Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

એનડીઆરએફને વડોદરામાં રાખી દેવાથી આપત્તિ સમયે વેળાસર મદદ પહોંચાડી શકાય એક જૂનથી કન્ટ્રોલ રૂમ શરુ કરી દેવામાં આવશે. તરવૈયાઓને એનડીઆરએફ પાસે તાલીમ અપાવવા માટે કલેક્ટરે સૂચન કર્યું ૧૮ આગામી ચોમાસની તુમાં સંભવિત અતિવૃષ્ટિને ધ્યાને રાખીને વડોદરા કલેક્ટરે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે આજે આપદા વ્યવસ્થાપન અને પૂર્વ તૈયારીની સમીક્ષા કરી હતી. તેમણે પ્રાંત અધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને મામલદારોને ભૂતકાળમાં પૂરમાં અસરગ્રસ્ત થયેલા ગામોની આગામી પખવાડિયા દરમિયાન મુલાકાત લઇ સ્થળ સ્થિતિનો તાગ મેળવવા સૂચના આપી હતી. આગામી એક જૂનથી કન્ટ્રોલ રૂમ શરુ કરી દેવામાં આવશે. ભૂતકાળમાં વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના અનુભવને ધ્યાને રાખીને પૂર્વ તૈયારીઓ કરવી જોઇએ. આ પૂર વખતે એનડીઆરએફની ટીમને જરોદથી…

Read More

સુરતમાં હીરા ઉદ્યોગના વેપારી દ્વારા વેકેશન મંદીનું મોજું ફરી વળતા ઉનાળુ વેકેશનની જાહેરાત કરવામાં આવી વેકેશન જાહેર કરવામાં આવતા રત્ન કલાકારોની મુશ્કેલીમાં વધારો થયો છે શું તમે ક્યારેય વિચાર્યું હશે કે હીરા ઉદ્યોગમાં વેકેશન પડશે? હા તમે સાચું વાંચી રહ્યા છો અત્યાર સુધી આપણે ઉનાળુ વેકેશન ફક્ત શૈક્ષણિક કાર્યમાં જ જોતા આવ્યા છીએ પરંતુ આ વખતે સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીનું મોજું ફરી વળતા ઉનાળુ વેકેશનની જાહેરાત કરવામાં આવી છે.સુરતમાં હીરા ઉદ્યોગના વેપારી દ્વારા આ વેકેશન 22મી મે સુધી જાહેર કરાયુ છે આ વેકેશન શોખથી નહીં પરંતુ રફની અછત અને ભાવ વધારાથી જાહેર કરવું પડ્યું છે. રશિયા-યુક્રેન યુધ્ધની મોટી વિપરીત અસર…

Read More

શેર માર્કેટમાં હાહાકાર ખૂલતાંની સાથે જ અબજો રૂપિયા ધોવાયા ‘  સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધારેનો કડાકો નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે ગુરુવારે ખુલતાની સાથે જ ભારતીય શેરબજાર સપ્તાહના ચોથા દિવસે ધડામ થઈ ગયું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ ઈન્ડેક્સ 900 પોઈન્ટ ઘટીને 53,308 પર ખુલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 269 પોઈન્ટ અથવા 1.66 ટકા ઘટીને ફરી એકવાર 16000ની નીચે પહોંચ્યો હતો અને કારોબાર થયો હતો. 15,971 ના સ્તરની શરૂઆત થઈ. હાલમાં સેન્સેક્સ 1027 પોઈન્ટના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. શરૂઆતની મિનિટોમાં સેન્સેક્સ અને નિફ્ટી 1.9 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. બજાર ખુલતાની સાથે…

Read More

અખરોટના સેવનથી પુરૂષોને મળે છે તાકાત અખરોટ ખાવાથી તમારું શરીર મજબૂત થાય છે. તેનાથી બ્લડ શુગર કંટ્રોલ કરવામાં પણ મદદ મળે છે. અખરોટના સેવનથી પુરૂષોને તાકાત મળે છે. એટલેકે તેનુ સેવન કરવાથી તમારુ લગ્ન જીવન સારું રહે છે. તો  એવામાં આ જાણવુ અત્યંત જરૂરી છે કે એક દિવસમાં કેટલા અખરોટ ખાવા જોઈએ. શું તમે જાણો છો કે એક દિવસમાં કેટલા અખરોટ ખાવા જોઈએ અને તેનાથી કયા-કયા ફાયદા થાય છે.  અખરોટ ખાવાથી તમારું શરીર મજબૂત થાય છે. જેમાં બધી પ્રકારના પોષક તત્વો મળે છે. એવામાં તમારે એક દિવસમાં 1-2 અખરોટ ખાવા જોઈએ. જેનાથી તમને આવશ્ય ફાયદો મળશે. ઉલ્લેખનીય છે કે કોઈ…

Read More

દેશમાં રાંધણગેસના ભાવમાં રૂ. 3.50નો વધારો કોમર્શિયલ સિલિન્ડર પણ મોંઘું થયું દેશમાં પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવથી લોકો પહેલેથી જ પરેશાન છે દેશમાં મોંઘવારી અટકવાનું નામ નથી લઈ રહી. ગુરુવારે LPG ગેસના ભાવમાં વધારો થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘરેલુ એલપીજી ગેસ-સિલિન્ડરની કિંમતમાં 3.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર અને કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 8 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે દેશમાં LPG સિલિન્ડરની કિંમત 1005 રૂપિયાની નજીક પહોંચી ગઈ છે. આ વધારો એવા સમયે થયો છે, જ્યારે દેશમાં પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવથી લોકો પહેલેથી જ પરેશાન છે.રાંઘણ ગેસ-સિલિન્ડરની કિંમતમાં વધારા બાદ 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત આજથી દિલ્હી અને મુંબઈમાં 1003 રૂપિયા,…

Read More

ગરબાને યુનેસ્કો દ્વારા વિશ્વના બહુમૂલ્ય સાંસ્કૃતિક વારસામાં સામેલ કરાય એવી શક્યતા  વડનગરને વૈશ્વિક ઓળખ આપવા વડનગર કૉન્ફરન્સ યોજાઈ છે વડનગરને લેન્ડમાર્ક હેરીટેજ ટુરીઝમ ડેસ્ટીનેશન તરીકે વિકસાવવામાં આવશે. ગુજરાતની ઓળખ સમાન ગરબાને યુનેસ્કો દ્વારા વિશ્વના બહુમૂલ્ય સાંસ્કૃતિક વારસામાં સામેલ કરાય એવી શક્યતા છે. ભારત સરકારે કન્વેન્શન ફોર ધ સેફગાર્ડીંગ ઑફ ધ ઇન્ટેન્જીબલ કલ્ચરલ હેરિટેજ યાદીમાં ગરબાનો સમાવેશ કરવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે.  જેમાં વિશ્વની ઐતિહાસિક સાંસ્કૃતિક પરંપરાઓ, કળાને સ્થાન આપવામાં આવે છે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજીત વડનગર કૉન્ફરન્સમાં યુનેસ્કોના ભારત, ભુટાન, માલદીવ્સ અને શ્રીલંકા ખાતેના ડાયરેક્ટર એરિક ફોલ્ટે ગુજરાતના ગરબાને હેરિટેજમાં સામેલ થાય એ માટે શુભેચ્છા પાઠવી હતી.વડાપ્રધાન…

Read More

ભગવાન વિષ્ણુને ગુરૂવારનો દિવસ સમર્પિત  આ દિવસે કરો ફક્ત આટલું જ કામ  જાણો તેનાથી શું થશે લાભ ગરૂવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ દિવસના સ્વામી બૃહસ્પતિ છે. આ દિવસને ધન, સમૃદ્ધિ, એશ્વર્ય, જ્ઞાન અને સંતાનનો કારક માનવામાં આવે છે. આ દિવસે ઘણા લોકો વ્રત કરે છે. વિધિ-વિધાનથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે. આ દિવસે તમે ઘણા પ્રકારના ઉપાય પણ કરી શકો છો. તેનાથી આર્થિક સ્થિતિમાં સુધાર થાય છે. કરિયરમાં સફળતા મળશે. કોઈ પણ કાર્ય કરવામાં મુશ્કેલીઓ આવી રહી હોય તો તમે આ ઉપયો કરી શકો છો. આ મુશ્કેલીઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. લગ્નમાં આવી રહેલી મુશ્કેલીઓને દૂર કરવા…

Read More

બ્લુઆર્મર નામની કંપની હેલ્મેટ માટે કુલર બનાવે છે કોઈપણ સંપૂર્ણ ચહેરાના હેલ્મેટ સાથે આ ડિવાઇઝનો ઉપયોગ કરી શકો છો. તેમની મદદથી તમને ઠંડી, ધૂળ મુક્ત અને ફિલ્ટર કરેલી હવા મળશે. સતત વધી રહેલી ગરમીમાં બાઇક રાઇડિંગ એક પડકાર બની રહ્યું છે. ઘણી વખત હેલ્મેટ પહેરવાથી ખાસ કરીને તડકામાં એક અલગ ત્રાસ અનુભવાય છે. જોકે હેલ્મેટ વગર બાઇક ચલાવી શકાતી નથી. કારણ કે હેલ્મેટ વિના બાઇક ચલાવવું જીવનું જોખમ છે.આવી સ્થિતિમાં જો તમારા હાથમાં કોઈ એવું ડિવાઇઝ હોય જે હેલ્મેટને ACમાં બદલી શકે તો તમે શું કરશો? અમે તમારા માટે આવા જ એક ઉપકરણ વિશે માહિતી લાવ્યા છીએ જે તમારા હેલ્મેટને…

Read More

દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે આપ્યું રાજીનામું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મોકલી આપ્યું રાજીનામું  કેજરીવાલ અને અનિલ બૈજલ વચ્ચેનો વિવાદ જાણીતો છે  રાજધાની દિલ્હીમાં બનેલા એક મહત્વના ઘટનાક્રમમાં ઉપરાજ્યપાલ અનિલ બૈજલે અંગત કારણોસર રાજીનામુ આપી દીધું છે. બૈજલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને રાજીનામું મોકલી આપ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમણે આ રાજીનામા પાછળ વ્યક્તિગત કારણો હોવાનું જણાવ્યું છે.31 ડિસેમ્બર 2021ના રોજ તેમના કાર્યકાળના 5 પુરા થઈ ચુક્યા હતા. જો કે, દિલ્હીના ઉપરાજ્યપાલનો કાર્યકાળ નિશ્ચિત હોતો નથી. આપને જણાવી દઈએ કે, કેટલાય કેસોમાં દિલ્હીની કેજરીવાલ સરકાર અને ઉપરાજ્યપાલ અનિલ બૈજલની વચ્ચે ટકરાવની સ્થિતિ આવી જાય છે. વાસ્તવમાં બૈજલે દિલ્હી સરકારની 1000 બસોની ખરીદ પ્રક્રિયાની…

Read More

લગ્ન એ પરંપરા, સંસ્કૃતિ અને સંસ્કારોનો અનોખો સમન્વય છે ચાલો અમે તમને લગ્નની આ સિઝનમાં ભારતના 10 શ્રેષ્ઠ વેડિંગ ડેસ્ટિનેશન વિશે જણાવીએ આ દિવસ કોઈપણ વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે લગ્ન એ પરંપરા, સંસ્કૃતિ અને સંસ્કારોનો અનોખો સમન્વય છે. આ દિવસ કોઈપણ વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, તેથી તેને ખાસ બનાવવા માટે દરેક પ્રયાસ કરવામાં આવે છે. પણ ક્યારેક આપણું નાનકડું ખોટું આયોજન લગ્ન જેવા મોટા પ્રસંગને બગાડે છે. આમાં, યોગ્ય વેડિંગ ડેસ્ટિનેશન પસંદ કરવું પણ ઘણું મુશ્કેલ કામ છે. ચાલો અમે તમને લગ્નની આ સિઝનમાં ભારતના 10 શ્રેષ્ઠ વેડિંગ ડેસ્ટિનેશન વિશે જણાવીએ, જ્યાં લગ્ન કરવા…

Read More