પૈસા કમાવવા છતાં બચત નથી થતી
વાસ્તુશાસ્ત્ર મુજબ મળશે ધનપ્રાપ્તિ
જ્યોતિષમાં બતાવ્યા છે ઉપાય
પૈસાની જરુરિયાત આ દુનિયામાં કોને નથી. જીવન જીવવા માટે પૈસા અનિવાર્ય છે. તેવામાં આપણમાંથી ઘણા એવા લોકો છે જેમના પૈસા પણ બચતા નથી. પૈસાની તંગી, ધનહાનિ અને નકામા ખર્ચાને કારણે પૈસા બચતા નથી. જોકે આની પાછળ બીજા ઘણા કારણ હોઇ શકે જેવા કે વાસ્તુદોષ, કુંડલી જોષ અને બીજી ખરાબ આદતો. ત્યારે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક એવા ઉપાયો દર્શાવ્યા છે જેનાથી ધનની સમસ્યામાં ઘણા કારગર નીવડશે. ત્યારે આવો જાણીએ કેટલાક નુસખા.જો તમામ પ્રયત્નો પછી પણ પૈસાની તંગી પૂરી ન થતી હોય તો ઘરના મોભીએ દરરોજ સફેદ ચંદનનું તિલક લગાવવું જોઈએ અને ઘરના રસોડામાં ભોજન કરવું જોઈએ. આમ કરવાથી પૈસા આવવાના નવા રસ્તાઓ ખૂલશે.સંપત્તિ મેળવવા માટે ધનની દેવી લક્ષ્મીની કૃપા હોવી જરૂરી છે. આ માટે અમાસની રાત્રે ઘરના ઈશાન દિશામાં ગાયના ઘીનો દીવો પ્રગટાવો. સાથે જ તેમાં રૂની વાટને બદલે લાલ સુતરાઉ દોરોનો ઉપયોગ કરવો સાથે જ ઘીમાં કેસરના તાંતણા નાખો.
આવો દીવો પ્રગટાવવાથી ઘરમાં ધનનો પ્રવાહ વધશે.ધનની દેવી લક્ષ્મીને દક્ષિણાવર્તી શંખ ખૂબ જ પ્રિય છે. તેને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. જો ઘરનો ખર્ચ બિનજરૂરી રીતે વધી રહ્યો હોય અને તેને નિયંત્રિત કરવું શક્ય ન હોય તો ગુરુવારે દક્ષિણાવર્તી શંખમાં દૂધ ભરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરો. આનાથી બિનજરૂરી ખર્ચમાંથી રાહત મળશે. ઉપરાંત, પૈસા આવવાના રસ્તાઓ પણ હશે.વાસ્તુશાસ્ત્રમાં લક્ષ્મી પ્રાપ્તિના ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે. વાસ્તુ અનુસાર, ઉત્તર દિશા ધનના દેવતા ભગવાન કુબેરનું સ્થાન દર્શાવે છે. આ દિશાને અસરકારક બનાવવાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે અને તમને ખુશીનો આનંદ મળે છે. પૈસા, દાગીના અને પ્રોપર્ટી સંબંધિત મહત્વપૂર્ણ દસ્તાવેજો આપણે આ ખૂણામાં રાખી શકીએ છીએ. જો કે કુબેર યંત્ર અથવા લક્ષ્મી અને કુબેર દેવની મૂર્તિ આ દિશામાં રાખવાથી પણ લાભ મળે છે.