દિવસે સૂર્યએ મિથુન રાશિમાં પ્રવેશ કર્યો છે
પાંચ ગ્રહોની ગતિ બદલાવાથી વાતાવરણમાં ફેરફાર થશે.
આ મહિનામાં દાન-પુણ્યનું ખાસ મહત્ત્વ છે.
જેઠ મહિનાના વદ પક્ષની શરૂઆત 15 જૂન, બુધવારથી થઈ ગઈ છે. આ દિવસે સૂર્યએ મિથુન રાશિમાં પ્રવેશ કર્યો છે. આ મહિનાની અમાસ 29 જૂન રહેશે તે પછી 30 જૂન એટલેકે ગુરુવારથી અષાઢ મહિનો શરૂ થશે. અષાઢ મહિનાની પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા 13 જુલાઈના રોજ ઊજવવામાં આવશે.
આ દિવસો દરમિયાન પાંચ બુધવારનો યોગ હોવાથી મંગળકારી પરિણામ આવવાના સંભવ છે તેમજ આ હિંદી મહિનામાં પાંચ ગ્રહોનું રાશિ પરિવર્તન પણ થશે. ત્યાં, સૂર્ય, શુક્ર, મંગળ, બુધ અને શનિ ગ્રહ આ દિવસો દરમિયાન રાશિ બદલશે. આ પાંચ ગ્રહોની ગતિ બદલાવાથી વાતાવરણમાં ફેરફાર થશે. પ્રાકૃતિક આપત્તિઓ આવી શકે છે.આ મહિનામાં દાન-પુણ્યનું ખાસ મહત્ત્વ છે. મિથુન રાશિમાં સૂર્યના રહેવાથી દેવપોઢી એકાદશી સુધીનો સમય ખાસ રહેશે.
એવામાં આ આખા મહિનામાં જરૂરિયાતમંદ લોકોને દાન આપવાની પરંપરા બનાવવામાં આવી છે. આ દિવસો દરમિયાન 5 બુધવારનો સંયોગ બનવાના કારણે જ્યોતિષમાં આ દિવસોનું ખૂબ જ માન છે. આ દરમિયાન અનુષ્ઠાન પણ કરવામાં આવી શકે છે. બુધવારે ગણેશ પૂજા અને ગાયને ઘાસ ખવડાવવાથી કામકાજમાં આવી રહેલાં વિઘ્નો દૂર થઈ જશે.