Astrology News: ધાર્મિક ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે નિયમિત રૂપથી બગવાનની પૂજા કરવામાં કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ, તો તમારા જીવનમાં આવી રહેલી બધી પરેશાનીઓ દૂર થઇ જશે અને ખુશીઓનું આગમન થવા લાગશે. ઘણા નિયમોમાં એક નિયમ એ પણ છે કે રાત્રીના સમયે પૂજા ઘરનો પરદો બંધ કરી દેવો જોઈએ. એની પાછળનું કારણ શું છે? આ વાતની જાણકારી આપી રહ્યા છે ભોપાલના નિવાસી વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા. તો ચાલો જાણીએ જ્યોતિષમાં આનું શું મહત્વ છે.
રાત્રે મંદિરમાં શા માટે લગાવવામાં આવે છે પરદા?
ધાર્મિક માન્યતા અનુસાર રાત્રીના સમયે મંદિરમાં પરદો જરૂર લગાવવો જોઈએ, જે રીતે રાત્રે મનુષ્ય આરામ કરે છે એવી જ રીતે દેવી-દેવતાઓ પણ આરામ કરે છે.
ધાર્મિક ગ્રંથોનું શું કહેવું છે.
ધાર્મિક ગ્રંથો અનુસાર, જેમ આપણે બહારના લોકોની નજરથી પોતાને બચાવવા માટે ઘરના દરવાજા અથવા પડદા રાખીએ છીએ, તેવી જ રીતે દેવી-દેવતાઓને નજરથી બચાવવા માટે પડદા લગાવવામાં આવે છે.
માનવામાં આવે છે આદરનું પ્રતીક
ધાર્મિક ગ્રંથો અનુસાર, મંદિરમાં જતી વખતે આપણે ભગવાનને માન આપીને માથું ઢાંકીએ છે, તેવી જ રીતે ઘરમાં બનેલા મંદિરમાં આપણે પૂજાના દરેક નિયમોનું પાલન કરીએ છે, ભગવાનની આરતી, તેનો પ્રસાદ અને તેમના આરામનું ધ્યાન રાખીએ છે. આ નિયમોનું પાલન કરવાથી ભગવાન પ્રત્યેની આપણી ભક્તિ અને તેના માટે આપણને જે આદર છે તે દર્શાવે છે. આ એ વાતનો પુરાવો છે કે આપણે પૂજાના તમામ નિયમોનું ખૂબ સારી રીતે પાલન કરીએ છીએ.