ઘરમાં હંમેશા લોકો કોઈપણ માંગલિક કાર્યક્રમમાં એક રૂપિયાનો સિક્કો મુકવાનું ભૂલતા નથી, પરંતુ શું તમે જાણો છો તેની પાછળનું કારણ શું છે.કોઈપણ શુભ કાર્ય અથવા લગ્ન, જન્મદિવસ અને પૂજામાં, દરેક વ્યક્તિ કવરમાં એક રૂપિયો અલગથી આપે છે. કારણકે, શુકનમાં એક રૂપિયો આપવાનું શુભ માનવામાં આવે છે.
હવે તમને સવાલ થશે કે, આખરે શુકનના રૂપે કવરમાં 1 રૂપિયો કેમ નાંખવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કોઈપણ નાની કે મોટી રકમ હોય તેમાં 1 રૂપિયાનો સિક્કો જોડવાથી સંખ્યા અવિભાજ્ય બની જાય છે.
હિન્દુ ધર્મમાં જ્યોતિષ માને છે કે, શુકનમાં એક રૂપિયાનો સિક્કો આપવાથી સંબંધો માટે શુભ અને સારૂ માનવામાં આવે છે. તેથી લોકો શુકનમાં એક રૂપિયાનો સિક્કો મુકવામાં આવે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કહેવામાં આવે છે કે, હંમેશા એક રૂપિયાનો સિક્કો આપવો જોઈએ. કારણકે, ધાતુમાં લક્ષ્મીનો વાસ હોય છે. એવામાં શુકનની સાથે એક રૂપિયો જોડી દેવામાં આવે છે. જેથી આ વ્યક્તિને માતા લક્ષ્મીનો આશીર્વાદ મળે છે.
જોકે, જ્યોતિષ શાસ્ત્રમાં એવી માન્યતા છે કે, દુઃખના સમયે કોઈપણ વ્યક્તિને એક રૂપિયાનો સિક્કો ન આપવો. કારણકે, તે આ વાતનું પ્રતીક માનવામાં આવે છે કે જે પળ અથવા ઘટના તમે આજ જોઈ છે તે વારંવાર જોવા મળે.
હિન્દુ ધર્મની માન્યતા અનુસાર, શૂન્યને અશુભ પ્રતિક માનવામાં આવે છે. તેને સંબંધ ખતમ થવાનો સંકેત માનવામાં આવે છે. તેથી હંમેશા શુભ પ્રસંગે એક રૂપિયો આપવામાં આવે છે.