ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીને સમર્પિત છે.
અક્ષય તૃતીયાના દિવસે ચાર ગ્રહોની પ્રબળતા
અક્ષય તૃતીયા સ્વયંસિદ્ધિ મુહૂર્ત હોવાના કારણે આ દિવસે મોટી સંખ્યામાં સામૂહિક લગ્ન સમારંભોનુ આયોજન
આજે સમગ્ર દેશમાં ‘અક્ષય તૃતીયા’નુ પર્વ પૂરા જોશ અને શ્રદ્ધા સાથે મનાવવામાં આવી રહ્યો છે. આજના દિવસે જે પણ કામ કરવામાં આવે છે તેનો ક્ષય નથી થતો અને આના કારણે લોકો આજે બધા શુભ અને મંગળ કામો કરવાની કોશિશ કરે છે. આજે વણજોયુ મુહૂર્ત હોય છે અને આના કારણે આજે લગ્ન અને ગૃહ પ્રવેશ જેવા શુભ કામ કરવામાં આવે છે.વૈશાખ શુક્લ તૃતીયા અક્ષય તૃતીયા સ્વયંસિદ્ધ મુહૂર્તમાંનુ એક છે. આ અક્ષય તૃતીયા પર યોગોની ત્રિવેણી બની રહી છે. આજ ના દિવસે મંગળકારી રોહિણા નક્ષત્ર, શોભન યોગ અને રવિયોગની ત્રિવેણીમાં પર્વ મનાવવામાં આવશે જે સર્વ કાર્યોમાં સિદ્ધિ આપનાર, અક્ષય ગણુ શુભ ફળ આપનાર રહેશે. આ દિવસે પ્રારંભ કરવામાં આવેલા શુભ કાર્યોનુ ફળ અક્ષય રહેશે અર્થાત તેમનુ ક્યારેય ક્ષરણ નહિ થાય. આ વખતે તૃતીયા તિથિની વૃદ્ધિ પણ થઈ રહી છે જે શુભકારી માનવામાં આવે છે.વૈશાખ શુક્લ તૃતીયા તિથિ 3 મે મંગળવાર સૂર્યોદય પૂર્વ પ્રાતઃ 5.19થી પ્રારંભ થઈને 4 મે બુધવારે પ્રાતઃ 7.35 વાગ્યા સુધી રહેશે.
આ રીતે તૃતીયા તિથિ 3 અને 4 મે બંને દિવસે સૂર્યોદયને સ્પર્શ કરવાના કારણે તિથિ વૃદ્ધિ થઈ રહી છે. 3મેના રોજ રોહિણી નક્ષત્ર દિવસ પર્યન્ત રહીને રાતે 3.15 વાગ્યા સુધી રહેશે. આ રીતે શોભન યોગ સાંજે 4.13 વાગ્યા સુધી રહેશે. 3 મેના રોજ તૃતીયા તિથિ દિવસ પર્યન્ત રહેવાનુ છે માટે અક્ષય તૃતીયા 3 મેના રોજ મનાવાશે. આ દિવસે રવિયોગ પણ દિવસ પર્યન્ત રહીને રાતે 3.19 વાગ્યા સુધી રહેશે.ચાર ગ્રહોની પ્રબળતા કરશે શુભ ફળમાં વૃદ્ધિ.આ દિવસે કરેલા શુભ કાર્યોના ફળમાં વૃદ્ધિ કરશે. આ દિવસે ચંદ્રમા પોતાની ઉચ્ચ રાશિ વૃષભમાં શુક્ર પોતાની ઉચ્ચ રાશિ મીનમાં રહેશે. આ સાથે જ ગુરુ અને શનિ પણ ક્રમશઃ સ્વરાશિ મીન અને કુંભમાં રહેશે. આ ગ્રહોના શુભ ફળમાં વૃદ્ધિ થશે. આ સંયોગોમાં શુભ કાર્યો કરવાનુ અનંત ગણુ ફળ પ્રાપ્ત થશે.અક્ષય તૃતીયા સ્વયંસિદ્ધિ મુહૂર્ત હોવાના કારણે આ દિવસે મોટી સંખ્યામાં સામૂહિક લગ્ન સમારંભોનુ આયોજન થાય છે. આ ઉપરાંત આ દિવસ ખરીદી કરવા માટે પણ મહામુહૂર્ત કહેવાય છે. આ દિવસે જે પણ કાર્ય કરવામાં આવે છે તેનો ક્યારેય ક્ષય નથી થતો. આ દિવસ સ્વર્ણાભૂષણ, ભૂમિ, ભવન, વાહન વગેરે ખરીદવાનુ શુભ હોય છે આ દિવસે દાન-પુણ્ય કરવાનુ પણ ખૂબ મહત્વ હોય છે.