આ દિવસે ભગવાન વિષ્ણુ-લક્ષ્મીની પૂજા કરવાથી સમૃદ્ધિ વધશે.
6 ઓક્ટોબર, ગુરુવારે પાપાંકુશા એકાદશીનો છેલ્લો સંયોગ બનશે
ઉપવાસ ન રાખી શકો તો વ્રત કરી શકો છો.
26 મે, ગુરુવારે અપરા એકાદશી વ્રત કરવામાં આવશે. આ વર્ષનો ત્રીજો એવો સંયોગ છે, જ્યારે ગુરુવારે એકાદશી તિથિ આવી રહી છે. બંનેના જ સ્વામી ભગવાન વિષ્ણુ હોવાથી આ દિવસે વ્રત અને પૂજા કરવી વધારે ખાસ રહેશે. આ એકાદશીએ તિથિ, વાર, નક્ષત્ર અને ગ્રહોથી મળીને સૂર્યોદય સાથે જ 6 શુભ યોગ બનશે. જેના લીધે અપરા એકાદશી વ્રતનું અનેક ગણું શુભ ફળ મળશે અને આ દિવસે ભગવાન વિષ્ણુ-લક્ષ્મીની પૂજા કરવાથી સમૃદ્ધિ વધશે.
ગુરુવારે સૂર્યોદય સાથે જ સર્વાર્થસિદ્ધિ યોગ શરૂ થઈ જશે. ત્યાં જ, સૂર્ય-બુધ દ્વારા બુધાદિત્ય, ગુરુ-ચંદ્ર-મંગળ દ્વારા ગજકેસરી અને મહાલક્ષ્મી યોગ રહેશે. સાથે જ આયુષ્માન અને મિત્ર નામના શુભ યોગ પણ આ દિવસે રહેશે. નક્ષત્રોની આ શુભ સ્થિતિમાં કરવામાં આવતાં કાર્યોનું અનેકગણું શુભ ફળ મળે છે. ગ્રહોના આ મહાસંયોગમાં ખરીદી, લેવડ-દેવડ અને રોકાણ કરવાથી લાંબા સમય સુધી ફાયદો મળશે.ગુરુવાર અને એકાદશી બંનેના સ્વામી ભગવાન વિષ્ણુ છે. આવો યોગ ખૂબ જ ઓછો બને છે જ્યારે ગુરુવારે એકાદશી તિથિ પણ હોય. આ વર્ષે કુલ ચારવાર આવો યોગ બનશે. જેમાં 13 જાન્યુઆરી, ગુરુવારે પુત્રદા એકાદશી હતી
. પછી 12 મે, મોહિની એકાદશી અને હવે 26 મેના રોજ અપરા એકાદશીએ ગુરુવારનો સંયોગ બની રહ્યો છે. તે પછી 6 ઓક્ટોબર, ગુરુવારે પાપાંકુશા એકાદશીનો છેલ્લો સંયોગ બનશે.વૈશાખ મહિનાના વદ પક્ષની એકાદશીને અપરા એકાદશી કહેવામાં આવે છે. આ તિથિએ આખો દિવસ ઉપવાસ કરવામાં આવે છે. પરંતુ ઉપવાસ ન રાખી શકો તો વ્રત કરી શકો છો. પરંતુ તેમાં પણ અનાજ ખાઈ શકો નહીં. માત્ર ફળ અને દૂધ લઇ શકો છો. આ દિવસે પવિત્ર નદીઓના જળથી સ્નાન કરવામાં આવે છે. જરૂરિયાતમંદ લોકોને ભોજન અને જળદાન કરવાની પણ પરંપરા છે. ત્યાં જ, ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ વધે છે. જાણ્યે-અજાણ્યે થયેલાં દરેક પ્રકારના પાપ દૂર થઈ જાય છે.