ભગવાન વિષ્ણુને ગુરૂવારનો દિવસ સમર્પિત
આ દિવસે કરો ફક્ત આટલું જ કામ
જાણો તેનાથી શું થશે લાભ
ગરૂવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ દિવસના સ્વામી બૃહસ્પતિ છે. આ દિવસને ધન, સમૃદ્ધિ, એશ્વર્ય, જ્ઞાન અને સંતાનનો કારક માનવામાં આવે છે. આ દિવસે ઘણા લોકો વ્રત કરે છે. વિધિ-વિધાનથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે. આ દિવસે તમે ઘણા પ્રકારના ઉપાય પણ કરી શકો છો. તેનાથી આર્થિક સ્થિતિમાં સુધાર થાય છે.
કરિયરમાં સફળતા મળશે. કોઈ પણ કાર્ય કરવામાં મુશ્કેલીઓ આવી રહી હોય તો તમે આ ઉપયો કરી શકો છો. આ મુશ્કેલીઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. લગ્નમાં આવી રહેલી મુશ્કેલીઓને દૂર કરવા માટે તમે આ દિવસે ઘણા પ્રકારના ઉપાયો કરી શકો છો. આવો જાણીએ કયા
આ કામ ગુરૂવારના દિવસે કરો
- આ દિવસે પીળા રંગનો ઉપયોગ વધારે કરો. આ દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરો. પાળા ફળો અને મિઠાઈનું સેવન કરો.
- આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. સ્નાન કર્યા બાદ “ઓમ બૃં બૃહસ્પતયે નમઃ” મંત્રનો જાપ કરો. તેનાથી આર્થિક સ્થિતિમાં સુધાર થાય છે.
- આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા એક સાથે કરો. વૃહસ્પતિવારએ વ્રત કથા અથવા પાઠ કરો. તેનાથી દાંપત્ય જીવન સુખમય થઈ જાય છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
- ગુરૂવારે ગાયને લોટ ખવડાવો. લોટમાં ચણાની દાળ, ગોળ અને હળદળ મિક્ષ કરીને ખવડાવો. આમ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. સ્નાન કરવાના પાણીમાં એક ચમચી હળદળ નાખીને સ્નાન કરો.
- આ દિવસે જરૂરીયાતમંદ વ્યક્તિને દાળ, કાળા અને પીળા કપડાનું દાન કરો. ગુરૂવારે કોઈની પાસેથી ઉધાર ન લો. આમ કરવાથી તમારી કુંડળીમાં ગુરૂની સ્થિત કમજોર થઈ જાય છે. આ કારણે આર્થિક તંગીનો સામનો કરવો પડે છે.
- ગુરૂવારના દિવસે પૂજા કર્યા બાદ પોતાની હથેળી અને ગળા પર હળદળનો ચાંદલો કરો. આમ કરવાથી કુંડળીમાં ગુરૂ ગ્રહ મજબૂત બને છે. તેનાથી દરેક કાર્યમાં વ્યક્તિને સફળતા મળે છે.
- ગુરૂવારના દિવસે કેળાના વૃક્ષને જળ અર્પિત કરો. તેની સામે દેસી ધીનો દિવો કરો. ગુરૂના 108 નામોનું ઉચ્ચારણ કરો. તેનાથી લગ્નમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થશે.
- ગુરૂવારના દિવસે પૂજામાં હળદળની માળા લગાવો. કાર્યસ્થળ પર પીળા રંગની વસ્તુઓનો ઉપયોગ કરો. ભગવાન લક્ષ્મી અને નારાયણને લાડવાનો ભોગ લગાવો. તેનાથી વ્યવસાયમાં ચાલી રહેલી મુશ્કેલીઓ દૂર થશે.