ઈમાનદાર તથા પોઝિટિવ વ્યક્તિ છે. આગામી સમયમાં તે બોલિવૂડ કિંગ શાહરુખ ખાનની જેમ યુનિવર્સલ સ્ટાર બની કે છે.પંડિત જગન્નાથે કહ્યું હતું કે આગામી દિવસોમાં યશ પોતાનું પ્રોડક્શન હાઉસ લૉન્ચ કરશે. આ ઉપરાંત 10…

Read More

ઉમરાનના 91% બોલની ગતિ 140/kmphથી વધુ ગાવસ્કરે ઇંગ્લેન્ડના પ્રવાસ પર મોકલવાની માગ કરી હૈદરાબાદના ફાસ્ટ બોલર ઉમરાન મલિકે બધાનાં દિલ જીતી લીધા હતા 22 વર્ષીય ઉમરાન મલિક, જે સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમે છે તે નવા સ્પીડ સ્ટાર તરીકે ઊભરી આવ્યો છે. તેણે બુધવારે રાત્રે ગુજરાત ટાઇટન્સના રિદ્ધિમાન સાહાને 152.8ની સ્પીડ સાથેના બોલ પર બોલ્ડ કર્યો હતો. ગુજરાત તરફથી ઉમરાને પાંચ વિકેટ ઝડપી હતી, આમાંથી ચાર બોલ્ડ થયા હતા. આ વિકેટો માટે ફેંકવામાં આવેલા તમામ બોલની ગતિ 140+ હતી ઉમરાને ગુજરાત સામે તેની બોલિંગમાં વિવિધતા લાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે કહ્યું હતું કે તે માત્ર યોગ્ય લાઇન-લેન્થ સાથે બોલિંગ કરવા અને…

Read More

Realme સ્માર્ટફોન પર ધમાકેદાર ડિસ્કાઉન્ટ Realme Narzo 50Aમાં 266 રુપિયામાં ખરીદી શકાય ફ્લિપકાર્ટ પર શાનદાર ઓફર રોજબરોજ સ્માર્ટ ફોનના નવા મોડલ બજારમાં આવી રહ્યા છે. વિવિધ કંપનીઓ નવા મોબાઇલ લૉન્ચ કરી રહી છે. તેમાં પણ હવે શૉ રુમ કરતા ઓનલાઇન સસ્તા ભાવમાં મોબાઇલ મળી રહ્યા છે. ત્યારે એક નવી ઓફર સામે આવી છે. જેમાં તમને નજીવી કિંમતમાં જ મોબાઇલ પડશે. જો કે તે માટે કેટલીક શરત પણ છે. ફ્લિપકાર્ટ પર કંઇક ને કંઇક ઓફર આવતી રહે છે. ગ્રાહકો માટે આકર્ષક ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યા છે.ત્યારે આજે ફ્લિપકાર્ટ પરથી શોપિંગ કરવામાં ફાયદામાં રહેશો. કારણ કે ઘણી મોંઘી પ્રોડક્ટ સસ્તાં ભાવમાં…

Read More

બનાવો સ્વાદિષ્ટ મેંગો  શ્રીખંડ ઉનાળામાં ઠંડી વસ્તુઓ ખાવાથી પાચનક્રિયા સુધરે છે. આ સ્વીટ ડીશ તમે જમ્યા પછી ખાઈ શકો છો ઉનાળામાં ઠંડી વસ્તુઓ ખાવાથી ન માત્ર તમને ગરમી ઓછી લાગે છે, પરંતુ તેનાથી તમારી પાચનક્રિયા પણ સુધરે છે. આજે અમે તમને મેંગો શ્રીખંડની રેસિપી જણાવી રહ્યા છીએ. આ સ્વીટ ડીશ તમે જમ્યા પછી ખાઈ શકો છો અથવા તો તમને જમવામાં કંઈ ખાવાનું મન ન થાય તો પણ તમે મેંગો શ્રીખંડ ખાઈ શકો છો. આવો, જાણીએ મેંગો શ્રીખંડ બનાવવાની રીત- મેંગો શ્રીખંડ બનાવવા માટેની સામગ્રી- 1 કેરી 1/2 લિટર દૂધ એક ચપટી કેસર 500 ગ્રામ હંગ કર્ડ 1 1/2 ટીસ્પૂન…

Read More