Vastu Tips: ઘરના આંગણામાં વૃક્ષો હોય તે ખૂબ સારી વાત છે. પરંતુ જ્યોતિષશાસ્ત્ર મુજબ, પીપળાનું વૃક્ષ ઘરના આંગણામાં ન હોવું જોઈએ. આ વૃક્ષ ગૃહકલેશનું કારક બને છે.
વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યાનુસાર, ઘરમાં ક્યારેય પીપળાનું ઝાડ ન વાવવું જોઈએ. તેનો ઘરમાં ઉછેર યોગ્ય નથી. જો તે કુદરતી રીતે ઊગે છે, તો તેને સાવધાનીપૂર્વક કાઢી નાખવું જોઈએ.
પીપળાના વૃક્ષનો છાંયડો ગૃહસ્થો માટે સ્હેજપણ સારો નથી. તેનાથી ઘરની પ્રગતી અટકી જાય છે. સાથોસાથ પરિવારના સભ્યો પર પણ તેની અસર પડે છે.
પીપળાનું વૃક્ષ વૈરાગ્ય જગાવે છે.તેથી તે વિવાહીત જીવનમાં ખલેલ ઊભી કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં પીપળાનું ઝાડ હોવાથી પતિ-પત્ની વચ્ચે ઝઘડા ઊભા થાય છે. આ ઉપરાંત ઘરની શાંતિ ભંગ થાય છે.
પીપળાનું ઝાડ મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન કરે છે. જેથી તેની માનવ શરીર પર ખરાબ અસર પડે છે. વ્યક્તિને શ્વાસ લેવા સંબંધીત બીમારીઓ પણ થઈ શકે છે.
પીપળાના વૃક્ષનો પ્રભાવ સંતાનો પર પણ પડે છે. પીપળાના વૃક્ષનો છાંયડો ઘર પર પડે તો પરિવારમાં વિવિધ પ્રકારના વિઘ્નો આવે છે. તેથી જો ઘરની બહાર પીપળાનું ઝાડ હોય, તો તેની પૂજા કરવી જોઈએ.
નિયમોનું પાલન કર્યા વગર પીપળાનું વૃક્ષ કાપવાની પિતૃદોષ લાગે છે. તેથી પીપળાનું વૃક્ષ કાપતા પહેલા જ્યોતિષની સલાહ લઈને યોગ્ય પૂજાવિધિ કરવી જોઈએ.